👉 શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ
પ્રતિચારોના અવલોકન દ્વારા શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ તારવવામાં આવી છે, જે નીચે મુજબ છે.
➡️ પ્રતિચારો સ્વયંસંચાલિત – અનૈચ્છિક હોય છે.
➡️ શાસ્ત્રીય અભિસંધાન દ્વારા હલનચલન જેવાં અસ્થિતંત્રના વિવિધ શાસ્ત્રીય અભિસંધાન દ્વારા લાળ ઝરવી, પાચન, હૃદયના ધબકારા વગેરે પર અસર લાવી શકાય છે.
➡️પ્રતિચારોનું સહેલાઇથી અભિસંધાન કરી શકાય છે.
👉 શાસ્ત્રીય અભિસંધાનના ઉપયોગો :
➡️માનવ સંવેગો સુધારી શકાય.
➡️વલણો સુધારવામાં ઉપયોગ થઈ શકે.
➡️શાસ્ત્રીય અભિસંધાનથી અપાનુકૂલન દૂર કરી શકાય.
➡️મનોપચાર માટે શાસ્ત્રીય અભિસંધાનનો ઉપયોગ કરી શકાય.
👉 શાસ્ત્રીય અભિસંધાનનો શૈક્ષણિક ફલિતાર્થ :
માનવના વર્તનમાં જ્યારે અભિસંધાન દ્વારા પરિવર્તન આવે ત્યારે તે અભિસંધાન દ્વારા અધ્યયન થયું
કહેવાય.
➡️ વર્ગખંડમાં ઘંટ વાગવાથી બાળકો વર્ગખંડમાં પ્રવેશે છે.
➡️ બાળકોમાં શિસ્ત, શિષ્ટાચાર અને હકારાત્મક વલણો કેળવી શકાય છે.'
➡️ સુટેવોનું ઘડતર થઈ શકે છે, કુટેવો દૂર કરી શકાય છે.
➡️ આભાસી વાતાવરણમાં તાલીમ આપવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
➡️ વિદ્યાર્થીઓને અમુક વર્તનો કે ઘટનાને કારણે વિષય પ્રત્યે અણગમો / ડર ઊભો થાય છે ત્યારે વિષયને લગતી સરળ બાબતો પ્રેમથી શીખવવામાં આવે તો વિષય પ્રત્યે રસ-રૂચિ વધે છે.
➡️ મૂળાક્ષરો અને આંક શીખવવામાં ઉપયોગી છે.