Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ક્રિયાત્મક સંશોધન અર્થશાસ્ત્ર // Action Research Economics

ક્રિયાત્મક સંશોધન અર્થશાસ્ત્ર


ક્રિયાત્મક સંશોધન અર્થશાસ્ત્ર //  Action Research Economics

કોલેજનું નામ :

વર્ષ :


સમસ્યા : ધોરણ-૧૨(અ) ના વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયમાં ચાર્ટ, ચિત્રો બનાવવામાં મુશ્કેલી અનુભવે છે.


તાલીમાર્થીનું નામ :

રોલ નું :- 

પધ્ધતિ: અર્થશાસ્ત્ર


માર્ગદર્શક       સંશોધક

 ( નામ )         ( નામ )


ઋણ સ્વીકાર

     આ સંશોધન માત્ર એકલા વ્યકિતથી થઈ શકતું નથી પરંતુ સહિયારા સર્જનથી થાય છે. સંશોધનો હાલના યુગમાં અનેક ક્ષેત્રોમાં થવા લાગ્યા છે. પ્રસ્તુત સંશોધન પણ એક આવા સંશોધનોમાં સંશોધન જ ગણાય છે. 

 

     ક્રિયાત્મક સંશોધનનું શિખર સર કરવા તેમજ સમસ્યા પાર પાડવા માટે ઈન્ટનશીપના આરંભથી અંત સુધી મને સાથ સહકાર, સલાહ,માર્ગદર્શન આપનાર મારા વ્હાલા માર્ગદર્શક શ્રી દીપ્તિબેન ઠકકરનો હદયપૂર્વક આભાર માનું છું તેમના સહકાર થકી જ હું આ સંશોધન સરળતાથી પાર પાડી શકયો છું.


    સાથો સાથ આ ક્રિયાત્મક સંશોધનના સમસ્યાક્ષેત્ર તરીકે મે જે શાળા માંથી માહિતી મેળવી તે શાળા શ્રી સર જે. હાઈસ્કૂલના આચાર્ય શ્રી મનુભાઈ તેમજ ધોરણ-૧૨ (અ) ના વર્ગ શિક્ષક શ્રી તથા શિક્ષકગણ વગેરે મને માહિતી આપવામાં મદદરૂપ થયા છે તે માટે હું તેમનો ઋણી છું જેમના સહકાર વગર આ સંશોધન શકય જ ન બને તેવા ધો-૧૨(અ) ના વિધાર્થીઓનો આભાર વ્યકત કરું છું. તથા એવા દરેક વ્યકિતનો હું આભાર માનું છું. કે જેમણે મને મારા આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શ્રી દિપકભાઈ ચૌહાણ તથા અન્યએ મદદ કરી છે.

આભાર સહ.......


                        સંશોધક 

                          નામ


 અનુક્રમણિકા 

સંશોધનના મુદાઓ

૧. પ્રસ્તાવના 

૨. ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યાઓ.

૩. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો 

૪. ક્રિયાત્મક સંશોધનનું મહત્વ 

૫. ક્રિયાત્મક સંશોધનની મર્યાદાઓ 

૬. ક્રિયાત્મક સંશોધનના સોપાનો 

૭. સમસ્યા

૮. સમસ્યાનું ક્ષેત્ર

૯. પાયાની જરૂરી માહિતી 

૧૦. સમસ્યાના સંભવિત કારણો 

૧૧. ઉત્કલ્પનાઓ 

૧૨. પ્રયોગકાર્યની રૂપરેખા 

૧૩. મૂલ્યાંકન 

૧૪.તારણ અને પરિણામ 

૧૫. અનુકાર્ય 

૧૬. ઉપસંહાર 

૧૭. પ્રયોગપાત્ર વિધાર્થીઓના નામ 

૧૮. મારા અનુભવો 

૧૯. મે અનુભવેલી અન્ય સમસ્યાઓ.


