Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાષાની પરિભાષા || Definition of language

ભાષાની પરિભાષા // Definition of language

ભાષાની  પરિભાષા  ||  Definition of language


બાળક શાળામાં પ્રવેશ મેળવે છે. તે પૂર્વે અવિધિસર અને અનૌપચારિક રીતે ભાષા શીખીને આવે છે. બાળક ભાષા સાંભળે છે અને બોલે છે. બાળક જયારે શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે શિક્ષક તેમને લખતાં, વાંચતાં અને શુદ્ધ ઉચ્ચારણથી બોલતા શીખવે છે. શિક્ષકો દ્વારા બાળકોને ઔપચારિક અને વિધિસર રીતે ભાષાનું શાસ્ત્રીય શિક્ષણ પણ આપે છે. ભાષા શીખવતા પહેલાં શિક્ષકે ભાષાની પરિભાષા, લાક્ષણિકતા, ઘટકો વગેરે બાબતો વિશે સ્પષ્ટ સમજણ મેળવી લેવી જોઈએ. જેથી શિક્ષક અધ્યાપન કાર્યને વધુ અસરકારક બનાવીને શિક્ષણના ધ્યેયોને મહત્તમ કક્ષાએ સિદ્ધ કરાવી શકે.

👉 ‘માનવ ઉચ્ચારણ- અવયવોથી ઉચ્ચારતા યાદેચ્છિક ધ્વનિઓની એક વિશિષ્ટ સંયોજના, જે વડે સમાજમાં પરસ્પર વિચારભાવનો વિનિમય થઈ શકે છે અને સમાજનો વ્યવહાર ચાલે છે. તે ભાષા સાદા શબ્દોમાં કહીએ તો પોતાનો વિચાર’ લાગણી બીજાઓને સ્પષ્ટ રીતે જણાવવા સમજાવવાનું ધ્વનિરૂપ સાધન તે ભાષા.”


👉 અહીં બોલવું એ સ્વલક્ષી તત્ત્વ કરતાં અન્યને ગ્રહણ કરાવવું, સમજાવી શકવું અને પરલક્ષી તત્ત્વ એ ભાષાનું વધારે મહત્ત્વનું લક્ષણ છે. ભાષા એક સામાજિક ઘટના છે. જે સમાજમાં ભાષા પ્રચલિત હોય તેમાં જ એનો વ્યવહાર થઈ શકે.

👉 મનુષ્ય જે ધ્વનિ ઉચ્ચારે છે તે કુદરતે આપેલી વિશિષ્ટ શક્તિની અનુપમ વ્યવસ્થા છે. તે માણસની પોતીકે વ્યવસ્થા છે, ધ્વનિનું સંશારૂપ એટલે અક્ષર અને અમૂર્ત ભાવોને સ્વરૂપમાં રજૂ કરવા એટલે ભાષા.


👉 ‘મા’ ધાતુનો અર્થ બોલવું. એમ થાય છે. આથી જે બોલાય છે. તે ભાષા તેવું સામાન્ય અર્થમાં કહી શકાય. પરંતુ બધાં જ બોલાતાં ધ્વનિઓ ભાષા કહી શકાય નહીં. તેથી ભાષાને સમજવા ભાષાશાસ્ત્રીઓએ આપેલી કેટલીક વ્યાખ્યાઓ જોઈએ.


👉 ‘ભાષા યાદૈચ્છિક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે, જેના વડે કોઈપણ - એક સામાજિક જૂથનાસભ્યો એકબીજાનો સહકાર, સાધે છે અને એકબીજાના સંપર્કમાં | આવે છે.” એડગર સ્ટર્ટિવન્ટ 


👉 ભાષા એ યાદૈચ્છિક ધ્વનિ સંકેતોની એ વ્યવસ્થા છે, જેના દ્વારા કોઈ એક સમાજના સભ્ય તરીકે અને સંસ્કૃતિના ભાગીદાર તરીકે માનવી અરસપરસ આંતરક્રિયા કરે છે, અને સંસર્ગ રાખે છે.”,       - બ્રિટન સર્વવિદ્યા સંગ્રહ


