html, body { overflow-x: hidden; width: 100%; margin: 0; padding: 0; } પ્રશ્નોત્તર પ્રયુક્તિ || Q&A - Real Gujju Education
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

પ્રશ્નોત્તર પ્રયુક્તિ || Q&A

પ્રશ્નોત્તર પ્રયુક્તિ || Q&A

             

પ્રશ્નોત્તર પ્રયુક્તિ

શિક્ષણમાં વિદ્યાર્થીઓને સક્રિય રીતે ભાગ લેતા કરવા માટે પ્રશ્નો પૂછવા જોઈએ. કૃષ્ણ પણ ગીતામાં કહ્યું છે કે જ્ઞાન પ્રાપ્તિનો મહત્ત્વનો માર્ગ પરિપ્રશ્ન સેવવા છે. ધાર્મિક પઠનની શરૂઆત પણ મોટા ભાગે પ્રશ્નોની થાય છે. સોક્રેટિસના જમાનાથી આજદિન સુધી પ્રશ્નોત્તરી પ્રયુક્તિનો મોટા ભાગે ઉપયોગ થઈ રહ્યો છે. કેલ્વિન જણાવે છે કે પ્રશ્નએ સૌથી ઉત્તમ ઉત્તેજક છે. અને તે શિક્ષકને તાત્કાલિક ઉપલબ્ધ છે. અધ્યાપન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનું વધુ સક્રિય બનાવવામાં પ્રશ્નો આગવું મહત્ત્વ ધરાવે છે. પ્રશ્ન પ્રયુક્તિને અસરકારક બનાવવા માટે પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય પણ અનિવાર્ય બને છે. 


પ્રશ્નોત્તર પ્રયુક્તિનો અર્થ

અધ્યાપનકાર્યમાં સમજૂતી, કથન, સુદેઢકો, આકૃતિ, હાવભાવ કે અન્યની મદદ વગર કોઈપણ એકમ કે વિષયાંગમાં સમાવિષ્ટ થયેલા મુદ્દાઓ, પેટા મુદાઓ, લક્ષણો, કાર્ય કારણ સંબંધ,વ્યાખ્યાઓ કે સંકલ્પનાઓ, નિયમો, સિદ્ધાંતો, લાભ ગેરલાભ, ખૂબીઓનું મહત્ત્વ રહ્યું છે. અધ્યાપન કાર્યમાં પ્રશ્નોત્તર કે ખામીઓ દર્શાવવા તેમજ અનુચિત ઉત્તરોને યોગ્ય ઉત્તરોમાં ફેરવવા માટે પૂછવામાં આવતા પ્રશ્નો અથવા પ્રશ્ન પૂછવાની પ્રક્રિયાને પ્રશ્ન કૌશલ્ય કે પ્રશ્ન પ્રયુક્તિ કહેવામાં આવે છે.

પ્રશ્નકલાનું મહત્ત્વ

  અધ્યાપન પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય ખૂબ જ મહત્ત્વનું છે. આ કૌશલ્ય પ્રાપ્ત કરવાથી શિક્ષકનું અધ્યાપન અસરકારક અને આકર્ષક બને છે. શિક્ષણ કાર્યમાં તેનું આગવું મહત્ત્વ છે.

➡️ પ્રશ્ન કલા કેળવવાથી વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન જાણી તેમને નવાજ્ઞાનની સાથે જોડી શકાય છે.

➡️ કોઈ બાબત, સમસ્યા, નિયમ કે સિદ્ધાંત પરત્વે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

➡️ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિ જાગૃત કરી શકાય છે તેમજ તેમને વિચારવા માટે પ્રેરિત કરી શકાય છે.

➡️બાળકો શિક્ષણ દરમ્યાન નવું જ્ઞાન કે માહિતી મેળવી શક્યા છે કે નહીં. તેની ચકાસણી કરી શકાય.

➡️ શીખવેલી ક્રિયા કે વિષય મુદ્દો શીખ્યાં કે નહીં તે જાણી શકાય છે. 