૧. પ્રસ્તાવના

       શિક્ષણના ક્ષેત્રમાં વધુ પરિવર્તનો આવ્યા છે. અભ્યાસક્રમ, પાઠયપુસ્તક, અધ્યન-અધ્યાપન પ્રવુતિઓ અને પધ્ધતિઓ પરિક્ષણો ધારણ કર્યા છે. પરિણામે શાળામાં અને વર્ગખંડોમાં અનેક સમસ્યાઓ ઉદભવી છે. આથી આ સમસ્યાઓ શિક્ષણ વર્ગખંડના શિક્ષણ કાર્યમાં અને શાળાની પ્રવૃતિઓમાં અનુભવે છે. આ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી ઉકેલ મેળવવાનો માર્ગ એ "ક્રિયાત્મક સંશોધન" વડે પ્રાપ્ત થાય છે.


       સંશોધન શબ્દ કંઈક નવું વિચારવાનું સૂચન કરે છે. Action Research શબ્દનો સૌ પ્રથમ ખ્યાલ ડો.સ્ટીફન કોરોએ ઈ.સ ૧૯૫૭ માં આપ્યો. બ્રિટનના લોરેન્સ સ્ટેન્ડ હાઉસે Teacher as a Researcher નો નવો ખ્યાલ પૂરો પાડયો. છેલ્લા બે દાયકાથી સમગ્ર વિશ્વમાં ક્રિયાત્મક સંશોધનનો વિચાર પ્રસાર થઈ રહયો છે. ઉપનિષદ માં શિક્ષકને સર્જક અને શોધક કહયો છે. આથી શિક્ષક પોતાના શિક્ષણકાર્યને વધારે અસરકારક બનાવવા માટે નાનકડું સંશોધન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે.


૨. ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા

      ''ક્રિયાત્મક સંશોધન એ સમસ્યાના વૈજ્ઞાનિક રીતે અભ્યાસની પધ્ધતિ છે. જેના દ્વારા શિક્ષક તેમના વ્યવહારની સુધારણા કરવાનો નિર્ણય કરે છે." – સંશોધક સ્ટીફન કોરે


       ''ક્રિયાત્મક સંશોધનએ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. – ડો. ગુણવંત શાહ 

  

      સામાન્ય શિક્ષક કે સંચાલક પોતાને નડતી સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા પ્રયાસ કરે, પૂર્વગ્રહ કે પક્ષપાત વિના વૈજ્ઞાનિક અને પરલક્ષી દષ્ટિથી સંશોધન હાથ ધરે અને પોતાના સંચાલક કે વર્ગવ્યવહાર સુધારણામાં તેના તારણો કામે લગાડે તેને ક્રિયાત્મક સંશોધન કહે છે.”. - ડો. મોતીભાઈ પટેલ


     "ક્રિયાત્મક સંશોધન એ વ્યકિત પોતાના ઉદેશો વધુ અસરકારક રીતે સિધ્ધ કરજા માટે શિક્ષક પોતાના અધ્યાપનમાં સુધારો લાવવા માટે અને સંચાલક પોતાના શાળા સંચાલનમાં અને વ્યવહારમાં સુધારણા લાવવા માટે હાથ ધરે તેવું સંશોધન છે." - National Institute of Basic Education


  ટુંકમાં કહીએ તો " ક્રિયાત્મક સંશોધન" એ શિક્ષકોનું શિક્ષકો માટેનું, અને શિક્ષકો દ્વારા થતું સંશોધન કાર્ય છે.


૩. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો

        ઉપરોકત વ્યાખ્યાઓને આધારે ક્રિયાત્મક સંશોધનના લક્ષણો આ પ્રમાણે તારવી શકાય છે. 


  • કિયાત્મક સંશોધન શાળા કે વર્ગની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે હોય છે. 
  • કિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે. 
  • કિયાત્મક સંશોધન માટેની સમસ્યાનું સ્વરૂપ સાદું હોય છે. અને તેનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. 
  • કિયાત્મક સંશોધન ઉપચારાત્મક કાર્યના ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યકિતગત સંશોધન છે. 
  • કિયાત્મક સંશોધનમાં અન્ય શિક્ષકો અને આચાર્યના સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે. 
  • કિયાત્મક સંશોધનો ભવિષ્યના વિશાળ સંશોધન માટે ઉત્કલ્પના પૂરી પાડે છે.    