👉 ‘ભાષા એ ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ.” – સ્વીટ


👉 ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલ સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ.”        -  એડવર્ડ સમીર 


👉 ભાષા વાણી અને શ્રવણ વડે માનવો થકી. અને એમના પ્રત્યે થતી અભિવ્યક્તિ અને સંક્રમણની પ્રક્રિયા છે, જેમાં બોલતા કે સાંભળતા ધ્વનિઓનું, માનવ જાતિના ઈતિહાસમાં કોઈપણ એક સમયે અમુક સમુદાય કે સમુદાયોમાં સર્વસામાન્ય વપરાશથી નિપજાવેલ, રૂઢ થયેલ અને સ્વીકૃતિ પામેલ વ્યવસ્થાઓ રૂપે એવું સંયોજન થાય છે કે એ ધ્વનિઓ એ સમુદાયના લગભગ બધા સરેરાશ સભ્યોને પરસ્પર અવબોધક્ષમ  -લુ ઇસ ગ્રે 


👉ભાષા યાદૈચ્છિક વાચિક ધ્વનિઓ અને ધ્વનિ. શ્રેણીઓની એક સંપટનાયુક્ત વ્યવસ્થા છે, જે માનવ વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા અરસપરસના સંદેશા વ્યવહારમાં બને છે. ઉપયોગમાં લેવાય છે કે લઈ શકાય છે અને જે માનવ પરિસ્થિતિમાં જોવા મળતા. પદાર્થો, ઘટનાઓને પ્રક્રિયાઓને લગભગ અશેષ પણે નોંધી આપે છે. - જહોન બી. કરેલ


👉   ભાષાની ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે ભાષા અંગેની નીચેની બાબતો સ્પષ્ટ થાય છે. 


👉  ભાષા એ યાદેચ્છિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે

 આ યાદચ્છિક એટલે મરજી મુજબ, ભાષાના ધ્વનિસંકેતોના કોઈ અર્થ નથી. ભાષા સમાજ યાદેચ્છાથી – મરજી મુજબ ધ્વનિઓને અમુક અર્થના સંક્ત રૂપે વાપરે છે. | ‘કમળ' શબ્દના ક, મ અને ળ એ ધ્વનિઓના સમૂહનો ‘એક ફૂલ વિશેષ' એવો જે અર્થ આપણે કરીએ છીએ તેનું કારણ એટલું જ છે કે આપણાં ભાષા સમાજે આ ધ્વનિઓને એક ફૂલ વિશેષના સંકેત રૂપે વાપરવાનું નક્કી કર્યું છે. ભાષા સમાજ - ધારે તો ‘કાદવ'ને કમળ અને ‘ાત' ને દિવસ કહી શકે ! વાચિક ધ્વનિઓના સંકેતોના કોઈ પ્રાકૃતિક અર્થ નથી. શબ્દોના અર્થ હોય છે એમ કહેવાને બદલે અર્થ માટે શબ્દો છે એમ કહેવું ભાષા શાસ્ત્રીય દૃષ્ટિએ વધુ યોગ્ય છે. 


👉  ભાષા નિશ્ચિત અર્થ દર્શાવતી સંકુલ વ્યવસ્થા છે

     ભાષામાં વપરાતા ધ્વનિસંકેતો પરંપરાથી રૂઢ થઈ ગયા છે. ધ્વનિસંકેતો અને તેની ચોક્કસ ગોઠવણી અમુક નિશ્ચિત અર્થ પ્રગટ કરે છે.જુદી જુદી ભાષામાં એક જ પદાર્થ માટે ભિન્ન ભિન્ન શબ્દોની વ્યવસ્થા હોય છે. ભાષામાં એક બાબત માટે વપરાતો શબ્દ સંદર્ભ બદલાતા અર્થ બદલાઈ જાય છે. આથી ભાષા એક સંકુલ વ્યવસ્થા છે તેમ કહી શકાય.


