જ્ઞાનના સ્રોતો અને પ્રકારો
(Sources & Types of Knowledge)
જ્ઞાનના સ્રોત:
પ્રાસ્તાવિક જ્ઞાનની પ્રક્રિયા અવિરતપણે અને અનિવાર્યપણે ચાલતી પ્રક્રિયા છે, એરિસ્ટોટલ મનુષ્યના જીવનમાં બૌદ્ધિક પ્રવૃત્તિને સર્વશ્રેષ્ઠ પ્રવૃતિ ગળે છે અને શાન એ આ સર્વશ્રેષ્ઠ પ્રવૃત્તિની આડપેદાશ છેગીતામાં કહ્યું છે તેમ નર સાનેન સા પથદ વિઘતે એટલે કે આ લોકમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કશું નથી. જ્ઞાન ક્યાંથી મળે ? એ પ્રશ્નનો સરળ જવાબ છે કે, બધેથી જ્ઞાન મળે છે, મનુષ્ય જ્યારે પણ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે ત્યારે જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા થાય છે. જીવનનો પ્રત્યેક અનુભવ જ્ઞાનમાં વૃદ્ધિ કરતો રહે છે, શો કહે છે તેમ મનુષ્ય જીવનપર્યંત ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક એમ અનેક રીતે કંઈક ને કંઈક જાણતો છે. આલ્બર્ટ આઇનસ્ટાઈનના મતે “The only source of knowledge is experience'
તત્વજ્ઞાનની દૃષ્ટિએ જ્ઞાનના સ્રોત :
(1) ગુરુમત કે શાસ્ત્રપ્રમાણ (autority) :
આપન્ના જ્ઞાન-માહિતીજાણકારીનો મહદંશે કોઈક અધિકૃત (autority) સાબિતીમાંથી નિષ્પન્ન થયેલો હોય છે, તેના વિના આધુનિક સભ્યતા કદાચ કાર્યશીલ બની પણ ન શકે. તેમ છતાં જ્ઞાનની માહિતીની પ્રમાણભૂતતા સંબંધી તાત્ત્વિક સમસ્યાઓ ઉદ્દભવે છે. આ સમસ્યાઓ જેમ જેમ તધ્યાત્મક માહિતી વધુ ને વધુ પ્રગટ પ્રમાણમાં ઉપલબ્ધ થતી જાય તેમ તેમ વધુ જટિલ બનતી જાય છે, ઘણા વિચારકો કેળવણીની અધ્યયન પ્રક્રિયામાં ગુરમત કે શાપ્રમાણનું મહત્ત્વ ઘણું ઊંચું હોવાનું માને છે, તેમના મતે, શિક્ષકે આવા આધિકારિક શાનને સુયોજિત સ્વરૂપે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવું જોઈએ,
(2) સામાન્ય બુદ્ધિ (Common sense) :
બ્રાનનો બીજો સૌત સામાન્ય બુદ્ધિ કે સમજ છે. મનુષ્ય જે પરંપરાઓ અને રીતરિવાજો. સાથે સંકળાયેલો છે - તેની સાથે સામાન્ય સમજ જોડાયેલી છે. સામાન્ય જ્ઞાન એટલે એવું જ્ઞાન જે સમાજનો પ્રત્યેક સભ્ય જાણતો હોય, દા.ત., શુકન - અપશુકન, ૨સ્તાની ડાબી બાજુએ ચાલવું, જમ્યા પછી હાથ ધોવા વગેરે. અહીં સામાન્ય સમજને યોગ્ય સમજ સાથે ગૂંચવી નાખવાની ભૂલ ન કરવી જોઈએ.