       આમ, ક્રિયાત્મક સંશોધનો સમય, શકિત અને નાણાની દષ્ટિએ ઓછુ ખર્ચાળ હોય છે. અને તે ખાસ નિષ્ણાંતની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે.


૪. કિયાત્મક સંશોધનનું મહત્વ

    શિક્ષક પોતાનો અધ્યાપનને લગતી કે વિધાર્થીઓનાં અધ્યનને લગતી કે વર્તનને લગતી સમસ્યા અંગે પોતે જ નાના પાયા પરનું સંશોધન કરી સમસ્યાનો ઉકેલ શોધે છે. આ પ્રકારના સંશોધનનું મહત્વ નીચે મુજબ છે.


  • વર્ગખંડમાં અને શાળામાં ઉદભવતી વિવિધ સમલ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી શકાય છે.
  • શાળાના જડ પ્રણાલીગત અને યાંત્રિક વાતાવરણમાં બદલાવ આવે છે. શાળામાં નવવિચાર અને પરિવર્તન શક્ય બને છે. પરિણામે, શાળાના વાતાવરણને નવજીવન અને ગતિશીલતા પ્રાપત થાય છે.
  • સંશોધનનું સ્વરૂપ વ્યવહારિક અને વાસ્તવિક હોવાથી શિક્ષણની સુધારણામાં નકકર ફાળો આપે છે. અને સંશોધનનું મૂલ્યાંકન પણ થઈ શકે છે.
  • શિક્ષકની સજજતામાં વધારો થાય છે. તેઓને વર્ગખંડની અને શાળાની રોજિંદા કાર્યને લગતી સમલ્યાઓ ઉકેલવની સૂઝ પ્રાપત થાય છે.


    આમ ક્રિયાત્મક સંશોધન દ્રારા શિક્ષણમાં કેટલાંક મૂળભૂત ફરફારો શકય બને છે. અને શિક્ષણ ગુણવત્તાયુકત બને છે.


૫. ક્રિયાત્મક સંશોધનની મર્યાદાઓ.

   આમ ક્રિયાત્મક સંશોધન એ વ્યવહારુ સંશોધન છે. તેમાંથી સ્થાનિક કક્ષાએ ઉદભવતી સમલ્યાઓ હલ કરી શકાય છે. શિક્ષણની સુધારણા માટે તે અતિ ઉપયોગી સંશોધન છે. છતાં તેની મર્યાદાઓ પણ છે. જે નીચે મુજબ છે.

  • આ પ્રકારના સંશોધનનોથી સ્થાનિક સમસ્યા ઉકેલી શકાય છે. પરંતુ તેના પરિણામ સામાન્યીકરણ મોટા વ્યાપવિશ્વને લાગુ પાડી શકાતું નથી.
  • આવા સંશોધનો મર્યાદિત ગુણવતાવાળા હોય છે. 
  • આ પ્રકારના સંશોધનો સમસ્યા ઉકેલની પ્રાથમિક તપાસ માટે જ હોય છે.
  • સામાન્ય શિક્ષકો પાસે આવા સંશોધનો શાથ ધરવાની સૂઝનો અભાવ હોય છે. તેથી તેઓ સંશોધન પ્રત્યે ઉદાસીનતા દાખવે છે.
  • આ સંશોધન દ્વારા એક શિક્ષકને મળેલ સમસ્યાનો ઉકેલ અન્ય શિક્ષક માટે ઉપયોગી થાય જ તેવું ન પણ બને.