👉  ભાષા સામાજિક ઘટના છે

     બાળક કાલી-ઘેલી ભાષામાં વાત કરે ત્યારે કુટુંબના સભ્યો આનંદ અનુભવે છે. મમ્મી, પપ્પા કે દાદા જેવા શબ્દો સાંભળવા કુટુંબના સભ્યો તત્પર રહે છે. બાળક સમાજમાં જન્મે છે. તે સમાજની ભાષા તે શીખે છે. જંગલમાં વસવાટ કરનાર અમલા અને કમલા બંને બહેનો જંગલના પ્રાણીઓની જેમ ઉચ્ચારણ કરતાં હતાં. પણ અભિવ્યક્તિ કરી શકતા નહોતા. આમ, ભાષા એ સામાજિક ઘટના છે. 


👉  ભાષા ટેવોનો સમૂહ છે 

    ભાષાનો જેમ જેમ ઉપયોગ વધે છે. તેમ તેમ આત્મસાત્ થતો જાય છે. આ આત્મસાતુ બનેલી ભાષા સમગ્ર વ્યક્તિત્વનો ભાગ બની જાય છે, ભાષા બોલનારાઓમાં વિવિધતા જોવા મળે છે તે પણ ટેવોનું પરિણામ છે. દા.ત. ગુજરાતી ભાષા પણ સુરતના લોકો, કચ્છના લોકો અને સૌરાષ્ટ્રના લોકો અલગ રીતે બોલે છે. બાળકે પોતાના વિસ્તારના વાતાવરણ પ્રમાણે ભાષા શીખે છે અને પોતાના વિસ્તાર પ્રમાણે ઉચ્ચારણો શીખે છે. જે ટેવમાં પરિણમે છે. આ પ્રાદેશિક ઉચ્ચારણો દૂર કરતા વધુ સમય લાગે છે, 


👉  ભાષા દ્વારા સમાજના સભ્યો પ્રત્યાયન કરે છે

    ભાષા દ્વારા ભાષા સમાજના સભ્યો પરસ્પર વિચારો અને લાગણીઓની આપલે કરીને જીવન વ્યવહાર ચલાવે છે. સમાજ ભાષા વડે પ્રત્યાયન કરે છે. ભાષાની વ્યવસ્થા ઊભી કરવા પાછળ સમાજનો મુખ્ય ઉદ્દેશ અસરકારક પ્રત્યાયન કરવાનો છે, ભાષાના અભાવમાં માનવ જીવનવ્યવહાર અકથ્ય છે. 


👉  ભાષા એ બહુધા મેળવેલો – કેળવેલો સંસ્કાર છે, તેના વપરાશમાં સર્જનાત્મકતાનો અવકાશ છે.

    ભાષા એ વાતાવરણ, પ્રેરણા અને વિવિધ શક્તિઓની પરસ્પર અસરથી ઘડાય છે. માણસને બોલવાની શક્તિ મળી છે. પણ ભાષા ક્યારે, ક્યાં, કેવી રીતે બોલવી તે અંગે તાલીમ, કેળવણી અને મહાવરાની જરૂરિયાત રહે છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે ભાષાભિવ્યક્તિમાં સર્જનશીલતા પણ લાવી શકે છે.


ભાષાની લાક્ષણિકતાઓ

હરિવલ્લભ ભાયાણીએ ભાષાની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે સ્પષ્ટ કરી છે. 


(1) ભાષા વિવિધ સ્વરૂપની છે. તેમાં પ્રથમ તે ધ્વનિઓની બનેલી છે અને બીજુ આ મર્યાદિત સંખ્યાના ધ્વનિ એકમોની વિવિધ ગોઠવણીમાંથી ભાષામાં અસંખ્યસ્વરૂપો બની શકે છે. 

(2) માનવભાષામાં નવનિર્માણની શક્તિ છે. પૂર્વે ન સાંભળી હોય તેવી ઉક્તિઓનું નિર્માણ શક્ય બને છે. 

(૩) ભાષામાં ધ્વનિઓ અને તે દ્વારા વ્યક્ત થતા અર્થ વચ્ચે કોઈ સ્વભાવસહજ

સંબંધ નથી. ચોક્કસ અર્થ વ્યક્ત કરવા કુદરતી શક્તિ નથી હોતી. તેમની વચ્ચે રૂઢિગત સંબંધ હોય છે.

