ક્રિયાત્મક સંશોધન સામજિક વિજ્ઞાન
કૉલેજ નું નામ :
વર્ષ :
સમસ્યા :" વિઘાર્થીઓ ભૌગોલિક પરિસ્થિતીનોપરિચય કે સ્થળભાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે"
પધ્ધતિ: સામાજિક વિજ્ઞાન / ગુજરાતી
શાળાનું નામ :
માર્ગદર્શક સંશોધક
(નામ) (નામ)
ઋણ સ્વીકાર :
આ સંશોધન એ સહિયારા સર્જનનો નેહભર્યો સરવાળો છે. શિક્ષણક્ષેત્રે અનેક સંશોધન થઈ રહયા છે. પ્રસ્તુત સંશોધન પણ આવા સંશોધનોની હારમાળાની એક કડી રૂપ જ ગણાય.
ક્રિયાત્મક સંશોધનની કેડીના શિખર સર કરવા આરંભથી અંત સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રેરણા અને પ્રોત્સાહન આપી યોગ્ય માર્ગદર્શન અને દિશા આપનાર મારા માર્ગદર્શક શ્રી દીપકભાઈ ચૌહાણનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. તેમના માર્ગદર્શન થકી જ આ સંશોધન કાર્ય હું સરળતાથી પૂર્ણ કરી શકયો છું.
સાથો સાથ મારા આ ક્રિયાત્મક સંશોધનના સમસ્યા ક્ષેત્ર તરીકે મે જે શાળામાંથી માહિતી મેળવી તે શાળા શ્રીમતી એમ.એમ.ડી શાહ વિદ્યાલયના આચાર્ય શ્રી રામદેવસિંહ તેમજ ધોરણ.૮ના વર્ગ શિક્ષક શ્રી તથા શાળાના શિક્ષક ગણ વગેરે મને માહિતી આપવામાં મદદરૂપ થયા છે તે માટે હું તેમનો ઋણી છું જેમના સહકાર વગર આ સંશોધન શકય જ ન બને તેવા ધોરણ.૮ ના વિદ્યાર્થીઓના સહકાર વગર આ સંશોધન શક્ય જ ન બને તેવા ધોરણ.૮ના વિદ્યાર્થીઓના સહકાર બદલ તેમનો આભાર વ્યકત કરૂ છું તથા એવા દરેક વ્યકિતનો હું આભારી છું કે જેમણે મને મારા આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ નીવડયા છે.
આભાર સહ.....
સંશોધક
પોતાનું નામ
પોતાની કોલેજનું નામ
અનુક્રમણિકા
ક્રમ. વિગત
૧. પ્રસ્તાવના
ર. ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા
3. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો
૪. ક્રિયાત્મક સંશોધનનું મહત્વ
૫.ક્રિયાત્મક સંશોધનની મર્યાદા
૬. ક્રિયાત્મક સોશધનના સોપાનો
૭. સમસ્યા
૮. સમસ્યા ક્ષેત્ર
૯.. પાયાની જરૂરી માહિતી
૧૦. સમસ્યાના સંભવિત કારણો
૧૧. ઉત્કલ્પનાઓ
૧૨. પ્રયોગ કાર્યની રૂપરેખા
૧૩. મૂલ્યાંકન
૧૪. તારણ અને પરિણામ
૧૫. અનુકાર્ય
૧૬. ઉપસંહાર
૧૭. સંદર્ભ સૂચિ
૧૮. પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓના નામ
ર૯. મારા અનુભવો
૨૦.મેં અનુભવેલી અન્ય સમસ્યાઓ
(૧) પ્રસ્તાવના :
પોતાના કાર્યના વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે અને પોતાના કાર્યને સુધારવા વ્યકિત કે જુથ પોતાના કાર્યનો પધ્ધતીસરનો અભ્યાસ કરે તેને ક્રિયાત્મક સંશોધન કહી શકાય. સૌ પ્રથમ આનો ખ્યાલ ઈ.સ. ૧૯૫૭ માં સ્ટીફન કોરેએ આપ્યો.
