વ્યક્તિ અભ્યાસ // Case Study
• વ્યક્તિ અભ્યાસની પ્રારંભિક સમજ માટે એમ કહેવાય છે કે તે કોઈ એક વ્યક્તિના જીવનને સ્પર્શતાં સર્વે પાસાંનો ભૂતકાળ અને વર્તમાન બંનેને અનુલક્ષીને કરાયેલો અભ્યાસ.
• સંજોગો અને પરિસ્થિતિ અનુસાર દરેક સમયે વ્યક્તિના વર્તન વ્યવહારમાં ફેરફાર થાય છે. આ ફેરફારનો ચોક્કસ અભ્યાસ એટલે વ્યક્તિ અભ્યાસ.
• વ્યક્તિની આર્થિક, સામાજિક, પારિવારિક, માનસિક અને સ્વભાવગત ખામીઓ ખૂબીઓ વગેરેનો ઝીણવટભર્યો અભ્યાસ એટલે જ વ્યક્તિ અભ્યાસ.
• "વ્યક્તિ અભ્યાસ એટલે કોઇ એક વ્યક્તિ, પરિસ્થિતિ સાથે સંબંધિત તમામ પાસાંની સર્વાગી માહિતી એકત્રિત કરીને તે પરથી તે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને સાચા અર્થમાં સમજવાનો અને મૂલવવાનો પ્રયત્ન કરવો." - દેસાઇ અને દેસાઇ
• "વ્યક્તિ નિદાન અભ્યાસ એ બાળક વિશેની માહિતી સંકલિત કરવા માટે વપરાતી સામાન્ય પદ્ધતિ છે. વિગતવાર ઊંડો અભ્યાસ કરવા માટે વપરાતી સામાન્ય પદ્ધતિ છે. એ વિગતવાર ઊંડો અભ્યાસ પૂરો પાડી બળકના સમગ્ર વ્યક્તિત્વનું ચિત્ર રજૂ કરે છે. તે એક વિશ્લેષણ છે, જેમાં બાળકની સમસ્યા ઉપર કેન્દ્રિત થતા અર્થઘટનનો સમાવેશ થાય છે.”
જોન્શન સ્ટેફલર, એડેલ ફેલ્ટ.
• “શાસ્ત્રીય ઉપકરણો દ્વારા મેળવાયેલાં ઊંડાણપૂર્વકનાં આધારભૂત અને તટસ્થ અવલોકનો કે જે કોઇપણ સામાજિક એકમ વિશેની માહિતી મેળવી સ્થિતિદર્શક પરિસ્થિતિ કે તેનું નિદાન કરે છે. તે વ્યક્તિ અભ્યાસ છે.” - ડોનાલ્ડ જી.મોર ટેન્શન, એમ. મુલર
• “વ્યક્તિ અભ્યાસ એટલે કોઇપણ માણસ, જૂથ, બિરાદરી કે સંસ્થા જેવા એકમનાં મહત્ત્વનાં સર્વે અંગોને આવરી લઇ ઊંડાણથી કરેલા તેના અભ્યાસનો અહેવાલ” - ર્ડો. કે.જી. દેસાઇ
સ્ત્રોત :
• વ્યક્તિ કે સંસ્થાનું સામાન્ય નિરીક્ષણ
• વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત
• મનોવૈજ્ઞાનિક કસોટી
• સંસ્થાના રેકોર્સ
• વિદ્યાર્થીની શારીરિક તપાસ
• વ્યક્તિ માટે મનોચિકિત્સકનો રિપોર્ટ
સંસ્થાની ભૌતિક સુવિધાઓ, સ્ટાફ, આચાર્ય વગેરે
• વ્યક્તિના શોખ, સંસ્થાની પ્રવૃત્તિઓ
• વ્યક્તિનો સામાજિકતા આલેખ
• સંસ્થા માટે અન્ય દ્વારા ક્રમાંકન
સોપાનો :
૧) અભ્યાસ માટે વ્યક્તિ (case) ની પસંદગી
૨) માહિતીનું એકત્રીકરણ
૩) ઉત્કલ્પનાની રચના
૪) કારણોની તપાસ અને સૂચિત ઉપચાર ૫) વ્યક્તિ (case) સંબંધી અનુકાર્ય
વિશેષતાઓ :
• એકમ વિશેની ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળની બાબતોનો સમાવેશ કરી શકાય છે.
• આમાં ઈતિહાસ પદ્ધતિ, સર્વેક્ષણ અને લંબગત સંશોધન પદ્ધતિ જોવા મળે છે.
