Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન // Trial and Error, Theory of Learning

 પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન //
Trial and Error, Theory of Learning

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન (Trial and Error,Theory of Learning)


પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એડવર્ડ એલ, થોર્નડાઈક (1874 - 1949) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો પ્રણેતા છે. તેણે બિલાડી, ઉંદર અને અન્ય પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ઈ.સ. 1899 થી 1939 સુધી કોલંબિયા યુનિવર્સિટીની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી.


👉 થોર્નડાઈકનો બિલાડી પરનો પ્રયોગ

     થોર્નડાઈકે એક ભૂખી બિલાડીને કોયડા પેટીમાં પૂરી. આ કોયડા પેટીને માત્ર એક માર્ગ હતો કે જેમાંથી બિલાડી બહાર આવી શકે. પેટીની રચના વિશિષ્ટ પ્રકારની હતી. બિલાડી પૈટીના બારન્નાની કડી અમુક દિશામાં ફેરવે તો બારણું ખૂલી શકે, બિલાડી બહાર નીકળવાના ચોક્કસ પ્રયત્નો કરે તે માટે પેટીની બહાર બિલાડી જઈ શકે તે રીતે ખોરાક રાખવામાં આવ્યો. પેટીની બહાર રહેલ ખોરાકની વાસ ભૂખી બિલાડીને બહાર નીકળવા માટે પ્રેરણારૂપ બની રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. બિલાડી કોયપ્રપેટીની બહાર નીકળવા પ્રયત્નો કરવા લાગી, બિલાડીએ અનેક પ્રયત્નો ક્યાં, જે અસ્તવ્યસ્ત હતા. આ પ્રયત્નો દરમિયાન અચાનક જ બિલાડીથી બારણાની કડબૂલી ગઈ. આ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી ત્યારે પણ બિલાડી ભૂખી જ હતી. આ સમયે બિલાડીને બહાર નીકળવામાં લાગેલો સમય પ્રથમ પ્રયત્ન કરતાં ઓછો હતો. ફરીથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા થોર્નડાઈકે જોયું કે, પછીના દરેક પ્રયત્નોમાં બિલાડી દ્વારા કરાતાં દિશાવિહીન પ્રયાસોમાં તથા તેને બહાર આવવામાં લાગેલ સમયમાં ઘટાડો નોંધાયો છેવટે બિલાડી પ્રથમ પ્રયત્ન જ કોયડા પેટીમાંથી બહાર આવતાં શીખી શકી.

        પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન પ્રક્રિયાને નીચેનાં સોપાનો દ્વારા વર્ણવી શકાય.


(1) ઇરણ : પ્રસ્તુત પ્રયોગમાં બિલાડી ભૂખી હતી. અને ખોરાકની  વાસ દ્વારા તેને પ્રેરિત કરવામાં આવી, 

(2) ધ્યેય : બિલાડી માટે કોયડા પેટીમાંથી બહાર આવી ખોરા મેળવવો આ બાબત અંતિમ ધ્યેય હતું, 

(3) સમસ્યારૂપ પરિસ્થિતિ : બિલાડી સમક્ષ કોયડા પેટી એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી, પેટીમાંથી બહાર આવવું એ સમસ્યાના ઉકેલ દ્વારા   બિલાડી ખોરાકરૂપ ગેય પ્રાપ્ત કરી શકે તેવી    વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, 

(4) દિશાવિહીન પ્રયનો: પેય પ્રાપ્તિ માટેના માર્ગથી અજાણ બિલાડી બહાર આવવા માટેના અસ્તવ્યસ્ત પ્રયત્નો કરતી હતી.

(5) સાયા માર્ગની પસંદગી : અનેક અસ્તવ્યસ્ત અષનો પૈકી ખોય  માર્ગો ત્યજી દેવામાં આવે છે અને સાથી દિવાના પ્રયત્નો જાળવી રાખવા પ્રયત્ન કરાય છે, 

(6)અધ્યયન: અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે છે કે જેના દ્વારા કોઈ પણ ભૂલ વર વૈષ પ્રાપ્તિ થઈ શકે.


 પોતાના દષ્ટિબિંદુને સ્પષ્ટ ક૨વો થોર્નડાઈક જણાવે છે “The cat does not look over the situation much less think it over and then decide what to do. It bursts out at once into the activities helped by instincts and experiences.'


અધ્યયનના નિયમો :   વિવિષ પ્રયોગોના અંતે થોડાઈકે અધ્યયન પ્રક્રિયા વિશે નીચેના નિયમો આપવાનો પ્રયત્ન કર્યો.

(1) તત્પરતાનો નિયમ : (The law of readiness) :

નિયમમાં થોડો અધ્યેતા માટે (Conduction unit) શબ્દનો ઉપયોગ કરે છે. તેના પુરાવા અનુસાર,

જયારે અધ્યેતા (વહન-એકમ) શિક્ષણ મેળવવા માટે તત્પર હોય  ત્યારે શિક્ષણ આપવું સંતોષપ્રદ બને છે.  જયારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર ન હોય ત્યારે શિક્ષણ આપવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે.