આનો એક અર્થ એવો થયો કે સંશોધન એ કોઈ વિશિષ્ટ વ્યકિતનો જ ઈજારો નથી. શિક્ષક પણ સંશોધન કરી શકે અને કરવુ જોઈએ. ઉપનિષદમાં શિક્ષકને સર્જક અને શોધક કહયો છે. આ દ્રષ્ટિએ વિચારતા શિક્ષણકાર્ય કરતા કરતા ઉદ્ભવની સમસ્યાઓને શિક્ષક સંશોધન બનીને ઉકેલવાનો અને એ રીતે પોતાનાં શિક્ષણકાર્યને વધુ પરિષ્કૃત કાર્યક્ષમ અને સંગીન બનાવવાનો પોતાનો વ્યવસાયી ધર્મ બજાવે છે.
આમ ક્રિયાત્મક સંશોધન એ શિક્ષક દ્વારા અને શિક્ષકને નડતી સમસ્યાઓના નિકાલ માટે જરૂરી છે.
(૨) ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યાઓ
સંશોધનનો અર્થ :
કોઈપણ ક્ષેત્રે ઉભી થયેલી વિવિધ સમસ્યાઓની તલસ્પર્શી સમજ કેળવી તેના ઉપાયો વિશે વિચારી શકાય એવી પ્રયુકિત એટલે સંશોધન
ક્રિયાત્મક સંશોધનનો અર્થ :
ક્રિયાત્મક સંશોધન એટલે વર્ગખંડમાં શિક્ષકને નડતી સમસ્યાઓના ઉકેલ માટે શિક્ષક દવારા હાથ ધરવામાં આવતુ નાનાપાયા પરનું સંશોધન
વ્યાખ્યાઓઃ
- ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. - ડો. ગુણવંત શાહ
- ક્રિયાત્મક સંશોધન એ સમસ્યાના વૈજ્ઞાનિક રીતે અભ્યાસની પધ્ધતિ છે. જેના દવારા શિક્ષક તેમના વ્યવહારની સુધારણા કરવાનો નિર્ણય કરે છે. - સ્ટીફન કોરે
- સામાન્ય શિક્ષક કે સંચાલક પોતાને નડતી સમસ્યાઓ વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા પ્રયાસ કરે અને પોતાના સંચાલન કે વર્ગ, વ્યવહાર સુધાણામાં તેના તારણો કામે લગાડે તેને ક્રિયાત્મક સંશોધન કહે છે. - ડો. મોતીભાઈ પટેલ
- ક્રિયાત્મક સંશોધન અંર્તગત સંશોધનકર્તા પોતાની સમસ્યાઓનું વૈજ્ઞાનિક ઢબે એટલા માટે સંશોધન કરે છે જેથી તેણે વિચારેલા કાર્યો અને નિર્ણયોમાં માર્ગદર્શન મેળવી શકે કે સુધારણા હાથ ધરી શકે અને સફળતા કે નિષ્ફળતાનું મુલ્યાંકન કરી શકે.
(૩) ક્રિયાત્મક સંશોધનના લક્ષણો :
ઉપરોકત વ્યાખ્યાઓને આધારે ક્રિયાત્મક સંશોધનના લક્ષણો આ પ્રમાણે તારવી શકાય.
- "ક્રિયાત્મક સંશોધન" શાળા કે વર્ગની સમસ્યાના તાત્કાલીક ઉકેલ માટે હોય છે.
- ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે.
- ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યાનું સ્વરૂપ સાદુ હોય છે. અને તેનું ક્ષેત્ર મર્યાદીત હોય છે.
- "ક્રિયાત્મક સંશોધન" ઉપચારાત્મક કાર્યના ભાગ સ્વરૂપે હાથ ધરાત વ્યકિતગત સંશોધન છે.
- "ક્રિયાત્મક સંશોધન" માં અન્ય શિક્ષકો અને આચાર્યની સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે.
- "ક્રિયાત્મક સંશોધનો" ભવિષ્યના વિશાળ સંશોધનો માટે ઉત્કલ્પના પુરી પાડે છે.
આમ નાણા, સમય અને શકિતની દ્રષ્ટીએ ઓછુ ખર્ચાળ છે.
(૪) ક્રિયાત્મક સંશોધન નું મહત્વ
શિક્ષક પોતાના અધ્યાપનને લગતી કે વિધાર્થીઓના અધ્યયનને લગતી કે વિધાર્થીઓના વર્તનને લગતી સમસ્યા અંગે પોતે જ નાના પાયા પરનું સંશોધન કરી સમસ્યાનો ઉકેલ શોધે છે. આ પ્રકારના સંશોધનનું મહત્વ નીચે મુજબ છે.
- વર્ગખંડમાં અને શાળામાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી શકાય છે.
