Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાષા વિકાસ અને વર્તનવાદી સિદ્ધાંતો // Language development and behavioral principles

ભાષા વિકાસ અને વર્તનવાદી સિદ્ધાંતો

ભાષા વિકાસ અને વર્તનવાદી સિદ્ધાંતો // Language development and behavioral principles

➡️ પ્રસ્તાવના

બાળકે શરૂઆતમાં ભાષા અધ્યયન અનુકરણથી શીખે છે. પ્રયત્ન અને ભૂલી પરંપરા દ્વારા ભાષાકીય વર્તનમાં સુધારો કર્યા કરે છે અને છેવટે ભાષા શીખવામાં તે આંતરસૂઝ(insight) અને સર્જનાત્મકતાનો આધાર લે છે અને તેથી બાળકને સાંભળ્યા હોય તેવા શબ્દપ્રયોગો પણ તે કરે છે.


 વૉટસમ ઉપરાંત પાવલોવ, સ્કિનર, થોર્નડાઈક વગેરેએ વર્તનવાદી ક્ષેત્રમાં ખેડાણ કર્યું. મીલર અને ડોલા પ્રયોગો કરીને બતાવ્યું કે ઉચ્ચારણ, હસ્તાક્ષર, લેખનશૈલી વગેરે બાળક અનુકરણ દ્વારા શીખે છે. બાળક જન્મે છે ત્યારથી મૃત્યુપર્યત અનુકરણ દ્વારા શીખવાની એની ક્રિયા ચાલુ જ હોય છે.


ભાષા વિકાસ અંગે વર્તનવાદી સિદ્ધાંતો પરની ચર્ચા નીચે મુજબ કરી શકાય છે

ભાષા વિકાસ અને વર્તનવાદી સિદ્ધાંતો

➡️  જે.બી. વૉટસન (1878-1958)

વૉટસનને ‘વર્તનવાદનો પિતા માનવામાં આવે છે. તેણે વિચારક્રિયા સિદ્ધાંત આપ્યો, જે કેન્દ્રસિદ્ધાંતથી વિરુદ્ધ છે. કેન્દ્રસિદ્ધાંતના મતે, વિચારક્રિયા એ મગજમાં થતો, મજ્જાતંત્ર ઉપર આધાર રાખતો વ્યવહાર છે, જયારે વિચારસિદ્ધાંત મુજબ સ્નાયુઓ, સ્વતંત્ર, જીભ, શરીરના અવયવો દ્વારા થતાં હલનચલનોનો સંવેદનકારક -બવહાર છે. એટલે કે આપણે મગજ દ્વારા નહીં, શરીર અવયવો દ્વારા વિચારીએ છીએ.


વૉટસન વિચારક્રિયાનો ભાષા સાથે સંબંધ જુએ છે. તે કહે છે કે વિચારક્રિયા ને સ્વરતંત્રની ટેવો છે. બાળકના સ્વરતંત્રનો

જેમ વિકાસ થાય છે, તેમ તે બાળામાંથી વિવિધ પ્રકારની વાચિક(વાચાલક્ષી) પ્રતિક્રિયાઓ કરી શકે છે. પદાર્થ સાથેના

અભિસંધાન દ્વારા આ પ્રગટ વાચા-વ્યાપારો પદાર્થ વિશે શબ્દનું સ્વરૂપ, કેમ કે “દાદા', કૂતરો' ધારણ કરે છે. જેમ આ

વાચિક(વાચાલક્ષી) ટેવો સબળ બને તેમ પછી તેને જોઈને પ્રગટપણે બોલવાની જરૂર પડતી નથી. વ્યક્તિ આંતરિક તે જ

તેના વિશે વિચારે છે. વાણી વાચિક(વાચાલક્ષી) ટેવોનું પ્રગટ સ્વરૂપ છે, જ્યારે વિચારક્રિયા વાચિક ટેવોનું અપ્રગટ સ્વરૂપ છે.



વૉટસનના મતે શીખવું એટલે શારીરિક અંગોપાંગોની ટેવો પાડવી તે, એટલે કે શીખવું તે માત્ર શરીરની ક્રિયા છે, સ્નાયુઓની

ટેવ છે. તે માત્ર પ્રયત્નોની સંખ્યા પર આધાર રાખે છે. જો ભાષા બોલવાની હિલચાલો વારંવાર થાય અને તેમાં તે સફળ થાય

તો તે દઢ થાય છે અને ટેવ પડે છે. ઉદીપક અને પ્રતિક્રિયાની સાંકળમાંથી તેની ભાષાકીય ટેવો વિકસે છે.

