Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો // Principles of curriculum development

 અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો


પ્રસ્તાવના

       અભ્યાસક્રમના મહત્વના સિદ્ધાંતોને આધારે અભ્યાસક્રમની રચના થવી જોઈએ. શિક્ષણના કોઈ પણ સ્તરે અભ્યાસક્રમની રચના માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો હોય છે. જેના દ્વારા જે તે સમાજને અનુરૂપ માનવ સંસાધનનું નિમંત્ર કરી શકાય. કેળવણીના હેતુઓ સિદ્ધ કરવા માટે અભ્યાસક્રમ એ ઘણું અગત્યનું સાધન છે. આથી એની રચના સમયે કેટલાક પાયાના સિદ્ધાંતો ધ્યાનમાં રાખવામાં આવે છે.

         અભ્યાસક્રમની રચનાનો મુખ્ય સિદ્ધાંત એ છે કે અભ્યાસક્રમ સમાજની જરૂરિયાતને લક્ષમાં રાખી બાળકના વિકાસને શક્ય બનાવે તે પ્રકારનો હોવો જોઈએ. સમાજની પ્રગતિના પાયામાં ક્યા તત્ત્વો મહત્ત્વનો ભાગ ભજવે છે તે બાબતને ધ્યાનમાં લઈ સમગ્ર સામાજિક માળખામાં પરિવર્તન લાવે તેવા પ્રકારના અભ્યાસક્રમને મહત્ત્વ અપાવું જોઈએ. આ માટે બાળકના વિકાસની સાથે સાથે સમાજના વિકાસને પણ ધ્યાને લઈ અભ્યાસક્રમ તૈયાર કરવો જરૂરી છે. હવે, આપણે અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો જોઈશુ.


અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો નીચે પ્રમાણે છે: 

1. તાર્કિકતા

2. ઉપયોગિતા 

3. પરિવર્તનશીલતા 

4. વૈવિધ્ય 

5. સંકલિતતા


     અભ્યાસક્રમ વિકાસના ઉપરોક્ત સિદ્ધાંતોને નીચે મુજબ સમજાવી શકાય 


1. તાર્કિકતા


➡️ અભ્યાસક્રમ પ્રણાલીગત કે રૂઢિચુસ્ત ન હોતાં તર્કશુદ્ધ હોવો જોઈએ. અભ્યાસક્રમના કોઈ પણ વિભાગના શિક્ષણ અને અધ્યયન પાછળ સ્પષ્ટ અને સચોટ ધ્યેય હોવું જોઈએ. જયાં સુધી શાળાઓનો અભ્યાસક્રમ યોગ્ય રીતે ઘડાયેલો અને હાલના વિકાસનાં સિદ્ધોને વિચારપૂર્ણ ન હોય ત્યાં સુધી તે અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને કશા કામમાં આવે નહિ. જે તે વિષય આપણે વિદ્યાર્થીઓને શા માટે શીખવી રહ્યા છીએ ! વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણે તેમને કેવું જ્ઞાન આપી રહ્યાં છીએ ઈતિહાસના યુદ્ધો કે લડાઈઓનું શિક્ષણ કે ગદ્ય-પદ્ય સાહિત્યકૃતિઓ વર્તમાનના વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપયોગી બનશે? શું આ બધી બાબતોનું શિક્ષણ નવી સમાજરચનાનાં નિર્માણમાં જરૂરી છે? આવી બાબતો પર વિચાર કરીને તર્કના પાયા પર અભ્યાસક્રમ રચાવો જોઈએ.


