Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ક્રિયાત્મક સંશોધન - 3 English // Action Research - 3 English

  

   ક્રિયાત્મક સંશોધન - 3 English

ક્રિયાત્મક સંશોધન - 3 // Action Research - 3


કોલેજનું નામ :

વર્ષ :

સમસ્યા :  ધોરણ- 9TH B માં વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં પોતાનો પરિચય, મહાત્વાકાંક્ષા કહી શકતા નથી.

તાલીમાર્થીનું નામ :

રોલ નું :- 

પધ્ધતિ:  અંગ્રેજી


             માર્ગદર્શક                             સંશોધક

               (નામ)                                  (નામ) 


ઋણ સ્વીકાર


     આ સંશોધન એ સહિયારા સર્જનનો નેહભર્યો સરવાળો છે. શિક્ષણક્ષેત્રે અનેક સંશોધનો થઈ રહ્યા છે પણ મારે આ પ્રસ્તુત સંશોધન આવા સંશોધનોની હારમાળા કરતાં કઈક વિશેષ બને તેવા પ્રયત્નો મે કર્યા છે.


     ક્રિયાત્મક સંશોધન રૂપી સુંદર, રમણિય પર્વતનું શીખર સર કરવા આરંભથી અંત સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રેરણા અને પ્રોત્સાહન આપી યોગ્ય માર્ગદર્શન સાથે સચોટ દિશા દેખાડનાર મારા માર્ગદર્શક શ્રીમતી ગોપીબેન શાહનોતથા અન્ય પ્રાધ્યાપકોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમના માર્ગદર્શન થકી જ હું આ સંશોધન કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકી છું. તેમજ મારા અન્ય અધ્યાપકોનો પણ હું આભાર માનવો નહિં ભુલું.


       સાથો સાથ મારા આ ક્રિયાત્મક સંશોધનના સમસ્યાક્ષેત્ર તરીકે જે શાળામાં સમસ્યા સુધારનો પ્રયત્ન કરી શકી તે શાળાનાં આચાર્યા શ્રીમતી અલ્પાબેન તેમજ ધોરણ ૯ નાં વર્ગશિક્ષક શ્રી તથા શાળાના શિક્ષકગણે મને જે સંશોધનમાં મદદ કરી તે માટે તે સર્વની હું ઋણી છું.


     જેમના સહકાર વગર આ સંશોધન કાર્ય શકય જ ન બને તેવા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓના સહકાર બદલ હું તેમનો આભાર વ્યકત કરું છું. તથા દરેક એવા વ્યકિતની આભારી છું જે મને મારા આ કાયમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મદદરૂપ નીવા હોય. આભાર સહ...

                                                                                                      સંશોધક   

                                                                                                    પોતાનું નામ                                    

                                                                                               પોતાની કોલેજનું નામ


ક્રિયાત્મક સંશોધન ગુજરતી

અનુક્રમણિકા

ક્રમ. વિગત 

૧. પ્રસ્તાવના 

ર. ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા  

3. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો 

૪. ક્રિયાત્મક સંશોધનનું મહત્વ 

૫.ક્રિયાત્મક સંશોધનની મર્યાદા

૬. ક્રિયાત્મક સોશધનના સોપાનો 

૭. સમસ્યા 

૮. સમસ્યા ક્ષેત્ર  

૯.. પાયાની જરૂરી માહિતી 

૧૦. સમસ્યાના સંભવિત કારણો 

૧૧. ઉત્કલ્પનાઓ 

૧૨. પ્રયોગ કાર્યની રૂપરેખા 

૧૩. મૂલ્યાંકન 

૧૪. તારણ અને પરિણામ

૧૫. અનુકાર્ય 

૧૬. ઉપસંહાર 

૧૭. સંદર્ભ સૂચિ 

૧૮. પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓના નામ

ર૯. મારા અનુભવો 

૨૦.મેં અનુભવેલી અન્ય સમસ્યાઓ 


(૧) પ્રસ્તાવના


       શિક્ષણએ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ સાચી શિક્ષા પોતાના કર્તવ્યબોધ અને જીવન જીવવાની કલામાં છે.

