ક્રિયાત્મક સંશોધન ગુજરાતી
પોતાની કોલેજ નું નામ :
વર્ષ :
વિષય : " વિધાર્થીનીઓ સમાસ ઓળખવામાં ભૂલ કરે છે.” ગુજરાતી વિષય
પધ્ધતિ : ગુજરાતી, સામાજિક વિજ્ઞાન
શાળાનું નામ : શ્રી એમ. યુ. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, વઢવાણ
માર્ગદર્શક સંશોધક
(નામ) (નામ)
ક્રિયાત્મક સંશોધન અંગેની સમસ્યાના સંશોધન માટે ઘણા બધા મારીવ્યકિતઓએ મદદ કરેલી છે તે બધાનો હું દિલથી આભાર માનું છું.
સૌ પ્રથમ તો વિધાર્થીનીઓનો આભાર માનું છું કેમ કે તેમણે મને સહકાર આપ્યો, તાસ દરમ્યાન ચર્ચામાં ભાગ લીધો. શોખવા માટે તત્પર બન્યા તેમજ ત્યાંના વર્ગશિક્ષક અને પ્રિન્સિપાલ અમીબેહન કે જેમણે વધારાનો એક પિરીયડ લેવાની મંજુરી આપી તે માટે તેમની હું આભારી છું. ત્યારબાદ માર્ગદર્શ કીર્તિસરનો આભાર માનું છું કે તેમણે યોગ્ય સમયે પૂરતું માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો. આ ઉપરાંત દિપકસર તેમજ ત્યાંના શિક્ષકો નિશાબેન અને જીજ્ઞાબેન જે કોલેજના ભૂતપૂર્વ તાલીમાર્થી હતા તેમણે મને માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમજ સાથી તાલીમાર્થી બહેનોએ મદદ કરી હતી બધાનો દિલથી આભાર માનું છું.
સંશોધક
( પોતાની કોલેજ નું નામ )
અનુક્રમણિકા
ક્રમ વિગત
૧. પ્રસ્તાવના
ર. ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા
3. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો
૪. ક્રિયાત્મક સંશોધનનું મહત્વ
૫.ક્રિયાત્મક સંશોધનની મર્યાદા
૬. ક્રિયાત્મક સોશધનના સોપાનો
૭. સમસ્યા
૮. સમસ્યા ક્ષેત્ર
૯. કડીરૂપ શબ્દોની સમજ
૧૦. પાયાની જરૂરી માહિતી
૧૧. સમસ્યાના સંભવિત કારણો
૧ર. ઉત્કલ્પનાઓ
૧૩. પ્રયોગ કાર્યની રૂપરેખા
૧૪. મૂલ્યાંકન
૧૫. તારણ અને પરિણામ
૧૬. અનુકાર્ય
૧૭. ઉપસંહાર
૧૮. સંદર્ભ સૂચિ
૧૯. પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓના નામ
ર૦. મારા અનુભવો
૨૧.મેં અનુભવેલી અન્ય સમસ્યાઓ
પ્રસ્તાવના
શાળામાં અમુક એવી નાની નાની સમસયાઓ હોય છે જે સમસ્યા રોજિંદા શિક્ષણકાર્ય દરમ્યાન જોવા મળતી હોય છે. આમ તો આ સમસ્યા એકાદ વખતની મુલાકાતથી ધ્યાનમાં આવતી નથી પણ રોજના શિક્ષણકાર્ય દરમ્યાન જોવા મળે છે. આવી સમસ્યાનો ઉકેલ ખૂબ જરૂરી છે. તેના મુખ્યા કારણોની તપાસ કરવી જરૂરી છે. અને પછી તેના ઉપાયો મેળવવા જોઈએ. સંશોધન દ્વારા તે સમસ્યાને અટકાવવાનો પ્રયત્ન થઈ શકે.
ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને વ્યાખ્યા
અર્થ :
ઉપનિષદમાં શિક્ષકને સર્જક અને શોધક કહયો છે. આ દષ્ટિએ જોતા શિક્ષણ કાર્ય કરતા કરતા ઉદભવતી સમસ્યાઓને સંશોધક બની ઉકેલવાનો અને એ રીતે પોતાના શિક્ષણકાર્યને વધુ શુધ્ધ, કાર્યક્ષમ અને અસરકારક બનાવવાનો દરેક શિક્ષકનો વ્યવસાયી ધર્મ છે. ફિયાત્મક સંશોધનએ શિક્ષકો માટેનું અને વર્ગકાર્યની મુશ્કેલીઓ દરમ્યાન ઉદભવતું સંશોધન છે.
ક્રિયાત્મક સંશોધન એ રોજ-બરોજની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાની પ્રયુકિત છે.
વ્યાખ્યા
- વર્ગમાં શિક્ષણકાર્ય કરતા કે શાળામાં વિધાર્થીઓની પ્રવૃતિઓનું અવલોકન કરતાં શિક્ષક કેટલીક મૂઝવણો અનુભવે છે. આ મૂંઝવણોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી તેમનો ઉકેલ લાવવાનો ઉપયોગી માર્ગ તે ક્રિયાત્મક સંશોધન.
- ક્રિયાત્મક સંશોધનએ કેળવણી ક્ષેત્રની સિંચાઈ યોજના. - ડૉ. ગુણવતંભાઈ શાહ
- ક્રિયાત્મક સંશોધનએ શિક્ષકોનું શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા હાથ ધરાતું ઉપયોગી વ્યવહારૂ સાધન છે.
ક્રિયાત્મક સંશોધનના લક્ષણો :
ઉપરોકત વ્યાખ્યાઓના આધારે ક્રિયાત્મક સંશોધનના લક્ષણ નીચે પ્રમાણે આપેલ છે.
- ક્રિયાત્મક સંશોધન શાળા અને વર્ગની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે છે. ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે.
- ક્રિયાત્મક સંશોધન સમસ્યાઓનું સ્વરૂપ સાદુ હોય છે અને એમનું ક્ષેત્ર મર્યાદિત હોય છે.
- ક્રિયાત્મક સંશોધન ઉપચારાત્મક કાર્યનો એક ભાગ સ્વરૂપે હાથમાં ધરાતું વ્યકિતગત સંશોધન છે.
- ક્રિયાત્મક સંશોધનમાં અન્ય શિક્ષકો અને આચાર્યના સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે.
- ફિયાત્મક સંશોધનો ભવિષ્યના વિશાળ સંશોધન માટે ઉત્કલ્પના પૂરી પાડે છે. ક્રિયાત્મક સંશોધન સમય, શકિત અને નાણાંની દૃષ્ટિએ ઓછુ ખર્ચાળ હોય છે.
- ક્રિયાત્મક સંશોધન નિષ્ણાતની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે.
ક્રિયાત્મક સંશોધનનું મહત્વ :
ક્રિયાત્મક સંશોધનની અગત્યતા નીચે મુજબ છે.
- વર્ગખંડ અને શાળામાં ઉદભવતી વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી શકાય છે.
- શાળાના જડ, પ્રણાલિગત અને યાંત્રિક વાતાવરણમાં બદલાવ આવે છે. શાળામાં નવવિચાર અને પરિવર્તન શકય બને છે પરિણામે શાળાનાં વાતાવરણને નવજીવન અને ગતિશીલતા પ્રાપ્ત થાય છે.
- ક્રિયાત્મક સંશોધનનું મૂલ્યાંકન થઈ શકે છે.
- શિક્ષકોની સજજતામાં વધારો થાય છે તેઓને વર્ગખંડની અને શાળાની રોજિંદા કાર્યને લગતી સમસ્યાઓ ઉકેલવાની સૂઝ પ્રાપ્ત થાય છે.
- ઉપચારાત્મક શિક્ષણને સ્થાન મળે છે આથી શિક્ષણનો સ્તર ઊંચો આવે છે.
- આમ ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણમાં કેટલાક મૂળભૂત ફેરફારો શકય બને છે અને શિક્ષણ ગુણવત્તાયુકત બને છે.
ક્રિયાત્મક સંશોધનની મર્યાદા :
ક્રિયાત્મક સંશોધન દ્વારા અનેક સમસ્યાનો ઉકેલ કરી શકાય છે આમ છતાં તિની મર્યાદા પણ જોવા મળે છે.
