ક્રિયાત્મક સંશોધન વિજ્ઞાન
કોલેજનું નામ :
વર્ષ :
સમસ્યા : વિદ્યાર્થીઓ વિદ્યુતપ્રવાહ અને તેની અસરો એકમ સમજવામાં મુશ્કેલી અનુભવે છે.
તાલીમાર્થીનું નામ :
રોલ નું :-
પધ્ધતિ: વિજ્ઞાન
માર્ગદર્શક સંશોધક
(નામ) (નામ)
ઋણ સ્વીકાર
સંશોધનના આ ભગીરથ કાર્યમાં પ્રેરણા જગાડનાર___________________
(ખાલી જગ્યામાં સંસ્થા અને આચાર્યનું નામ ) નો સૌપ્રથમ અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. જેમના થકી આ કાર્ય આગળ ધપ્યું છે. આ સંશોધન કાર્યમાં મને શરૂઆતથી પ્રેરણા પૂરી પાડી અને માર્ગદર્શન આપ્યું તેવા માનનીય____________________
(માર્ગદર્શક શિક્ષકનું નામ) સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
ઇમારતની પહેલી ઇંટ સમાન એવા સરકારી પ્રાથમિક શાળા___________ (શાળાનું નામ) ના આચાર્યા, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જેમણે આ કાર્યમાં ખૂબ ચીવટ અને ખંતથી જે સહકાર આપ્યો છે તે સૌનો આભાર માનું છું.
આ ઉપરાંત મારા માતા-પિતા તેમજ શરૂથી અંત સુધી આ સંશોધનમાં સહાયભૂત થનાર મિત્રોનો આભાર માનું છું.
સંશોધક
( પોતાનુ નામ )
અનુક્રમણિકા
૧.પ્રસ્તાવના
૨.સમસ્યા
૩.સમસ્યાને વ્યાખ્યાયિત કરવી
૪.સમસ્યા ક્ષેત્ર
૫.સમસ્યાના સંભવિત કારણો
૬.પાયાની જરૂરી માહિતી
૭.ઉત્કલ્પના
૮.પ્રયોગકાર્યની રૂપરેખા
૯.મૂલ્યાંકન
૧૦.પરિણામ
૧૧.તારણો
૧૨.અનુકાર્ય
૧૩.સંદર્ભસૂચિ
1.પ્રસ્તાવના
આ સંસારમાં જો કોઈ સૌથી મોટુ દાન હોય તો તે છે “વિદ્યાદાન અને જ્યારે પ્રભુએ આપણને આ કાર્ય કરવા માટે પસંદ કર્યા હોય ત્યારે આપણે તેને નિષ્ઠા પૂર્વક કરવું જ રહ્યું. આથી શાળામાં બધા જ બાળકો સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત કરે પરંતુ ઘણીવાર અમુક પરિસ્થિતિમાં કોઇ કારણે બાળકો શાળાએ આવી જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. આથી મને આ ક્રિયાત્મક સંશોધન કરવાની પ્રેરણા થઈ.
આથી ગાંધીનગર શહેર વિસ્તારની સરકારી પ્રાથમિક શાળા __xyz_____________
માં ભણતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં વિદ્યુતપ્રવાહ અને તેની અસરો એકમમાં નબળા જોવા મળતા બાળકો માટે ક્રિયાત્મક સંશોધન કરવાની પ્રેરણા મળી.
(પોતાનું નામ )
2.સમસ્યા
ગાંધીનગર શહેર વિસ્તારની સરકારી પ્રાથમિક શાળા_______xyz_______ના ધોરણ-૭ ના વિદ્યાર્થીઓ વિદ્યુતપ્રવાહ અને તેની અસરો એકમ સમજવામાં મુશ્કેલી અનુભવે છે.
3.સમસ્યાને વ્યાખ્યાયિત કરવી
પ્રાથમિક શાળા :
Xyz શહેરમાં માં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.
ધોરણ ૭ :
Xyz શહેરમાં ABCD માં આવેલી સરકારી પ્રાથમિક શાળા માં ૧ થી ૮ ધોરણ આવેલા છે તે પૈકીનું એક ધોરણ એટલે ધોરણ - ૭
વિજ્ઞાન :
અભ્યાસક્રમના ભાગરૂપે શીખવવામાં આવતા વિવિધ વિષયો પૈકીનો એક વિષય એટલે વિજ્ઞાન.
