Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

વાચન એટલે શું ? // What is reading ?

 

      📖 વાચન એટલે શું? 📖


વાચન એટલે શું ?


પ્રસ્તાવના

👉 ભાષા શિક્ષણનાં ચાર કૌશલ્યો છે. શ્રવણ, વાચન, કથન અને લેખન, વાંચન એમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવે છે. વ્યવહારમાં પણ વાચનવિશેષ ઉપયોગી કૌશલ્ય બની રહે છે. વાચનની શરૂઆત કયારે થઈ એ ટૂંકમાં જાણી લેવું રસપ્રદ થઇ પડશે. ભાષાના ચાર કૌશલ્ય ગણવામાં આવે છે, એમાં શ્રવણ અને કથનનો વિકાસ ક્રમશઃ થાય છે તે પછી વાચન આવે ને? પરંતુ લેખન વિના વાચન શેનું? એટલે ખરેખર તો લેખન એ વાચન પહેલાં આવેલું છે, એટલે સૌ પ્રથમ લેખનની શરૂઆત થયેલી અને તે પછી વાચનની શરૂઆત થયેલી. લેખનની શરૂઆત ચિત્રલિપિથી આશરે ચાર એક હજાર વર્ષ પહેલા થયેલી. એ ચિત્ર લિપિમાંથી આપણા મૂળાક્ષરોનો ઉદ્ભવ થયો છે અને તે પછી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉદ્ભવ થતાં વાચનની આવશ્યકતા ઉભી થઈ છે. આમ, લેખન પહેલું આવ્યું, પછી વાચન, લેખનમાં ચિત્રલિપિ જ પહેલાં હતી, એટલે ચિત્રને જોઇને અર્થ આપવાની પ્રક્રિયા એટલે વાચન,વાચનનું મહત્ત્વ પુરાણ સમય કરતાં પ્રવર્તમાન સમયમાં ઘણું બધું વધુ આંકવામાં આવે છે. પુરાણા સમયમાં સમાજ સરળ હતો. રહેણીકરણી સરળ હતી, પરંતુ જેમ જેમ સ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ તેમ સમાજ વધારે સંકુલ બનતો ગયો, તેથી સાંપ્રત સમાજ પ્રાચીન સમાજ કરતા વધારે સંકુલ છે. સંકુલ સમાજમાં સારુ જીવન જીવવા માટે વાચનની જરૂર રહે છે.

👉          વાક્યનો અર્થ કરવાની પ્રક્રિયાને વાચન કહે છે. શબ્દોનું માત્ર પોપટિયું રટણ એ વાચન નથી. વાક્યો વાંચવા, એનો અર્થ સમજવો. સંદર્ભ દ્વારા સાચા અર્થને પ્રાપ્ત કરવો.વાચનપાછળ પ્રત્યેક વ્યક્તિના ઉદ્દેશ જુદા જુદા હોય છે. આનંદ માટે શોખ માટે, માહિતી. મેળવવા માટે, અભિરૂચિના સંતોષ માટે, મનોરંજન માટે, સાહિત્ય પ્રત્યેની વિશેષ પ્રાપ્તિ માટે, સૂક્ષ્મગ્રહણ માટે, પોતાના વિચારોની સમૃદ્ધિ માટે વાચન થાય છે. પ્રાપ્તિ માટે, સૂક્ષ્મગ્રહણ માટે પોતાના વિચારોની સમૃદ્ધિ માટે વાચન થાય છે. વાચન માત્ર શિક્ષણ પૂરતું મર્યાદિત નથી. વાચન શિક્ષણ પર અનેક ગ્રંથો લખાયા છે. અનેક સંશોધનો થયાં છે. વાચન વિદ્યાર્થી આજીવન ઉપયોગી બની રહે છે. વાચન દ્વારા જીવનની દિશા મળે છે. બીજાએ જે વિચાર્યું છે, અનુભવ્યું છે, એ જાણવું ખૂબ જરૂરી છે. કોઇના વિચાર, ચિંતન, મનન, લેખન, અનુભવોની મૌલિકતા, સામાજિક અને વ્યાવહારિક . પ્રસંગોમાં વ્યક્તિની પ્રગટ થતી સંવેદનાઓ, અપ્રગટ રહેવા મનોવ્યવહારો,લાગણીઓ વિશે જાણવું જરૂરી છે, જે પોતે કરી શક્યા નથી એ બીજા માધ્યમથી શક્ય બને છે. અનુભવોની દુનિયા વિશાળ છે. લબ્ધ પ્રતિષ્ક વિચારકો, લેખકો, સાહિત્યકારો, અભ્યાસીઓ દ્વારા જનમાનસને ઓળખવાનું શક્ય બને છે. બધા જ અનુભવો પોતાના ન હોઇ શકે.