- શાળાના જડ પ્રણાલીગત અને યાંત્રિક વાતાવરણમાં બદલાવ આવે છે. શાળામાં નવવિચાર અને પરિવર્તન શકય બને છે. પરિણામે શાળાના વાતાવરણને નવજીવન અને ગતિશીલતા પ્રાપ્ત થાય છે.
- સંશોધનનું સ્વરૂપ વ્યવહારીક અને વાસ્તવીક હોવાથી શિક્ષણની સુધારણામાં નકકર ફાળો આપે છે. અને સંશોધનનું મુલ્યાકંન પણ થઈ શકે છે.
- શિક્ષકોની સર્જનતામાં વધારો થાય છે. તેઓને વર્ગખંડની અને શાળાની રોજીંદા કાર્યોને લગતી સમસ્યાઓ ઉકેલવાની સુઝ પ્રાપ્ત થાય છે.
આમ ક્રિયાત્મક સંશોધન દવાર શિક્ષણને ગુણવતાયુકત બનાવી શકાય છે.
(૫) ક્રિયાત્મક સંશોધનની મર્યાદાઓ
➡️ ક્રિયાત્મક સંશોધનના ઉપયોગની સાથે થોડી મર્યાદાઓ પણ છે જે નીચે મુજબ છે.
- આ પ્રકારના સંશોધનોથી સ્થાનીક સમસ્યા ઉકેલી શકાય છે. પરંતુ તેના પરિણામોનું સામાન્યકરણ મોટા વ્યાપ વિશ્વને લાગુ પાડી શકાતું નથી.
- આવા સંશોધનો મર્યાદીત ગુણવતાવાળા હોય છે.
- સામાન્ય શિક્ષક પાસે આવા સંશોધનો હાથ ધરવાની સુઝનો અભાવ હોય છે તેથી તેઓ સંશોધન પ્રત્યે ઉદાસીનતા દાખવે છે.
- આ પ્રકારના સંશોધનો સમસ્યા ઉકેલની પ્રાથમીક તપાસ માટે હોય છે.
- આ સંશોધનો દવારા એક શિક્ષક મળેલ સમસ્યાનો ઉકેલ અન્ય શિક્ષક માટે ઉપયોગી થાય જ તેવુ ન પણ બને.
- દરેક કાર્યને પોતાની મર્યાદા હોય છે. તે મર્યાદાને સ્વીકારી તેમાથી મેળવી શકાતી સારી બાબતોને મેળવવા આપણે મથવું જોઈએ ક્રિયાત્મક સંશોધન થતી કદાચ સમસ્યામાં સુધારો ન થાય પણ તેમ કરવાથી આપણામાં ચોકકસ સુધારો થશે.
(૬) ક્રિયાત્મક સંશોધનના સોપાનો
➡️ ક્રિયાત્મક સંશોધન એ સતત ચાલતી સ્થિતિસ્થાપક પ્રક્રિયા છે. તેમાં સમસ્યાને ઉકેલવા માટે આઠ પ્રકારના સોપાનો નો ઉપયોગ થાય છે. જે નીચે મુજબ છે.
- સમસ્યા (Problem)
- સમસ્યા ક્ષેત્ર (Problem Area)
- સમસ્યાના સંભવિત કારણો (Problem Causes)
- પાયાની જરૂરી માહિતી (Baseline Data)
- ઉસ્કલપાનાઓ (Hypothesis)
- પ્રયોગકાર્યની રૂપરેખા (Action Plan)
- મૂલ્યાંકન (Evaluation)
- તારણ, પરિણામ, અનુકાર્ય (Conclusion, Result, & Follow)
(૭) સમસ્યા:
➡️ " શ્રીમતી એમ.એમ.ડી.શાહ વિદ્યાલયના રાજસીતાપુરનાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ ભૌગોલિક પરિસ્થિતીનો પરિચય કે સ્થળભાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે.
(૮) સમસ્યાનું ક્ષેત્રઃ
➡️ આ અભ્યાસ શ્રીમતી એમ.એમ.ડી.શાહ વિદ્યાલય, રાજસીતાપુર, તા.ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગરના ધો.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભૌગોલિક પરિસ્થિતિનો પરિચય કે સ્થળભાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે. તે અંગે હાથ ધરેલ છે.
