Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

સમાવેશી શિક્ષણ // Inclusive education

    સમાવેશી શિક્ષણ


પ્રસ્તાવના:

    સમાવેશી શિક્ષણનો વિંકાસ એ વિશ્વાસ સાથે કરવામાં આવ્યો છે કે શિક્ષણ પ્રત્યેક બાળકનો એક મૌલિક માનવાધિકાર છે તથા તે એક ઉન્નત સમાજ માટે આધાર આપે છે. તે બધા વિદ્યાર્થીઓને તેમની વ્યક્તિગત ભિન્નતાઓ અને મુશ્કેલીઓ હોવા છતાં શિક્ષણનો અધિકાર પ્રદાન કરે છે. સમાવેશી શિક્ષણની પહેલ વિકિસમૂહો માટે હતી કે જેમને પહેલા શિક્ષણની તકોથી વંચિત રખાતા હતા. આ સમૂહમાં ગરીબીરેખાથી નીચે જીવનારા બાળકો, વિશેષ જાતિ, ધર્મ તથા ભાષાનદંભૈ લઘુમતી ધરાવતા બાળકો, વિશિષ્ટ સમાજની છોકરીઓ, પર્વતીય કે અંતરિયાળ વિસ્તાંરમાં રહેતા બાળકો, વિકલાંગતા ધરાવતા બાળકો કે વિશિષ્ટ જરૂરિયાતો ધરાવસંબાળકોને સંમિલિત કરેલ છે. આ સમૂહનાં નાના બાળકો અને લોકોને શિક્ષણ અને સમાજ બંનેથી હાંસિયા ઉપર રાખેલા જોવા મળે છે પરંપરાગત. રીતે વિકલાંગ બાળકો બહિષ્કાર, ભેદભાવ અને અલગપણાને કારણે તેમની ઉંમરના સહાધ્યાયીઓ અને શિક્ષણની મુખ્યધારાથી દૂર રહ્યા છે. 


   સમાવેશી શિક્ષણ કેવળ વિકલાંગ બાળકોના શિક્ષણ સાથે સંબંધિત નથી કે

વિશેષ શાળાના વિકલ્પના ખોજ સાથે સંબંધિત પણ નથી. તે વિશિષ્ટશિક્ષણ નીતિ નિર્ધારકો તથા વ્યવસ્થાપકોને પ્રોત્સાહિત કરે છે કે તેઓ શિક્ષણ પ્રણાલીના અવરોધોને ઓળખે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તેના વિચાર કરે.

           સમાવેશી શિક્ષણ બાળકની સંહભાગીતાના આધારને બળ આપે છે. તે ઉપરાંત તે કોઈપણ કારણથી વિદ્યાર્થીઓના બહિષ્કારને નકારે છે, બધા વિદ્યાર્થીઓની સહભાગિતા વધારે છે બધા વિદ્યાર્થીઓ માટે અધ્યયનને વધુ અર્થપૂર્ણ અને અસરકારક બનાવે છે તેમજ શિક્ષણની નીતિઓ અભ્યાસક્રમો અને અનુભવોનું મૂલ્યાંકન કરી પુનઃનિર્માણ કરે છે જેનાથી બધા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરી શકાય.


   પ્રશિક્ષણાર્થીમિત્રો, આ પ્રકરણમાં સમાવેશી શિક્ષણના અર્થ, વ્યાખ્યાઓ, સંકલ્પના, ઉદેશ્યો, લાક્ષણિકતાઓ, જરૂરિયાતો, લાભો અને અવરોધોનું અધ્યયન કરીશું. જેથી આપણને સમાવેશી શિક્ષણની ઊંડાણપૂર્વકની સમજ મળી રહે.