👉 આજે યુવાનોમાં અને વ્યવસાયિક ક્ષેત્રોમાં પડેલા લોકોમાં વાચન પ્રત્યેનો લગાવ ઓછો જોવા મળે છે, જે પણ થોડું ઘણું વાચન જોવા મળે છે, તે વર્તમાનપત્રોમાં પ્રસારિત સમાચારો કે કેટલાક મેગેઝીનમાં જ વિશેષ સમાઈ જાય છે.

👉    કપડાં ખરીદવાનું જેટલું આકર્ષણ છે, તેટલું પુસ્તક ખરીદવાનું આકર્ષણ દેખાતું નથી. પુસ્તક પ્રકાશન વિક્રેતાઓની પુસ્તક વેચાણ માટે સૌથી વધુ મૂંઝવણ અનુભવે છે. પાઠચપુસ્તકો સાથેનો સંબંધ પણ પરીક્ષા સુધીજ સિમિત હોય છે. પરીક્ષા પુરી થાય એટલે વિદ્યાનું એ સાધન પસ્તીનો સામાન બની જાય છે. વાંચનાલયમાં પુસ્તકો ઘણીવાર ઉધઇ માટેનો ખોરાક બની રહે છે. વાસ્તવિકમાં વાચન જીવન ઘડતરમાં મહત્ત્વનું પરિબળ છે.

વાચન એટલે શું?

👉 વાચન એટલે લખાયેલા શબ્દો અને ભાષાનાં ધ્વનિઓનો દશ્ય સંકેતોને ઓળખીએ અર્થ સમાજવાની પ્રદિયા વાચન એટલે મુકિત શબદનો કે સંકેતોનો અર્થ કે અહણ કરવાની પ્રક્રિયા.ખૂબ જ સામાન્ય ભાષામાં કહેવું હોય તો વાચન એટલે લખાયેલી કે મુદ્રિત થયેલી ભાષાને અર્થપૂર્વક સમજવાની પ્રક્રિયા.

ભગવદ્રોમંડળઃ 

વાયન એટલે વાંચવું તે, પાઠ કરવો, ભણવું તે, વાંચવાની ઢબ, વાંચવાની રીત,ધારાસભામાં બીલ રજૂ થાય તે, પ્રતિપાદન

સાર્થ જોડણી કોશઃ 

સાર્થ ગુજરાતી જોડણી કોશમાં વાચનનો અર્થ નીચે મુજબ આપ્યો છે.

વાંચ -- વાચક → વાયના 

વાંચવું તે -- ધારાસભામાં ચર્ચા માટે આવવું તે રીડિંગ -- વાંચવાની ઢબ 


➡️ વાચનની પ્રક્રિયાગત અર્થઃ વ્યાવહારિક અર્થ

• વાચન એટલે ચર્મ ચક્ષુ દ્વારા (અંધ વ્યક્તિ આંગળીઓના સ્પર્શથી) મુદ્રિત આકૃતિઓને જોવી, એ આકૃતિઓને ઓળખવી, આકૃતિઓ વચ્ચેનો સંબંધ ઉભો કરવો અને તેના દ્વારા કોઈ એક પ્રતિબિંબની રચના કરવી, ત્યારબાદ આ પ્રતિબિંબને પૂર્વાનુભવ જોડે સાંકળવું અને તેનો અર્થ તારવવો.

➡️ પરિભાષાગત અર્થક

      કોઈપણ વિચારને સૈદ્ધાંતિક સ્વરૂપ આપવાની જરૂર ઉભી થાય ત્યારે પ્રથમ તેનો પરિભાષાગત અર્થ રચવામાં આવે છે. વાચન એટલે? એ પ્રશ્ન અનુત્તર રહે છે. આવા તબક્ક પરિભાષાગત અર્થ ખપમાં આવે છે, વાચનનો પરિભાષાગત અર્થ નીચે મુજબ આપી શકાય.

 રોબિન્સનઃ

સંજ્ઞાઓ અને અવાજોને જોઇ તેનો અર્થઘટન કરવાની શક્તિને વાચન શક્તિ કહે છે. 

ટૂંકમાં વાચન એટલે...

• માનવીને માનવ બનવાની પ્રક્રિયા.

