ભાષા અને સમાજ
Language and society
માનવના વિકાસમાં ભાષાનો બહુ મોટો ફાળો રહેલો છે. અન્ય પ્રાણીઓ કરતાં માનવ પોતાની ભાષા દ્વારા અલગ પડે છે. ભાષા દ્વારા સંસ્કૃતિનો પણ વિકાસ થાય છે અને વ્યક્તિગત વિકાસ પણ થાય છે. ભાષા દ્વારા વ્યક્તિ પોતાના વિચારને અન્ય સુધી પહોંચાડી શકે છે. માનવી એ જીવનભર મેળવેલા પોતાના અનુભવોને ભાષા દ્વારા અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન યુગોથી કર્યો છે. અને પોતાના અનુભવોને લાંબો સમયટકાવવા માટે ભાષા ઉપયોગી બની છે. પોતાના અનુભવોને અન્ય સુધી પહોંચાડવાની પ્રક્રિયાને જ આપણે શિક્ષણ કહીએ છીએ. પરંતુ એવું માનવામાં આવે છે કે શિક્ષણની શરૂઆત ભાષા કરતા વહેલા થઈ હોવી જોઈએ. જ્યારે પ્રબુદ્ધ લોકો ને પોતાની વાત, પોતાનો અનુભવ, લાગણીઓ તેમજ અન્ય અભિવ્યક્તિઓને અન્ય સુધી પહોચાડવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે ત્યારે ભાષાનો ઉદ્ભવ થયો હશે એમ માનવામાં આવે છે. પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યથી કેવી રીતે અલગ પડે છે એમ આપણે જાણવા બેસીએ તો સૌથી પહેલું પરિબળ ભાષા આવે. પ્રાણીઓ અને પક્ષીઓની ભાષા વિકસિત નથી જ્યારે મનુષ્યની ભાષા વિકસિત છે અને તેથી જ મનુષ્ય યુગોનું પોતાનું જ્ઞાને સાચવી શક્યો છે અને પેઢી દર પેઢી તે આગળ વધારી છે. અને તેને જ પરિણામે માનવ સંસ્કૃતિનો સુપેરે વિકાસ થયો છે. સમગ્ર પૃથ્વી ઉપર ત્રણ હજાર કરતાં પણ વધુ ભાષાઓ ઉપલબ્ધ છે. જે એમ દર્શાવે છે કે ભાષા માનવ ચિત્તના ઉચ્ચ કલ્પનોનો આવિષ્કાર છે. વિશ્વની અનેક સભ્યતાઓમાં સ્થાનિક ભાષા વિકસી છે. અને આવી સ્થાનિક ભાષાઓએ જ જુદા જુદા સમાજનું નિર્માણ કર્યું છે. આથી જ ભાષા ઉપર સામાજિક સંસ્કૃતિ અને સ્થાનિક સભ્યતાઓની અસર જોવા મળી છે.
માનવ એકમથી સમાજ બને છે અને માનવ દ્વારા બોલાતી ભાષા વડે તે સમાજ વિકાસ પામે છે. વિકસિત ભાષાઓ સમાજમાં જ્ઞાન અને અનુભવોનું વહન કરવા માટે વધુ સક્ષમ હોય છે. જયારે અવિકસિત ભાષાઓ સમાજમાં જ્ઞાન અને અનુભવોનું વહન કરવામાં સક્ષમ હોતી નથી અને તેને જ કારણે તે સમાજો જ્ઞાનથી વંચિત રહી જાય છે અને વિકસી શકતા નથી.
