👉 પ્રસ્તાના (Introduction) :
આપણે જાણીએ છીએ કે, વ્યક્તિ-વ્યક્તિમાં ભિન્નતા હોય છે. સમાન દેખોતી વ્યક્તિઓમાં પણ આંતરિક તફાવતો હોય છે. તેથી કહી શકાય કે, દરેક વ્યક્તિ અજોડ અને અદ્વિતીય હોય છે. એક અધ્યાપક તરીકે આપણે અધ્યેતાનો સર્વાગીણ વિકાસ સાધવા માગતા હોઈએ તો તેની માનસિક શક્તિઓનો અભ્યાસ કરવો ખૂબ જ મહત્ત્વનો છે.
શૌક્ષણિક મનોવિજ્ઞાનમાં બુદ્ધિ માપવાની શરૂઆત આ સદીની શરૂઆતમાં થઈ. છતાં માનસિક શક્તિ માપવાનું કાર્ય અવ્યવસ્થિત અને અવૈજ્ઞાનિક ઢબે ઘણા વખતથી ચાલ્યું આવે છે. બેલાર્ડના શબ્દોમાં કહીએ તો, માનસિક કસોટીઓ માનવજાત જેટલી પુરાણી છે. સંસ્કૃત સાહિત્યમાં ઘણા કોયડાઓ અને ચર્ચાઓ (શાસ્ત્રાર્થ) બુદ્ધિની પરીક્ષા માટે પ્રયોજવામાં આવ્યા છે. મહાભારતમાં યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ, યાજ્ઞવક્ય અને ગાર્ગી વચ્ચેની શાસ્ત્રચર્ચા અને ઉપનિષદમાં ઈન્દ્ર અને બૃહસ્પતિ વચ્ચેનો સંવાદ એ માનસિક કસોટીઓના અવનવા પ્રકારો જ હતા. ગુરુ મત્યેન્દ્રનાથ પોતાના શિષ્યોની કસોટી માટે લાકડાં, વાસણો, પાણી અને ખોરાક લાવવાનું કહેતા, પરંતુ તેમ કરવા માટે ઘણી શરતો રાખવામાં આવતી, ગોરખનાથ સિવાયના બધા જ શિષ્યો તેમાં નિષ્ફળ ગયા હતા. જૂના વખતમાં રાજદરબારોમાં વિદ્વાનોની સભા નિયમિત મળતી અને તેમાં તેઓ માનસિક શક્તિના પારખાં પોતે નિપજાવેલા કોયડાઓ દ્વારા કરતા. દક્ષિણ ભારતનો મહાવિદ્વાન અને દક્ષિણનો બીરબલ ગણાતો. તેનાલી રામા, અકબરના દરબારમાં બિરબલ અને ભોજના દરબારમાં કાલિદાસ આ માટે જાણીતા છે. અધ્યાપક માટે પણ પોતાના અધ્યેતાને ઓળખી, તેની બુદ્ધિનો તાગ મેળવીને જો અધ્યાપનકાર્ય કરવામાં આવે તો તે વધુ અસરકારક અને ફલપ્રદ બનશે.
👉 બુદ્ધિનો અર્થ અને સંકલ્પના
(Meaning and concept of Intelligence) :
પહેલાં આપણે બુદ્ધિનો શાબ્દિક અર્થ સમજીએ. સંસ્કૃતમાં યુ એટલે જાણવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એ ક્રિયાપદ પરથી વૃદ્ધિ એ શબ્દ બન્યો છે. તેના પરથી વોશ એટલે કે જ્ઞાન એ શબ્દ બન્યો છે. મનની એવી શક્તિ કે જે સાચી જ્ઞાનનું ઉત્પત્તિસ્થાન છે અને જેને લીધે મૂર્ત વિચારો સમજી શકાય છે તેને માટે ગ્રીક ભાષામાં NOUS શબ્દ હતો. શક્તિ જયારે કાર્યાન્વિત બનતી હતી ત્યારે તેને Noesis એ નામે ઓળખાતા હતા. લેટિન ભાષામાં આ બંને શબ્દો intellectus અને intelligentia બન્યા અને અંગ્રેજીમાં તેમાંથી intellect અને intelligence એવા શબ્દો ઊતરી આવ્યા.
બુદ્ધિની સંકલ્પના અને સ્વરૂપ સમજવા માટે જુદા જુદા મનોવિજ્ઞાનીઓએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે.
➡️ Intelligence is contained in four words - Comprehension, invention, direction and criticism." - Binet
બુદ્ધિ ચાર શબ્દોમાં સમાવિષ્ટ છે. અર્થગ્રહણ, આવિષ્કાર, માર્ગદર્શનઅને સમીક્ષા.”
➡️ 'Intelligence is the ability of an individual to adapt himself adequately to relatively new situation in life !'- Pinnter
જીવનમાં પેદા થતી સંબંધિત નૂતન પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે અનુકૂલન સાધવાની વ્યક્તિની ક્ષમતા એ બુદ્ધિ છે.'
➡️ 'Intelligence is the ability to think in terms of abstract ideas' -Terman
“બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે.”
➡️ 'Intelligence is the power which enables us to solve problems and to achieve our purposes.' - Ryburn
બુદ્ધિ એક એવી શક્તિ છે જે આપણને સમસ્યાઓના સમાધાન તરફ લઈ જાય છે અને આપણા ઉદેશો સિદ્ધ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.”
➡️ Intelligence is the aggregate or global capacity in the individual to act purposefully, to think rationally and to deal effectively with the environment.' - D. Wechsler
બુદ્ધિ એ વ્યક્તિમાં રહેલી ઉદ્દેશપૂર્ણ કાર્ય કરવાની, તાર્કિક રીતે વિચાર કરવાની અને વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન કરવાની સમગ્ર અને વૈશ્વિક શક્તિ છે.”
વેકસલરની આ વ્યાખ્યા અન્ય વ્યાખ્યાઓની તુલનામાં બુદ્ધિના સ્વરૂપ અંગે વેધક પ્રકાશ ફેંકે છે.