• શબ્દો કે સંકેતોને અર્થઘટન કરવાની પ્રક્રિયા,

• શબ્દોના અનેક વિચારોનો સમન્વય અને તેમના વચ્ચેનો સંબંધો જોવાની પ્રક્રિયા.

• શબ્દોમાંથી સાચું અનુમાન તારવવાની શક્તિ.

• મુદ્રિત શબ્દો કે સંકેતોના અર્થગ્રહણની પ્રક્રિયા,

• અર્થ, તારવણી, ચિંતન, વિચાર કે તર્કની પ્રક્રિયા.

• વ્યંજનાની કક્ષાએ પહોંચવાની પ્રક્રિયા.

• પ્રતીકોનું દશ્ય-ધ્વનિ અને અર્થઘટન સ્વરૂપ

• લિપિ બદ્ધ શબ્દોને જોઇને ઉકેલવા અને સમજવા.

•આમ વાચન એ વાક્ય કે શબ્દમાં આવતા અક્ષરો કે સંકેતોના ધ્વનિને એક પછી એક ક્રમશઃ ઉકેલીને બોલવાની પ્રક્રિયા છે.

• બીજા શબ્દોમાં કહીએ તો, વાચન મુદ્રિત શબ્દોના અર્થગ્રહણ વગર ઉચ્ચારણની પ્રક્રિયા છે. 


👉 વાચનની વ્યાખ્યાઓ (સંકલ્પના)

1. રોબિન્સનઃ

વાચન એટલે લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિઓના દશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા,

2. બેટ્સ

વાચન એ ચિંતનશીલ, વાયરશીલ પ્રક્રિયા છે. 

3. થોર્નડાઈકઃ

વાચન એ તર્કની પ્રક્રિયા છે. 

4. ગુડમેનઃ

વાચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતાં અર્થ તારવવાની પ્રક્રિયા છે. Reading is a meaning seeking rather than meaning extracting process.

5. રુથ સ્ટંગ

વાચન એ માત્ર મુદ્રિત શબ્દોનું સ્પષ્ટ દર્શન કે સાચું ઉચ્ચારણ 1 પ્રત્યાભજ્ઞા કરતાં પણ વિશેષ છે.

6. ફેબ્રોઃ

વાચન એ અર્થ શોધવાની અને પ્રાપ્ત કરવાની (સમજવાની) પ્રક્રિયા છે.

➡️ વાચનની ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે કહી શકાય કે વાચન એટલે લખાયેલા શબ્દો અને ભાષાના ધ્વનિઓના દશ્ય સંકેતોને ઓળખીને અર્થ સમજવાની પ્રક્રિયા. આ પ્રક્રિયાને બાળકની ક્ષમતા સાથે સંબંધ છે. વાચન એ અર્થ સંશોધવાની અને પ્રાપ્ત કરાવની સક્રિય પ્રક્રિયા છે.


👉 વાચનના પ્રકારો (Type of Reading)

વાચનના પ્રકારો નીચે મુજબ છે.

(1) મુખ વાચન Oral Reading

➡️ બાળક જ્યારે લેખિત કે મુદ્રિત લિપિબદ્ધ સંકેતોને ઉકેલતા શીખે ત્યારથી જ તે મુખવાયના શીખવાનું શરૂ કરે છે. સંકેતને દૃષ્ટિથી સંકેતનું ધ્વનિ સંકેતમાં પ્રગટીકરણ થવું એવું નામ જ મુખવાચન,

➡️ સામાન્ય રીતે વાચન શીખવવાની શરૂઆત મુખ વાચનથી થાય છે. મુખવાચનનું ખૂબ જ મહત્વ છે. સેમિનાર, સંમેલનો, સંશોધન, પરિષદો અને ક્યારેક વ્યાખ્યાનમાં મુખવાચનની જરૂર પડે છે. .

➡️ સંમેલનોમાં લેખકોએ લખેલા લેખોનું વાચન થાય છે, તેજ પ્રમાણે સંશોધન લેખ અહેવાલનું વાચન થાય છે.

➡️ વ્યાખ્યાતાઓને પોતાનું વ્યાખ્યાન વાંચીને રજૂ કરવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. 

➡️ સેમિનારમાં પેપરની રજૂઆત સમયે પણ મુખવાચન કરવું પડે છે.

➡️ બધા જ પ્રસંગોએ મુખવાચન ઉપયોગી થઇ પડે છે. મુખવાચન કરનારની તૈયારી સારી હોય તોજ તેની અસર શ્રોતાઓ ઉપર પડી શકે છે. મુખવાચનમાં લેખકે પોતાના મનોભાવ બોલીને વ્યક્ત કરવાના હોય છે.