(3) અન્તઃપ્રશા-આત્તરસૂઝ (Intuition)
અન્ત:પ્રજ્ઞા એટલે કોઈપણ જાતના અનુમાન કે તર્કના અવલંબન વિના તcકાલ થતું આકલન (Apprehension), કે પ્રશાન (Cognition) અન્યનાં મન, બાધજગત, વિશ્વના અંશો, મૂલ્યો કે તકનિષ્ઠ સત્યો જેવો શ્રેય વિષયોના તત્કાલ અને સીધેસીધા આકલનને અન્તઃપ્રતા કે આંતરસૂઝ કહેવામાં આવે છે, આ શબ્દ ક્યારેક નિઃસંશય અને અવર્ણનીય એવા અનુભવની કાચી સામગ્રીની સભાનતા બનાવવા માટે પ્રયોજાય છે. સામેના માણસના વર્તનને સમજવામાં માણસની ખજો: પ્રજ્ઞા જ સવિશેષ ઉપયોગી થતી હોય છે. ટૂંકમાં, અન્ત:પ્રજ્ઞ સરળતાથી ન સમજાય તેવી પ્રજ્ઞાનની પ્રક્રિયા છે. તે આનુભવિક અને તાર્કિક પૃથક્કરણના કરતાં વધુ જટિલ અને ખૂબ સીધી રીતે સ્પર્શતી પ્રક્રિયા છે. અનપ્રદ્ય દાનનો પ્રાથમિક સ્રોત છે. તેને ઇન્દ્રિય અનુભવ કે તર્કની જેમ વર્ણન દ્વારા સ્પષ્ટ કરી શકાતી નથી.
(4) તર્કબુઢિ (Rasonia) :
તર્કયુક્તતા (Reasoning) કે વિચાર જ શાનનું કેન્દ્રવર્તી તત્ત્વ છે, એવું બુદ્ધિવાદ માને છે. જ્ઞાનના સ્વરૂપે કંઈપણ નક્કી થતાં પૂર્વે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સંવેદનોની કાચી સામગ્રી મન દ્વારા અર્થપૂર્ણ તરાહોની વ્યવસ્થામાંથી પસાર થવી જોઈએ. માણસ માત્ર સંવેદનાજનિત કાચા અનુભવને જ જરતો નથી. પણ તે અર્થપૂર્ણ વિચારો, વિભાવનાઓ, નિયમો જેવા જટિલ સ્વરૂપે જરી છે. તેથી વિચાર મહત્વપૂર્ણ જ્ઞાનનો ૌત બની શકે છે.
(5) પ્રગટીકરણ (Realation) :
પ્રગટીકરણને આવિર્ભાવ પન્ન કહેવામાં આવે છે. આવિર્ભાવના મૌત તરીકે ઈશ્વરને ગવામાં આવે છે. શાન ઈશ્વર દ્વારા જ આવિર્ભત છે. એ ગૃહીતને સ્વીકારી લેવામાં આવે છે. ઈશ્વરીય સંદેશ ઝીલનાર તે સંદેશને સપ્રેષિત (Communicate) કરે છે, એવું માનવામાં આવે છે. ક્યારેક કેટલીક વ્યક્તિઓ સ્વપ્નમાં પ્રકાશરૂપે શાન પ્રાપ્ત થયું એવું જણાવે છે તો ઘણાં ઈશ્વરના પ્રકાશરૂપે જ્ઞાન પ્રાપ્ત થયું વૈવાનો દાવો કરે છે.
(6) ઇન્દ્રિય અનુભવ :
અનુભવામિત ( posterion) જ્ઞાન એટલે અવલોકન કે એવા જ બીજા ઇન્દ્રિય અનુભવના બોલ પર આધારિત યુનિયુક્તતા કરા પ્રાપ્ત થતું જ્ઞાન. ચુસ્ત અનુભવવાદીઓ (empiricists) નું મંતવ્ય એવું છે કે, ઇન્દ્રિયાનુભવ વિનાનું મન તો કોરું જ હોય, તેથી સ્વતઃ પ્રમાણિત સિદ્ધાંતો કહેવાતાં તાર્કિક સત્ય સુવાનું જ બધું સાન મૂલતઃ અનુભવાશ્ચિત જ હોય છે.