- આ પ્રકારના સંશોધનોથી સ્થાનિક સમસ્યા ઉકેલી શકાય છે પરંતુ તેના પરિણામોનું સામાન્યીકરણ કોટા વ્યાપવિશ્વને લાગું પાડી શકાતું નથી.
- આવા સંશોધનો મર્યાદિત ગુણવત્તાવાળા હોય છે.
- સામાન્ય શિક્ષક પાસે આવા સંશોધનો હાથ ધરવાની સૂઝનો અભાવ હોફ છે તેથી તેઓ સંશોધન પ્રાપ્ત ઉદાસીનતા દાખવે છે.
- આ પ્રકારના સંશોધનો સમસ્યા ઉકેલી પ્રાથમિક તપાસ માટે જ હોય છે.
- આ સંશોધન દ્વારા એક શિક્ષકને મળેલ સમસ્યાનો ઉકેલ અન્ય શિક્ષક માટે ઉપયોગી થાય જ તેવુ ન પણ બને.
- ક્રિયાત્મક સંશોધન માટે શાળામાં યોગ્ય વાતાવરણ હજી જાણ્યું નથી.
- સમયનો અભાવ ક્રિયાત્મક સંશોધન માટે અવરોધરૂપ બને છે.
ક્રિયાત્મક સંશોધનના સોપાનો :
ક્રિયાત્મક સંશોધનએ સતત ચાલતી સ્થિતિસ્થાપક પ્રક્રિયા છે. તેમાં ખાસ પ્રકારના વાતાવરણ કે ચોકકસ શરતોની આવશ્યકતા નથી. એ તો જરૂરીયાત અને પરિસ્થિતિ અનુસાર સમસ્યાને સમયના ટૂંકાગાળામાં ઉકેલ શોકવાનો માર્ગ છે. તેના અમલ માટે નીચેના આઠ પગથિયા અનુસરવામાં આવે છે.
૧. સમસ્યા (Problem)
૨. સમસ્યા ક્ષેત્ર (Problem Area)
૩. સમસ્યાના સંભવિત કારણો (Problem Causes)
૪. પાયાની જરૂરી માહિતી (Baseline Data)
૫. ઉસ્કલપાનાઓ (Hypothesis)
૭. પ્રયોગકાર્યની રૂપરેખા (Action Plan)
૭. મૂલ્યાંકન (Evaluation)
૮. તારણ, પરિણામ, અનુકાર્ય (Conclusion, Result, & Follow)
👉 સમસ્યા (Problem)
શ્રી એમ.યુ. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં ઈન્ટર્નશીપ દરમ્યાન શિક્ષણકાર્ય કરતાં કરતાં જાણવા મળ્યું કે ધોરણ - 8 (અ) ની વિધાર્થીનીઓ વ્યાકરણમાં સમાસ ઓળખવામાં ભૂલ કરે છે. અને આ સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે તેને દૂર કરવા આ સંશોધન હાથ ધરાયું હતું.
👉 સમસ્યાક્ષેત્ર :
અહી વ્યાપવિશ્વ પૈકી વઢવાણ શહેરની શ્રી એમ.યુ. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ – 8 (અ) ની વિધાર્થીનીઓ પૂરતું સમસ્યા ક્ષેત્ર મર્યાદિત છે.
👉 પાયાની જરૂરી માહિતી :
સમસ્યા વિશેની તમામ બાબતો જાણી તેનો ઉકેલ શોધવા કેટલીક પાયાની માહિતી ભેગી કરવામાં આવી.
- અગાઉ થયેલા પ્રયત્નોની નોંધ લીધી.
- વિધાર્થીનીઓ પાસેથી સમાસના ઉદાહરણ માંગતા તેઓ સંતોષકારક ઉત્તર આપી શકયા નહીં.
- વિધાર્થીનીઓ સાથેની ચર્ચા દ્વારા જાણવા મળ્યું કે સમાસ રસપ્રદ રીતે શીખવવામાં આવતા નથી.