➡️ વર્ગ વ્યવહાર સુધારી શકાય છે. વિદ્યાર્થીઓની તર્કશક્તિ અને વિશ્લેષણાત્મક શક્તિનો વિકાસ થાય છે. 

➡️ વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિ કેળવી શકાય છે. 

➡️ કથનલક્ષી આવવાથી કંટાળો દૂર કરાવી શકાય છે.

➡️ શિક્ષણ પ્રક્રિયા દ્વિ-ધ્રુવી બની રહે છે તેથી તેની અસરકારકતા ચકાસી શકાય છે. 


પ્રશ્ન કૌશલ્યના પ્રકાર

પ્રશ્નકાર્યને ચાર પ્રકારોમાં વહેંચી શકાય.

1.ઉચ્ચ પ્રકારના પ્રશ્ન પૂછવાની કુશળતા

2.બહુવિધ પ્રશ્ન કુશળતા

3.પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય

4. પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય


વર્ગમાં કેટલીક વાર શિક્ષક એવા પ્રકારના પ્રશ્નો પૂછે છે જેમાં વિદ્યાર્થીઓને વિચાર કરીને તેમનો ઉત્તર આપવો પડે. આવા પ્રશ્નો કાં તો માહિતી લગતાં હોય કાંતો સ્મૃતિ પર આધારિત હોય. આ સિવાય કેટલાંક પ્રશ્નો એવા પણ હોય છે કે જેનો ઉત્તર આપતી વખતે વિદ્યાર્થીએ પોતાનાં મૌખિક ચિંતન અને વિવેચનવૃત્તિનો આશ્રય લેવો પડે છે. આવા પ્રશ્નો સામાન્યત્સમીક્ષાત્મક પ્રશ્નો હોય છે. આવા પ્રશ્નોથી વિદ્યાર્થીઓને માહિતીનું ટીડું જ્ઞાન, પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ, તેમજ શીખેલી માહિતીમાં જુદી જુદી પરિસ્થિતિમાં વિનિયોગ કરવો પડે છે. આનાથી વિદ્યાર્થીની સમીક્ષાત્મક દૃષ્ટિ ખીલે છે અને માહિતી ઊંડાણપૂર્વક પ્રાપ્ત થાય છે. તેની સમજ શક્તિને વિચાર શક્તિને ઉત્તેજન મળે છે. તે વિદ્યાર્થીને વિચાર તેમજ માહિતીના ઉપયોગની તક પૂરી પાડે છે.

પ્રશ્નો પ્રકાર 

અધ્યાપનની પ્રક્રિયામાં સોપાનો અનુસાર

શિક્ષક પોતાના અધ્યાપનને અસરકારક બનાવવા માટે અધ્યાપન પ્રક્રિયામાં તબક્કાવાર વિવિધ સોપાનોના આધારે જુદાં જુદાં પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નોની વિવિધતા ધ્યાનાકર્ષક છે. આ પ્રકારના પ્રશ્નોની વિવિધતા ઉપર દૃષ્ટિપાત કરીશું.

1. આરંભ પ્રશ્નો

આવા પ્રશ્નો પૂર્વજ્ઞાનની કે પૂર્વાનુભવની ચકાસણી માટે પૂછવામાં આવે છે. પૂર્વજ્ઞાન તાજું કરવા માટે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે.

2. હેતુ પ્રશ્નો

 કેટલીક વાર માતૃભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓને શાંત વાંચન આપવામાં આવે છે. શાંત વાંચન હેતુલક્ષી બને, વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ તરફ એકાગ્ર થાય, તેઓ પાઠ્યવસ્તુનું હાર્દ સમજને તે હેતુથી શાંત વાંચનના પ્રારંભે આવા એક બે હેતુ પ્રશ્નો મૂકવામાં આવે છે. 