➡️ દરમિયાન પણ કેટલાંક કૌશલ્યની અપેક્ષા રહે છે, જે કૌશલ્યોની અપેક્ષા મુખવાચન દરમિયાન રાખવામાં આવે છે, તેમાં નીચેનાનો સમાવેશ કરવામાં આવે છે.

• શુદ્ધ ઉચ્ચારણ

• તેથી મુખવાચન

• અવાજનો આરોહ-અવરોહ

• વાચનની ગતિ

• અવાજની ગતિ

• વિરામ ચિન્હોના અર્થને અનુરૂપવાચના

• ભાવને અનુરૂપ, કરુણા, મધુરતા, હાસ્ય વગેરેની અભિવ્યક્તિ.

• વાચન દરમિયાન અનુભવાતી માનસિક ખેંચ-ક્ષોભ

• વ્યક્તિના જીવનમાં મુખ વાચનનું સ્થાન ખૂબ મહત્વનું છે. 


[1.] સંમેલનો, સભાઓ, મિટીંગો, સંશોધન, પરિષદો, વ્યાખ્યાનોમાં મુખવાચન ઉપયોગી બને છે. 

[2.] બાળકની વાચન ટેવો, આવડતો, કુશળતાઓ, અને ખામીઓના નિદાન અને ઉપચાર માટે મુખ વાચન કરાવવામાં આવે છે.

[3]. વાચન અર્થગ્રહણની ચકાસણી માટે મુખવાચન જરૂરી છે.

[4.] બાળકને વાચન માટેની અનિવાર્ય પ્રાથમિક ક્રિયાઓ જેવી કે શબ્દ ઓળખ, દષ્ટિ ફલક અને ઉચ્ચારણ આ ત્રણેયના સમન્વય કરવાનો મહાવરો મળે છે.

[5]. આ મહાવરો વધતાં બાળકમાં આત્મવિશ્વાસ, ઝડપ અને અર્થગ્રહણ ઝડપી બને છે.

[6]. બાળકના દષ્ટિ ધ્વનિ ફલક વિકસાવવામાં મુખ્યવાચન કરાવવું પડે. 


👉 મુખ વાચનમાં થતાં વાચન દોષોઃ

• ખૂબ ધીમેથી વાંચે છે.. .

• વધારે ઝડપથી વાંચે છે.

• એકએક શબ્દનું વાચન કરે છે

• અશુદ્ધ ઉચ્ચાર કરે છે.

• ખુબ ઊંચા કે ખૂબ નીચે અવાજથી વાંચે છે.

• વાંચતા વાંચતા ખચકાય છે. .

• અયોગ્ય આરોહ-અવરોહથી વાંચે છે.

• વિરામ ચિન્હોને ધ્યાનમાં લીધા વિના વાંચે છે.

• કેટલાક શબ્દોને વાંચવાના રહી જાય છે.

• કેટલાક શબ્દોનું પુનઃવાચન કરે છે. 

• બીજા શબ્દો ઉમેરીને વાંચે છે.

• શબ્દોનું આગળ-પાછલ વાચન કરે છે.

• અર્થગ્રહણ કર્યા વિના જ વાંચે છે.

• માનસિક ખેંચ સાથે વાંચે છે. 

• પોતાને ભૂલની જાણ થતાં વચ્ચે ડોકું હલાવીને નાના બોલે છે.

• થોથવાતાં વાંચે છે. 

• વાંચતા વાંચતા સિસકારા કરે છે.

• એકની એક લીટી ફરીથી વાંચે છે.

• પુસ્તકને વધારે નજીક કે વધારે દૂર રાખીને વાંચે છે.

• અર્થગ્રહણ કર્યા વિના જ વાંચે છે. 

• માનસિક ખેંચ સાથે વાંચે છે. 

• પોતાને ભૂલની જાણ થતાં વચ્ચે ડોકું હલાવીને નાના બોલે છે. 

•થોથવાતાં વાંચે છે. 

• વાંચતા વાંચતા સિસકારા કરે છે.

• એકની એક લીટી ફરીથી વાંચે છે.

• પુસ્તકને વધારે નજીક કે વધારે દૂર રાખીને વાંચે છે.

•તોતડાઈને વાંચે છે.

•વાંચતા-વાંચતા ગળું ખોંખરવાની ટેવ પાડે છે.