- અગાઉના પ્રયત્માં નિષ્ફળતા શા માટે મળી તે વિશેની ચર્ચા ત્યાંના ગુજરાતી શિક્ષક સાથે કરી હતી.
- વિધાર્થીનીઓ સાથે વાત કરી તેમને કઈ બાબતમાં તકલીફ પડે છે તેની નોંધ કરવામાં આવી.
- વર્તમાન પરિસ્થિતિ અને પ્રયોગકાર્યની પરિસ્થિતિ વચ્ચેની તુલના કરી યોજના ઘડવામાં આવી.
👉 સમસ્યાના સંભવિત કારણો (Problem Causes)
👉 ઉત્કલ્પનાઓ :
- જો વિધાર્થીનીઓને વ્યાકરણમાં સમાસ અંગે પૂરતું શિક્ષણ આપવામાં આવે તો તેઓ
- સમાસ ઓળખવામાં ભૂલ નહિ કરે.
- જો વિધાર્થીઓને વધારે ઉદાહરણ આપી તેમજ ચાર્ટ દ્વારા સમજાવવામાં આવે તો તેઓ માસય ઓળખવામાં ભૂલ નહિ કરે.
- વ્યાકરણ માટે અલગ તાસ ગોઠવી શકાય તો સમાસને વધુ સારી રીતે શીખવવામાં આવે અને વારંવાર પુનરાવર્તન કરાવવામાં આવે તો સમાસ ઝડપથી ઓળખી શકે.
👉 પ્રયોગકાર્યની રૂપરેખા (Action Plan)
સંશોધકને પોતાની નડતી સમસ્યાનો હલ કરવા નીચે મુજબના ૫ દિવસનું સુધારણા કાર્ય શિક્ષણનું આયોજન કર્યું હતું.
👉 મૂલ્યાંકન :
વિધાર્થીનીઓની સમસ્યાના સંભવિત કારણો તપાસી તેમજ તેના ઉકેલ માટેની જરૂરી માહિતી એકત્ર કરી અને પ્રયોગકાર્ય કર્યા પછી વિધાર્થીનીઓ કેટલા અંશે શીખી શકયા છે આ માટે એક પિરિયડ દરમ્યાન વિવિધ ઉદાહરણો આપીને તેમાંથી સમાસ ઓળખવાનું જણાવવામાં આવ્યું. આ રીતે તેમનું મૂલ્યાંકન કર્યું.
👉 તારણ અને પરિણામ :
સમસ્યાને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરતા નીચેના જેવા તારણો તેમજ પરિણામ જોવા મળ્યા.
- વિધાર્થીનીઓને સમાસ વિશેની માહિતી પ્રાપ્ત થઈ.
- વિધાર્થીનીઓને સમાસ જાણવામાં મઝા આવવા લાગી.
- વિધાર્થીનીઓ સમાસના પ્રકારોને ઓળખવા લાગી.
- વિધાર્થીનીઓ જાતે ઉદાહરણો આપવા લાગી.
- વિધાર્થીનીઓને વ્યાકરણમાં વધારે રસ પડવા લાગ્યો.
- વિધાર્થીનીઓ દરેક પાઠમાંથી સમાસ શોધવા લાગી.
- ૭૫ % વિધાર્થીનીઓ સમાસ ઓળખવામાં ભૂલ નથી કરતી.
👉 અનુકાર્ય :
વિધાર્થીનીઓની સમસ્યાનો ઉકેલ શોધી તેનો કાયમ માટેના કેલ માટે જો નીચેની પ્રવૃતિઓ ચાલુ રાખે તો થઈ શકે.
➡️ સમસ્યાના સંશોધન પછી શાળામાંથી આવતી વખતે ત્યાંના શિક્ષકને વિનંતી કરી હતી કે આ બધી બાબતો પછી પણ શાળામાં અપનાવે અને શિક્ષકે કહયું હતું કે તેઓ આ બધી બાબતનું ધ્યાન રાખશે જેમ કે,
- વ્યાકરણ રસપ્રદ ભણાવવું.
- ચાર્ટ અથવા મોડેલ્સ દ્વારા ભણાવવું.