➡️ થોર્નડાઈક (1874-1949)

થોર્નડાઈકે પ્રયત્ન અને પુનરાવર્તનની હિમાયત કરી. બાળકના ભાષા શીખવાના પ્રયત્નમાં જો વડીલો અને શિક્ષકો દ્વારા તે અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે તો તેનું પરિણામ બાળક માટે સંતોષજનક બને છે. જે બાળક ભાષા બોલવા કે શીખવા માટેના વધુ ને વધુ પ્રયત્નો કરે, તેનો ભાષા વિકાસ સારો થાય છે. થોર્નડાઈક મુજબ, પુનરાવર્તન અને દૃઢીકરણને ગાઢ સંબંધ છે. એકની એક કવિતા કે પાઠ વારંવાર વાંચવાથી તે યાદ રહી જાય છે. તેથી જ બાળકોને શાળામાં ચલાવેલા વિષયવસ્તુના દઢીકરણ માટે ગૃહકાર્ય આપવામાં આવે છે. પરંતુ કેવળ પુનરાવર્તન કે પ્રયત્ન ભાષા શીખવા માટે પૂરતું નથી. ઉત્સાહ વિનાના મહાવરાથી તેમજ સફળતા કે નિષ્ફળતા વિનાના પુનરાવર્તનમાંથી પૂર્ણતા આવતી નથી. આ રીતે તે પરિણામના નિયમને(The law of effect )ને અગત્ય આપે છે.


જો બાળક ભાષા શીખવા માટે તત્પર(ready) હોય તો તે સરળતાથી ભાષા શીખી લે છે, કારણ કે તેના માટે તે સંતોષજનક

પ્રક્રિયા છે. પરંતુ જો તે ભાષા શીખવા માટે તત્પર ન હોય અને તે શીખવવામાં આવે તો તેના માટે તે અસંતોષજનક બને છે

અને તેને ચીડ કે અજંપો થાય છે. આ ઉપરાંત બદલો(reward) પણ ભાષા અધ્યયનમાં મદદરૂપ થાય છે. જે પ્રતિક્રિયા પર

બદલો અપાય છે તે અનુબંધ મજબૂત બને છે અને બદલાની કે ઇનામની વિધાયક અસર તેની પ્રતિક્રિયાઓ પર થાય છે.


થોર્નડાઈકે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના સિદ્ધાંતમાં ઉપયોગના નિયમને રજૂ કરતાં જણાવ્યું કે વ્યવહારમાં જેનો ઉપયોગ વધુ થાય છે તે સહેલાઈથી યાદ

રહી જાય છે. ભાષા એ કૌશલ્યો નો વિકાસ છે. બહુ જ સાદી ભાષામાં કહીએ તો  'વાપરતાં વાપરતાં આવડે’. જેણે કદી

વર્ગમાં પ્રશ્નોના જવાબ આપ્યા નથી, કે દસ માણસની હાજરીમાં બોલ્યો નથી તેને એકાએક સ્ટેજ પર બોલતાં (મર મા છે

વા નો છે ભાષાના વિવિધ કૌશલ્યોમાં પણ આ જ બાબત લાગુ પડે છે.  શિક્ષક વિવિધ કૌશલ્યોનો ઉચિત ઉપયોગ કરવા

ના

અધ્યયન અનુભવો પૂરા પાડે તો કૌશલ્યોનો સાચી દિશામાં વિકાસ થઈ શકે.

➡️ ઇવાન પેટ્રોવિચ પાવલોવ (1849-1936)

પાવલોવે અભિસંધિત પ્રતિક્ષિપ્ત ક્રિયા દ્વારા દૃઢીકરણના સિદ્ધાંત પર ભાર મૂક્યું.

બાળક સામે જ્યારે ઉદ્દીપક મૂકવામાં આવે છે ત્યારે તે પ્રતિચાર આપે છે અને પુનરાવર્તન દ્વારા આ પ્રતિચારને દઢ બનાવી શકાય છે. જો બાળક સામે શબ્દ રજુ કરી તેનું વસ્તુ, પદાર્થ કે આકૃતિ સાથે અભિસંધાન કરી શીખવવામાં આવે તો વિદ્યાર્થીની ધારણશક્તિ વધે છે.