મનોવિજ્ઞાનની દષ્ટિએ જ્ઞાનના સ્ત્રોત
(1) આંતરક્રિયા:
મનોવિજ્ઞાનની દષ્ટિએ શાનના મોત તરીકે આંતરક્રિયા લેવામાં આવે છે જે એક વ્યક્તિની અન્ય વ્યક્તિ કે પથવિરલ સાથેની આંતરક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. આ શાનનો મત વ્યક્તિના આંતરિક મનોભાવો અને બાહ્યવર્તન એમ બંને પ્રકાર સાથે સંકળાયેલ છે. આ સ્રોત મનુષ્યના આવેગો, સંવેગો, મન, ગમા-અબ્રગમા, રસ, વલણ વગેરેને આવરી લે છે. જ્ઞાનનો આ ચમત વ્યક્તિને બે સ્તરે મદદ કરે છે. એક તો તે પોતે પોતાના મનોભાવો અને વર્તનને ઓળખી શકે છે. વાતાવરણ સાથેની આંતરક્રિયા દરમિયાન પોતે જે પ્રતિચાર આપ્યો છે, તે અંગે વિચારવામાં તેને મદદ મળે છે અને બીજું, તે અન્ય વ્યક્તિના વર્તન અને મનોભાવોને ઓળખવામાં મદદ કરે છે. એક વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિ કે પર્યાવરણ સાથે આંતરક્યિા કરે છે, ત્યારે તેનામાં મનોવૈજ્ઞાનિક જ્ઞાનનું નિમન્નિ થાય છે.
મોટાભાગના જ્ઞાનનો સ્રોત અનુભવ આધારિત હોય છે.
(2) નિયંત્રિત અનુભવ :
બુદ્ધિવાદીઓના મતે જ્ઞાનનો રાત બુદ્ધિ છે તો અનુભવવાદીઓ જ્ઞાનેન્દ્રિયોને જ્ઞાનના ઉદ્ભવસ્થાન ગણે છે. શાનપ્રાપ્તિની વૈજ્ઞાનિક પદ્ધતિ અનુભવના સિદ્ધાંતને માન્ય કરતી પદ્ધતિ હોવાથી એ જ નિયંત્રિત અનુભવ એ જ્ઞાનનો સ્તોત્ર બને છે.
વિધાનપરક જ્ઞાનના સ્રોત
(Sources of Propositional Knowledge):
(1) વિજ્ઞાનવિષયક જ્ઞાનઃ
વિજ્ઞાનનું જ્ઞાન હકીકત (Fac) આધારિત છે. તથ્થો (Facts) આધારિત જ્ઞાનનાં વિધાનો સત્ય કે અસત્ય સ્વરૂપે રજૂ થયેલાં હોય છે. દા.ત., પાણીને ગરમ કરતાં તેની વરાળ બને છે.
(2) તાર્કિક શાન :
આ જ્ઞાનના સ્ત્રોતમાં ચોક્કસ પરિણામની આગાહી કરતાં વિષાનો હોય છે. દા.ત., વીજળીનો ચમકારો થયો એટલે ગડગયર્ડ થશે.
(3) આનુભવિક જ્ઞાન:
અનુભવો દ્વારા નિમ પામેલ શાનનો આ સ્ત્રોત માહિતીપ્રધાન હોય છે. તેને ચકાસી પન્ન શકાય છે, જેમ કે, સવારમાં વહેલા ઉઠી કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે. (4) સામાજિક શાન : સમાજ સાથેની આંતરક્રિયામાંથી ઉદભવેલો જ્ઞાનનો સ્રોત છે. દા.ત, સમાજમાન્ય વર્તન કરવું જોઈએ.
(5) વ્યક્તિગત જ્ઞાન :
દરેક વ્યક્તિનું પોતાના વિશેનું જ્ઞાન એ પણ શાનનો સ્રોત કઢી શકાય. જો કે તેનું સામાન્યીકરણ કરી શકાતું નથી. વ્યક્તિના ગમા-અણગમા, વલણ, સંવેગો, અનુભવો તેના પોતાના દાનના સ્રોત બને છે.
(6) આર્થિક બાબતોનું જ્ઞાનઃ
આર્થિક વ્યવહારોનું જ્ઞાન પન્ન મહત્ત્વનો શાનનો સોન છે.
(7) કૌટુંબિક શાનઃ
પોતાના કુટુંબ વિશેની માહિતી એ જે-તે વ્યક્તિના કૌટુંબિક કાનનો ગ્રોત બને છે.