(4) સાહજિક રીતે શ્રોતા અને વક્તા દ્વારા ભાષાનો ઉપયોગ થાય છે.

(5) ભાષા જેમ સીધી કાર્યપ્રેરકતા ધરાવે છે. તેમ તે પરોક્ષતા પણ ધરાવે છે. શબ્દોચ્ચારથી હવામાં ઉડતા મોજાં શ્રોતાના કાને અથડાય છે અને આ તેનું સીધું પરિણામ છે. પણ તે શ્રોતાને પરિસ્થિતિની સાથે પ્રત્યક્ષ ન સંકળાયેલું હોય તેવું કાર્ય કરવા પ્રેરે છે. 

(6) માનવભાષા સ્થળ અને કાળથી મુક્ત બની વાપરી શકવાની ક્ષમતા ધારવે

(7) માનવભાષા અર્જિત છે. શીખી શકાય છે અને શીખવાડી શકાય છે. 

(8) માનવભાષા અનુકરણથી વધુ પ્રમાણમાં ભાષા શીખે છે


ભાષા બાળકને જન્મથી આવડતી નથી તેને શીખવા-શીખવવી પડે છે. તેથી ભાષાને શીખેલું વર્તન (Learned Behaviour) ગણાવી શકાય, કોઈપણ બાબત માણસ કેવી રીતે શીખે છે તે સમજવા માટે અનેક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો છે.

આ સિદ્ધાંતોના સમન્વય દ્વારા જ ભાષા શીખવવાની પ્રક્રિયા સમજી શકાય.


દરેક બાળક જન્મથી જ ભાષા શીખવાની ક્ષમતા ધરાવતું હોય છે. ભાષા શીખવાની પ્રક્રિયામાં કૌટુંબિક

વાતાવરણ અને શાળાના વાતાવરણની જબરી અસર હોય છે. તેથી ભાષા શીખવા માટે યોગ્ય વાતાવરણ

હોવું જરૂરી છે. ગુજરાતી બાળક માતૃભાષા તરીકે ગુજરાતી ભાષા શીખે અને તામિલનાડુનું બાળક તમિલ

ભાષા શીખે. નાનપણથી જ જંગલમાં પશુઓ વચ્ચે ઊછરેલું બાળક મોટી ઉંમરે ભાષા શીખવામાં મુશ્કેલી

અનુભવે છે. તે દર્શાવે છે કે માનવીય, સામાજિક, કૌટુંબિક અને શાળાનું વાતાવરણ ભાષા શીખવા માટે

જવાબદાર છે.


ભાષા ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. તેથી આ વ્યવસ્થાના નિયમો સમજવા, આત્મસાત કરવા અને તેમનો યથાર્થ

ઉપયોગ કરવો. ભાષાનો પહેલો અનુભવ બાળકને કાન દ્વારા ધ્વનિરૂપે થાય છે. કુટુંબના સભ્યોથી ભાષાના અનેક ધ્વનિ

વારંવાર બાળકના કાને અથડાય છે અને એ શારીરિક અનુભવ એને અનુકરણ દ્વારા | વનિખોનું ઉચ્ચાર કરવા પ્રેરણા પૂરી પાડે છે. આમ રનનું કરવા દ્વારા બાળ કે ભાષા શીખે છે. ભાષા સાથે બાળકનો અનુભવ વધતાં ભાષા બાળકના મનમાં માનસિક પ્રક્રિયારૂપે આકાર લેવા માંડે છે. સાહચર્ય અને ચાદશ્યથી વ્યવસ્થાના એક ભાગરૂપે બાળક ભાષા શીખે છે અને છેક અંતિમ તબક્કા સુધી ભાષાનો એક સામાજિક | પ્રવૃત્તિ તરીકે વ્યવહારમાં ઉપયોગ કરે છે.


