Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

અધ્યયન પર અસર કરનારાં પરિબળો // Factors affecting the study

અધ્યયન પર અસર કરનારાં પરિબળો

અધ્યયન પર અસર કરનારાં પરિબળો  //  Factors affecting the study


       અધ્યયન એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની ફલશ્રુતિરૂપે વ્યક્તિના વર્તનમાં ચોક્કસ પ્રકારનાં પરિવર્તનો આવે છે. તેને આપણે અધ્યયનની નીપજ કે નિષ્પત્તિ ” છીએ, અધ્યયન પર વિવિધ પરિબળો અસર કરે છે. આ પરિબળોનું વર્ગીકરણ વિવિધ મનોવિજ્ઞાનીઓએ પોતાની આગવી રીતે કર્યું છે, અનુકૂળતા ખાતર આપણે આ પરિબળોને નીચેના વિભાગોમાં વર્ગીકૃત કરીશું.

(1) અધ્યેતા સંબંધી પરિબળો

(2) અધ્યાપક સંબંધી પરિબળો 

(3) પ્રક્રિયા સંબંધી પરિબળો 

(4) વિષયવસ્તુ સંબંધી પરિબળો 

હવે આપણે આ પરિબળોનો અભ્યાસ કરીશું.


 અધ્યેતા સંબંધી પરિબળો : 


1.  પરિપક્વતા :

     અધ્યયનની પ્રક્રિયામાં બાળકની પરિપક્વતા મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ પરિપક્વતા વધે છે. બાળકો શીખવેલું જ્ઞાન કેટલું ગ્રહણ કરી શકે તેનોં આધાર ખાસ કરીને માનસિક પરિપક્વતા પર રહેલો છે.


 2. ઉમર :

     ઉંમરની અધ્યયન પર અસરો થાય છે, બાલ્યવયમાં કે યુવાવસ્થામાં અધ્યયનની થમતા વધુ હોય છે, વૃદ્ધાવસ્થામાં શીખતાં વાર લાગે છે. કેટલાક વિષયો નાની ઉંમરમાં તો કેટલાંક મહત્ત્વનાં કૌશલ્યો નાની ઉંમરમાં પ્રાપ્ત થાય છે, જ્યારે જટિલ સમસ્યાનો પુખ ઉંમરની વ્યક્તિઓ સારી રીતે ઉકેલી શકે છે. 


3. શાનેનિદ્રયો

જ્ઞાનેન્દ્રિયો એ જ્ઞાનનો પ્રવેશદ્વારો છે, અર્થતાની શાનેન્દ્રિયો જેટલી કાર્યક્ષમ હોય તેટલા પ્રમાણમાં અધ્યયને સારી રીતે થાય છે. જે કોઈ જ્ઞાનેન્દ્રિય નબળી હથ તો અધ્યયન પર તેની વિપરીત અસરો જન્મે છે.


 4. સ્વાસ્થ્ય :

અધ્યયનની અસરકારકતાનો આધાર નતાના નિરામય ગ્રામ પર પણ રહેલો છે, અધ્યતાનું સ્વાસ્મ નબ હોય કે શારીરિક ખામીઓ અધ્યયન પર અસર કરે છે. વ્યક્તિ માંદી હોય કે સ્વાથ્ય નબળું રહેતું હોય તો તેનું અધ્યયનમાંથી ધ્યાન ચલિત થાય છે. અધ્યયનમાં તે બાધારૂપ નીવડે છે.


5. બુદ્ધિ :

 પ્રાણી કેટલું સારી રીતે અને ઝડપથી શીખી શકશે તેનો આધાર તેની બુદ્ધિ પર રહેલો છે. ઊંચો બુદ્ધિ અંક ધરાવતી વ્યક્તિ વધુ ઝડપથી શીખી શકે છે. બુદ્ધિ અને શીખવાની ઝડપ વચ્ચે પર ધન સહસંબંધ છે.


6. થાક :

 શારીરિક અને માનસિક થાક અખેતાના અધ્યક્ષનને અસર કરે છે. વ્યક્તિની સતત પ્રવૃત્તિને કારણે વ્યક્તિ શારીરિક થાક અનુભવે છે, તેથી તે નવું શીખી શકતી નથી.


