જૂથ ચર્ચા પદ્ધતિ
Group discussion method
અર્થ/સંકલ્પના
👉 જૂથચર્ચા પદ્ધતિની કાર્ય પદ્ધતિ/તાસ ફાળવણી જૂથ ચર્ચા પદ્ધતિએ જૂથ અભ્યાસ પદ્ધતિનો એક પ્રકાર છે. એકમના કોઈ એક વિચાર, સમસ્યા કે સંકલ્પનાઓ વિષે વિદ્યાર્થીઓના જૂથ દ્વારા થતી ચર્ચા એટલે જૂથ ચર્ચા પદ્ધતિ જૂથ ચર્ચા પદ્ધતિમાં બે બાબતો સમાવિષ્ટ છે. (1) તેમાં ચર્ચાનું તત્ત્વ હોય છે. (2) જૂથમાં વહેંચાઈને ચર્ચા કરવાની હોય છે. જૂથ ચર્ચાની વ્યાખ્યા આપતાં વેબ્સટર કહે છે કે કોઈપણ પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને તેની દરેક બાબતોનો વિચાર કરવો, તેનું અવલોકન, પૃથક્કરણ કરવું તેનું નામ ચર્ચા.
આ પદ્ધતિ દ્વારા માતૃભાષાનો કોઈ એકમ કે પેટા એકમ શીખવા માટે સમગ્ર વર્ગમાં સંખ્યા આધારિત બુદ્ધિકક્ષા પ્રમાણે ચાર કે પાંચ જૂથમાં ચર્ચા કરે, તેના જૂથના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપતા રહે અને જૂથના કોઈ સભ્યોથી વિષયાંતર ન થાય, ગેરશિસ્ત ન આચરે તે માટે નેતૃત્વનું કાર્ય જૂથ નેતા સંભાળે છે. આ જૂથમાં એક વૃત્તાંત નિવેદન (રિપોર્ટર) પણ હોય છે. જે ચર્ચા અંગે નોંધ કરી અહેવાલ તૈયાર કરે છે. આ ચર્ચા કોઈ એક સમસ્યા કે મુદ્દાને ધ્યાનમાં રાખી યોજવામાં આવે છે. જૂથો એકબીજાંને સહકાર આપે છે અને પોતાને ફાળે આવેલ ચર્ચાના મુદ્દાનું પૃથક્કરણ કરે છે.
જૂથચર્ચા પદ્ધતિની કાર્ય પદ્ધતિ / તાસ ફાળવણી
👉 જૂથચર્ચા પદ્ધતિની કાર્ય પદ્ધતિ અંગે શિક્ષકે સતત તકેદારી રાખવાની છે. શિક્ષકના માર્ગદર્શન હેઠળ જૂથમાં ચર્ચા થાય છે. તેથી શક્યતઃ પદ્ધતિની મંડળી અને તાસ- ફાળવણી પણ શિક્ષકે વિચારવી પડે તો આ રીતે કાર્ય પદ્ધતિ તાસ પ્રમાણે ફાળવી શકાય.
તાસ-1 શિક્ષક જૂથ માટેનો કોઈ એક પ્રશ્ન સમસ્યા, વિચાર મુદાને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કે રજૂ કરે છે.
આ વિચાર મુદ્દા આધારિત શિક્ષક વર્ગની સંખ્યા પ્રમાણે બુદ્ધિ કસોટી લઈ બુદ્ધિકક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓના સમાન બુદ્ધિકક્ષાવાળાં જૂથ બનાવે.
તાસ-2 જૂથમાં વિદ્યાર્થીઓ વહેંચાઈ મુદ્દા કે સમસ્યાની વિચારણા કરે છે.
તાસ-3 જૂથ નેતા નિયંત્રણ રાખે છે. નેતૃત્વ પૂરું પાડે છે.
વિદ્યાર્થીઓના વિચારોનું સંકલન થાય. વૃત્તાંત નિવેદક પોતાના જૂથમાં થયેલ સભ્યોના વિચારોનું સંકલન કાર્ય નોંધે કે અહેવાલ તૈયાર કરે છે. વર્ગખંડની બહાર પણ જૂથમાં સભ્યો ચર્ચા કરી શકે.
તાસ-4 બધા જૂથના સભ્યો વર્ગખંડમાં એકત્ર થાય. શિક્ષકની સૂચનાથી બધા જૂથના કાર્યનું અહેવાલ વાંચન ક્રમશઃ જૂથ પ્રમાણે થાય. વૃતાંત નિવેદનના અહેવાલ વાંચન ઉપરથી દરેક જૂથના સભ્યોને બીજા જૂથની કામગીરીની માહિતી મળી શકે છે.
તાસ-5 સમસ્યા ચિંતન ઉપરથી શિક્ષક મૂલ્યાંકન કસોટી પ્રયોજે, જે મુદ્દા ઉપરની ચર્ચા બરાબર ન થઈ તે મુદ્દા ઉપર શિક્ષક વિશેષ છણાવટ કરે. આ રીતે 5 અથવા 6 માસમાં કાર્ય પદ્ધતિ યોજી શકાય.
જૂથ ચર્ચા પદ્ધતિનું મહત્ત્વ
👉 જૂથ ચર્ચા પદ્ધતિ અધ્યેતાકેન્દ્રી નૂતન અભિગમ ધરાવતી પદ્ધતિ છે તેની મહત્ત્વની નીચે મહત્ત્વતા દર્શાવી છે.
➡️ લોકશાહી રીતે ચર્ચા કરવાની આવડતનો વિકાસ થાય છે.
➡️ પરસ્પર સહકાર મેળવતાં થાય છે. નેતૃત્વના ગુણો વિકસાવી શકાય છે.