                                                                                                                            – ગાંધીજી


        ખરેખર, ગાંધીજીએ કહેલી આ વાત સોના જેવી સાચી છે. આજના યુગમાં શિક્ષણ જગતમાં જેઓ માત્ર અક્ષરજ્ઞાન પર ભાર મુકે છે તેઓ મારી દ્રષ્ટીએ ખરેખર મૂર્ખ છે. એક શિક્ષક તરીકે આપણે સૌ જો બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન ન કરી શકીએ તો તે એક મોટી નિષ્ફળતા જ હશે. આ માટે સૌથી સરળ ઉપાય બાળકોને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં ભાગ લેતો કરવાનો છે.

        શિક્ષક પોતાના વર્ગખંડના શિક્ષણકાર્યમાં અને શાળાની વિવિધ પ્રવૃતિઓમાં કેટલીક સમસ્યાઓ અનુભવે છે. આ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી ઉકેલ મેળવવાનો માર્ગ એ ક્રિયાત્મક સંશોધન વડે પ્રાપ્ત થાય છે.

        સંશોધન શબ્દ કંઈક નવું વિચારવાનું સૂચન કરે છે. Action Research શબ્દનો સૌ પ્રથમ ખ્યાલ ડો.સ્ટીફન કોરે એ ઈ.સ.૧૯૫૭ માં આપ્યો હતો. વળી “ Teacher as a researcher નો ખ્યાલ બ્રિટનના લોરેન્સ સ્ટેન્ડ હાઉસે પૂરો પાડયો. છેલ્લા બે દાયકાથી સમગ્ર વિશ્વમાં ક્રિયાત્મક સંશોધનનો વિચાર પ્રસાર થઈ રહયો છે. જૂની માન્યતા એવી છે કે સંશોધનો માત્ર યુનિવર્સિટીઓ કે પ્રોફેસરો દ્વારા જ થાય પરંતુ હવે તેમાં પરિવર્તન કરવું જ પડશે. કોઈપણ સજાગ શિક્ષક નાનકડું સંશોધન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. પ્રસ્તુત સંશોધનમાં બાળકોની સાંસ્કૃતિક પ્રવૃતિઓ અંગેની નિરસતા દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.


        જો બાળકો શાળાની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં ભાગ જ ન લે તો તેના જીવનમાં તેઓ ઘણી શકિતઓથી અજાણ રહી જશે. બાળક શાળાની આવી પ્રવૃતિઓમાં ભાગ લેતો થાય તે અત્યંત જરૂરી છે.

(૨) ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા

      ઈ.સ. ૧૯૩૯માં બીજા વિશ્વયુધ્ધ સમયે કોલિયર સૌપ્રથમ ક્રિયાત્મક સંશોધન શબ્દનો પ્રયોગ કરતા કહ્યું કે, " જયાં સુધી જે કાર્ય સાથે સંબંધિત વ્યકિતએ કાર્યની સુધારણા માટેના ઉપાયો નહીં વિચારે ત્યાં સુધી એ કાર્યમાં સુધારો લાવવો એ માત્ર કલ્પના છે.


