Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

સામાજિક વિજ્ઞાન શિક્ષણના મૂલ્યો // Values ​​of social science education


       સામાજિક વિજ્ઞાન શિક્ષણના મૂલ્યો

સામાજિક વિજ્ઞાન શિક્ષણના મૂલ્યો // Values ​​of social science education

સામાજિક વિજ્ઞાન શિક્ષણના મૂલ્યો

👉       વર્તમાન સમયમાં મૂલ્ય આધારિત જીવન માટે વિશેષ ઝોક અપાઇ રહ્યો છે. આમ છતાં વાસ્તવમાં નૈતિકતાના ધોરણો યોગ્ય રીતે ન જળવાતા વ્યવહારમાં મૂલ્યોના જતન વિષે વ્યાપક પણે ફરિયાદો થતી જોવા મળે છે. પ્રાચીન સમયથી જીવનનો વિકાસ મૂલ્ય આધારિત થયેલો જણાય છે પરંતુ આધુનિકતાના નવા પરિવર્તનની સાથે સરળ વ્યવહારની અપેક્ષાએ મૂલ્યોનો બ્રાસ થતો જોવા મળે છે. નિષ્ઠા, પ્રમાણિક્તા, કર્તવ્યભાવના વગેરે માનવીય ગુણોમાં વ્યવહારવાદી પણું જોવા મળે છે. ‘સ્વહિત’ ને વ્યક્તિગત રીતે પ્રાધાન્ય અપાતા ‘સ્વહિત’નું સંવર્ધનમાં પ્રમાદીપણું જોવા મળે છે. આ પરિસ્થિતિમાં જીવન વ્યવહારો સમજવામાં તથા સામાજિકપણે વિકસાવવામાં કેટલાંક મૂલ્યોના જતન માટેનું વલણ કેળવવામાં સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ ઉપયોગી બને છે.


👉      શિક્ષણ પ્રક્રિયા હેતુલક્ષી છે, આથી અધ્યયન પ્રક્રિયા અને વર્ગવ્યવહારનું અંતિમ બિંદુ હેતુઓ ગણાય છે. પરંતુ જયારે મૂલ્યોની વાત કરીએ તો મૂલ્યો હેતુઓ સિદ્ધ થયા પછી જીવન વિકાસ સાધનાનું પરિણામ જણાય છે. સામાજિક વિજ્ઞાનનાં અધ્યયન દ્વારા ઘણાં મૂલ્યો કેળવાય છે. પરંતુ અભ્યાસક્રમમાં નીચેના મૂલ્યોનો સમાવેશ થયેલ છે.


1. સામાજિક અધ્યયન 

2. સમસ્યા ઉકેલ ક્ષમતા

3. સહકારની તાલીમ 

4. અનુકૂલનશીલતા અને પરિવર્તનશીલતા કૌશલ્યની પસંદગી 


1. સામાજિક અધ્યયન :-

➡️.    પ્રાચીન સમયથી આપણા દેશમાં સંયુક્ત કુટુંબ પ્રથા અસ્તિત્વમાં હતી. સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે બાળકે પોતાના કુટુંબ વચ્ચે ઉછરતાં ઉછરતાં સામાજિક જીવનની પ્રક્રિયામાંથી પસાર થતો હતો. પરિણામે સમાજ વ્યવસ્થાની મહત્ત્વની બાબતો બાળકના જીવન વ્યવહારો સાથે કેળવાઇ જતી. હતી. જે બાળકને ભાવિજીવનમાં ઉપયોગી બનતી હતી. સમય જતાં સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબ પ્રથા અસ્તિત્વમાં આવી પરિણામે સામાજિક વ્યવહારોની સમજ કેળવવામાં બાળકને તક મળતી બંધ થઈ. વ્યક્તિના વિકાસ માટે સામાજિક્તા અનિવાર્ય છે. આ સંદર્ભમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિકપણું કેળવાય તેવા અધ્યયનની જરૂરિયાત રહે છે.


➡️      વિદ્યાર્થીઓ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને સમાજ વચ્ચે સમાનતા પૂર્વકના વ્યવહારો કરે અને નાગરિક તરીકેની ફરજો બજાવે તે અહીં અપેક્ષિત છે.