       દરેક કાર્યને પોતાની મર્યાદા હોય છે. તે મર્યાદાઓને સ્વીકારી તેમાંથી મેળવી શકાતી સારી બાબતોને મેળવવા આપણે મથવું જોઈએ ક્રિયાત્મક સંશોધનથી કદાચ સમસ્યામાં સુધારો કે ફેરફાર ન થાય તો પણ તેમ કરવાથી આપણામાં તો ચોકકસ સુધારો થશે.


૬. ક્રિયાત્મક સંશોધનના સોપાનો

    ક્રિયાત્મક સંશોધન એ સતત ચાલતી સ્થિતી સ્થાપક પ્રક્રિયા છે. તેમાં ખાસ પ્રકારના વાતાવરણ કે ચોકકસ શરતોની આવશ્યકતા નથી. એ તો જરૂરીયાત અને પરિસ્થિતી અનુસાર સમસ્યાને સમયના ટૂંકાગાળામાં ઉકેલ શોધવાનો માર્ગ છે. તેના અમલ માટે નીચેના આઠ પગથિયાને અનુસરવામાં આવે છે.

  • સમસ્યા (Problem)
  • સમસ્યા ક્ષેત્ર (Problem Area)
  • સમસ્યાના સંભવિત કારણો (Problem Causes)
  • પાયાની જરૂરી માહિતી (Baseline Data)
  • ઉસ્કલપાનાઓ (Hypothesis)
  • પ્રયોગકાર્યની રૂપરેખા (Action Plan)
  • મૂલ્યાંકન (Evaluation)
  • તારણ, પરિણામ, અનુકાર્ય (Conclusion, Result, & Follow)


૭. સમસ્યા

   "શ્રી સર જે. હાઈસ્કૂલ, લીંબડીના ધોરણ-૧૨(અ) ના વિધાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયના ચાર્ટ ચિત્રો બનાવવામાં મુશ્કેલી અનુભવે છે.


૮. સમસ્યા ક્ષેત્ર

    આ અભ્યાસ 'શ્રી સર જે. હાઈસ્કૂલ, લીંબડીના ધોરણ-૧૨(અ) ના વિધાર્થીઓ 1, વિષયના ચાર્ટ ચિત્રો બનાવવામાં મુશ્કેલી અનુભવે છે.

      એ અંગે હાથ ધરેલ છે.


૯. પાયાની જરૂરી માહીતી

    મને ઈન્ટર્નશીપ દરમ્યાન શ્રી સર જે. હાઈસ્કૂલમાં ધોરણ-૧૨(અ) માં અર્થશાસ્ત્રનું શિક્ષણ કાર્ય કરવાની અમૂલ્ય તક મળી.

     વિધાર્થીઓને અર્થશાસ્ત્ર વિષય ભણાવતા જાણવા મળ્યું કે વિધાર્થીઓને આ વિષયમાં આવતા ચાર્ટ ચિત્રો બનાવતા આવડતું નથી. તેમજ તેમની સાથે વાર્તાલાપ કરતાં મને જણાયું કે વિદ્યાર્થીઓને આ વિષયમાં આવતા ચાર્ટ ચિત્રો બનાવતા આવડતું નથી.


૧૦. સમસ્યાના સંભવિત કારણો

સમસ્યાના સંભવિત કારણો અર્થશાસ્ત્ર


૧૧. ઉત્કલ્પનાઓ

  • જો વિધાર્થીઓને શૈક્ષણિક સાધન તરીકે ચાર્ટ ચિત્રો તરીકે ભણાવવામાં આવે તો
  • વિદ્યાર્થીઓને નવું જાણવાની વૃત્તિથી તે વર્ગમાં વધુ હાજર રહે છે.
  • જો વિધાર્થીઓને પાઠને અનુરૂપ ચિત્રો અને ચાર્ટ દ્વારા સમજૂતી આપવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે.
  • જો વિધાર્થીઓને ચાર્ટ ચિત્રો બનાવવાનું યોગ્ય માર્ગદર્શન મળે તો વિદ્યાર્થીઓ ચાર્ટ ચિત્રો બનાવી શકે.
  • જો વિધાર્થીઓને માત્ર વ્યાખ્યાન પદ્ધતિથી નહી પરંતુ સાથે સાથે ચાર્ટ ચિત્રો બતાવવામાં આવે તો વિદાર્થીઓને ધ્યાન કેન્દ્રીકરણ થવાથી વિદ્યાર્થીઓ વાતો ઓછી કરે છે.
  • જો વિધાર્થીઓને શિક્ષકની ભણાવવાની શૈલી કંટાળાજનક લાગતી હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યે અરૂચિ આવે છે.