      ઈ.સ. ૧૯૫૩માં ક્રિયાત્મક સંશોધન માટેનો વિચાર શિક્ષણ સુધારણા માટે મુકયો અને તે દુનિયામાં બધા જ દેશોમાં વહેતો થયો. - સ્ટફીન કોરે:


     ક્રિયાત્મક સંશોધન એક એવી પ્રક્રિયા છે. જેની અંતર્ગત કોઈપણ સંશોધન કરતાં પોતાની સમસ્યાનું વૈજ્ઞાનિક

ઢબે એટલા માટે અધ્યયન કરે છે કે જેથી પોતે વિચારેલા કાર્યો અને નિર્ણયોમાં માર્ગદર્શન મેળવી શકે, સુધારણા હાથ

ધરી શકે, અને મૂલ્યાંકન પણ કરી શકે. - ડો. ગુણવંત શાહ


     " ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. – નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ બેઝિક એજયુકેશન:


        ક્રિયાત્મક સંશોધન વ્યક્તિ પોતાના ઉદ્દેશો અસરકારક રીતે સિધ્ધ કરવા માટે તેમજ પોતાના અધ્યાપનમાં

અને વ્યવહારમાં સુધારણા લાવવા માટે હાથ ધરે છે. 


(૩) ક્રિયાત્મક સંશોધનના લક્ષણો

  • સંશોધનને શિક્ષણના રોજબરોજના કાર્યમાં ઉદભવતી સમસ્યાઓ સાથે સંબંધ છે.

  • ક્રિયાત્મક સંશોધનમાં શિક્ષકને રોજબરોજના શિક્ષણ કાર્યમાં અવરોધરૂપ બનતી – નડતી સમસ્યાઓ અંગે વૈજ્ઞાનિક ઢબે વિચારણા કરવામાં આવે છે.

  • ક્રિયાત્મક સંશોધન વ્યકિતગત રીતે કે જુથમાં હાથ ધરી શકાય છે. ક્રિયાત્મક સંશોધન શિક્ષક માટે ઘણું જ ઉપયોગી છે. શિક્ષકને પોતાની કાર્યપધ્ધતિ પોતાનાં

  • નિર્ણયો, ધારણાઓ, માન્યતાઓ અને અભિગમ બદલવા માટે માર્ગદર્શક બને છે

  • ક્રિયાત્મક સંશોધન વિવિધ શૈક્ષણિક સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સહાયરૂપ થાય છે.

  • ક્રિયાત્મક સંશોધનને પરિણામે શિક્ષક પોતાના શિક્ષણકાર્યમાં ગુણાત્મક સુધારણા લાવી શકે છે.

(૪) કિયાત્મક સંશોધનનું મહત્વ


        ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકોનું શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્રારા થતું વ્યાવહારિક પ્રકારનું સંશોધન છે. શિક્ષક પોતાના અધ્યાપનને લગતી કે વિદ્યાર્થીઓના અધ્યયનને લગતી કે વિદ્યાર્થીઓના વર્તનને લગતી સમસ્યા અંગે પોતે જ નાના પાયા પરનું સંશોધન કરી સમસ્યાઓનો ઉકેલ શોધે છે. આ પ્રકારના સંશોધનનું નીચે જેવું મહત્વ છે. તેના મહત્વના મુદ્દાઓ જ તેની અગત્યનો ખ્યાલ આપે છે.

  • શાળા કે વર્ગખંડની રોજબરોજની સમસ્યાઓમાં તાત્કાલીક અને યોગ્ય ઉકેલ લાવા માટે ઉપયોગી છે.

  • શિક્ષકોને સંશોધક બનવાની તક આપવા માટે ઉપયોગી છે.

  • શિક્ષક અને આચાર્યમાં કેટલાક ગુણોનો વિકાસ કરવા માટે ઉપયોગી બને છે.

  • ક્રિયાત્મક સંશોધનનાં તારણોને આધારે મોટા સંશોધનનો હાથ ધરી શકાય છે.

  • ક્રિયાત્મક સંશોધન શાળામાં વર્તન – પરિવર્તન, નવવિચાર અને નવીન પ્રયોગો કરવા માટે ઉપયોગી છે.

  • ક્રિયાત્મક સંશોધન વ્યવહારિક હોવાથી તેનું મૂલ્યાંકન શકય બને છે. તેથી અનુકાર્ય કરવા માટે ઉપયોગી છે.