2. સામાજિક અધ્યયન :-

➡️         આપણા સમાજમાં શિક્ષણને અનિવાર્ય ગણવામાં આવેલ હોવા છતાં કેટલાંક બાળકો સાક્ષરતા પામી શકતા નથી, પરિણામે સમાજમાં સાક્ષર અને નિરક્ષર વ્યક્તિઓ દેશના નાગરિક બને છે. નિરક્ષર વ્યક્તિઓ પરિસ્થિતિ અનુસાર પોતાના જીવનવ્યવહારો જાળવવાની જવાબદારી ઉપાડે છે જયારે સાક્ષર વ્યક્તિઓ પોતાના જીવનવ્યવહારો સમાજ અને રાષ્ટ્રની પરિસ્થિતિમાં વિશેષ રસ લઇ સમજપૂર્વક અદા કરવા પ્રયત્નશીલ રહે છે. આ સમયે કેટલીક પરિસ્થિતિ, કેટલીક સમસ્યાઓ જીવન વિકાસમાં અંતરાયરૂપ બને છે. આ સમયે વ્યક્તિ મૂંઝવણ અનુભવે છે. સમસ્યા ઉકેલ ક્ષમતાનું મૂલ્ય બાળકમાં જીવન વિકાસની વાસ્તવિક્તા સમજાવે છે. જુદી જુદી પદ્ધતિઓ દ્વારા અભ્યાસક્રમ શીખવાડવાના સમયે બાળકોને એવા અનુભવો આપવામાં આવે, જેથી તેઓ જીવન વ્યવહારોની વાસ્તવિક સ્થિતિને સારી રીતે સમજી શકે. આ પ્રકારના અનુભવો સામજવિદ્યાના શિક્ષણ દ્વારા સરળતાથી આપી શકાય છે.


દા.ત. પ્રદુષણની સમસ્યા, માંદગીઓથી થતી સમસ્યા, રોજગારીની સમસ્યા, નિરક્ષરતાની સમસ્યા, સામાજિક પર્યાવરણની સમસ્યા વગેરે સમજ આપી તેને ઉકેલની દિશા તરફ દોરી શકાય.


3. સહકારની તાલીમ :-

➡️    વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, જૂથ અને વ્યક્તિ વચ્ચે અને ત્યારબાદ વ્યક્તિ કે જૂથનો સમાજ વચ્ચે સહકાર યુક્ત વલણ કેળવાય તે બાબત અહીં કેન્દ્ર સ્થાને છે. સામાજિક્તા કેળવવાનું મુખ્ય સાધન વ્યક્તિમાં સહકારની ભાવના પ્રબળ બનાવવાનું છે. વર્તમાન સમયમાં સહકારના નૈતિક અધઃપતન થવાને કારણે પ્રજામાં અવિશ્વાસનું વાતાવરણ જનમ્યું છે. સહકારી ક્ષેત્રમાં પ્રજાની પરસ્પરના સહકારના સ્થાને સ્વવૃત્તિથી પ્રેરાઈને નીતિમત્તાના ધોરણોને અધોગામી બનાવી દીધા છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સમભાવથી સહકારની ભાવના કેળવાય તે માટે સામાજિક વિજ્ઞાનની વિષયવસ્તુ ઉપયોગી બને છે. સમાજના મજબૂત સંગઠન માટે પરસ્પરનો સહકાર અનિવાર્ય છે. આ માટે શાળા કક્ષાએ સમૂહની પ્રવૃત્તિઓ દ્વારા સહકારયુક્ત વલણ ધરાવી કાર્ય કરવાની આદત કેળવાય તે માટે સામાજિક વિજ્ઞાનના વિષય દ્વારા ઘણી તકો મળે છે.


4. અનુકૂલનશીલતા અને પરિવર્તનશીલતા કૌશલ્યની પસંદગી :-

➡️       વ્યક્તિ કુટુંબમાં રહી સામાજિક અનુકૂલન સાધવા પ્રયત્ન કરે છે. અનુકુલન કેળવવામાં વ્યક્તિએ પરિવર્તનશીલતા અપનાવવી પડે છે. પોતાની ટેવો, માન્યતાઓ અને પ્રણાલિકાઓમાં પરિવર્તન લાવી અન્યને અનુકૂલન થવાની આદત કેળવવાની રહે છે. આ બાબત જ વ્યક્તિ અને સમાજના વિકાસમાં મહત્ત્વની બની રહે છે. સામાજિક વિજ્ઞાનના વિષયવસ્તુ દ્વારા વિવિધ યુગની સામાજિક, રાજકીય પરિસ્થિતિ, ઘટનાઓ બનવાના કારણો અને પરિણામોની છણાવટ થયેલી હોય છે જે વ્યક્તિને માર્ગદર્શક બની રહે છે.


➡️      શાળા કક્ષાએ વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે જૂથ પ્રવૃત્તિઓ દ્વારા અનુકૂલનશીલતા કેળવાય તેવા પ્રયાસોથી આ મૂલ્ય કેળવાય છે. સામાજિક વિજ્ઞાન જીવનને સાચી દિશામાં જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે. આથી આ મૂલ્યની સાચી સમજ સામાજિક વિજ્ઞાન દ્વારા કેળવાય છે.



Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