➡️ સમાવેશી શિક્ષણનો અર્થ 

    શાળાઓએ બધા બાળકોને તેમની શારીરિક, બૌદ્ધિક, સામાજિ. ભાવનાત્મક, ભાષાકીય કે અન્ય સ્થિતિઓ હોવા છતાં સ્વીકાર કરવો પડશે જે અક્ષમ તથા મેઘાવી વિચરતા તથા કામકાજી બાળકો, નિર્જન ક્ષેત્રના બાળક વિશિષ્ટ સંસ્કૃતિના બાળકો તેમજ અન્ય પછાત કે હાંસિયા પર રહેવાવાળા બાળકો સંમિલિત કરવા જોઈએ. (સલામાનકા સ્ટેટમેન્ટ અને ફ્રેમવર્ક ફૉર ઍક્શન)


    ઉપરોક્ત વ્યાખ્યા પરથી સમાવેશી શિક્ષણનો અર્થ કરી એક સાથે, એક જ જગ્યાએ શિક્ષા ગ્રહણ કરે. ભલે તેઓ કોઈપણ વિકલાંગ કે અક્ષમતાથી પીડિત હોય. કોઈપણ પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકોને જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ અનુકૂલિત કરવામાં આવે છે તેમજ શિક્ષણ છે પદ્ધતિઓમાં પણ તેમની જરૂરિયાત મુજબ બદલાવ કરવામાં આવે છે. આ કરવાથી વર્ગખંડના બધા વિદ્યાર્થીઓ એક સાથે અને એક જેવું શિક્ષણ પ્રાપ્ત કર શકે. સમાવેશી શિક્ષણમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો કે વિકલાંગ બાળ સામાન્ય બાળકોની સાથે વધુમાં વધુ સમય વ્યતીત કરે છે. અર્થાતુ બધા વિદ્યાર્થીએ પોતાની ઉંમર મુજબ સામાન્ય શાળાના વર્ગખંડમાં ભાગ લે છે.


   સમાવેશી શિક્ષણ બધા વિદ્યાર્થીઓને એક જેવું શીખવાનું વાતાવરણ પૂરું પાં છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો જયાં બધા વિદ્યાર્થીઓ (સામાન્ય અને વિકલાંગ બંને એકસાથે અભ્યાસક્રમ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એક જ સ્થાને (વર્ગખંડમાં પ્રાપ્ત કરે છે. તેને સમાવેશી શિક્ષણ કહેવાય છે. બધા વિદ્યાર્થીઓ પછી તે કોઈપણ હોય એક જ શાળામાં એક સાથે શિક્ષણ મેળવે છે. સમાવેશી શિક્ષણ બધ વિદ્યાર્થીઓને શિક્ષણ સુધી પહોંચવાની તક પૂરી પાડે છે અને શિક્ષણ મેળવવા માટે અવરોધક બાબતોને દૂર કરવા પ્રયત્નો કરે છે. 


➡️ સમાવેશી શિક્ષણની વ્યાખ્યાઓ 


 👉 સમાવેશી શિક્ષણની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ આપેલ છે, જેના દ્વારા આપણને સમાવેશી શિક્ષણનો અર્થ વિસ્તૃત રીતે સમજી શકાય છે. 


 “સમાવેશી શિક્ષણ એ એવી નીતિનું અને પ્રક્રિયાનું અમલીકરણ છે કે જે બધાં બાળકોને બધા કાર્યક્રમોમાં સહભાગી થવા કહે છે. સમાવેશી શિક્ષણ એ સામાન્ય શિક્ષણની પ્રણાલી નથી, પરંતુ તે વિકલાંગ બાળકો માટે સામાન્ય શૈક્ષણિક પ્રણાલીનો જ એક ભાગ છે.” - મણીવન (2001)


“સમાવેશી શિક્ષણ એ મૂલ્યો, સિદ્ધાંતો અને અભ્યાસોનો સમૂહ છે કે જે બધાં બાળકોને, પછી ભલે તે અસાધારણ હોય, તેમ છતાં વધુ અસરકારક અને અર્થપૂર્ણ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે.” - જિયાન ગ્રીકો (1997)


“સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાનાં વર્ગખંડમાં એક સાથે શિક્ષણ માટે મૂકવા.”