•વાંચતા વાંચતા શરીરના અંગો હલાવે છે.

• વાંચતા-વાંચતા હાકે ચડે છે. 

• અયોગ્ય સ્વરાંકનથી વાંચે છે.

• વાંચતા-વાંચતા શબ્દો તોડી મરોડીને વાંચે છે. 


👉 મુખ વાચનના વિકાસ માટેની પ્રવૃત્તિઓઃ

વિદ્યાર્થીઓમાં મુખ વાચન કૌશલ્યો વિકાસ થાય તે માટે નીચેની પ્રવૃત્તિઓ કરવી જોઇએ.

1. પ્રાર્થના સભામાં સુવિચારનું વાચન કરાવવું. 

2. પ્રાર્થના સભામાં સમાચારોનું વાચન કરાવવું. 

3, વાર્તા, વાચન, નિબંધ વાચનના કાર્યક્રમો રાખવા. 

4. વાર્ષિક રીતે વાર્ષિક અહેવાલનું વાચન કરાવવું. 

5. કાવ્યપઠન, શ્રાવ્યનાટકના કાર્યક્રમ યોજવા. 

6. મહાપુરૂષોની જન્મજયંતી કે પુણ્યતિથિએ તેમના પુસ્તકો કે તેમને લગતાં પુસ્તકોમાંથી વાચન કરાવવું.

7. આદર્શ વાચનના કાર્યક્રમો રાખવા.

8. નિષ્ણાંતના વાચનના કાર્યક્રમો ગોઠવવા,

9 રેડિયો-ટી.વી.ના વાર્તાલાપ વાચન જ છે તે સાંભળવા.

1૦.ટેપ રિકોર્ડર દ્વારા આદર્શ વાચનના નમૂના સંભળાવી સુવાચનનાં લક્ષણો તારવવાની પ્રવૃત્તિ આપવી.

11.વિશેષ દિવસોની ઉજવણી કરી તેનું વાચનને લગતાં કાર્યક્રમો ગોઠવવાં, તોતડાઈને વાંચે છે.


(2) મૂક વાચનઃ (Silent Reading)

➡️ મૂકવાચનને શાંત વાચન પણ કહે છે, તેનો સામાન્ય અર્થ એવો છે કે મુદ્રિત કે લિખિત શબ્દોને ધ્વનિયુક્ત ઉચ્ચાર સિવાય મનમાં વાંચવું તે મૂકવાચન, પરંતુ તેનાથી તેની પૂર્ણતા સમજાતી નથી.

➡️ મૂકવાચન એટલે મનમાં વાંચવું એટલું જ નહીં, પણ શબ્દોના અર્થને મનમાં ઉથલાવવા, લેખકના વિચારોને ચકાસવા, વિચારોનું ગ્રહણ કરવું વગેરે.

➡️ ભાષાના લેખિત કે મુદ્રિત ધ્વનિ સંકેતો જોઈને તેમનું અર્થગ્રહણ કરવું તે મૂકવાચન છે. આ પ્રકારના વાચનમાં વિદ્યાર્થી ઉચ્ચારણ કરવાને બદલે મનમાં વાંચે છે.

➡️ લખનારના વિચારો અને ભાવોનું યથાર્થ અર્થગ્રહણ કરવું તે આ મૂક વાચનનો મુખ્ય હેતુ છે. વિદ્યાર્થી ગદ્ય પદ્ય કૃતિઓ મનમાં ખૂબ ઝડપથી વાંચી શકે, આસ્વાદી શકે તે માટે વિદ્યાર્થીને મૂકવાચનનું શિક્ષણ મળવું જોઈએ,

➡️ શિક્ષકે વિદ્યાર્થીઓને મૂકવાચનનો આદેશ આપતાં પહેલા નીચે જેવાં સૂચનો દ્વારા માર્ગદર્શન આપવું જોઇએ,

➡️ મૂકવાચન કરવાનું જ્યારે કહેવામાં આવે ત્યારે હોઠનો ફફડાટ ન થવો જઇએ.

➡️ અવાજનો ગણગણાટ ન થવો જોઇએ. 

➡️ આંગળી મૂકીને ન વાંચવું જઈએ. 

➡️ મસ્તફની ગતિ ન થવી જોઇએ.

➡️ આ સૂચનો સાથે શિક્ષકે વર્ગમાં આનું નિદર્શન કરી બતાવવું જોઈએ. પહેલા સૂચનનું નિદર્શન કરવું હોય તે શિક્ષકે પોતે હોઠ ફફડાવીને વાંચી બતાવવું જોઇએ અને કહેવું જોઈએ કે મૂકવચનમાં આ પ્રકારે હોઠનો ફફડાટ થવો.