👉 અન્ય સ્રોત :
➡️ શિક્ષણ :
પ્રાચીનકાળથી વર્તમાન સમય સુધી જ્ઞાનપ્રાપ્તિ માટે મનુષ્ય કરેલી વિશેષ વ્યવસ્થા એટલે શિક્ષણ. શિક્ષણ એ “જ્ઞાનનો પર્યાય નથી. પરંતુ શિક્ષણનું શાશ્વત કાર્ય શાનનું સર્જન અને જ્ઞાનનું વિતરણ કરવાનું છે. જ્ઞાન શિક્ષણનું સહજ સ્વાભાવિક અને અનિવાર્ય ધ્યેય મનાયું છે. મનુષ્ય શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમાં ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા દ્વારા હોય ત્યારે પ્રાપ્ત થતું શાન મોટેભાગે વિઠ્ઠલરી હોય છે.
➡️ પરિસ્થિતિ (પારિસ્થિતિક શાન) (Situational) :
શાનના મોત તરીકે જયારે પરિસ્થિતિને લઈએ ત્યારે ઉદ્ભવેલ શાન પરિસ્થિતિજન્ય અથવા પરિસ્થિતિક શાન તરીકે ઓળખી શકાય, ઇવનમાં ઊભી થતી પરિસ્થિતિઓમાં પ્રાપ્ત થયેલા અનુભવો શૈક્ષણિક અનુભવો કરતાં વધારે વિશાળ અને મહત્વના હોય છે, જીવનનું ખરું ઘડતર અનૌપચારિક અનુભવો દ્વારા જ થાય છે, કહેવાય છે ને કે, અનુભવથી મોટી બીજી કોઈ શિક્ષક નથી, પરિસ્થિતિ દ્વારા અનુભવેલું જ્ઞાન જીવન જીવતાં શીખવે છે. જ્ઞાનપ્રાપ્તિનો તેથી આ મહત્ત્વનો સ્ત્રોત છે.
➡️ સંકલ્પના આધારિત (Conceptual) :
જ્ઞાનપ્રાપ્તિની નીપજ (outcomes) એટલે સંકલ્પના. આપણે જેટલા શબ્દો જાણીએ છીએ તે દરેકની ચોક્કસ સંકલ્પના હોય છે. સંકહપના એટલે વિશિષ્ટ અનિવાર્થ કે લાક્ષણિક ગુણધર્મોનો સમૂહ, શાનપ્રાપ્તિ કોઈપણ માર્ગે થઈ હોય, પરંતુ છેવટે જે જ્ઞાન નિમણિ પામે છે તે ‘સંકલ્પના” સ્વરૂપે હોય છે. તમામ જ્ઞાન સંકલ્પનાત્મક જ્ઞાન કહીએ તો પણ ખોટું નથી સંકલ્પનાત્મક જ્ઞાનને આપણે જ્ઞાનના એક સ્ત્રોત તરીકે લઈએ ત્યારે સંકલ્પના પ્રાપ્તિ દરમિયાન જે પ્રક્રિયા થાય તે પ્રક્રિયાને આપન્ને સ્ત્રોત તરીકે લઈ શકીએ, જૂનરના મતે સંકલ્પનાઓ આપણને આસપાસની દુનિયાની વસ્તુઓ ઓળખવામાં મદદ કરે છે.Em
➡️ વ્યુહરચના (Strategy) :
આ રચના લાંબાગાળાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની ક્ષિાઓનું આયોજન હોવાથી જ્ઞાનપ્રાપ્તિનો મહત્વનો સ્રોત બની રહે છે. યૂહરચના ત્યારે જ ઉત્પન્ન કરવામાં આવે છે જયારે કોઈ સમસ્યા કે પસંદગી કરવાની હોય છે, જયારે કોઈ પરિસ્થિતિનું આકલન કરીએ, પસંદગીના ભવિષ્યલક્ષી પરિણામોનું ચિંતન કરીએ, ધ્યેયનિર્ધારણ કરીએ ત્યારે વ્યુહરચનાઓ ઘડવી જરૂરી છે, મૂહરચના કરતી વખતે થયેલ ચિંતન પ્રક્રિયાઓ ભવિષ્યનો જ્ઞાનનો સ્રોત બની રહે છે.