 તેમના મતે જયારે બાળક શિક્ષણ મેળવવા ઉત્સુક હોય ત્યારે અચૂક શીખવવું જોઈએ. આ સમયે ઓછા પ્રયત્ન બાળક ઝડપથી શીખી શકે છે. શિક્ષક દ્વારા આ તકનો લાભ લેવાવો જોઈએ, તેમ જ બાળક શીખવા માટે પ્રેરાય તેવી અધ્યયન પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ.


(2) અસરનો નિયમ : થોર્નડાઈકના મતે અધ્યયન ત્યારે જ સાચા અર્થમાં શક્ય બને છે જ્યારે અધ્યયનમાંથી આનંદ અને સંતોષની લાગણી જન્મે. થોનuઈકે પોતાના શબ્દોમાં આ જ વાત આ પ્રમાણે રજૂ કરેલ છે..

બાળક માટે એવી પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ કે જેના કારણે બાળક અસંતોષ કે દુ:ખની લાગણી ન અનુભવે. અસંતોષ કે દુ:ખદ પરિસ્થિતિ અધ્યયન પ્રક્રિયાને અવરોધે છે.


થોર્નડાઈકનો આ નિયમ અધ્યયન પ્રક્રિયામાં બદલો અને શિક્ષાની અસર સમજાવે છે. બાળકને પૂરો પાયેલ બદલો તેને નવું શીખવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જયારે શિકા બાળકને અધ્યયન માટે હતોત્સીમાં કરે છે. .


(3) પુનરાવર્તનનો નિયમ : (The law of exercise) : પુનરાવર્તનનો નિયમ અધ્યયનપ્રક્રિયાનો મહાવરાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. પુનરાવર્તનને કારણે ઉદ્દીપક પ્રતિયાર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બને છે. પુનરાવર્તનના નિયમના બે પટાનિયમો છે. | 


ઉપયોગનો નિયમ : ઉત્તેજક અને પ્રતિચારનું જોડાણ તેના વારંવારના ઉપયોગને કારણે વધુ સુદઢ થાય છે. વારંવાર ઉપયોગમાં લેવાતી બાબતો સરળતાથી યાદ રહે છે. થઇપ શીખનાર વ્યક્તિ, વાહન ચલાવતાં શીખનાર વ્યકિરાને મહાવરાની જરૂર પડે છે. વારંવાર તે ક્રિયા કરવાથી વધુ સારું અધ્યયન થઈ શકે છે, 

અનુપયોગનો નિયમ થોડો સમય સુધી ઉપયોગમાં ન લેવાનાર બાબત ભૂલાઈ જાય છે એટલે કે ઉત્તેજક–પ્રતિચારનું જોડાણ નબળું પડે છે, ઘણા સમય સુધી ઉપયોગમાં ન લેવાતો ફોન નંબર ભૂલાઈ જાય છે. બાળકે એક સમર્ષે મોઢ કરેલ કાવ્ય જે ફરી ફરીને તેની પાસે બોલાવવામાં ન આવે તો બાળક તે કાળ ભૂલી જાય છે.

આમ પુનરાવર્તનનો નિયમ મહાવરાને મહત્ત્વ આપે છે. ધાળકને જરૂરી કૌશલ્યો શીખવવા માટે પુનરાવર્તનની જરૂર પડે છે.


(4) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના શિક્ષણિક ફલિતાર્થ :  શિક્ષણનાં ક્ષેત્રમાં થોર્નડાઈકના પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનું પ્રદાન ઘણું છે. વિવિધ શોપ એ પ્રયત્ન અને ભૂલનું જ પરિણામ છે, 

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના ફલિતાર્થ નીચે મુજબ છે.


[1] શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્વ સમજી લેવું જોઈએ.શિક્ષકે વિદ્યાર્થીઓને   વિષયવસ્તુની ઉપયોગિતા સમજવી તેમનામાંજિજ્ઞાસા ઉત્પન કરવી જોઈએ.. 

[2] બાળકની શીખવાની ઇચ્છા, પરિપક્વતા વગેરે બાબતોને સમજીને અધ્યયન માટેના પ્રયત્નો કરાવવા જોઈએ.

[3] થોર્નડાઈકના મતે માત્ર મહાવરો પૂરો પાડવાથી અધ્યયન સાઇ બનતું નથી. મહાવરાની સાથે સાથે બાળકને તેનાં પરિણામ પ્રગતિ વિશેની માહિતી પૂરી પાડવાથી બાળક વધુ શીખવા માટે શ્રેરાય છે, અધ્યયન પ્રક્રિયાને વેગ મળે છે. 

[4] શિક્ષકે બાળકને સમગ્ર અધ્યયન પરિસ્થિતિની સમજ આપવી જોઈએ. તેમ જ વિવિધ વિષયમુદ્દાની સમગ્ર સમજ આપી તેમાં

રહેલ સામ્ય અને તફાવત સમજાવવો જોઈએ. 

[5] બાળકોને જરૂરી બદલો પૂરો પાડવો જોઈએ. 

[6] નવા વિષયમુદ્રાની શરૂઆત સમયે તેને બાળકના પૂર્વજ્ઞાન સાથે ખસેડવાથી શિક્ષણ સંક્રમણનો લાભ મળે છે.




1 comment

  1. Nice
Thank you so 😊 much my website visitor...🙏