૧૨. પ્રયોગકાર્યની રૂપરેખા

   સંશોધકે પોતાને નડતી સમસ્યાના નિવારણ માટે રૂપરેખા તૈયાર કરી હતી.


૧૩. મૂલ્યાંકન

  • વિધાર્થીઓને અર્થશાસ્ત્ર વિષય પ્રત્યે અણગમો ઓછો થયો.
  • વિધાર્થીઓને ચિત્રો અને ચાર્ટ દ્વારા ભણવાની વધુ મજા આવી અને વધારે યાદ રહયું.
  • વિધાર્થીઓ નાટયકરણ દ્વારા ભણતા થયાં.
  • વિધાર્થીઓ સ્વાધ્યાય કરવા માટે રસ દાખવતાં થયાં.
  • વિધાર્થીઓ વર્ગખંડમાં ઉભા થઈ ઉદાહરણો આપતા થયા.
  • પાઠમાં રહેલા અઘરા શબ્દોની યોગ્ય સમજૂતી મેળવી.
  • વિધાર્થીઓ દરેક પાઠના અંતે કસોટી આપતા થયા.


૧૪. તારણ અને પરિણામ

          ક્રિયાત્મક સંશોધનથી શ્રી સર જે હાઈસ્કૂલ, લીંબડી, ધોરણ-૧૨ (અ) વર્ગના ૮૫ % વિધાર્થીઓ અર્થશાસ્ત્ર વિષય પ્રત્યેનો અણગમો દૂર થયો અને ચાર્ટ ચિત્રો બનાવતા થયા.


  • વર્ગખંડમાંથી કુલ ૫ % વિધાર્થીઓને અલગ રીતથી ભણવું ન ગમ્યું.
  • વર્ગખંડમાંથી કુલ ૯૬ % વિધાર્થીઓને ચિત્રો અને ચાર્ટ દ્રારાભણવું ગમ્યું.
  • વર્ગખંડમાંથી કુલ ૮૫ % વિધાર્થીઓએ નાટ્યીકરણમાં ભાગ લીધો અને ૧૦%
  • વિધાર્થીઓએ અવલોકન કર્યું. જયારે પ % વિદ્યાર્થીઓ નિરસ રહયાં.


      વર્ગખંડમાંથી કુલ ૮૯ % વિધાર્થીઓને પાઠના અંતે મૂલ્યાંકન કસોટી આપવી ગમી


૧૫. અનુકાર્ય

  • અર્થશાસ્ત્રનાં શિક્ષક જુદી જુદી પધ્ધતિથી પાઠ ભણાવશે.
  • અર્થશાસ્ત્રનાં શિક્ષક ચિત્રો,ચાર્ટ અને નકશા દ્વારા પાઠની સમજૂતી આપશે. 
  • અર્થશાસ્ત્રનાં શિક્ષક અઘરા શબ્દોની ઉદાહરણ દ્રારાયોગ્ય સમજૂતી આપશે. 
  • અર્થશાસ્ત્રનાં શિક્ષક દરેક પાઠના અંતે મૂલ્યાંકન કસોટી લેશે.
  • અર્થશાસ્ત્રનાં શિક્ષક દરેક તાસના અંતે જરૂરી સ્વાધ્યાય આપશે.


