Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

સામાજિક વિજ્ઞાનનાં ટૂંકા પ્રશ્નો // Short questions of the social sciences

 

   સામાજિક વિજ્ઞાનનાં ટૂંકા પ્રશ્નો


સામાજીક વિજ્ઞાનની ટુંકા પ્રશ્નોની 

     📚📚  PDF   📑📑


1.આદર્શ પાઠ આયોજનના ફાયદા જણાવો.

➡️ પાઠ આયોજનથી અધ્યાપનકાર્ય સુઆયોજિત , નિયમિત તેમ જ પદ્ધતિસરનું થાય છે . 

➡️ પાઠ આયોજન દ્વારા અધ્યાપકમાં આત્મવિશ્વાસ , આત્મશ્રદ્ધા અને આત્મભાન પેદા થાય છે . 

➡️ પાઠ આયોજન શિક્ષકના અધ્યાપનકાર્યને સરળ બનાવી તેમાં મદદરૂપ થાય છે . 

➡️ પાઠ આયોજન અધ્યેતાઓમાં રસ અને અભિરુચિ જાગૃત કરે છે . 


2. એકમ આયોજન એટલે શું ?

➡️ એકમ એટલે વિષયવસ્તુનો ઉપવિભાગ, એ ઉપવિભાગ પસંદ કરી, એ આખા એકમ નું આયોજન કરવું તેને એકમ આયોજન કહેવાય છે.

➡️ એકમ એટલે સમાન કક્ષાવાળા અધ્યયન અનુભવનું સંકલન.


3. પાઠ આયોજન એટલે શું ?

➡️ શિક્ષણકાર્ય ના સફળતાપૂર્વક સંચાલન માટે સંપૂર્ણપણે વિચારેલી પૂર્વ તૈયારી એટલે પાઠ આયોજન.

➡️ અધ્યયન અધ્યાપનની સમગ્ર પ્રક્રિયાની વિગત પૂર્ણ વિચારણા એટલે પાઠ આયોજન

➡️ એન્જિનિયર જેમ મકાન બનાવતા પહેલાં બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે, તેવી રીતે શિક્ષક વર્ગમાં ગયા પછી એકમ કેમ શીખવવો તેની કાર્યપદ્ધતિની રૂપરેખા એટલે પાઠ આયોજન


4. શૈક્ષણિક હેતુઓ એટલે શું ?

➡️ શૈક્ષણિક હેતુઓ એટલે શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટેના માર્ગોની સ્પષ્ટ રચના.


સામાજિક વિજ્ઞાન શિક્ષણના મૂલ્યો


5. સામાજિક વિજ્ઞાન એટલે શું ?

➡️ કોદાળીથી કોમ્પ્યુટર સુધીની માનવ સમાજની વિકાસયાત્રા એટલે સામાજિક વિજ્ઞાન

➡️ સમાજ સાથે સંકળાયેલા વિવિધ પાસાંઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કહે છે.


6. સામાજિક વિજ્ઞાનનું વ્યક્તિગત દ્રષ્ટિએ મહત્વ જણાવો.

➡️ વ્યકિતગત ગુણોનો વિકાસ

➡️ જવાબદારીઓની સમજ વિકસાવવા

➡️ જીવન ઘડતરની સમજ વિકસાવવા

➡️ માનસિક શકિતઓનો વિકાસ કરવા

➡️ ભવિષ્યની સમજનો વિકાસ કરવાા


7. સામાજિક વિજ્ઞાન ખંડનું મહત્વ જણાવો.

➡️શૈક્ષણિક સાધનનો ઉપયોગ વધારવા માટે 

➡️સાધનોની જાળવણી કરવા માટે 

➡️શિક્ષકના સમયની બચત કરવા માટે 

➡️વિવિઘ નોંધણી કરવા માટે 

➡️બુલેટિન બોર્ડની સજાવટ કરવા માટે


8. અભ્યાસક્રમ એટલે શું ?

 ➡️ અભ્યાસક્રમ એટલે વિદ્યાર્થીઓ શાળામાં કે શાળા બહાર પોતાના સર્વાગી વિકાસ માટે તેની જરૂરિયાતો, રુચિ, અભિયોગ્યતા અને શક્તિ અનુસાર જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ આદરે છે અને તે પ્રવૃત્તિઓના ફલસ્વરૂપે જે અનુભવો પ્રાપ્ત થાય છે તે સર્વ પ્રવૃત્તિઓ અને અનુભવો.


9. મુલાકાતની મર્યાદાઓ જણાવો

➡️મુલાકાતમાં વધુ સમય ફાળવવો પડે છે . 

➡️અભ્યાસક્રમ પૂરો કરવામાં મુશ્કેલીઓ પડે છે.

➡️શાળાના સમયપત્રક સાથે મેળ બેસાડવામાં મુશ્કેલી અનુભવાય છે .


10. સંગ્રહાલયનું શૈક્ષણિક મહત્વ જણાવો.

➡️સામાજિક વિજ્ઞાનનું અધ્યાપન – અધ્યયન તાદૃશ્ય, મૂર્ત, વાસ્તવિક અને રોચક બને છે. 

➡️સામાજિક વિજ્ઞાનનું અધ્યાપન – અધ્યયન રસપ્રદ, જીવંત અને અર્થપૂર્ણ બને છે. 

➡️વિદ્યાર્થીઓને ઘણી બાબતોનો પ્રત્યક્ષ પરિચય મળી રહે છે


11. શૈક્ષણિક હેતુઓ એટલે શું ?

➡️ શૈક્ષણિક હેતુઓ એટલે શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટેના માર્ગોની સ્પષ્ટ રચના


12. સામાજિક વિજ્ઞાન કોર્નર વિષયના સામાન્ય હેતુઓના વર્ગીકરણના ત્રણ ક્ષેત્રોના નામ આપો.

➡️જ્ઞાનાત્મક ક્ષેત્ર

➡️ભાવાત્મક ક્ષેત્ર

➡️ક્રિયાત્મક ક્ષેત્ર




Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