વિદ્યુતપ્રવાહ અને તેની અસરો :
વિદ્યુતપરિપથમાં વિદ્યુતના જુદા જુદા ઘટકો આવેલા હોય છે જેને જુદી જુદી ચોક્કસ સંજ્ઞાઓ વડે દર્શાવાય છે. આ પરિપથમાંથી થતું વિદ્યુતનું વહન એટલે વિદ્યુતપ્રવાહ. વિદ્યુતપ્રવાહ ને કારણે જુદી જુદી અસરો ઉત્પન્ન થતી હોય છે.
4.સમસ્યાક્ષેત્ર
Xyz શહેરમાં ABCD માં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં વિદ્યુતપ્રવાહ અને તેની અસરો એકમ સમજવામાં મુશ્કેલી અનુભવે છે. આ વિદ્યાર્થીઓ પ્રસ્તુત સમસ્યાનું ક્ષેત્ર બને છે.
5.સમસ્યાના સંભવિત કારણો
વિદ્યાર્થીઓ વિદ્યુતપ્રવાહ અને તેની અસરો સમજવામાં મુશ્કેલી અનુભવે છે જેના માટે નીચેના કારણો જવાબદાર હોઈ શકે.
6.પાયાની જરૂરી માહિતી
પ્રસ્તુત અભ્યાસ માટે નીચેના જેવી પાયાની માહિતી એકત્ર કરવામાં આવી.
- સરકારી પ્રાથમિક શાળા XYZ ના આચાર્યા તથા ધોરણ-૭ ના વર્ગશિક્ષીક સાથે મુલાકાત અને સમસ્યા વિશે ચર્ચા.
- શિક્ષણકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી.
- શિક્ષણકાર્ય દરમિયાનવિ ષયવસ્તુની ચર્ચામાં વિદ્યાર્થીઓની સહભાગિતા અને સક્રિયતાનું અવલોકન.
- વિદ્યુતની પાયાની માહિતીની ચર્ચા.
- વિદ્યુતપ્રવાહના પ્રયોગો અને ચાર્ટ નિદર્શન સમયે વિદ્યાર્થીઓની ઉત્સુકતાનું અવલોકન.
- વિદ્યાર્થીઓને વિદ્યુતઘટકો વિશેની સમજ અંગેનું અવલોકન.
7.ઉત્કલ્પના
આજની એકવીસમી સદી એટલે વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી. આથી દરેક માટે વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી અને જરૂરી વિષય છે. વ્યવહારમાં વિજ્ઞાનની સમજ અને ઉપયોગ વિના ચાલવાનું જ નથી.
આ સમસ્યા પ્રત્યેની ઉત્કલ્પનાઓ નીચે મુજબ હોઇ શકે.
- જો જુદી જુદી પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા વિજ્ઞાનના એકમ શીખવવામાં આવે તો વિદ્યાર્થીઓ રસપૂર્વક શીખે.
- જો પ્રિય વિદ્યાર્થીને જૂથનેતા બનાવીને પ્રવૃત્તિ કરાવી તે દ્વારા શિક્ષક પ્રત્યેનો અણગમો અને ક્ષોભ દૂર કરવા પ્રયાસ થાય.
- વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં સામેલ કરી તથા જુદા જુદા ફોટોગ્રાફ્સ તથા વિડીયો બતાવી વિજ્ઞાન વિષયમાં રસ કેળવી શકાય.
- જો વિદ્યાર્થીઓને વિદ્યુતની સામાન્ય સમજ જ ન હોય તો વ્યવહારૂ ઉદાહરણ આપી તથા ચાર્ટ વગેરે બતાવીને સમજ કેળવી શકાય.
- ઘરમાં તથા આજુબાજુમાં વિદ્યુતપ્રવાહથી ચાલતા ઉપકરણોની જાણકારી આપી વિદ્યુતપ્રવાહ અને તેની અસરો સમજાવવામાં આવે.
8. પ્રયોગકાર્યની રૂપરેખા
પ્રસ્તુત સમસ્યાને હલ કરવા માટે નીચે પ્રમાણેનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું.
પ્રાયોગિક કાર્ય હાથ ધરતાં પહેલાં વિદ્યાર્થીઓ ઉપર મૌખિક પ્રશ્નોત્તરી કરી પૂર્વકસોટીની અજમાયશ કરવામાં આવી. અગાઉ દર્શાવ્યા પ્રમાણે આયોજન મુજબ છ તાસ સુધી પ્રાયોગિક કાર્ય કરવામાં આવ્યું.