➡️ વાચન કરી બનાવવું જોઇએ.

➡️ આ પ્રમાણે પ્રત્યેક સૂચનનું નિદર્શન શિક્ષક વર્ગમાં કરી શકે અને તે પછી જ વિદ્યાર્થીઓને મનમાં વાંચવાનો આદેશ આપવો જોઈએ. 

➡️ આ વિદ્યાર્થીઓ જ્યારે મનમાં વાંચતા હોય ત્યારે શિક્ષકે વર્ગના વિદ્યાર્થીઓનું અવલોકન કરવું જોઇએ.

➡️ કયો વિદ્યાર્થી હોઠ ફફડાવીને વાંચે છે. કયો વિદ્યાર્થી ગણગણાટ કરે છે. કયો વિદ્યાર્થી મસ્તકની ગતિ કરે છે વગેરે.

➡️ તે પછી જે તે વિદ્યાર્થીને વ્યકિતગત બોલાવી સૂચના આપવી જોઇએ. આ પ્રમાણે મૂકવાયનનો મહાવરો આપવાની સાથે વિદ્યાર્થી વાંચે છે કે નહિ તે પણ ચકાસવું તો જોઈએ જ.

➡️ આ માટે શિક્ષક વાચન સામગ્રી ઉપર કેટલાક પ્રશ્નો પૂછી તેના જવાબ લખવા વિદ્યાર્થીને કહી શકે. જવાબ ઉપરથી વિદ્યાર્થીએ મૂકવાચન કર્યું છે કે નહીં, તેનો અંશતઃ ખ્યાલ તો આવી શકે.

➡️ આમ આ બધી મુખવાચનની વાનગતિઓ ઓછી થતાં કારણ કે વાકગતિઓનું પ્રમાણ જેમ જેમ ઓછું તેમ મૂક વાચનની ગતિ વધુ હોય છે.

➡️ આથી મૂકવાચનમાં મૌખિક વાચન કરતાં શક્તિ પણ ઓછી વપરાય છે, કારણ કે મૌખિક વાચનમાં ઉચ્ચારણતંત્ર, ફેફસા, આંખ, મગજ આ બધાંનો સમન્વય સાધવાનો હોય છે, પરિણામે વાચક જલદી થાક અનુભવે છે, જ્યારે મૂકવાચનમાં ઉચ્ચારણતંત્ર ફેફસા વગેરે પરિશ્રમ કરવાનો હોતો નથી, તેથી વાચક જલદી થાક અનુભવતો નથી.


👉 મૂકવાચનના લાભઃ 

1. વાચન ઝડપ વધારી શકાય છે.

2. અર્થગ્રહણ ક્ષમતા વધે છે.

3. અર્થગ્રહણની માત્રા વિકસે છે.

4. સ્વઅભ્યાસ સ્વાધ્યાયની સફળતા મેળવી શકાય છે. 

5. શાળામાં જૂથમાં કે સમૂહમાં અભ્યાસ પ્રવૃત્તિ કરાવી શકાય છે.

6. વાચનમાં એકાગ્રતા અને પ્રવાહિતતા આવે છે. 

7. નવરાશના સમયનો યોગ્ય ઉપયોગ થઇ શકે છે. 

8. મૂકવાચન સમયનો યોગ્ય ઉપયોગ થઇ શકે છે. 

9. વ્યક્તિ સ્વતંત્ર વિચારસરણી વિકસાવી શકે છે. 

10.ઓછા શ્રમે વધુ લાભ થાય છે. 11.અધ્યયન અને અધ્યાપન અસરકારક બનાવી શકાય છે. 

12.નબળાં વાચક માટે પ્રેરણાદાયી છે.

13.નબળો વાચક પોતાની ગતિએ રીતે વાચન કરી શકે છે.

14.રોજિંદા જીવનમાં દુકાન, રેલ્વે સ્ટેશન, ઘર, શાળા રસ્તા પર ચાલતાં જાહેર સ્થળોએ સૂચના વાંચવા જેવી અનેક જગ્યાએ મૂકવાચન જ કરવામાં આવે છે. 


👉 મૂકવાચન વખતે મળતી ખામીઓઃ

1, શબ્દ નીચે આંગળી કે પેન્સિલ રાખી વાંચવું.

2. માથું હલાવીને વાંચવું.

3. ધીમા અવાજ સાથે વાંચન કરવું.