૧૬. ઉપસંહાર

   પ્રસ્તુત સંશોધન કાર્યમાં શ્રી સર જે. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ-૧૨(અ) ની વિધાર્થિઓને અર્થશાસ્ત્ર કરતા અન્ય વિષયમાં વધારે રસ ધરાવતી હોવાના કારણે હાથ ધરાયેલ હતું.વિસ્તૃત રીતે અવલોકન,પૃથકકરણ અને અર્થઘટન કરવાથી તેના ચોકકસ પરિણામ મળ્યા અને વિધાર્થિઓને અર્થશાસ્ત્ર પ્રત્યેની અણગમો દૂર થયો. આ અભ્યાસ વર્ગ શિક્ષકને તેમજ શાળાને તેમનું શિક્ષણકાર્ય સુધારવામાં મદદરૂપ થશે.


    આવી ક્રિયાત્મક સંશોધન દ્વારા શાળાને નડતી મુશ્કેલીઓના નિવારણ માટે સંશોધન કરવામાં યોગ્ય દિશા પ્રાપ્ત થશે. આ જ સમસ્યાને વિસ્તૃત રીતે જોઈ વર્ગને બદલે શાળા કક્ષાએ હાથ ધરી અભિવ્યકિત અંગે વિધાર્થીઓમાં સભાનતા લાવી શકાશે. આ સંશોધન અન્ય કોઈ સુધારાત્મક બાબતમાં કામ લાગશે તો હું મારી મહેનતને સાર્થક ગણીશ.


૧૭. પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓનાં નામ


શાળા : શ્રી સર જે હાઈસ્કૂલ, લીંબડી

ધોરણ : 12

વર્ગ : A


ક્રમ. વિદ્યાર્થીઓના નામ

૧.        Xyz

૨           "  

૩.          "

૪.          "

૫.          "


૧૮. મારા અનુભવો

  • ક્રિયાત્મક સંશોધન પ્રોજેકટમાં મને શિક્ષણ સુધારણા કાર્યમાં હું પણ મારી શક્તિ પ્રમાણે ફાળો આપી શકું તેવું ભાન થયું.
  • બધા જ શિક્ષકોએ આવું નાનું છતાં ભગીરથ કાર્ય કરી પોતાનો ફાળો આપવો જોઈએ એવું મારું માનવું છે.
  • ક્રિયાત્મક સંશોધનના આ કાર્યમાં વિધાર્થીઓ સાથે લાગણીભર્યા સંબંધો વિકસ્યા. 
  • આ કાર્ય દરમ્યાન મારે વિધાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય સાથે મુલાકાત થતા સબંધોમાં વધારો થયો.
  • સંશોધન કાર્ય દરમ્યાન વિધાર્થીઓની નજીક જવાનો મોકો મળ્યો પરિણામે તેમની સમસ્યાઓ, તેમની ગમા-અણગમાને જાણી શકાયું.


૧૯. મે અનુભવેલી અન્ય સમસ્યાઓ

      આ સંશોધન કાર્યમાં હું એક જ સમસ્યાનું થોડા ઘણા અંશે નિવારણ લાવી શક્યો છું પરંતુ શિક્ષણકાર્ય કરતા મારા ધ્યાનમાં બીજી પણ કેટલીક સમસ્યાઓ આવી છે. જે નીચે મુજબ છે. 

  • વર્ગમાં વિધાર્થીઓ વાતો બહુ કરે છે.
  • વર્ગમાં વિધાર્થીઓ તોફાન કરે છે.
  • વિધાર્થીઓને ઈતિહાસની સમયરેખા દોરતા આવડતું નથી.
  • વિધાર્થીઓને નકશામાં સ્થળભાન કરાવતા આવડતું નથી.


     જો ઉપર્યુકત સમસ્યાને હલ કરવા માટે ભવિષ્યના શિક્ષકો પ્રયત્ન કરશે તો મે જે સમસ્યાઓ વિચારી છે. તે ખરેખર સાચી સમસ્યા છે. એવું મને અને મારા માર્ગદર્શક શ્રી દીપ્તિબેન ઠકકરને લાગશે.







1 comment

  1. નામાં નાં મૂળતત્વો ધોરણ ૧૧ માટે
Thank you so 😊 much my website visitor...🙏