આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ
Arrival method and departure method
આગમન પદ્ધતિ
પ્રસ્તાવના
આગમન પદ્ધતિમાં વિવિધ અનુભવોનો ઉપયોગ કરીને નિયમો તારવવામાં આવે છે.
👉 આગમન પદ્ધતિ અર્થ/સંકલ્પના
આ પદ્ધતિમાં સમાજમાં કેટલાક વિદ્યાર્થીઓ વિશિષ્ટથી સામાન્ય તરફ જાય છે. વિશિષ્ટ ઉદાહરણોને આધારે વિદ્યાર્થીને સામાન્ય નિયમન કે સિદ્ધાંતોનું જ્ઞાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પર કોઈ સિદ્ધાંત કે નિયમ ઠોકી બેસાડવામાં આવતો નથી, પણ શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ ઘણાં ઉદાહરણો રજૂ કરે છે. આ વિશિષ્ટ ઉદાહરણો પરથી વિદ્યાર્થીઓ સામાન્ય નિયમો, સત્યો કે સિદ્ધાંતો તારવે છે. જોયસના મતાનુસાર આગમન પદ્ધતિએ વિશેષ દૃષ્ટાંત, ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો પદ્ધતિસર પ્રાપ્ત કરવાની ક્રિયા છે. આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શિક્ષણના બે સિદ્ધાંત સૂત્રોનો અમલ થઈ શકે છે.
- 1.વિશિષ્ટથી સામાન્ય તરફ જવું.
- 2. સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવું.
વિદ્યાર્થીઓને શિક્ષક વિવિધ ઉદાહરણ આપે છે. તેથી તેને આધારે સામાન્ય બાબતો તારવી તેનો પ્રકાર નક્કી કરી શકાય છે. આમ, વિવિધ ઉદાહરણો પરથી વિદ્યાર્થીઓ સરળતાથી સામાન્યીકરણો તારવી શકે છે.
👉 આગમન પદ્ધતિનાં સોપાનો
1. વિદ્યાર્થી સમક્ષ ઉદાહરણ રજૂ કરવાં.
2. વિદ્યાર્થીઓ રજૂ થયેલ ઉદાહરણનું નિરીક્ષણ કરી તુલના દ્વારા સમાનતા કે ભેદતા ચકાસે છે.
3. ઉદાહરણ પરથી નિયમની તારવણી કે રચના નિયમીકરણ કરાય છે.
4. પ્રાપ્ત નિયમ કે સિદ્ધાંતની ચકાસણી બીજાં વધુ ઉદાહરણની મદદથી કરી શકાય.
👉 આગમન પદ્ધતિનું મહત્ત્વ
આ પદ્ધતિનું મહત્ત્વ નીચે પ્રમાણે દર્શાવી શકાય.
➡️ આ પદ્ધતિ અનુસાર વિદ્યાર્થીઓ વિવિધ ઉદાહરણો પરથી નિયમ, સૂત્ર, સિદ્ધાંત કે સત્ય તારવવામાં સક્રિય સામેલગીરી નોંધાવે છે. જેને કારણે વ્યાકરણના જ્ઞાનની સમજ સરળતાથી મેળવી શકે છે.
➡️આ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક પરિબળ ઉપર કાર્ય કરે છે તેથી વિદ્યાર્થીઓ તાર્કિક શક્તિ વિકસે છે. વિદ્યાર્થીઓ તર્ક બદ્ધ વિચારણા કરી નિયમોની તારવણી, ચકાસણી કરી શકે છે.
➡️ આ પદ્ધતિથી મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ધરાવવામાં મદદ કરે છે. વિદ્યાર્થી સ્વયંપ્રેરણા મેળવે છે ને નિર્ણયની તારવણી પણ કરી શકે છે.
➡️ વિદ્યાર્થીઓ સ્વપ્રયત્નથી ચકાસણી કરી શકતા હોવાથી તેમને આનંદ અને સંતોષની લાગણીની અનુભૂતિ થાય છે.
➡️ આ પદ્ધતિમાં ગોખણપટ્ટીને કોઈ અવકાશ નથી.
➡️ વિદ્યાર્થીઓની વિચારવાની શક્તિ વિકસે છે. તેને કારણે સ્મૃતિ શક્તિનો ગાળો લાંબો રહે છે.