પ્રાયોગિક કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે તે માટે તેમને સરળથી કઠિન તરફના ક્રમમાં સમજ આપવામાં આવી હતી. જેમ કે,
➡️ વિજ્ઞાનની જરૂરિયાત અને ઉપયોગિતાની ચર્ચા
➡️ વિદ્યુતપ્રવાહની સમજ
➡️ વિદ્યુતપ્રવાહની અસરો વિશેની ચર્ચા
પ્રાયોગિક કાર્ય પૂર્ણ થયા પછી તેની અસરકારકતા ચકાસવાનું શિક્ષકને મન થાય એ સ્વાભાવિક છે. તે માટે પ્રાયોગિક કાર્ય પૂર્ણ થયા બાદ ઉત્તર કસોટી લેવામાં આવી.
9.મૂલ્યાંકન
પ્રયોગકાર્ય બાદ વિદ્યાર્થીઓની ઉત્તર કસોટી લેવામાં આવી, તે આધારે મળેલ માહિતી સારણીમાં પ્રસ્તુત છે.
10.પરિણામ
પ્રયોગકાર્ય પહેલાં અંદાજે ૫ બાળકો એટલે કે ૭૧.૪૨% વિદ્યાર્થીઓને વિદ્યુતની સામાન્ય સમજ ન હતી. આ ઉપરાંત ૭ બાળકો એટલે કે ૧૦૦% બાળકોને વિદ્યુતપ્રવાહ અને તેની અસરોની સમજ ન હતી.
પ્રયોગકાર્યના અંતે 3 બાળકો વિદ્યુતની સામાન્ય સમજ મેળવી શક્યા એટલે કે ૬૦% વિદ્યાર્થીઓ તેમાં સફળ થયા તથા વિદ્યુતપ્રવાહની સમજ મેળવવામાં ૪ વિદ્યાર્થીઓ એટલે કે ૫૭.૧૪% વિદ્યાર્થીઓ સફળ થયા.
બાકી રહેલા 3 બાળકો અવારનવાર ગેરહાજર રહેવાના કારણે બધા બાળકોની હરોળમાં આવી શક્યા નથી પરંતુ તેમના જ્ઞાનમાં પણ વધારો થયો છે.
11. તારણો
- જે વ્યક્તિગત માર્ગદર્શનથી બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
- પ્રવૃત્તિ અને પ્રયોગો કરાવવાથી વિદ્યાર્થીઓ નિયમિત આવતા થયા.
- પ્રયોગકાર્ય પહેલાં અંદાજે ૫ બાળકો એટલે કે ૭૧.૪૨% વિદ્યાર્થીઓને વિદ્યુતની સામાન્ય સમજ ન હતી. આ ઉપરાંત ૭ બાળકો એટલે કે ૧૦૦% બાળકોને વિદ્યુતપ્રવાહ અને તેની અસરોની સમજ ન હતી.
- પ્રયોગકાર્યના અંતે ૩ બાળકો વિદ્યુતની સામાન્ય સમજ મેળવી શક્યા એટલે કે ૬૦% વિદ્યાર્થીઓ તેમાં સફળ થયા તથા વિદ્યુતપ્રવાહની સમજ મેળવવામાં ૪ વિદ્યાર્થીઓ એટલે કે ૫૭.૧૪% વિદ્યાર્થીઓ સફળ થયા.
- બાકી રહેલા 3 વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ આવતા થાય તો ચોક્કસ જ તેઓ પણ બધા વિદ્યાર્થીઓની હરોળમાં આવી જશે.
12. અનુકાર્ય
- સતત મહાવરો તેમજ પ્રયત્ન દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષયનો રસ પેદા કર્યો હતો.
- શિક્ષણને જો આનંદદાયક બનાવીએ તથા રસમય બનાવીએ તો ચોક્કસ સંપૂર્ણ સફળતા મળી શકે છે.
- નિયમિત પણે વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્વક રહેવું જોઈએ.
- વિદ્યાર્થીઓ સાથે જૂથ બનાવી કાર્ય ચાલુ રાખી શકવાથી અવશ્ય સકળતા મળશે.
- વિદ્યાર્થીઓને મનપસંદ પ્રવૃત્તિઓ કરાવવાથી સફળતા મળી શકે છે.
- બાળકો પાસે પ્રાયોગિક અનુભવ કરાવવાથી સારુ પરિણામ મેળવી શકાય છે.
- વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપીને પ્રોત્સાહિત કરવાથી તેમની ક્ષમતામાં વધારો થાય છે.
13. સંદર્ભ સૂચિ
➡️ ધોરણ 7 વિજ્ઞાન અને ટેક્નોલોજી (દ્વિતીય સત્ર) , ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર.
➡️ બી.એડ, સેમેસ્ટર 2 વિજ્ઞાન , નીરવ પ્રકાશન, અમદાવાદ.