7. જાતિ :  

  વિઘાર્થીઓની શૈક્ષણિક સિદ્વિની બાબતમાં સ્વતીયતા આંશિક રીતે અસરકારક પરિબળ જણાયું છે. કેટલાક અભ્યાસો અનુસાર ગણિત વિષયની સિદ્ધિ છોકરીઓ કરતાં છોકરાઓમાં ઊંચી જોવા મળે છે. જ્યારે અંગ્રેજી જેવા વિષયમાં કન્યાઓની સિદ્ધિ કુમારોની' સિદ્ધિની સરખામણીમાં ઊંચી હોય છે. એમ જેવામાં આવ્યું છે કે, સામાન્ય રીતે પાંચ પૌરણો સુધી શાળાકીય પરિક્ષામોમાં છોકરાઓ કરતાં છોકરીઓ આગળ હોય છે. છોકરાખો ગણિત અને વિજ્ઞાનમાં આગળ હોય છે.


8. રસ :

 અર્થતાની અભિરુચિ અને અધ્યયન વચ્ચે ધન સંબંધ જોવા મળે છે. અર્થાત વિદ્યાર્થી જે વિષયમાં વધુ રસ ધરાવે છે તે વિષયનું મથથન સારી રીતે કરી શકે છે.


9. વલણો : 

વિષય પ્રત્યેનું અર્થતાનું વલણ તેની વિષથ સિદ્ધિ પર અસર કરે છે. વિષય પ્રત્યે કે શિક્ષણ પ્રત્યેના વલણને શૈક્ષણિક સિદ્ધિ સાથે સંબંધ છે. વિદ્યાર્થી જે વિષય પ્રત્યે હકારાત્મક વલણ ધરાવે છે તેમાં તે વધુ સારી રીતે અષષન કરે છે.


10.  પ્રયત્ન :

 બાળક વર્ષ જે વસ્તુ શીખવાનો પ્રયત્ન કરે છે તે બાબત તે સારી રીતેં શીખે છે. તે પ્રપન કરવાનો મેમાનંદ હોય છે. અધ્યેતા -અધ્યયન અને સ્વપુરુષાર્થથ આપમેળે જેનું અધ્યયન કરે છે તે તેને માટે વધુ ચિરંજીવ બને છે. તે પ્રયત્ન કરવાથી તેને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે,


11. પૂર્વજ્ઞાનઃ

   વધુ પૂર્વજ્ઞાન ધરાવતી વ્યક્તિ તેની સાથે સંબંધિત નવું થાન અનુબંધ અને સંક્રમણને કારજે ઝડપથી શીખી શકે છે. જ્યારે અર્થતા માટે સંપૂર્ણ અક્ષણ બાબતનું જ્ઞાન મેળવવા તેણે વિશેષ પ્રયત્નો કરવા પડે છે.


12 . ચિંતાતુરતા : 

અધ્યયન પર ચિંતાતુરતા પણ અસર કરે છે, મનોવિજ્ઞાનીઓનાં સંશોધનો મુજબ ખૂબ શુ ચિંતા કરનારા અને ખૂબ ઓછી ચિંતા કરનારા કરતાં મધ્યમ ચિંતા કરનાર વ્યક્તિ વધુ સારું ધન ી શકે છે,


13. સ્વસ્વીકૃતિ અને સાંવેગિક સ્થિરતા:

      શાળામાં કેટલાંક બાળકો ઉત્સાહી અને આશાવાદી હોય છે, તેઓનો “' ઉયિો હોય છે, તે પોતાની વતને સારી રીતે સ્વીકારી શકે છે. આવાં બાળકો વધુ સારી રીતે આત્મનિયમન અને આત્મ નિયંત્રણ કરી શકે છે, તેમાં ભરપૂર પ્રમાશમાં આત્મવિશ્વાસ હોય છે, અને સાંવેગિક સંતુલન સારું હોય છે. આવાં બાળકો અધ્યયન થધુ સારી રીતે કરી શકે છે, જે બાળકો નિરાશાવાદી કે પૂરતો માત્મવિશ્વાસ ધરાવતાં ન હોય તેઓ સાંવૈગિક રીતે અસ્થિર હોય છે. સાંવેગિક સમતુલા ધરાવતાં બાળકોનું વ્યક્તિત્વ સુગ્રથિત હોય છે. તેઓ વધુ સારું અધ્યયન કરી શકે છે. સાંવૈગિક સંતુલન ન ધરાવતાં બાળકો વ્યક્તિત્વ વિચ્છિક હોય છે. તેઓ મારું અધ્યયન કરી શકતાં નથી.