મર્યાદાઓ
➡️ આ પદ્ધતિમાં વ્યાકરણ શિક્ષણના વિવિધ સિદ્ધાંત, સૂત્રો નિયમોની તારવણી માટે કાયમ વધુ પ્રમાણમાં ઉદાહરણ આપવાં પડે છે. જો કે એક/બે ઉદાહરણ પરથી વિદ્યાર્થીઓ નિર્ણય તારવી શકતા નથી.
➡️ આ શિક્ષણ પદ્ધતિમાં સમય વધુ લાગે છે.
➡️ ઘણીવાર ઉદાહરણનું પ્રમાણ વધુ અપાય છે ત્યારે ક્યારેક વિદ્યાર્થીઓમાં નીરસતા પણ આવવાની શક્યતા રહેલી છે.
➡️ હોશિયાર વિદ્યાર્થી માટે પડકારરૂપ બનતી નથી.
➡️ શિક્ષકે આ પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરવામાં ઘણું ધૈર્ય રાખવું પડે છે.
નિગમન પદ્ધતિ
સંકલ્પના
👉 અમૂર્ત પરથી મૂર્ત અને સામાન્યથી વિશિષ્ટને સમજવાની પ્રક્રિયા થાય છે. ત્યારે નિગમન પદ્ધતિનો ઉપયોગ થયો એમ કહી શકાય. આ પદ્ધતિમાં સૌ પ્રથમ નિયમો, સત્યો, કે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. પછી વિવિધ ઉદાહરણો પરથી તારવેલા નિયમો સત્યો કે સિદ્ધાંતોની ચકાસણી નિગમન દ્વારા કરવામાં આવે છે. નિગમન એટલે નીપજ, જે શિક્ષણ આપે તેની નીપજ, વિદ્યાર્થીઓ પાસેથી મેળવી શકાય, એટલે વિદ્યાર્થીને અપાયેલા કે વિદ્યાર્થીઓએ મેળવેલાં અનુભવને આધારે સત્ય પારખતાં શીખે છે.
નિગમન પદ્ધતિનું મહત્ત્વ
➡️ નિગમન પદ્ધતિમાં વ્યાકરણના કોઈ નિયમો કે સિદ્ધાંતો ચકાસવા માટે આપતાં ઉદાહરણ બેથી ત્રણ પૂરતાં થઈ રહે છે. તેથી શિક્ષણકાર્યમાં સમયનો બચાવ થાય છે.
➡️ નિયમ સિદ્ધાંત કે સત્યતા વ્યાકરણના નિયમ મુજબ નક્કી કરેલ છે. તેથી શિક્ષકને ખાસ મહેનત કરવી પડતી નથી.
➡️ જ્ઞાન પ્રાપ્તિની ગતિ ધરાવે છે તેની અભ્યાસક્રમ પૂરો થઈ શકે છે.
➡️ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ ઉપયોગી બની શકે છે. વિદ્યાર્થીઓ પાસેથી દઢીકરણ પણ સારું કરાવી શકાય છે તેથી ઉપયોગી બની રહે છે.
➡️ આ પદ્ધતિમાં પુનરાવર્તનનો મહાવરો થાય છે.
➡️ વિદ્યાર્થીઓ નિયમો કે સિદ્ધાંત ઉપરથી સૂત્ર આપે છે. તેથી સ્મૃતિ શક્તિ વિકસાવી શકાય છે. કાર્ય કારણનો સંબંધ સ્થાપી શકાય છે.
➡️ આગમન પદ્ધતિની મર્યાદાઓ દૂર કરે છે.
મર્યાદાઓ
નિગમન પદ્ધતિની નીચેના જેવી કેટલીક મર્યાદાઓ પણ છે :
➡️ પ્રારંભમાં જ વ્યાકરણના નિયમસિદ્ધાંત સૂત્ર આપી દેવાથી બાળક માટે તેને સમજવું મુશ્કેલ બને.
➡️ નિયમ કેવી રીતે આપ્યો તેની જાણ હોવાથી વિદ્યાર્થીઓની તર્ક શક્તિ કે સમજશક્તિ અવરોધાય છે.