  - કુગલમાસ (2004)


“સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક રીતે સમધારણ શિક્ષણ પ્રણાલીમાં મુકવા. આ વિદ્યાર્થીઓની જવાબદારી સમધારણ શાળાના વર્ગ શિક્ષકની હોય. ઉપરાંત જયારે જરૂર પડે ત્યારે આવા વિકલાંગતા રાવતા વિદ્યાર્થીઓ સંસાધનખંડ જેવી અલગ પ્રણાલીથી પણ કેટલીક માહિતીઓ રાપ્ત કરે.”

-મેસ્ટ્રોપિરી અને સ્ટાસ (2004) 


સમાવેશન એકપ્રક્રિયા છે જેમાં પ્રત્યેક શાળા બાળકોની શારીરિક, સંવેગાત્મક થા શીખવાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પોતાના સંસાધનોનો વિસ્તાર કરે છે.

-ઉમાં તુલી (2008)


સમાવેશી શિક્ષણનો અર્થ થાય છે કે બધા શીખવાવાળા વિકલાંગતા ધરાવતા ને વિકલાંગતા નહીં ધરાવતા બાળકો પૂર્વ શાળા, શાળા અને સામુદાયિક ક્ષણિક સ્થાન પર યોગ્ય રીતે તથા સહાયક સુવિધાઓની સાથે એક સાથે ભણી ,"

- માનવ વિકાસ સંસાધન મંત્રાલય (2003)


“જ્યારે વિકલાંગતા ધરાવતા બાળકો સામાન્ય શિક્ષણના વર્ગખંડમાં વિશિષ્ટ શિક્ષણ સેવાઓ પ્રાપ્ત કરે છે તો તેને સમાવેશી શિક્ષણ કહે છે. સમાવેશન પાછળની વ્યુહરચના એ છે કે વિદ્યાર્થીઓને અધ્યયન હેતુ અનુભવો આપવા, વિભેદિત અનુદેશનપુરા પાડવા તથા સંપૂર્ણ પહોંચ હેતુ વર્ગખંડની અંદર પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં અનુકૂલન કરવું.”

-સ્વાર્જ (2006)


સમાવેશન એ વિદ્યાર્થીઓની વિવિધતા ઉપર સકારાત્મક પ્રતિક્રિયા દેવા માટેનો એક પ્રભાવશાળી અભિગમ છે. જેમાં વ્યક્તિગત ભિન્નતાને એક સમસ્યા તરીકે જોવામાં આવતી નથી પરંતુ, અધ્યયન વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે.”

 -યુનેસ્કો


   ઉપર દર્શાવલી સમાવેશી શિક્ષણની વ્યાખ્યાઓનો સારાંશ આપણે નીચે મુજબ જોઈએ.


  • સમાવેશી શિક્ષણ બધા બાળકોને શિક્ષણ પ્રણાલીમાં જોડવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
  • શાળામાં પ્રવેશ માટે વિક્લાંગતાનો ભેદભાવ રાખવો નહીં. 
  • બાળકને તેના ઘરની નજીકની શાળામાં દાખલ કરવો.
  • સમાવેશી શિક્ષણ નીતિના આધારે વિક્લાંગતા ધરાવતા બાળકોને વિકલાંગતા ન ધરાવતા બાળકોની સાથે કોઈ પણ ભેદભાવ વગર શિક્ષણ મેળવવાનો અધિકાર આપે છે.
  • શાળાના દરેક કાર્યક્રમોમાં બધા બાળકો એક સમાન રીતે સહભાગી થાય.
  • સમાવેશી શિક્ષણ દ્વારા વિકલાંગ બાળકો તકો સુધી પહોંચે તેના બદલે તેઓને ઇચ્છિત શૈક્ષણિક તકો આપોઆપ મળે તેવી તક આપે છે.

