જ્ઞાન અને અભ્યાસક્રમનાં ટૂંકા પ્રશ્નો
૧. જ્ઞાનની પ્રકિયાના ઘટકો જણાવો
➡️ પ્રત્યાક્ષ જ્ઞાન,
➡️૨સ્મૃતિ,
➡️ સંશય
➡️તકૅ,
➡️અનુમાન શબ્દ જ્ઞાન
➡️ અંતર્જ્ઞાન,
➡️ માન્યતા
૨ જ્ઞાન પ્રાપ્ત કરવા ના અભિગમો જણાવો
➡️ અંત: પ્રજ્ઞા, ગુરુમત , તકૅસંગતતા , અનુભવ વાદ, વૈજ્ઞાનિક પદ્ધતિ
૩. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાનના કેટલા સ્ત્રોત છે.
➡️ ગુરુ મત કે શાસ્ત્ર પ્રમાણ
➡️ અન્ય: પ્રજ્ઞા
➡️ સામાન્ય બુદ્ધિ
➡️ તર્ક બુદ્ધિ
➡️ પ્રગટીકરણ
➡️ ઇન્દ્રિય અનુભવ
૪. જ્ઞાનના પ્રકાર જણાવો
➡️ વ્યવહારિક જ્ઞાન
➡️ પરિચાયક
➡️ તથ્યાત્મક
૫. અભ્યાસક્રમ મૂલ્યાંકન ના પાસાઓ
➡️ પૂર્વ કસોટી - ઉત્તર કસોટી
➡️ માનાંક સંદર્ભ કસોટી અને સંદર્ભ કસોટી
૬. આધારચિહ્નો તેનો એટલે શું ?
➡️ જ્યારે શિક્ષક માટે ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવે ત્યારે શિક્ષક આધારચિહ્નો નક્કી થાય છે.
૭. અભ્યાસક્રમમાં આધારચિહ્નો મુખ્ય ઘટકો જણાવો.
➡️ સ્પર્ધા
➡️ માપન
➡️ પ્રખ્યાત સંસ્થાઓનું સંગઠન
➡️ વિદ્યાર્થીઓનો સંતોષ
➡️ નવા વિચારો પ્રત્યે નિખિલસતા
➡️ સતત પ્રક્રિયા
૮.તત્ત્વ મીમાંસા એટલે શું ?
➡️ તત્ત્વજ્ઞાન એટલે તત્ત્વ સંબંધી જ્ઞાન, તત્ત્વ એટલે સાર, મૂળ રહસ્ય કે અસલ સ્વરૂપ. તત્ત્વજ્ઞાનને દર્શનશાસ્ત્ર પણ કહે છે.
૯. અભ્યાસક્રમ એટલે શું ?
➡️ અભ્યાસક્રમ એટલે વિવિધ પ્રવૃત્તિ દ્વારા થતા અનુભવો કે જેમના દ્વારા વિદ્યાર્થીના જ્ઞાન, કૌશલ્ય, સમજ, રસ, ટેવ અને મૂલ્યોનું ઘડતર થાય. અર્થાત્ અભ્યાસક્રમ એટલે શાળામાં યોજાતી સમગ્ર પ્રવૃત્તિઓ અને શાળાનું સમગ્ર જીવન કે વાતાવરણ.
૧૦. જ્ઞાન મીમાંસાની વ્યાખ્યા આપો.
➡️ જ્ઞાન મીમાંસા એટલે પ્રમાણિત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તેનું મનોમંથન.
૧૧. જ્ઞાનના કોઇ પાંચ લક્ષણો જણાવો.
➡️ જ્ઞાન શક્તિ છે.
➡️ જ્ઞાનને સમાપ્ત કરી શકાતું નથી.
➡️ સત્ય એ જ જ્ઞાન છે.
➡️ જ્ઞાનની કોઈ સીમા નથી, અનંત છે, તેમાં જ્ઞાત, અજ્ઞાત બધું જ સમાઈ જાય છે.
➡️ જ્ઞાનને અનુભવ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
૧૨. સ્વ - અધ્યયન કાર્ય એટલે શું ?
➡️ વિદ્યાર્થીઓની સમજશક્તિ, તર્કશક્તિ, વિચારશક્તિ વગેરેને વિકસાવે અને તેના આધારે વિષયવસ્તુનું દેઢીકરણ થાય તે પ્રકારનું આયોજનબદ્ધ રીતે અપાયેલું કાર્ય એટલે સ્વ - અધ્યયન કાર્ય.
13. જ્ઞાનના સ્રોતનાા નામ જણાવો.
➡️સામાન્ય બુદ્ધિ,
➡️ઇન્દ્રિય અનુભવ દ્વારા જ્ઞાન,
➡️તર્ક કે વિચારશક્તિ દ્વારા જ્ઞાન,
➡️ગુરુમત કે શાસ્ત્રપ્રમાણ કે સત્તાધિકારીઓ ➡️દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન,
➡️અંત પ્રેરણા કે આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન,
➡️સાક્ષાત્કાર,
➡️ વિશ્વાસ કે શ્રદ્ધા,
➡️નિયંત્રિત અનુભવ