➡️ એકબીજાંના વિચારો સમજવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.
➡️ વિદ્યાર્થીઓ જૂથમાં રહીને શિક્ષણ કાર્ય કરે તેવી સંઘભાવના વિકસે છે. એકબીજાને મદદ કરવાનો ગુણ વિકસાવે છે.
➡️ વિદ્યાર્થીઓમાં સમૂહમાં બોલવાની અને બીજાના વિચારો ધીરજપૂર્વક સાંભળવાની તેમજ સ્વીકારવાની તાલીમ મળે છે.
➡️ સહકારથી અને ધીરજથી કાર્ય કરવાની ટેવ પાડે છે.
➡️ દરેક વિદ્યાર્થીને મુક્ત ચર્ચા કરવાની તક મળતી હોવાથી મૌખિક અભિવ્યક્તિ વિકસે છે. વિદ્યાર્થીમાં શરમ સંકોચ દૂર કરાવી શકાય છે.
➡️ નબળા વિદ્યાર્થીઓ પણ જૂથમાં સામેલ થવાથી તેઓ સ્વતંત્ર રીતે સહકારથી મુદ્દાની સમજ મેળવી શકે છે.
➡️ વિચારોનું સંકલન કરવાની તાલીમ મળે છે.
➡️ વિચારોને અહેવાલ સ્વરૂપે રજૂ કરવાની ક્ષમતા કેળવે છે.
મર્યાદાઓ
➡️ જૂથ ચર્ચા અધ્યેતાકેન્દ્રી પદ્ધતિ હોઈ તેની અનેક મર્યાદાઓ પણ રહેલી છે જે નીચે મુજબ છે. નીચે લઈ જાઓ જો પદ્ધતિ અમલ વખતે જૂથના સભ્યોની બુદ્ધિ કક્ષા પ્રમાણે વહેંચણી નહીં કરવામાં આવે તો કેટલાંક જૂથ નિષ્ફળ બની રહે છે.
➡️ જૂથમાં ચર્ચા કરવા માટે અલગ અલગ જગ્યાની જરૂર પડે છે. પૂરતી જગ્યા ન હોય તો, બેઠક વ્યવસ્થા બરાબર ન હોય તો શિક્ષક ગમે તેટલાં સારા પ્રયત્નો કરે પણ આ પદ્ધતિ અભ્યાસ ગત નીવડતી નથી.
➡️ શિક્ષકનું માર્ગદર્શન ઘણું ઉપયોગી બને છે. શિક્ષકે સમસ્યા ઉકેલ માટે કઈ રીતે ચર્ચા કરવી નેતા રિપોર્ટર વગેરેની સમજ ન આપી હોય તો પણ પદ્ધતિ બિનઅસરકારક પુરવાર થાય છે.
➡️ બધા વિદ્યાર્થી સક્રિયપણે ભાગ લેતાં નથી.
➡️ એક જ જૂથમાં ઘણીવાર વિદ્યાર્થીઓ એક બીજા પ્રત્યે પૂર્વગ્રહ રાખી બેઠા હોય તો તે સમયે સમસ્યા/ઉકેલ ચર્ચા કારગત નીવડતી નથી. કારણ કે તેમાં અપેક્ષા વધુ જોવા મળે છે.
➡️ જૂથ ચર્ચા પદ્ધતિમાં સળંગ ચાર-પાંચ તાસની જરૂર પડે જો સમય પત્રકમાં ફેરફાર ન કરી શકાય તો આ પદ્ધતિનું કાર્ય સાર્થક બનતું નથી.
➡️ ઓછી સંખ્યાવાળા વર્ગમાં આ પદ્ધતિથી શિક્ષણકાર્યમાં ચર્ચા થશે જ એવું કહી શકાય નહીં.
➡️ ઘણીવાર વિદ્યાર્થીઓના અંદરો અંદરના મતભેદને કારણે શિસ્ત જોખમાવવાનો ભય રહે છે.
➡️ જો કે આ પદ્ધતિ ધારીએ એટલી સરળ નથી, છતાં શિક્ષક તૈયારી સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે તો વર્ગ શિક્ષણકાર્યમાં આ પદ્ધતિ અસરકારક બને છે.
જૂથ ચર્ચા પદ્ધતિમાં શિક્ષકની કામગીરી
👉 આ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રી છે, વિદ્યાર્થીઓ જૂથમાં વહેંચાઈ ચર્ચા કરે છે, છતાં સરળતાનો આધાર શિક્ષકની કામગીરી પર રહેલો છે. જૂથ ચર્ચા પદ્ધતિના અમલ માટે શિક્ષકે નીચે જેવી કામગીરી કરવી આવશ્યક છે. :
➡️ જૂથ ચર્ચા માટેનો વિષય નક્કી કરી સમગ્ર કાર્યનું આયોજન કરે.
➡️વર્ગમાં જૂથ ચર્ચા માટેના વાતાવરણનું સર્જન કરે.
➡️ પેટા એકમોને ધ્યાનમાં રાખી સમાન જૂથ બનાવે.
➡️ એકમની ચર્ચા માટે વિદ્યાર્થીઓને સંદર્ભ પુસ્તકો પૂરાં પાડે.
➡️ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપે. જૂથ કાર્યનું સતત નિરીક્ષણ કરે.
➡️ જૂથ કાર્યનું મૂલ્યાંકન કરે.
Read More Article...
👉 આમ જૂથ ચર્ચા પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા પણ ખૂબ જ અસરકારક છે. આ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ બધાની બરાબર તૈયારી હોય અને સફળ આયોજન હોય તો જૂથ ચર્ચા દ્વારા સફળ રીતે શિક્ષણ કાર્ય થઈ શકે.