➡️ તાર્કિક અભ્યાસક્રમમાં મુદાઓની વહેંચણી બાળકોના મનોવિકાસના તબક પ્રમાણે નહિ, પરંતુ અભ્યાસક્રમના મુદાઓને તાર્કિક ક્રમમાં ગોઠવી કરવામાં આવે છે. દા.ત. કોઈ પણ દેશની ભૂગોળ શીખવા માટે પ્રથમ તેનું સ્થાન, વિસ્તાર, ભૂપૃષ્ઠ,આબોહવા-ઉષ્ણતામાન-વરસાદ-હવાનું દબાણ, વનસ્પતિ, પ્રાણીઓ, લોકજીવન, ખનીજ, ઉદ્યોગ-ધંધાઓ વગેરે તાર્કિક ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ પદ્ધતિ બાળકના મનોવિકાસના પગથિયાને ધ્યાનમાં લેતી નથી. આમ છતાં, આ પદ્ધતિને પરિણામે બાળકમાં તર્કશક્તિનો વિકાસ, કાર્યકારણ સંબંધનો વિકાસ અને વિષયનો સઘન અભ્યાસ શક્ય બને છે. તેમાં જ્ઞાત પરથી અજ્ઞાત પર જવાના શિક્ષણનાં સૂત્રનો ઉપયોગ કરવામાં નથી આવ્યો છતાં તેમાં વૈજ્ઞાનિક ક્રમબદ્ધતા જોવા મળે છે તે જ તેની વિશેષતા છે.


 2. ઉપયોગિતા


➡️ અભ્યાસક્રમ રચનાનો બીજો સિદ્ધાંત છે ઉપયોગિતા. ઉપયોગિતા એ તાર્કિકતાનો જ એક ભાગ છે. અભ્યાસક્રમ વ્યક્તિગત રીતે વિદ્યાર્થીને કે સામાન્ય રીતે સમાજને ઉપયોગી છે કે નહિ? વર્ગ કે ધોરણવાર અને બાળકની ઉંમર પ્રમાણે અભ્યાસક્રમનું વિભાજન થયું છે કે નહિ? અભ્યાસક્રમ ભવિષ્યના સ્વતંત્ર નાગરિકોને યોગ્ય જ્ઞાન આપી શકે, રસ અને વલણ કેળવી શકે તથા તેમની કુશળતાઓ ખીલવી શકે તેવો છે કે નહિ? આ બધાં જ પ્રશ્નોનો વિચાર કરી અભ્યાસક્રમની રચના થવી જોઈએ.


➡️ શાળાનો અભ્યાસક્રમ એ એક અખ્ખલિત પ્રક્રિયા છે. લોકશાહી સમાજની એ એક જીવંત પ્રક્રિયા છે. બાળકો તેમની સમક્ષ ઉપસ્થિત થતી સમસ્યાઓનો સામનો કરે છે અને તેને ઉકેલવા પ્રયાસ કરે છે. શાળામાં લોકશાહી વાતાવરણઅભ્યાસકે જોવા મળે છે. ત્યાં દરેક બાળક તેના ભિન્ન ભિન્ન વ્યક્તિત્વથી અનોખી રીતે મોટું થાય છે. તેથી પ્રત્યેક બાળક માટે અભ્યાસક્રમ ભિન્નરૂપે હોય છે અથવા બીજી. રીતે કહીએ તો એક સામાન્ય અભ્યાસક્રમને વિવિધ બાળકો જુદી જુદી રીતે સ્વીકારે છે. તેથી જ અભ્યાસક્રમની રચના એવી રીતે થવી જોઈએ કે તે બધા પ્રકારના બાળકોને માટે ઉપયોગી નીવડે.


3. પરિવર્તનશીલતા


➡️. અભ્યાસક્રમ હંમેશાં પરિવર્તનશીલ હોવો જોઈએ, કે જેથી સંજોગો અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરી શકાય. આપણે જાણીએ છીએ કે અભ્યાસક્રમમાં વારંવાર પરિવર્તન લાવવું એ આર્થિક દૃષ્ટિએ હિતાવહ નથી, પરંતુ એનો મતલબ એ પણ નથી કે અભ્યાસક્રમ બદલાવો જ નહિ. અભ્યાસક્રમની અસરની ગુણવત્તાનો આધાર તેની પરિવર્તનશીલતા અને અનુકૂલનીયતા પર છે. સમયના પ્રવાહ સાથે જરૂરિયાતો બદલાતા સાથે સાથે અભ્યાસક્રમ ન બદલાય તો અભ્યાસક્રમ અને સામાજિક જરૂરિયાતો વચ્ચે મોટું અંતર પેદા થાય છે. શાળા શિક્ષણને સમાજ પરિવર્તનનું અસરકારક સાધન બનાવવું હોય તો તે કક્ષાએ અધ્યયન અનુભવોમાં સમયાંતરે અર્થપૂર્ણ પરિવર્તન લાવવું જોઈએ.