3. વિચાર પ્રેરક પ્રશ્નો 

વિદ્યાર્થીઓની તર્ક શક્તિ, ચિંતન શક્તિ, સમીક્ષા શક્તિ, અવલોકન શક્તિ, કલ્પના શક્તિનો વિકાસ થાય તેમની પૃથક્કરણાત્મક શક્તિ કેળવાય તે માટે વિદ્યાર્થીઓને વિચાર કરતા કરી મૂકે તેવાં વિચાર પ્રેરક પ્રશ્નો પૂછવામાં આવે છે.

4. પૂર્તિ પ્રશ્નો

વર્ગમાં કેટલીક વાર પાઠ્યપુસ્તકના પૂછેલા પ્રશ્નોના અધૂરાં ઉત્તર આવે છે તો આવા અધુરાં ઉત્તરોની પૂર્તિ માટે પૂર્ણ ઉત્તર મેળવવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવે તે પૂર્તિ પ્રશ્ન કહેવાય. 

5. દઢીકરણ પ્રશ્નો

શીખેલી બાબતોના દઢીકરણ માટે જે પ્રશ્નો પૂછાય છે તેમને દઢીકરણ પ્રશ્ન કહેવામાં આવે છે. 

6. મૂલ્યાંકન પ્રશ્ન

બાળકોએ શીખેલું કેટલાં પ્રમાણમાં ગ્રહણ કર્યું છે તેનું મૂલ્યાંકન કરવા માટે પૂછાતાં પ્રશ્નો મૂલ્યાંકન પ્રશ્ન કહેવાય.

7. ધ્યાનાકર્ષણ પ્રશ્નો

 વર્ગખંડમાં બાળકો તેમાનાં ચંચળ સ્વભાવને લીધે વારંવાર બેધ્યાન બની જતાં હોય છે આ પરિસ્થિતિમાં બાળકનું વિષય તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે ધ્યાનાકર્ષણ પ્રશ્નો કહેવાય.

8. સ્મૃતિ પ્રશ્નો

 કેટલીક વાર માતૃભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓને શાંત વાંચન આપવામાં આવે છે. શાંત વાંચન હેતલક્ષી બને, વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ તરફ એકાગ્ર થાય, તેઓ પાઠ્યવસ્તુનું હાર્દ સમજને તે હેતુથી શાંત વાંચનના પ્રારંભે આવા એક બે હેતુ પ્રશ્નો મૂકવામાં આવે છે.

 9. સ્વાધ્યાય પ્રશ્નો

   શિક્ષકનું અધ્યાપન કાર્ય પૂર્ણ થાય ત્યારે બાળકોને ગૃહકાર્ય સ્વરૂપે કેટલાંક પ્રશ્નો સ્વ-અધ્યયન માટે આપવામાં આવે છે. શીખેલું કેટલું ગ્રહણ કર્યું છે તે જાણવા માટે પાઠ્યપુસ્તકનું અધ્યાપન કરી બાળકો તેને સુદઢ બનાવે તે માટે સ્વાધ્યાયલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે.


સારા પ્રશ્નોના લક્ષણો

➡️ પ્રશ્નો વ્યાકરણ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ હોવાં જોઈએ.

➡️ તે ટૂંકાં અને સ્પષ્ટ હોવાં જોઈએ. સંક્ષિપ્તતા ધરાવતા હોવાં જોઈએ.

➡️ જે મુદ્દો શીખવવાનો હોય તેની સાથે સુસંગત હોવાં જોઈએ.

➡️ ઉત્તરની દૃષ્ટિએ સુનિશ્ચિતતા ધરાવતા હોવાં જોઈએ એટલે કે દરેક પ્રશ્નનો એક જ ઉત્તર સુનિશ્ચિત હોવો જોઈએ.

➡️ તે ક્રમિક અને પરસ્પર સંબંધિત હોવાં જોઈએ.

➡️ તે તર્કબદ્ધ અને સચોટ હોવાં જોઈએ.


વર્ગમાં પ્રશ્ન પૂછવાની રીત

➡️ પ્રશ્નની રજૂઆત સમગ્ર વર્ગ સમક્ષ કરવી. બધા જ વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ઉત્તર આપી શકે તે રીતે પ્રશ્ન વર્ગ રાખવી મૂકવો.