- સમાસની વ્યાખ્યા વ્યવસ્થિત સમજાવવી.
- સમાસના પ્રકારોની વિસ્તૃત માહિતી આપશે.
- વિધાર્થીઓ પાસે ઉદાહરણ મેળવશે.
ઉપસંહાર :
ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણની ગુણવત્તા વધારવા માટેની એક ફમબધ્ધ પ્રક્રિયા છે અને તેના દ્વારા કોઈપણ સમસ્યાને હલ કરી શકાય છે. વિધાથીઓની સમસ્યા જાણી શકાય છે અને તેને દૂર કરવાના કારણો શોધી શકાય છે. શિક્ષણ એટલે માત્ર પાઠયપુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ વ્યવહારું જ્ઞાન પણ જરૂરી છે. આમ વ્યકિતના વિકાસમાં તેમજ શિક્ષણના વિકાસમાં ક્રિયાત્મક સંશોધનનું ખૂબ જ મહત્વ રહેલું છે.
આમ, વર્ગખંડ કે શાળાના દૈનિક કાર્યમાં અનુભવાતી સમસ્યાના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરી શકાય.
સંદર્ભ સૂચિ :
- શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજો. નીરવ પ્રકાશન
- ક્રિયાત્મક સંશોધન આર.એસ.પટેલ
- ફિયાત્મક સંશોધન ડૉ. મિલન સી. પટેલ (ગુર્જર પ્રકાશન)
- જીવન શિક્ષણ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
- શાહ ડી.બી. (૨૦૦૪) શૈક્ષણિક સંશોધન (અમદાવાદ પૂ.ગુ.નિ.લે.)
- જી.બી. અને પંડયા (૧૯૫) શૈક્ષણિક સંશોધન
પ્રયોગ પાત્ર વિદ્યાર્થીઓના નામ
ક્રમ. વિદ્યાર્થીઓના નામ
૧. Xyz
૨. "
૩. "
૪. "
૫. "
મારા અનુભવો
હું એમ.યુ. શેઠ ગર્લ્સહાઈસ્કૂલમાં ધો. 8 A માં વિદ્યાર્થીનીઓને સમાસ ભણાવતી હતી કે જે સમસ્યાનું સંશોધનના પ્રયોગકાર્ય માટે હતું. આ દરમ્યાન ઘણા અનુભવો થયા. જેમ કે વિધાર્થીનીઓ જોડે આત્મીયતા બંધાઈ ગઈ. સમાસની વિસ્તૃત માહિતી માટે બીજા પુસ્તકની મદદ લીધી જેમાંથી મને પણ વધારે જાણવા મળ્યું અને જ્ઞાનમાં વધારો થયો. ઉપરાંત વિધાર્થીનીઓના મનની કલ્પનાઓને જાણવા મળી જેના કારણે અભ્યાસ અસરકારક થઈ પડયો. મને સંતોષ થયો કે મારા પ્રયત્નો દ્વારા હું લગભગ મોટાભાગની વિધાર્થીનીઓને સમાસ શીખવાડવામાં મદદરૂપ થઈ શકી.
મેં અનુભવેલી અન્ય સમસ્યાઓ :
એમ.યુ. શેઠ ગર્લ્સહાઈસ્કૂલમાં ધો. 8 A ની વિધાર્થીનીઓ સમાસ ઓળખવામાં ભૂલ કરે છે આ સમસ્યા ઉપરાંત મેં બીજી પણ અમુક સમસ્યાઓ અનુભવી જેમ કે
અમુક વિધાર્થીનીઓ પ્રાર્થનામાં મોડી પહોંચે છે. અમુક વિધાર્થીનીઓને ગુજરાતી વાચન કરવામાં તકલીફ પડે છે. ગુજરાતીમાં અમુક વિધાર્થીનીઓને જોડણી ભૂલ થાય છે.
સમયના અભાવે તેમજ અમુક કારણોસર આ સમસ્યાનું નિવારણ થઈ નથી શકયું પણ જો બીજા શિક્ષકો દ્વારા આનુ સંશોધન હાથ ધરાય તો ચોકકસ પણે આ સમસ્યાનું નિવારણ થઈ શકે છે.