(૯) પાયાની જરૂરી માહિતી :
➡️ મને ઈન્ટર્નશીપ દરમ્યાન શ્રીમતી એમ.એમ.ડી.શાહ વિદ્યાલય જસીતાપુર, તા.ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગરના ધો.૮માં સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ કાર્ય કરવાની તક મળી. તે દરમ્યાન મારે ભારતના વિવિધ પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિનો કે સ્થળભાનનો અભ્યાસ કરાવવાનો હતો તે કાર્ય કરતી વખતે મને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને ભૌગોલિક પરિસ્થિતીનો પરિચય નથી કે પરિચય કરાવવામાં મુશ્કેલી અનુભવે છે નકશામાં સ્થળભાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે.
➡️ વિદ્યાર્થીઓને ભૌગોલિક પરિસ્થિતિ અંગેના કેટલાક પ્રશ્નો પુછવામાં આવ્યા તથા સ્થળભાન અંગે તેમના પર નિરીક્ષણ કરતા મને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને ભૌગોલિક પરિસ્થિતિના પરિચય કે સ્થળભાન કરાવવાનાં મુશ્કેલી અનુભવે છે તેવા પ્રશ્નોના જવાબમાં મળતા કારણો અને અન્યથી પણ મને આ કાર્ય અંગેની ઘણી પાયાની માહિતી પ્રાપ્ત થઈ શકી.
(૧૦) સમસ્યાના સંભવિત કારણો :
➡️ સમસ્યાને સંબધિત નીચેના વિધાનો દવારા સંશોધકે સમસ્યાને વધુ વિસ્તૃતતાથી ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.
(૧૧) ઉત્કલ્પનાઓ
- જો વિદ્યાર્થીઓને ભુગોળના અભ્યાસ દરમ્યાન વધુમાં વધુ શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરવામાં આવે તો તેમની ઉદાસીનતા દુર કરી શકાય.
- ભુગોળ શિક્ષણમાં નકશા દર્શાવતા પાઠ (પ્રકરણ)નો અભ્યાસ જરૂરી ઉદાહરણો કે શૈક્ષણિક સાધન સામગ્રી સાથે અભ્યાસ કરવામાં આવે તો તેમનો તે પ્રકરણમાં રસ ઉત્પન્ન કરી શકાય.
- વિદ્યાર્થીઓને નકશાપુર્તી સમયે નકશામાં દર્શાવવામાં આવેલી સંજ્ઞાઓનો ઉંડાણ પૂર્વકની માહિતી આપવામાં આવે તો તેમની અજ્ઞાનતા દુર કરી શકાય.
- વિદ્યાર્થીઓને નકશામાં દર્શાવવામાં આવેલા અક્ષાંશ અને રેખાંશવૃત વિશે વિગતે માહિતી આપવામાં આવે તો તેમને ઉડાણપુર્વક સમજ આપી શકાય.
- વિદ્યાર્થીઓ જુદા-જુદા પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી ઉડાણપુર્વક આપવામાં આવે તો તેમને ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત કરી શકાય.
- જે તે પ્રદેશમાં બનેલી ભૌગોલિક ઘટનાને અભ્યાસક્રમ આવતા મુદ્દાની સાથે સાંકળી અભ્યાસ કરાવવામાં આવે તો તેમને ઉડાણપુર્વકની માહિતી આપી શકાય.
- વિદ્યાર્થીઓને નકશાપુર્તીનું મહત્વ સમજાવવામાં આવે તેમજ તેની ઉપયોગીતા વિશે માહિતી આપવામાં આવે તો તેનું મહત્વ સમજી શકે.
(૧૨) પ્રયોગકાર્યની રૂપરેખા
➡️ સંશોધકે પોતાને નડતી સમસ્યાને હલ કરવા નીચે મુજબ પંદર દિવસના કાર્યનું સુધારકાર્ય આયોજન કર્યુ હતું.
(૧૩) મુલ્યાંકન
- વિદ્યાર્થીઓ ભુગોળના અભ્યાસમાં શૈક્ષણિક સાધનોના ઉપયોગનાં કારણે ઉત્સાહ પ્રોત્સાહિત થયા અને ઉદાસીનતા દુર થઈ.
- જે તે પ્રદેશની ભૌગોલિક ઘટનાને અભ્યાસક્રમ સાથે સાંકળવાથી વિદ્યાર્થીઓની સરળતાથી સમજી શકયા.
- વિદ્યાર્થીઓ ભૌગોલિક પરિસ્થિતિનો ઉંડાણ પૂર્વક માહિતી આપવાથી ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત થયા.