  • આ પ્રકારનાં સંશોધનોનાં પરિણામો શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

  • ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકોમાં વૈજ્ઞાનિકતાનો ગુણ કેળવવા માટે ઉપયોગી બને છે.

(૫) ક્રિયાત્મક સંશોધનની મર્યાદાઓ.


        ક્રિયાત્મક સંશોધન એ વ્યવહારુ સંશોધન છે. તેમાંથી સ્થાનિક ઉદભવતી સમસ્યાઓ હલ કરી શકાય છે. શિક્ષણની સુધારણા માટે તે અતિ ઉપયોગી સંશોધન છે. આમ છતાં તેની મર્યાદાઓ પણ છે. જે નીચે મુજબ છે.

  • આ પ્રકારનાં સંશોધનનું સામાન્યીકરણ કરી શકાતું નથી.

  • તેનાં પરિણામો મોટા વ્યાપ વિશ્વને લાગુ પાડી શકાતાં નથી.

  • ક્રિયાત્મક સંશોધન મર્યાદિત ગુણવતાવાળા હોય છે.

  • આ પ્રકારનાં સંશોધનો સમસ્યા ઉકેલની પ્રાથમિક તપાસ માટે જ ઉપયોગી છે.

  • આ સંશોધન દ્રારા મળેલ સમસ્યાઓનો ઉકેલ શિક્ષકને હમેંશા કામ લાગશે તેવું કહી શકાય નહીં.

  • સંશોધન હાથ ધરનાર વ્યકિત પાસે માહિતીનો અભાવ હોય તો તેનાં સાચા હેતુઓ સિધ્ધ થતાં નથી.

(૬) ક્રિયાત્મક સંશોધનના સોપાનો


        ક્રિયાત્મક સંશોધન એ સતત ચાલતી સ્થિતિસ્થાપક પ્રક્રિયા છે. તેમાં ખાસ પ્રકારના વાતાવરણની કે ચોકકસ શરતોની આવશ્યકતા નથી. એ તો જરૂરિયાત અનુસાર અને પરિસ્થિતી અનુસાર સમસ્યાનો સમયનાં ટૂંકાગાળામાં ઉકેલ શોધવાનો માર્ગ છે. ક્રિયાત્મક સંશોધનનાં સોપાનો સમજવાથી તેનું સ્વરૂપ પણ સ્પષ્ટ થાય છે.

  • સમસ્યા (Problem)

  •  સમસ્યા ક્ષેત્ર (Problem Area)

  •  સમસ્યાના સંભવિત કારણો (Problem Causes)

  •  પાયાની જરૂરી માહિતી (Baseline Data)

  •  ઉસ્કલપાનાઓ (Hypothesis)

  •  પ્રયોગકાર્યની રૂપરેખા (Action Plan)

  •  મૂલ્યાંકન (Evaluation)

  •  તારણ, પરિણામ, અનુકાર્ય (Conclusion, Result, & Follow)


(૭)  સમસ્યા


  "શ્રી કે.પી. ગર્લ્સ હાઈસ્કૂલના ધોરણ- 9TH B માં વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં પોતાનો પરિચય, મહાત્વાકાંક્ષા કહી શકતા નથી.

        સમસ્યાના ચાવીરૂપ શબ્દોની સમજ


(૮) સમસ્યા ક્ષેત્ર

  • શહેર :

  • શાળા :

  • ધોરણ : 

  • માધ્યમ : અંગ્રેજી

  • તાલુકો :

  • જિલ્લો :

(૯) પાયાની જરૂરી માહીતી


        મને ઈન્ટર્નશીપ કાર્યક્રમ દરમ્યાન શ્રી કે. પી. ગર્લ્સ હાઈસ્કૂલ, વઢવાણ આ શાળામાં ધોરણ ૯ (બ) વર્ગમાં શિક્ષણકાર્ય કરવાની જે તક મળી તેની સાથે સાથે વિદ્યાર્થીનીઓને અંગ્રેજીમાં પોતાનો પરિચય અને મહાત્વાકાંક્ષા બોલતા શીખવવાની હતી. તે કાર્યના આયોજન દરમ્યાન મને જાણવા મળેલ કે વિદ્યાર્થીનીઓ અંગ્રેજીમાં બોલતા ખચકાટ અનુભવે છે. આ ઉપરાંત નીચેની બાબતો પરથી મને ઘણું જાણવા મળેલ છે.