4. વૈવિધ્ય


➡️ વિદ્યાર્થીઓની શક્તિઓ, રસ અને જરૂરિયાતોના સંદર્ભમાં અભ્યાસક્રમ વૈયક્તિક તફાવતોને સંતોષી શકે તેવો વૈવિધ્યપૂર્ણ હોવો જોઈએ. જડ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓમાં હતાશા પેદા કરે છે અને તેનામાં રહેલી સર્જનાત્મક શક્તિ અને જવાબદારીની ભાવનાનો લોપ થાય છે. તે વિદ્યાર્થીના સર્વગ્રાહી વ્યક્તિત્વનો વિકાસ રૂંધે છે. અભ્યાસક્રમના કેટલાંક કેન્દ્રીય વિષયો (Core subjects) સામાન્ય રીતે વિદ્યાર્થીને સામાન્ય જ્ઞાન અને સમજ આપવા માટે અતિ આવશ્યક છે, તેમાં કોઈ શંકા નથી, તેમ છતાં શાળાઓમાં વૈકલ્પિક વિષયોની યાદીમાં વિશાળતા હોવી જોઈએ, એ પણ એટલું જ આવશ્યક છે. પુખ્ત વિદ્યાર્થીઓની કેટલીક ભાવનાઓને અને જન્મજાત શક્તિઓને યોગ્ય માર્ગે વાળવી જોઈએ કે જેથી કરીને તે પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓથી સજાગ થાય અને તેથી જ એક સારો અભ્યાસક્રમ વૈવિધ્યસભર બનવો જોઈએ.


5. સંકલિતતા


➡️ અભ્યાસક્રમની પુનઃરચના માટે અગત્યનો સિદ્ધાંત છે સંકલિતતા. પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ કેળવણીની કક્ષાનો અભ્યાસક્રમ એકબીજા સાથે સંકળાયેલો હોવો જોઈએ. શિક્ષણનાં દરેક સ્તરે અભ્યાસક્રમ એકબીજા સાથે સુંદર રીતે જોડાયેલ હોવો જોઈએ. એક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી વિદ્યાર્થી બીજી કક્ષાના અભ્યાસક્રમમાં સુસંગત રીતે ગોઠવાઈ જાય એવી રીતે અભ્યાસક્રમનું આયોજન થવું જોઈએ. આવા અભ્યાસક્રમથી બે કક્ષા વચ્ચે પડતાં અંતરના પરિણામે થતો વ્યય અટકી જશે. નિષ્ફળતા અને અપવ્યયનું પ્રમાણ ઘટી જશે. આથી એક ધોરણનો અભ્યાસક્રમ વિદ્યાર્થીને બીજા ધોરણના અભ્યાસક્રમ માટે પરિપકવ બનાવે તેવી હોવો જોઈએ. સિવાય કે વિદ્યાર્થી જાતે બીજા વ્યવસાય માટે અભ્યાસ છોડી દે. જો શાળા અભ્યાસક્રમ સંપૂર્ણપણે વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર કરે એવો સંકલિતતા અતિ બનાવવો હોય તો અભ્યાસક્રમમાં વિવિધતા, ક્રમિકતા અનેઆવશ્યક છે.


➡️ સંકલિત અભ્યાસક્રમનું બીજું પાસું એ છે કે દરેક વિષય સંપૂર્ણ રીતે જડપણે અલગ ન શીખવતાં, બીજા વિષયો સાથે તેનો અનુબંધ સાધીને શીખવવો જોઈએ ટૂંકમાં, બધા જ વિષયો માનવજ્ઞાન અને માનવ-અનુભવો સાથે સંબંધ ધરાવતા હોવા જોઈએ.


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