4. હોઠ ફફડાવીને વાચનકરવું.

5. વાચન કરતાં પુનઃ દૃષ્ટિ કરે છે.


👉 મૂકવાચન માટેની શાળાકીય પ્રવૃત્તિઓ

1. વાચન શિખરો યોજવી જોઈએ.

2. વાચનની ખામીઓ દૂર કરવા મહાવરો આપવો.

3. વાચનનું મૂલ્યાંકન કરી, ઉપચારાત્મક કાર્ય કરવું. 

4. મૂકવાચનનું નિદર્શન ગોઠવવું.

5. વાચન અર્થગ્રહણ કસોટી લેવા.

6. સ્વાધ્યાયલક્ષી અભિગમ સ્વીકારી, સંદર્ભ સાહિત્ય પૂરું પાડવું જોઈએ.

7. વિદ્યાર્થીઓની વય, કક્ષા, રુચિ અનુસાર વાચન સામગ્રી પુરી પાડવી. 

8. પુસ્તક પ્રદર્શન ગોઠવવું.

9. વર્ગમાં જ ટેબલ પર જોડણીકોશ હંમેશા માટે રાખવો જોઇએ, જેથી વિદ્યાર્થીને જ્યારે જરૂર પડે ત્યારે તેનો સરળતાથી ઉપયોગ કરી શકે.

10. શિક્ષક કોઈ વિષય વસ્તુ શીખવે તે પૂર્વે અને ત્યારબાદ જરૂરી મૂકવાચન કરાવીને પ્રશ્નો પૂછી કરેલા અર્થગ્રહણની ચકાસણી કરવી જોઇએ.

11. અઘરાં શબ્દોના અર્થ, કઠિન જોડણી ધરાવતાં શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો વગેરેના ચાર્ટ્સ વર્ગમાં ટીંગાળવા જોઇએ,

12. શિક્ષકે વિદ્યાર્થીઓને અવારનવાર મૂકવાચન કરવાની તક વર્ગમાં આપવી જોઇએ, ત્યારબાદ પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓએ કેટલું અર્થગ્રહણ કર્યું છે તે જાણવું જોઇએ


(3) વ્યક્તિગત વાચનઃ

➡️ વ્યકિતગત વાચન કરતી વખતે એક જ વિદ્યાર્થી વાંચે છે. વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત તફાવતો હોય છે. પ્રત્યેક વિદ્યાર્થીઓને પોતાની શકિત અનુસાર વાચનનો અનુભવ મળે તે માટે વિદ્યાર્થીઓને ભાષાના વિષયમાં વ્યક્તિગત વાચન કરાવવું જોઈએ. આ પ્રકારનું વાચન વિદ્યાર્થીની વ્યકિતગત જરૂરિયાત સંતોષે છે.

➡️ પ્રત્યેક વિદ્યાર્થીન વ્યક્તિગત વાંચવાની તક મળવી જોઇએ. વિદ્યાર્થી વ્યક્તિગત અવાજ કરે તેને વ્યકિતગત મુખવાયન કહેવામાં આવે છે. આ એક પ્રકારની મૌલિક અભિવ્યક્તિની તાલીમ છે. જ્યાં યોગ્ય રીતે ઉચ્ચાર કરી, શુદ્ધ સ્વરથી પ્રમાણસરના ચલાક, ઝડપ અને હાવભાવથી વિદ્યાર્થી વાંચે ત્યાં એની વાચન અંગેની ભૂલો ઓછી થાય છે, જેમ જેમ વાચનનો મહાવરો વધે છે તેમ તેમ સ્વાભાસ્વિક રીતે વ્યક્તિગત મુખવાચન સાથે સમાજ વિકસીત થાય છે. 


(4) સામૂહિક વાંચનઃ 

➡️ સમૂહમાં એક સાથે અનેક વિદ્યાર્થીઓ વાંચે તે સામૂહિક વાચન. આ પ્રકારના વાચનથી વિદ્યાર્થીઓને ઉચ્ચારણની સામૂહિક કવાયત મળે છે.

➡️ સામૂહિક વાચનથી વિદ્યાર્થીઓને સંકોચ દૂર થાય છે. બોલવાનો ખચકાટ શમી જાય છે. આત્મવિશ્વાસ વિશ્વાસ વધે છે. પ્રાથમિક કક્ષાએ સામૂહિક મુખવાચન ખૂબ મહત્વ ગણાવી શકાય. સામૂહિક વાચન વ્યક્તિગત વાચનમાં મદદરૂપ બને છે.