  • મે શાળાનાં શિક્ષકો તેમજ આચાર્ય સાથે વિદ્યાર્થીનીઓ અંગ્રેજી વિષયમાં રસ અને ચર્ચા કરી.

  • શાળામાં અંગ્રેજીને લગતી કઈ કઈ પ્રવૃતિઓ થઈ છે. તે અંગે વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી.

  • વિદ્યાર્થીઓને મળી તેમની મૂંઝવણ અંગેના પ્રશ્નો પૂછયા તો કેટલીક રસપ્રદ માહિતી જાણવા મળી.

  • ભૂતકાળમાં થયેલી પ્રવૃતિઓની માહિતી શાળાની પ્રવૃતિ નોંધપોથી માંથી મેળવી.

  • થોડા પ્રશ્નો ભેગા કરી તેની વિધાનાવલી બનાવી નડતા પ્રશ્નો અંગે માહિતી મેળવી

પાયાની જરૂરી માહીતી



(૧૦) સમસ્યાના સંભવિત કારણો 


        સમસ્યાને સંબધિત નીચેના વિધાનો દવારા સંશોધકે સમસ્યાને વધુ વિસ્તૃતતાથી ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. 


સમસ્યાના સંભવિત કારણો


(૧૧) ઉત્કલ્પનાઓ


        આ સમસ્યાના સંભવિત કારણો તેમજ પાયાની જરૂરી માહિતીને આધારે નીચે મુજબની ક્રિયાત્મક ઉત્કલ્પનાઓ દ્વારા સમસ્યા હલ થઈ શકે.

  • જો વિદ્યાર્થીનીઓને ભણવાની સાથે રમતા રમતા જ્ઞાન આપવામાં આવે તો અંગ્રેજી બોલી શકે.

  • જે જો તેઓને અલગ અલગ વિષયો પાકા કરાવી બોલાવવામાં આવે તો.

  • EASY TASK માં શીખવવામાં આવે.

  • જો નબળા વિદ્યાર્થીનીઓ પર પર્સનલ ધ્યાન આપવામાં આવે તો તેઓ બોલતા થશે.

  • તેઓને ગ્રામરનો પાયો પાકો કરવવામાં આવે તો.

  • જો તેઓને સ્ટેજ પર ઉભા રાખીને મહાવરો આપવામાં આવે તો.

  • તેઓની સ્પીચ સાંભળ્યા પછી પ્રોત્સાહન કે ઈનામ આપવામાં આવે તો

  • જો તેઓના મિત્રની જેમ માર્ગદર્શક બનીને માર્ગદર્શન આપીએ તો.



(૧૨)  પ્રયોગ કાર્યની રૂપરેખા 

     આ ક્રિયાત્મક સંશોધનને અમલમાં મુકવાથી પ્રવિધી નીચે આપેલા કોષ્ટક દ્રારા થવી જોઈએ.

પ્રયોગ કાર્યની રૂપરેખા



(૧૩) મૂલ્યાંકન


              બારમા દિવસ આ સમસ્યાને ધ્યાનમાં લઈને તેનો ઉકેલ મેળવવા મે શકય પ્રયાસ કર્યો, પરંતુ અધ્યાપકોના માર્ગદર્શન અને મારા પ્રયત્નો કેટલે અંશે સફળ થયા તે જાણવા માટે પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું અત્યંત જરૂરી છે. માટે નીચેની પ્રવૃતિઓ દ્વારા મે કેટલા વિદ્યાર્થીઓમાં સહ અભ્યાસિક પ્રવૃતિઓ વિશે રસ જગાડી શકી તે બાબત ચકાસી...