• અભ્યાસમાં ઝીણવટપૂર્વક અને ગહનતાથી અભ્યાસ કરવામાં આવે છે.
• વ્યક્તિ અભ્યાસમાં વિવિધ સંશોધન સાધનોની મદદથી માહિતી એકત્રિત કરી શકાય છે.
• વ્યક્તિ અભ્યાસમાં એકમના બધાં જ પાસાંઓનો અભ્યાસ કરી શકાય છે.
• અભ્યાસક અવલોકન શક્તિનો ઉપયોગ કરી શકે છે.
લાભ :
• સામાજિક એકમોને ઊંડાણથી સમજવા માટે ઉપયોગી.
• એકમ કે ઘટનાના વર્તમાન તેમજ ભૂતકાળને સમજવા માટે ઉપયોગી અપવાદરૂપ લક્ષણોની તરાહો જાણવા,અગાઉની માન્યતાઓને સુધારવા માટે ઉપયોગી.
• સામાજિક પરિબળો સાથેના એકમોના સંબંધને તપાસવા
• સામાજિક પરિવર્તનોના અભ્યાસમાં ઉપયોગી.
• એકમના વર્તન વ્યવહારને સમજવા માટે ઉપયોગી.
• ઉપચારાત્મક હેતુ માટે આ પદ્ધતિ ઉપયોગી છે.
• એકમના સંપૂર્ણ પાસાંને સમજવા માટે ઉપયોગી.
મર્યાદા:
• વ્યક્તિ અભ્યાસમાં સમય અને ખર્ચ વધે છે.
• વ્યક્તિ અભ્યાસમાં ઘટના સાથે ઐતિહાસિક કે વર્તમાન પૈકી ક્યા પરિબળો અસર કરે છે, તે નક્કી કરી શકાતું નથી.
• સંશોધકને અનુકૂળ સમસ્યાની પસંદગીનું વલણ વધારે જોવા મળે છે.
• આ સંશોધનના અભ્યાસ ઓછા થતા હોવાથી સામાન્યીકરણ મુશ્કેલ બને છે.
• વ્યક્તિગત રેકોર્ડમાં રહેલી ખામી સંશોધન માટે મુશ્કેલરૂપ બને છે.
• અભ્યાસમાં હેતુલક્ષીતા અને તટસ્થતા ન હોય તો અભ્યાસ માટે નડતરરૂપ બને છે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
• સંશોધકે સંશોધન પૂર્વગ્રહરહિત અને અનાત્મલક્ષી રીતે કરવું જોઈએ.
• સંશોધકે અભ્યાસ માટેના નમૂનાના પાત્રોની સંખ્યા નાની રાખવી જોઈએ.
• માહિતી એકત્રીકરણનાં ઉપકરણો વિશ્વસનીયતા-પ્રમાણભૂતતા ધરાવતા હોવા જોઈએ.
• વ્યક્તિ અભ્યાસ કેટલાક મર્યાદિત ક્ષેત્રોમાં જ થઈ શકે છે.
• વ્યક્તિ અભ્યાસમાં અભ્યાસકે દરેક બાબતોનું ચીવટપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ.
• વ્યક્તિગત પરિસ્થિતિઓની ભાગ્યે જ તુલના થઈ શકતી હોય છે. તેથી અભ્યાસના અંતે પ્રાપ્ત થતી માહિતીની તુલના ન કરવી જોઈએ.
• માહિતી એકત્રીકરણ જુદાં જુદાં સ્રોતો દ્વારા થતી હોવાથી યોગ્ય સંકલન થવું જરૂરી છે.
• વ્યક્તિ અભ્યાસમાં ઘણીવાર વધુ પડતી ઝડપને કારણે સંશોધન યોગ્ય રીતે થતું નથી.
• વ્યક્તિ અભ્યાસનું સામાન્યીકરણ થઈ શકતું નથી પરંતુ એના જેવા અભ્યાસો અન્ય અભ્યાસમાં મદદરૂપ અને દિશારૂપ બની રહે છે.
વ્યક્તિ અભ્યાસ નમૂના
વ્યક્તિ અભ્યાસ નમૂના | |
---|---|
Download |
માતા વગરની વિદ્યાર્થીનીનો વ્યક્તિગત અભ્યાસ |
Download |
સાતમાં ધોરણની વિદ્યાર્થીઓ ની વાંચનક્ષમતાનો અભ્યાસ |