- વિદ્યાર્થીઓ નકશાપુર્તીનું મહત્વ અને તેની ઉપયોગીતા સમજતા જણાયા.
- ભુગોળ શિક્ષણમાં નકશા દર્શાવવામાં આવેલા પ્રકરણોમાં અભ્યાસમાં રસ જાગૃત થતો જણાયો.
- વિદ્યાર્થીઓ નકશામાં ભૌગોલીક પરિસ્થિતિ કે સ્થળભાન કરાવતા થયા.
- વિદ્યાર્થીઓ નકશામાં દર્શાવવામાં આવેલા અક્ષાંશવૃત રેખાંશવૃત થી માહિતગાર થયા.
- વિદ્યાર્થીઓ નકશામાં દર્શાવવામાં આવેલી સંજ્ઞાથી માહિતગાર થયા અને નકશાપુર્તી કાર્યમાં દર્શાવતા થયા.
(૧૪) તારણ અને પરિણામ
- કુલ વિદ્યાર્થીઓમાંથી ૯૦% વિદ્યાર્થીઓ ઉદાસીન રહયા.
- જે તે પ્રદેશની ભૌગોલિક ઘટનાને સાંકળવાથી ૮૦% વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકયા જયારે ૩% વિદ્યાર્થીઓ નિરસ જણાયા.
- ભૌગોલિક પરિસ્થિતિનો પરિચય ૯૦% વિદ્યાર્થીઓ મેળવી શકયા.
- ૮૦% વિદ્યાર્થીઓ નકશાપુર્તિનું મહત્વ સમજી શકયા.
- ભુગોળ શિક્ષણમાં નકશા દર્શાવવામાં આવેલા પ્રકરણમાં ૮૫% વિદ્યાર્થીઓ નિરસ રહયા.
- વિદ્યાર્થીઓમાં નકશામાં દર્શાવવામાં આવેલી અક્ષાંશવૃત અને રેખાંશવૃત થી ૯૦% વિદ્યાર્થીઓ માહિતગાર થયા.
- વિદ્યાર્થીઓમાંથી ૭૫% વિદ્યાર્થીઓ ભૌગોલિક પરિસ્થિતિ કે સ્થળ ભાન કરાવતા થયા.
- વિદ્યાર્થીઓમાંથી નકશામાં દર્શાવવામાં આવેલી સંજ્ઞાથી ૭૫% માહિતગાર થયા ૧૦% વિદ્યાર્થીને મુશ્કેલી અનુભવી.
(૧૫) અનુકાર્ય
- ભુગોળ શિક્ષક વિદ્યાર્થીઓને ભુગોળ શિક્ષણ વધુમાં વધુ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી આપશે.
- શિક્ષક જે તે પ્રદેશમાં બનતી ભૌગોલીક ઘટનાને સાંકળીને શિક્ષણ આપશે.
- શિક્ષક વિદ્યાર્થીને નકશાપુર્તીનું કાર્ય આપશે.
- વર્ગના વિદ્યાર્થીઓએ નકશા દર્શાવતી નદીઓ જાણીતા સ્થળોના નકશાના ચાર્ટ બનાવી વર્ગમાં ખાતરી આપી.
- શિક્ષક હવે પછી શક્ય ત્યાં સુધી નકશાનો ઉપયોગ કરી ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ આપશે.
- વર્ષ દરમ્યાન થતા પ્રવાસમાં ભુગોળ શિક્ષણને સાંકળીને પ્રવાસનું આયોજન કરશે.
(૧૬) ઉપસંહાર
પ્રસ્તુત સંશોધન કાર્યમાં શ્રીમતી એમ.એમ.ડી.શાહ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ધો.૮ના વિદ્યાર્થીઓ ભૌગોલિક પરિસ્થિતીનો પરિચય કે સ્થળભાન કરાવવામાં પડતી મુશ્કેલી પડતી હોવાના કારણે હાથ ધરાયેલો હતો. વિસ્તૃત રીતે અવલોકન પૃથ્થકરણ અને અર્થઘટન કરવાથી તેનાં ચોક્કસ પરિણામ મળ્યા અને તેમની ભૌગોલીક પરિસ્થિતીનો પરિચય કે સ્થળભાન કરવામાં પડતી મુશ્કેલી દુર થઈ આ અભ્યાસ વર્ગ શિક્ષકને તેમજ શાળાને તેમનું શિક્ષણકાર્ય સુધારવામાં મદદરૂપ થશે.