➡️ પ્રશ્નનું પુનરાવર્તન ટાળવું જોઈએ.

➡️ પ્રશ્ન પૂછ્યા પછી પાંચથી દસ સેકન્ડ પ્રશ્નની રજૂઆત યોગ્ય ઝડપે કરવી.

➡️ શાંતિ જાળવી પ્રશ્નના ઉત્તર મળે તેની રાહ જોવી.

➡️ અતિ ઝડપથી કે ખૂબ જ મંદગતિએ પ્રશ્ન ન પૂછવો.

➡️ સુશ્રાવ્ય અવાજે પ્રશ્નની રજૂઆત કરવી.

➡️ પ્રશ્નના મહત્ત્વના મુદ્દા પર ભાર મૂકવો.

➡️ ઉદા.દેવશંકરે લાડુ શા માટે ન ખાધા?

➡️ પ્રશ્નની રજૂઆત યોગ્ય હાવભાવ સાથે થવી જોઈએ.

➡️જો વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો બીજા વિદ્યાર્થીને તે જવાબ સુધારવા કહેવું જરૂર પડે, શિક્ષકે પોતે પૂર્તિ કરવી.

આ ઉપરાંત પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી સમૂહમાં આપે તે બાબતને ખાસ ટાળવી, જવાબ એક જ વિદ્યાર્થી આપે અને બાકીના વિદ્યાર્થીઓ શાંતિથી જવાબનું શ્રવણ કરે. જરૂર પડ્યે મળેલ ઉત્તરનું પુનરાવર્તન કે દઢીકરણ કરાવવા બીજાં બે ત્રણ વિદ્યાર્થીઓને પૂછી શકાય.


Read More Article...

વ્યાખ્યાન પદ્ધતિ

આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ


માતૃભાષામાં પ્રશ્નકલા પ્રયુક્તિનો વિનિયોગ

માતૃભાષાના શિક્ષણમાં પાઠના દરેક તબક્કે પૂર્વજ્ઞાન, હેતુલક્ષી, વિષય નિરૂપણ, રજૂઆત, દઢીકરણ અને મૂલ્યાંકન તેમજ સ્વાધ્યાયલક્ષી પ્રશ્નોનો ઉપયોગ અસરકારક બની રહે છે. ગદ્ય કૃતિના શિક્ષણ વખતે બાળકોની પૂર્વજ્ઞાનની ચકાસણી બાબતે પ્રશ્નો પૂછી તેમને એકાગ્ર કરી શકાય. કૃતિના સંદર્ભમાંપ્રશ્નો પૂછી કૃતિના વિષય વસ્તુનું પૃથક્કરણ કરાવે છે. કૃતિમાં જે ઘટના હોય કે પાત્રો હોય તેનું વિશ્લેષણ સંશ્લેષણ કરાવવાથી બાળકોને કૃતિ વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પદ્ય કૃતિના શિક્ષણમાં બાળકોને પદ્ય કૃતિ સ્પષ્ટ રીતે સમજાય, તેની અનુભૂતિ થાય, કાવ્ય માણી શકે તે દિશાસૂચક, પ્રશ્નો એવી રીતે પૂછવામાં આવે કે જેથી બાળકોને સમજવાની, વિચારવાની દિશા પ્રાપ્ત થાય.

 વ્યાકરણના શિક્ષણમાં બાળકોને વ્યાકરણ વિશેનું સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય. બાળકો સરખામણી, તારવણી, સંબંધ તપાસતાં શીખે તેવા પ્રશ્નો અહિ ખૂબ કામ લાગે છે. લેખનના શિક્ષણમાં જે તે સ્વરૂપ આધારિત લેખન રચનાનો ક્રમિક વિકસ થાય, તેનું સ્વરૂપ વ્યાપ, ઉંડાણ વગેરે બાબતો અંગે સ્પષ્ટતા મળે તેવા પ્રશ્નો શિક્ષક વર્ગમાં બાળકો સમક્ષ મૂકવા જોઈએ.



Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