👉 જ્ઞાન નાં પ્રકાર
(Types of Knowledge)
માનવીય અનુભવોમાં જ્ઞાન એક સાથે સરળતમ અને ગહનતમ છે. જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા આદિમાનવથી શરૂ કરી અત્યારના રાજ્ય સમાજના માનવીમાં નિરંતર ચાલતી આવી છે. જ્ઞાનપ્રાપ્તિ અનિવાર્યપણે ચાલતી નિરંતર પ્રક્રિયા છે. જ્ઞાન સરળ પણ છે અને સંકુલ પણ છે. મનુષ્ય ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જ્ઞાનનાં ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરેલાં છે. જ્ઞાનની ગંગોત્રી અવિરત વહેતી રહે છે. આજે મેળવેલું જ્ઞાન આવતીકાલે જૂનું થઈ જાય છે. પ્રવર્તમાન અમલ જ્ઞાનના વિસ્ફોટ (Knowledge explosion) નો છે, ત્યારે જ્ઞાનના પ્રકારો કોને ગણવા અને કોને ન ગણવા, એ પણ મૂંઝવતો પ્રશ્ન બની રહે છે. અહીં જ્ઞાનના વિવિધ પ્રકારોની ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે.
જ્ઞાનના પ્રકારો :
જ્ઞાનના અનેક દૃષ્ટિએ પ્રકારો ખડવામાં આવ્યા છે. પ્રાચીન ભારતીય પરંપરામાં જ્ઞાનના બે પ્રકારો છે. (૧) વિઘા પરા વિઘા) (૨) અવિઘા (અપરા વિચા) આત્મા, પરમાત્મા, બ્રહ્મ વિશેનું જ્ઞાન વિઘા છે અને જગત વિશેનું જ્ઞાન અવિદ્યા છે.આ ઉપરાંત જ્ઞાનના વિવિધ પ્રકારોની ચર્ચા કરીએ, જે આની પહેલાંના મુદા માટે જ્ઞાનના સોતો હતા.
શાળા-કોલેજોમાં જ્ઞાનના પ્રકારો વિષયોના સ્વરૂપમાં વ્યક્ત થાય છે. ભાષા, સાહિત્ય, ગણિત, વિજ્ઞાન અને સમાજવિઘા જેવા વિષયો એ શૌક્ષણિક જ્ઞાનના પ્રકારો છે. ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે વિવિધ વિદ્યાશાખા જેવી કે ભૌતિક વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, માનવવિદ્યા અને સામાજિક વિજ્ઞાનોમાં પણ જ્ઞાનને વર્ગીક્ત કરવામાં આવે છે. કેટલાક વિદ્વાનોએ ફિલસૂફીનું જ્ઞાન, ગાણિતિક જ્ઞાન, વૈજ્ઞાનિક જ્ઞાન, સૌંદર્યાત્મિક જ્ઞાન અને નૈતિક જ્ઞાન એવા પ્રકારો પણ દર્શાવ્યા છે.
જહોન વહાઈટે વિધાર્થી કેન્દ્રી ત્રણ પ્રકારના જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે : (1) વિદ્યાર્થીનું પોતાનું હિત શામાં રહેલું છે તે અંગેનું જ્ઞાન (2) પોતાનું હિત સાધવાનાં સાધનો અને માર્ગ અંગેનું જ્ઞાન (3) હિતની સાધનામાં આવતા અવરોધો અંગેનું જ્ઞાન,
એક અન્ય દષ્ટિકોણથી જ્ઞાનના બે પ્રકારો શૌક્ષણિક સાહિત્યમાં જલ્લીવ છે.
(1) તથ્યો, સત્યો વિશેનું જ્ઞાન (Conceptual Knowledge)
અમુક બાબત શું છે, તે અંગેનું જ્ઞાન તેને અંગ્રેજીમાં 'Knowing that' કહે છે. આ પ્રકારનું જ્ઞાન બોલીને કે લખીને રજુવાત કરી શકાય.
(2) પ્રવિધિગત (Procedural) જ્ઞાન :
અમુક કાર્ય શી રીતે થાય, તે અંગેનું જ્ઞાન તેને અંગ્રેજીમાં "Knowing How" કહે છે. આ પ્રકારનું જ્ઞાન કશુંક કાર્ય કરીને કે સમસ્યા ઉકેલીને જ દર્શાવી શકાય, તેથી તેને પ્રવિધિગત જ્ઞાન કહે છે.