આ સંશોધન દ્વારા શાળાને નડતી અન્ય મુશ્કેલીઓના નિવારણ માટે સંશોધન કરવામાં યોગ્ય દિશા પ્રાપ્ત થશે. આ જ સમસ્યાને વિસ્તૃત રીત જોઈ વર્ગને બદલે શાળા કક્ષાએ કાર્ય હાથ ધરી ભુગોળ શિક્ષણ અંગે વિદ્યાર્થીઓમાં સભાનતા લાવી શકાશે. આ સંશોધન અન્ય કોઈ સુધારાત્મક બાબતમાં કામે લાગશે તો હું મારી મહેનત ને સાર્થક ગણીશ.
(૧૭) સંદર્ભસૂચિ
➡️ ડૉ.દિપીકા શાહ, શૈક્ષણિક પ્રધ્યોગિકી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદ
➡️ ડૉ.મોતીભાઈ પટેલ તથા અન્ય. શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજો' બી એસ શાહ પ્રકાશન, અમદાવાદ
➡️અધ્યયન અધ્યાપન, અભ્યસ લેખ, જુન-૨૦૦૬
➡️ ક્રિયાત્મક સંશોધન, નીરવ પ્રકાશન, પ્રો.ઉપેન્દ્રભાઈ પાઠક, પ્રો.એ.જે.પટેલ, ડૉ.મિલન શાહ.
(૧૮) પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓના નામ
૧. Xyz
૨. "
૩. "
૪. "
૫. "
(1૯) મારો અનુભવ
ક્રિયાત્મક સંશોધન પ્રોજેકટમાં મને શિક્ષણ સુધારણાનાં કાર્યમાં હું પણ મારી ક્ષમતા પ્રમાણે ફાળો આપી શકુ એવું ભાન થયું છે. વિદ્યાર્થીઓ સાથે વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ કાર્ય કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનું આનંદાધીન અનુભવ થયો.
બધાજ શિક્ષકોએ આવું નાનું છતાં ભગીરથ કાર્ય કરી પોતાનો ફાળો આપવો જોઈએ. એવું મારૂ માનવું છે. ક્રિયાત્મક સંશોધનના આ કાર્યમાં વિદ્યાર્થીઓ સાથે આત્મિય સંબંધો વિકસ્યા. ભવિષ્યમાં કયારેક સંશોધન કરવાનું થશે ત્યારે મારૂ આ પ્રથમ સંશોધન કાર્ય મારા માટે પ્રેરકબળ બની રહેશે. આ સંશોધન કાર્ય દરમ્યાન મારે વિદ્યાર્થીઓ, શિક્ષક તથા આચાર્ય સાથે મુલાકાત થતા જ્ઞાન અને સંબંધોમાં વધારો થયો. આવા સંશોધન કાર્યો હાથ ધરવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સંબંધનો માળો રચાય છે. જેને કારણે શિક્ષણકાર્ય જીવંત બને છે. આમ સંશોધન કાર્ય હાથ ધરવાથી મને જે અનુભવો પ્રાપ્ત થયા તે ખરેખર મારા જીવનમાં મીઠા ઝરણાંરૂપી અંકિત થઈ સતત પ્રેરણા અને જોશ પુરા પાડતા રહેશે.
(૨૦) મેં અનુભવેલી અન્ય સમસ્યાઓ
આ સંશોધન કાર્ય દરમ્યાન મારા ધ્યાનમાં આવેલી અન્ય સમસ્યાઓ નીચે દર્શાવેલ છે. જે સમસ્યાને હલ કરવામાં મારા પછીના તાલીમાર્થીઓ પ્રયત્ન કરશે તો મારી વિચારણા લેખે લાગશે.
➡️ વિદ્યાર્થીઓમાં પાઠ વાંચન વખતે કે મૌખિક અભિવ્યકિત વખતે પ્રાદેશિકતા આવે છે.
➡️ વિદ્યાર્થીઓ ઈતિહાસ શિક્ષણમાં સમયરેખા દોરવામાં મુશ્કેલી અનુભવે છે.
➡️ વિદ્યાર્થીઓ કોઈપણ બાબતમાં મૌખિક અભિવ્યકિત કરવામાં સંકોચ અનુભવે છે. શરમ અનુભવે છે.
➡️ વિદ્યાર્થીઓ તાલીમાર્થી દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય કાર્ય કરવામાં રસ લેતા નથી.