➡️ સતત દઢીકરણ કરાવવાને કારણે ગોખણપટ્ટીને ઉત્તેજન મળી શકે છે.
➡️ આ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક ન ગણાય કારણ કે અહીં સામાન્ય પરથી વિશિષ્ટ કે અમૂર્ત પરથી મૂર્ત પર જવાના નિયમનો ઉપયોગ થાય છે.
➡️ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાતો ન હોવાથી આત્મ નિર્ભરતાની ભાવના પણ કેળવાતી નથી.
➡️ જે વિદ્યાર્થીઓની સ્મરણ કક્ષા કે યાદ રાખવાની શક્તિ સારી નથી તે વિદ્યાર્થીઓ ઉદાહરણ આપી શકતાં નથી.
માતૃભાષાના શિક્ષણમાં આગમન-નિગમન પદ્ધતિનો વિનિયોગ
👉 આગમન-નિગમન પદ્ધતિ એકબીજાની વિરુદ્ધ થતી પદ્ધતિ હોવા છતાં એકબીજાની વિરોધી નહિ, પરંતુ પૂરક પદ્ધતિઓનો એક સાથે વર્ગ શિક્ષણમાં ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ વધુ અસરકારક બને છે વર્ગ શિક્ષણ દરમ્યાન સૌ પ્રથમ સિદ્ધાંતોની તારવણી કર્યા બાદ વિદ્યાર્થીઓ પાસેથી બીજા અન્ય ઉદાહરણો મેળવીને તેના દ્વારા કે નિયમ કે સિદ્ધાંતોની વિશેષ સમજ આપવી જોઈએ. ક્યારેક ચિંતનાત્મક ગદ્ય સ્વરૂપની કૃતિ હોય તો આ પદ્ધતિ શિક્ષકને ઉપયોગી શકે. આપણે એક દૃષ્ટાંત લઈ આ બાબત વિચારીએ.
વિષયાંગ તંદુ સમાસ
શિક્ષક શરૂઆતમાં કા.પા. પર કે રોલઅપ પર નીચેનાં જેવાં વાક્યો બાળકોને વાંચવા આપશે.
- તમારું પરિણામ બે-ત્રણ દિવસમાં મળી જશે.
- રામ-સીતા વનમાં જાય છે. રામ અને સીતા વનમાં જાય છે.
- શિવજીના મંદિરની આગળ-પાછળ કરણ ઊગી નીકળી છે.
- વર્તમાનપત્રમાં આજ-કાલ અણુકરાર સંધિની જ ચર્ચા છે. આ વાતોમાં જે શબ્દો ઘણાં કરેલ છે તે શબ્દ વાંચો. જોડાયેલાં પદો છે. તેમની વચ્ચે સમાનતાનો સંબંધ છે.દા.ત.બે દિવસમાં તે ત્રણ દિવસમાં તમારું પરિણામ મળી જશે,
- શિવજીના મંદિરની આગળ કે પાછળ કરણ ઊગી નીકળે છે. આ રીતે વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર તારવણી રશે. આવી શિક્ષક પ્રશ્નોત્તર કરી શકે છે. આ વાત થઈ આગમન પદ્ધતિની.
જ્યારે નિગમન પદ્ધતિમાં શિક્ષક શરૂઆતમાં ઠંદ્ર સમાન કોને કહેવાય તે સિદ્ધાંત સમજાવી દેશે સિદ્ધાંત ઉપરથી વિદ્યાર્થીઓને ઉદાહરણ આપશે. વિદ્યાર્થીઓ આવાં બીજા ઉદાહરણ આપશે. અને તે પરથી મળેલ અનુભવ પરથી નીપજ મેળવી શકશે.
શિક્ષકે બંને પદ્ધતિઓનો સાથોસાથ જ ઉપયોગ કરવો જોઈએ. પ્રથમ આગમનનો ઉપદેશ કરી નિયમ અને સિદ્ધાંત તારવી દે તે પછી તુરત જ નિયમન સિદ્ધાંતને અનુરૂપ દેષ્ટાંતો આપવા કહી શકે. જેથી શિક્ષણ વધુ અસરકારક બને. આગમન-નિગમનનો સંયુક્ત ઉપયોગ કરવાથી શિક્ષણ સુંદર બની શકે છે.