  1. પ્રત્યક્ષાનુભવ દ્વારા વિદ્યાર્થીનીઓમાં અંગ્રેજીમાં બોલતી થઈ છે. તેવું ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કર્યું જેમાં મને મોટા ભાગના વિદ્યાર્થીઓ પહેલા કરતા વધુ દક્ષતા અને ખંત પૂવક જોડાઈ છે તેવું જણાયું.

  2. તેઓની સાથે વાતચીત દરમિયાન તેઓના ઉત્સાહને જોઈને મે અનુભવ્યું કે મોટા ભાગના વિદ્યાર્થીઓને આવી પ્રવૃતિઓ ગમે છે.

  3. ઇન્ટર્નશીપની શરૂઆતમાં લીધી હતી તેવી નાનકડી વિધાનાવલી બાળકોને બોર્ડ પર લીધી જેના પરિણામે મને સાચો ખ્યાલ આવ્યો.


(૧૪) તારણ અને પરિણામ


        ક્રિયાત્મક સંશોધન દ્વારા હાથ ધરેલી પ્રવૃતિઓના આધારે મે જે મૂલ્યાંકન કર્યું તેના પરથી જે પરિણામ જાણવા મળેલ છે તે આ મુજબ છે.


તારણ અને પરિણામ



(૧૫)  અનુકાર્ય


        ક્રિયાત્મક સંશોધનનું મૂલ્યાંકન જોતા જણાય છે કે હજુ ૩પ થી ૪૦ ટકા વિદ્યાર્થીની ઓ જાહેરમાં બોલતી ખચકાય છે. અંગ્રેજીમાં બોલતા આવડતું હોવા છતાં આ ખચકાટને દૂર કરવાના ઉપાય તરીકે આચાર્ય તથા શિક્ષકો સાથે મળીને નીચે જેવી પ્રવૃતિઓ વિચારી શકે છે. આ માટે નીચેના પ્રયોગો હાથ ધરી શકાય.

  • અવાન નવાર પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીનીઓ અંગ્રેજીમાં બોલે તો

  • વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું.

  • જાહેરમાં અંગ્રેજી બોલેલી દરેક વિદ્યાર્થીનીને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવું.

  • અંગ્રેજી વિષયને લગતી અલગ અલગ સ્પાર્ધાઓ યોજવી.

  • જે વિદ્યાર્થીઓ આવી પ્રવૃતિમાં ભાગ જ નથી લેતા તેની અલગ યાદી બનાવવી અને તેમની અંગત મૂંઝવણો દૂર કરવા પ્રયત્નો કરવા.

        જો ઉપરોકત કાર્યોને અનુસરવામાં આવે તો મારા મતે બીજા બધી વિદ્યાર્થીનીઓ આવી પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રેરાશે અને શાળાની બીજા બધા વર્ગોની વિદ્યાર્થીનીઓ અંગ્રેજી બોલવા પ્રેરાશે.


(૧૬) ઉપસંહાર


            પ્રસ્તુત સંશોધન કાર્ય શ્રી કે.પી. ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ ૯ (બ)ના વિદ્યાર્થીનીઓ જે પોતાનો પરિચય અને મહાત્વાકાંક્ષા અંગ્રેજીમાં બોલી શકતા નહોતા તે કારણે કરવામાં આવ્યું છે. વિસ્તૃત રીતે અવલોકન, પૃથ્થકરણ અને અર્થઘટન કરતાં તેના ચોક્કસ પરિણામ આવ્યા અને વિદ્યાર્થીનીઓ અંગ્રેજીમાં પોતાનો પરિચય અને મહાત્વાકાંક્ષા બોલતા થયા.આ અભ્યાસ વર્ગશિક્ષક અને શાળાના અન્ય શિક્ષકોને તેમનું શિક્ષણકાર્ય સુધારવામાં ચોક્કસ મદદરૂપ નીવડશે.