14.  અધ્યયન તત્પરતા :

 અર્થતા અધ્યયન કાર્યમાં સફળતા યા સિદ્ધિ ત્યારે જ મેળવી શકે જ્યારે તે બધું કરવા માટે તત્પર હોય. જે તે બાબત શીખવાની તેની ઝંખના થા તંત્પરતા હોય, મનોવિજ્ઞાનીને બાળકની અધ્યયન થમતા પર અસર કરતાપાંચ અધ્યયન તત્પરત ઘટકો દર્શાવ્યા :

(1) પ્રેરણા 

(2) આકાંક્ષાનું સ્તર

(3) સુદઢીકરણ 

(4) સજજતા 

(5) આંતરિક બાહ્ય પ્રેરણા.

      અધ્યેતા જે કંઈ શીખવા માગે છે તે માટેની તેની આંતરિક કે બાધ પ્રેરણા ઊંચી હોય, આકાંક્ષાસ્તર તેની કાર્યક્ષમતા થા શક્તિઓને અનુકૂળ હોય, તેનાં વર્તનો ને સુદઢીકરણ મામ, થયું હોય અને તેનામાં શીખવા માટેની પૂરતી સજતા હોય તો તે વધુ સારી રીતે અધ્યયન કરી શકે છે.


15. શીખવાનો ઇરાદો કે સહેતુક્તા :           

       બાળક જે કંઇ શીખવા માગે છે તેમાં તેનો ઇરાદો સ્પષ્ટ હોવો જોઈએ. તે જે કંઇ શીખવા માગે છે તે શા માટે શીખવા માગે છે અને તે દ્વારા તે શું સિદ્ધ કરવા માગે છે. તે અંગેનો તેનો ઇરાદો કે કેતુ તેની સમક્ષ સ્પષ્ટ થાય તો બાળકને શિક્ષણ સહેતુક લાગે છે, સાર્થક લાગે છે. શીખવાની ક્રિયાનું ધ્યેય જેટલું સ્પષ્ટ થાય તો તેની પ્રાપ્તિ માટે વિદ્યાર્થી તેટલો જ ઉત્સુક અને ક્રિયાશીલ બને છે.


16. અભિપ્રરેણા : 

      અભિપ્રેરણા ‘એ અધ્યયનમાં મદદ કરનારું ખૂબ મહત્ત્વનું પરિબળ છે, તે પ્રવૃત્તિને વેગ આપવાનું, તેને ટકાવી રાખવાનું અને યોગ્ય વળાંક આપવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં ત્યારે જ પ્રવૃત્ત થાય છે કે જ્યારે તેને અધ્યયનમાં રસ હોય, ઇચ્છા હોય, રસ હોય તો તે અધ્યયનમાં માટે પ્રવૃત્ત થાય છે. રસ થા ઇછા એ પણ આંતરિક પ્રેરણા છે. બાળકોને અધ્યયન તરફ પ્રેરવા માટે બાહ્ય પ્રેરશો જેવાં કે પ્રશંસા હરીફાઈ, બદલો, પ્રગતિનું જ્ઞાન તેમજ સામાજિક સ્વીકૃતિ વગેરેનો આશ્રય લેવો જોઈએ કે જેથી તેઓ અધ્યયન માટે પ્રવૃત થાય, પ્રેરણાથી બાળક નવી નવી વસ્તુઓ શીખવા પ્રોત્સાહિત થાય છે. શિક્ષક પાસે જેટલાં સાધનો છે, તેમાં પ્રેરણા સર્વોત્તમ અને મહત્ત્વપૂર્ણ સાધન છે.


17. પૂર્વાનુભવો : 

       અધ્યયનને જે બાળકના પૂર્વ અનુભવો સાથે સાંકળવામાં આવે તો બાળક વધુ સારી રીતે શીખી શકે છે. અનુભવ એ જ્ઞાનનો જનક છે. અનુભવ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાનસુદૃઢ અને ચિરંજીવ બને છે. આથી ઊંખવાની પ્રક્રિયાને અથવા અધ્યયનને બાળકને ભૂતકાળમાં થયેલા અનુભવો થયેલા અનુભવો સાથે સાંકળી લેવામાં આવે તો અધ્યયનની ઝડપી બને છે. બાળકો સરળતાથી અને સહજતાથી તે શીખી શકે છે. વિષયને રજૂ કરવોની શૈલી આકર્ષક, પ્રવાહી અને મર્મસ્પર્શી હોવી જોઈએ. પાઠવસ્તુના મુદાઓ તાર્કિક અને મનોવૈજ્ઞાનિક કમમાં રજૂ કરવામાં આવે, વિષયવસ્તુને રજૂ કરવાની આગવી શૈલી હોય અને વિષયવસ્તુને વિવિધ દાંતો, સ્પષ્ટીકરણનો આધાર લઈ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે તો તે વિદ્યાર્થીઓ માટે અર્થગામી બને છે.



Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