રાજ્યની શાળાઓમાં ધો-6 થી 8 નું વર્ગખંડ શિક્ષણ 2 સપ્ટેમ્બર 2021થી શરૂ કરાશે..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી - નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકનો નિર્ણય
આગામી તા.૨ સપ્ટેમ્બર -૨૦૨૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો -૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે
સરકારી અને ખાનગી સ્વનિર્ભર મળી રાજ્યભરની ૩૦ હજારથી વધુ શાળાના ૩૨ લાખ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે
૫૦ ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે - ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ ચાલુ રહેશે
શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્ર રજુ કરવાનો રહેશે
સોશિયલ ડિસ્ટન્સીંગ - ફરજિયાત માસ્ક અને કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની 5.0. નું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે
રાજ્યની શાળાઓમાં ધોરણ -૬ થી ૮ ના વર્ગોમાં આગામી તા.ર સપ્ટેમ્બર -૨૦૧૧ ગુરૂવારથી વર્ગખંડ શિક્ષણકાર્ય - ભૌતિક રૂપે શરૂ કરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા - વિચારણા કરીને રાજ્ય સરકારે ધો -૬ થી ૮ ના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શિક્ષણ મંત્રીશ્રીએ આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહિ સાથોસાથ કોઇ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત પણ ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજ્ય સરકારે વર્ગખંડ શિક્ષણ પૂન : શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે હવે રાજ્યભરમાં કોરોના કેસોનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને ધો -૬ થી ૮ ના વર્ગખંડોમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનું રાજ્ય મંત્રીમંડળે નક્કી કર્યું છે.
શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધોરણ -૬ થી ૮ ના આ વર્ગો વિદ્યાર્થીની સંખ્યાના ૫૦ ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરાશે. એટલું જ નહિ, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીએ પોતાના વાલીનો સંમતિપત્ર પણ લાવવાનો રહેશે, જે વાલી સંમતિ આપે તે જ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, હાલ રાજ્યમાં શાળાઓમાં ધો -૯ થી ૧૨ ના વર્ગોમાં શિક્ષણકાર્ય ચાલે છે તે માટેની જે S.O.P અને કોરોના સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા અમલી છે. તેનું ચુસ્ત પાલન ધો -૬ થી ૮ ના વર્ગખંડોના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓએ સુનિશ્ચિતપણે કરવાનું રહેશે તેવી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
શાળાઓમાં વર્ગખંડોમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય, શિક્ષકો - સ્ટાફ અને વિદ્યાર્થીઓ માસ્ક અવશ્ય પહેરે તેની પણ તકેદારી રાખવાની તાકિદ કરવામાં આવી છે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યું હતું.
રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં ર૦ હજારથી વધુ સરકારી શાળાઓ સહિત ધો -૬ થી ૮ ના વર્ગો ધરાવતી કુલ ૩૦ હજારથી વધુ શાળાઓના ૩૨ લાખ જેટલા બાળકોનું વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ થશે.
આવી શાળાઓએ સંસ્થાના પરિસરમાં હેન્ડવોશ/સેનિટાઇઝરના પૂરતા પોઇન્ટ રાખવાની તેમજ સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી કોવિડ -19 ગાઇડ લાઇન્સનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે, તેમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સરકારની ઓફિશિયલ પ્રેસનોટ જોવા અહીં Click કરો...