બાળકને કાન દ્વારા ધ્વનિરૂપે થાય છે. કુટુંબના સભ્યોથી ભાષાના અનેક ધ્વનિ

વારંવાર બાળકના કાને અથડાય છે અને એ શારીરિક અનુભવ એને અનુકરણ દ્વારા | વનિખોનું ઉચ્ચાર કરવા પ્રેરણા પૂરી પાડે છે. આમ રનનું કરવા દ્વારા બાળ કે ભાષા શીખે છે. ભાષા સાથે બાળકનો અનુભવ વધતાં ભાષા બાળકના મનમાં માનસિક પ્રક્રિયારૂપે આકાર લેવા માંડે છે. સાહચર્ય અને ચાદશ્યથી વ્યવસ્થાના એક ભાગરૂપે બાળક ભાષા શીખે છે અને છેક અંતિમ તબક્કા સુધી ભાષાનો એક સામાજિક | પ્રવૃત્તિ તરીકે વ્યવહારમાં ઉપયોગ કરે છે.


બાળ કે શરૂઆતમાં ભાષા અધ્યયન અનુકરણથી શીખે છે, પ્રયત્ન અને ભૂલની પરંપરા દ્વારા ભાષાકીય વર્તનમાં સુધારો કર્યા કરે છે અને છેવટે ભાષા શીખવામાં તે આંતરસૂઝ (Insight) અને સર્જનાત્મકતા (Creativity)નો આધાર લે છે અને તેથી | બાળકે ન સાંભળ્યા હોય તેવા શબ્દપ્રયોગો પશ્વ તે કરે છે. આમ ભાષાના અધ્યયનની પ્રક્રિયા પ્રારંભમાં અનુકરભ્રાત્મક હોય છે અને પછાથી સર્જનાત્મક હોય છે.


ભાષા મનોવૈજ્ઞાનિકો કહે છે કે વ્યક્તિનું વર્તન તેની શારીરિક અને માનસિક જરૂરિયાતો સંતોષી શકે તે વર્તન મનુષ્ય શીખે છે, ભાષા અધ્યયનની પ્રક્રિયાને પણ ખા બાબત લાગુ પડે છે, બાળક ભાષા એટલા માટે શીખે છે, કે તેની જરૂરિયાતો સંતોષવામાં તે ઉપયોગી બને, જેમ કે સાવ નાના બાળકના ૨વાના અવાજ કે અસ્પષ્ટ અવાજો દ્વારા માતા સમજીને તેની જરૂરિયાત સંતોષી શકે છે. ભાષાના ઉપયોગથી બાળકને યોગ્ય બદલાઓ કે સુદઢીકરણો (Reinforcement) મળે છે અને તેથી તે ભાષા શીખે છે. બાળક માટે ભાષાકીય વર્તન સાધનરૂપ (lastrumental) વર્તન હોવાથી ભાષા શીખાય છે. આ


બાળક ભાષા શીખવવાની શરૂઆત ઘરમાં જ કરે છે, તેથી ભાષા શીખવાની પ્રક્રિયા પ્રારંભમાં અનૌપચારિક કે અવિધિપૂર્વકની હોય છે, ભાષા શીખવા માટે કોઈ સભાન પ્રયત્નો કરવા પડતાં નથી. જીવન જીવવાના ભાગરૂપે બાળક ભાષા શીખે છે. ઉંમર અને અનુભવ વધતાં તેના ઉપર નિયંત્રણ મેળવે છે અને તેનો અસરકારક ઉપયોગ કરી શકે છે. શાળામાં બાળકની ભાષા અધ્યથનની પ્રક્રિયા ઔપચારિક બને છે. બાળક વાંચતા-લખતાં શીખે છે અને શાળાના વાતાવરણમાં તેનો અનુભવ કરે છે. ભાષા શ્રાવ્ય સ્વરૂપે બાળક પોતાના ઘરની વ્યક્તિઓ સાથે અનૌપચારિક રીતે વાતાવરણ દ્વારા આત્મસાત કરે છે. શાળામાં તે ઔપચારિક રીતે ભાષાનું દૃશ્ય સ્વરૂપ શીખે છે અને આજીવન આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે.



1 comment

  1. Jordar Mahiti chhe....,,😀
Thank you so 😊 much my website visitor...🙏