            આ સંશોધન વડે શાળાની અન્ય મુશ્કેલીઓના નિવારણ માટે યોગ્ય દિશા પ્રાપ્ત થશે. આ જ સમસ્યાને વિસ્તૃત રીતે લઈને શાળા કક્ષાએ કાર્ય હાથ ધરીને સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓને રસપૂર્વક ભાગ લેતા કરી શકાશે. આ સંશોધન અન્ય કોઈ સુધારાત્મક બાબતમાં કામે લાગશે તો હું મારી મહેનતને સાર્થક ગણીશ.



(૧૭) સંદર્ભસૂચી

  1. ડો. મોતીભાઈ પટેલ તથા અન્ય " શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજો" બી.એસ.શાહ પ્રકાશન, અમદાવાદ

  2. ડો. દિપીકા શાહ "શૈક્ષણિક પ્રૌદ્યોગિકી" યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ.

  3. અધ્યયન-અધ્યાપન અભ્યાસ લેખ જુન-૨૦૦૬


(૧૮) પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓના નામ

ક્રમ. વિદ્યાર્થીઓના નામ

૧.           Xyz

૨.              "  

૩.              "

૪.              "

૫.              "


(૧૯) મારા અનુભવો


         ક્રિયાત્મક સંશોધન કરવાનો આ મારો પ્રથમ અનુભવ હતો. તે દરમ્યાન મને વિવિધ પ્રકારના અનુભવો થયા હતા.

આ ક્રિયાત્મક સંશોધનમાં મે મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા હતા. અને પૂરતો ફાળો આપવા માટેનો પ્રયાસ કર્યા છે.


        આ ક્રિયાત્મક સંશોધનનું ભગીરથ કાર્ય કરવામાં શાળાના આચાર્યશ્રી,શિક્ષક સ્ટાફ અને શાળાના તમામ

વિધાર્થીઓનો સારો એવો સહકાર કળ્યો હતો. અને વિધાર્થીઓ સાથે સારા એવા આતમીય સંબંધો વિકસ્યા હતા

 આ ક્રિયાત્મક સંશોધન કરવામાં શિક્ષકો અને આચાર્યશ્રી સાથે લીધેલી મુલાકાતને પરિણામ સ્વરૂપે મારા ક્ષાન

તેમજ સબંધોમાં સારો એવો વધારો થયો હતો. અને તેમના અનુભવોનો સારો એવો લાભ પ્રપ્ત થયો હતો.


        આમ, દરેક શિક્ષકે પોતાની ક્ષમતા અનુસાર ક્રિયાત્મક સંશોધન કરી શિક્ષણ કાર્યને જીવંત

બનાવવું જોઈએ અને પોતાનો યથાયોગ્ય ફાળો શિક્ષણ જગતને આપવો જોઈએ.


(૨૦)  મે અનુભવેલી અન્ય સમસ્યાઓ.

  • વિધાર્થીનીઓને ભણવા કરતા અન્ય પ્રવૃતિમાં વધારે રસ પડે છે.

  • વિધાર્થીનીઓ વર્ગમાં બેસવાનું પસંદ કરતા નથી.

  • વિધાર્થીનીઓ શિક્ષકો પ્રત્યે અણગમો ધરાવે છે.

  • વિધાર્થીનીઓ શાળાના સમય કરતા શાળાએ વહેલા આવે છે.

  • વિધાર્થીનીઓ શાળાનો ગણવેશ પહેરીને આવતા નથી.

  • વિધાર્થીનીઓ વર્ગમાં ઉભા થતા સંકોચ અનુભવે છે.

  • વિધાર્થીનીઓ શિસ્ત પ્રત્યે સભાન નથી.

  • વિધાર્થીનીઓ શાળામાં નિયમિત આવતા નથી.






Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