➡️ સમાવેશી શિક્ષણની સંકલ્પના :

          આપણા સમાજમાં સૌપ્રથમ અલગપણાની વિચારધારા પ્રવર્તમાન હતી. એટલે કે સમાજમાં વિક્લાંગો કેવંચિત જૂથની વ્યક્તિઓને મુખ્ય સમાજના પ્રવાહથી અલગ રાખવામાં આવતી હતી. તેઓનું શિક્ષણ પણ સામાન્ય શિક્ષણથી અલગ કરીને વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીથી આપવામાં આવતું હતું. તેઓને સમાજના અંગ તરીકે સમજવામાં આવતા નહોતા.

    સમય જતા સંકલનની વિચારધારા અમલમાં આવી, સંકલનને એકીકરણ પણ કહેવાય છે. જેમાં અલગ કરેલા જૂથને તેમના જૂથ સાથે રાખીને મુખ્ય સમાજના પ્રવાહમાં લઈ લેવામાં આવે છે આનો અર્થ એ થયો કે વિકલાંગ કે વંચિત જૂથની વ્યક્તિઓને મુખ્ય સમાજમાં લઈ તો લીધા પરંતુ તેઓને તેમના જૂથ સાથે અલગ કરીને રાખવામાં આવ્યા. આવા સંકલનથી કોઈ અસરકારક ફાયદો જોવા મળ્યો નહીં. વળી, સંકલિત શિક્ષણમાં શિક્ષણ પ્રણાલી આવા વિકલાંગ બાળકોને એક સમસ્યારૂપ સમજતી હતી.


  અંતે સમાજમાં વિકલાંગતા પ્રત્યે જાગરૂકતા વધવા લાગી. સૌ વિકલાંગ : બાળકોને કે વ્યક્તિઓને સ્વીકારવા તૈયાર થયા. વિકલાંગ વ્યક્તિઓ પણ આ સમાજની અભિન્ન અંગ છે એવું માનવા લાગ્યા. સમાજમાં દરેકને સમાન તકો, શિક્ષણ મેળવવાનો અધિકાર, રોજગારીની તકો તથા નાગરિકતાનું ગૌરવ મળવા લાગ્યા. આમ, સમાજમાં દરેક વર્ગ, જાતિ, વર્ણ, લિંગ, સામાજિક-આર્થિક દરજ્જો, સંસ્કૃતિ, ભાષાકીય કક્ષા વગેરે સંદર્ભે એકસૂત્રતા આવવા લાગી. આ વિચારધારાને સમાવેશી શિક્ષણ કહેવાય છે.


  સમાવેશી શિક્ષણની સંકલ્પના એવું સ્પષ્ટ કરે છે કે વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ માટે એક સામાન્ય વિદ્યાર્થી અને એક વિકલાંગ વિદ્યાર્થી બંનેને એક સમાન શિક્ષણ પ્રાપ્ત થાય તેવી તકો પૂરી પાડવી જોઈએ. પહેલા સમાવેશી શિક્ષણની સંકલ્પના માત્રવિશિષ્ટ વિદ્યાર્થીઓની માટે કરવામાં આવતી હતી, પરંતુ આધુનિક સમયમાં સમાવેશી શિક્ષણ અને તેના સિદ્ધાંતનો વિસ્તૃત અભ્યાસ આજના શિક્ષણમાં જરૂરી બન્યો છે.


   સમાવેશી શિક્ષણ વિશિષ્ટ શાળાઓ કે વર્ગખંડનો સ્વીકાર કરતું નથી. તે વિકલાંગ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓથી અલગ માનતું નથી. તેથી વિકલાંગ બાળકો પણ સામાન્ય બાળકોની સાથે અને તેમની જેમ શૈક્ષણિક પ્રવૃતિઓમાં ભાગ લે એ અધિકાર પ્રાપ્ત થવો જોઈએ તેમાં સમાવેશી શિક્ષણ માને છે.




Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