અભિસંધિત પ્રતિક્રિયા દ્વારા બાળકોને સ્થળ, કાળ કે પરિસ્થિતિ પ્રત્યે, શબ્દો પ્રત્ય લેખન, વાચન કે ચિત્રકામ પ્રત્યે પ્રેમપૂર્વક

કે ધૃણાપૂર્વક જો વાનું શીખવી શકીએ. અભિસંધિત પ્રતિક્રિયા દ્વારા શીખવામાં કેટલીક વાર નુકસાન પણ થાય છે. કેટલીક

વાર લખવામાં કે બોલવામાં જે ઉરમાર દોષો થાય છે, તેનું કારણ પણ આ જ છે. બાળક જે કંઈ પણ શીખે છે તે તેના

પૂર્વજ્ઞાનને આધારે શીખે છે. આ ખાન વાતાવરણની અસર તેના પર ઠીક ઠીક થાય છે. ભાષા શીખવાનું વાતાવરણ જો

અનુકૂળ ન હોય તો બાળકોને ભાષા શીખવવી અઘરી પડે છે. એનું કારણ ભાષા શીખવા માટેનાં જે સ્વાભાવિક પરિબળો

વિદ્યમાન હોય તેને લીધે એમ બને છે મુંબઈના બાળકો સ્વાભાવિકપણે જ બહુભાષી બને છે, તેનું કારણ એ છે.પણ જયાં

વાતાવરણ અનુકૂળ નથી તેવા ઇંગ્લેન્ડમાં ત્યાંના બાળકોને જો હિનદી શી નવા ડીએ એ વા તો ગુજરાતના બાળકોને તમિલ

ને તમિલનાડુના બાળકોને ગુજરાતી શીખવાડીએ  તો આ તકલીફ રહેવાની જ. એટલે, અભિસંધિત ક્રિયા દ્વારા શીખવવામાં

વાતાવરણ અનુકૂળ હોવું જોઈએ.

➡️ બી. એફ. સ્કેિનર (1904-1990)

સ્કિનરે કારક અભિસંધાનમાં ઉત્તેજક અને પ્રતિચારની વાત કરી અને વર્તનના ઘડતરની સંકલ્પના આપી. વર્તનકક્ષામાં ન હોય તેવી બાબતો માટેની  તાલીમ આપવાની રીતને સ્કિનર ઘડતર કહે છે. સ્કિનર મુજબ, ભાષા એ વર્તન છે કે જે પ્રાપ્ત કરી શકાય છે. જો ઉત્તેજક કે ઉદ્દીપક નહીં તો પ્રતિચાર નહી જેવું  ઉદ્દીપક બાળકને આપવામાં આવે, તેવો પ્રતિચાર સામે મળે, બાલવાડી માં બાળક કાલું કાલું બોલે છે. આવી વાણીમાં બધી ભાષાના પાયાના ઉચ્ચારો હોય છે, પણ મા-બાપ  ભેદદર્શક સુદઢીકરણ દ્વારા પોતાની ભાષાના ઉચ્ચારો જ સ્વીકારે છે. તેથી બાળક ધીમે ધીમે ભાષા શીખે છે. બાળકને જો “નયન” બોલતા આવડી જાય તો એ બોલવામાં એને સરળતા રહેશે, કારણ કે બન્ને પ્રતિચારોમાં સામાન્ય તત્ત્વ રહેલું છે. ભાષામાં આવતા શબ્દોના ઉચ્ચારણની સમજ, વિરુદ્ધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, તેના ખ્યાલો વગેરેનું યોગ્ય પરિસ્થિત સાથે અભિસંધાન કરીને શિક્ષણ આપી શકાય.

આંતરસૂઝ(insight) દ્વારા શીખવામાં વર્ધીમર, કોહલર અને કોફકા જેવા સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોના પ્રયોગ જાણીતા છૅ. આંતરસૂઝ દ્વારા શીખવાની ક્રિયામાં બાળકને જાતે જ કોયડાનો ઉકેલ શોધવો પડે છે. એણે સમસ્યાને કે વિષયવસ્તુ  સમગ્રરૂપે જોતાં કે સમજતાં શીખવું પડે છે, ટુકડે ટુકડે નહીં. જેમ કે કાવ્યશિક્ષણ આપતી વખતે અમુક અમુક પંક્તિઓ કે કડીઓમાં કાવ્યને વહેંચી નાખવાને બદલે સમગ્ર કાવ્ય અથવા તો તેના અર્થપૂર્ણ ઘટકોમાં અભ્યાસ કરવાથી કાવ્ય સારી રીતે સમજી શકાય છે. ભાષા શીખવતી વખતે શબ્દભંડોળ અલગથી, વિષયવસ્તુ અલગથી અને તેને સંલગ્ન વ્યાકરણ અલગથી શીખવવાને બદલે વિષયવસ્તુ ભણાવતા સમયે જ તેને સંલગ્ન શબ્દભંડોળ અને વ્યાકરણનું જ્ઞાન આપવાથી ભાષા સારી રીતે શીખવી શકાય છે. આમ, ભાષાની સમગ્રતા ભાષા અધ્યયન માટે ખૂબ જ જરૂરી છે.


આમ, ભાષાના અધ્યયનની પ્રક્રિયા આરંભમાં અનુકરણાત્મક હોય છે, પછીથી આંતરસૂઝયુક્ત કે સર્જનાત્મક બને છે.





Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