(5) સઘન વાચનઃ

➡️ પાઠર્યસામગ્રીના બધા વિભાગોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવું તે સઘન વાચન છે. ભાષા શીખવવાની હોય ત્યારે અનુવાદ, સંધિ, સમાસ, ધાતુનાં રૂપો, સમાનાર્થી શબ્દો, વિભક્તિનાં રૂપો, વ્યાકરણની પાઠગત સામગ્રી, શબ્દો અને રૂઢિ પ્રયોગો તથા વિશિષ્ટ ઉપયોગની સૂક્ષ્મ જાણકારી સાથેનું વાચન તે સઘન વાચન,

➡️ ઉપર છલ્લા વાચનમાં છીછરાપણું હોય છે, જ્યારે સઘન વાચનમાં ઊંડાણપૂર્વકનું વાચન થાય છે. આનો મૂળ આશય એકમના મુદ્દાની વિસ્તૃત અને ઉંડાણભરી માહિતી મેળવવાનો હોય છે.

➡️ પાઠ્યસામગ્રીનાં બધાં અંગો કે પરિણામોનું ઊંડાણપૂર્વકનું અધ્યયન કરવા માટે જે વાચના થાય છે તેને સઘન કહેવાય.

➡️ પાઠદ્યસામગ્રીનું સર્વાગી અધ્યયન એ સઘન વાચનનો મુખ્ય હેતુ છે. સઘન વાચન ભાષાનાં વિવિધ અંગોનો પૂર્ણ પરિચય કરાવે છે.


(6) દ્વત વાચનઃ 

➡️ જે વાચન અભ્યાસના સૂક્ષ્મ પાસાંઓને સમજવા માટે થાય તે સઘન વાચન પણ માત્રા સમજ અર્થગ્રહણ અને આસ્વાદના હેતુ માટે થાય છે, તે તૃત વાચન તરીકે ઓળખાય છે.

➡️ પાઠચસામગ્રીના અર્થગ્રહણ માટે થતું વાચન તે તૃત વાચન છે. અહીં અધ્યયનનું ઊંડાણ નહીં, પણ અધ્યયનનો વ્યાપ મહત્વનો છે. વિદ્યાર્થી શક્ય તેટલી ઝડપે બને તેટલી વધારે પાઠદ્યસામગ્રી વાંચીને તે સમજે એ વાત તૃત વાચનના કેન્દ્રમાં છે.

➡️ ગુજરાતી અને હિંદીના પાઠ્યપુસ્તકોમાં સ્વ-અધ્યયન નામનો વિભાગ છે, તે તૃત વાચન માટે હોય છે.

➡️ ગુજરાત રાજ્યમાં માધ્યમિક શાળાના સંસ્કૃતના અભ્યાસક્રમમાં અને તેના આધારે તૈયાર થયેલા સંસ્કૃતનાં પાઠ્યપુસ્તકોમાં ત વાચન માટે કોઇ વિભાગ નથી.

➡️ જો કે આદર્શ સ્થિતિમાં તૃત વાચન માટેની સામગ્રી સઘન વાચન માટેના નિયત પાઠ્યપુસ્તકથી ભિન્ન હોય છે, તેમ છતાં પ્રવર્તમાન પાઠયપુસ્તકોમાંથી કેટલાક ગદ્ય પદ્યકૃતિમાં વૃતવાચન જુદી તારવી શકાય.

➡️ સઘન વાચન ભાષાનાં બધાં અંગોને આવરી લે છે. જ્યારે શ્રત વાચનના બે જ મુખ્ય ઉદ્દેશ છે. (1) અર્થગ્રહણ (2) આસ્વાદ.

➡️ તૃત વાચનના પાઠો પાઠયપુસ્તકના વાચનનો વિભાગમાં મૂકવામાં આવે છે. આ પ્રકારની વાચન પદ્ધતિ ખૂબ ઉપયોગી છે, કારણ કે એમાં ઝડપથી અર્થગ્રહણ કરીને આગળ વધવાનું હોય છે,

➡️ આજીવન ઉપયોગી એવી આ પદ્ધતિ વિદ્યાર્થીને અધ્યયનનો વ્યાપ વધારવા માટે કામમાં આવે છે. જ્યારે સમય ઓછો હોય અને ખૂબ ઝડપથી પાઠકમના મુદ્દાઓને આવરી લેવાના હોય ત્યારે હૃત વાચન ખૂબ ઉપયોગી બને છે.



 


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