વિશ્વના દરેક સમાજની અંદર તમામ મનુષ્યો એક સમાન બુદ્ધિ અને પ્રતિભા ધરાવતા હોતા નથી. પરંતુ તે સમાજમાં કેટલાક પ્રતિભાશાળી માનવ હોય છે. આવા પ્રતિભાશાળી માનવો દ્વારા જ્ઞાનનું ઉપાર્જન થાય છે અને એ જ્ઞાનનું વહન ભાષા દ્વારા સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચે છે. આમ પ્રતિભાશાળી વ્યક્તિઓનું જ્ઞાન સમગ્ર સમાજમાં પ્રસરે છે. સમાજમાં પ્રસરેલું, પ્રતિભાશાળી વિદ્વાનો દ્વારા પ્રાપ્ત કરાયેલું જ્ઞાન સમાજને ઉચ્ચ ક્ષમતાઓ સુધી પહોંચાડે છે. અને આ રીતે સમગ્ર સમાજપ્રતિભાશાળી વ્યક્તિના જ્ઞાનનો લાભ લઇ શકે છે. જ્ઞાનના પ્રસરણની ઝડપ વધારવા માટે શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
એક વૈજ્ઞાનિક પોતાની પ્રતિભા દ્વારા જે સંશોધન કરે છે તે સંશોધન, એક કવિ પોતાની પ્રતિભા દ્વારા આસપાસના વાતાવરણના જે સંવેદનો પ્રાપ્ત કરે છે તે સંવેદનો, એક સંશોધક અનુભવ દ્વારા અથવા અવલોકન દ્વારા શિક્ષણ એટલે પ્રતિભાશાળી વ્યક્તિઓએ મેળવેલા અનુભવો, સંવેદનો, અવલોકનો અને સંશોધનોને સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી કુશળતાપૂર્વક પહોંચાડવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ભાષા અગત્યનો ભાગ ભજવે છે. અને માટે જ અભ્યાસક્રમમાં ભાષાની સંકલ્પના સમજવી જરૂરી છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ભાષાની ગુણવત્તા સુધારવી એ પણ જરૂરી છે. એ જ રીતે અભ્યાસક્રમમાં ભાષા શું ભાગ ભજવે છે તે સમજવું શિક્ષક માટે અત્યંત આવશ્યક બની ગયું છે. આ માટે આપણે અભ્યાસક્રમમાં ભાષાની સંકલ્પના, બોલી અને ભાષાનો અર્થ, જીવનમાં ભાષાનું મહત્ત્વ, ભાષા અંગેના વિવિધ સિદ્ધાંતો અને અધ્યયન સામગ્રીમાં સંસ્કૃતિના સંદર્ભોની વિગતવાર ચર્ચા કરીશું. . -
➡️ અભ્યાસક્રમમાં ભાષાની સંકલ્પના, બોલી અને ભાષાનો અર્થ
અભ્યાસક્રમ શિક્ષણનું મહત્ત્વનું અંગ છે, જે ભાષા દ્વારા પ્રકટ થાય છે. આપણી પાસે ઉપલબ્ધ બધું જ સાહિત્ય મહદઅંશે ભાષા દ્વારા રજૂ થયેલું હોય છે. ભાષા એ અધ્યાપક અને અધ્યેતા વચ્ચેની જોડતી કડી છે. અધ્યાપકની ભાષા. જો અધ્યેતા સમજી શકે તો અભ્યાસક્રમ સફળતાપૂર્વક શીખવી શકાય પરંતુ જો અધ્યેતા ન સમજી શકે તો તે ભાષા અર્થહીન બને અને અભ્યાસક્રમ સમજી શકાય નહીં. આ રીતે અભ્યાસક્રમમાં ભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. અભ્યાસક્રમમાં રહેલમાં રહેલ શૈક્ષણિક મુદાઓ તજજ્ઞો દ્વારા પસંદ કરવામાં આવે છે. ભાષા ધ્વનિ સંકેતોનું સ્વરૂપ છે. પ્રત્યાયન માટે મનુષ્ય અનેક વર્ષોથી ભાષાને ઉપયોગમાં લઈ રહ્યો છે. આથી ભાષા ભૌગોલિક વિસ્તારો અનુસાર ભિન્ન ભિન્ન હોય છે. ભાષા ઉપર સંસ્કૃતિ, સમાજ, રાજકીય પરિસ્થિતિઓ, વ્યાપારી બાબતો, સ્થાનિક વ્યક્તિઓના અનુભવો અને જ્ઞાન વિગેરે અનેક બાબતોની અસર થયેલી હોય છે.
અભ્યાસક્રમમાં જ્યારે તજજ્ઞો કોઈ શૈક્ષણિક મુદાનું ચયન કરે છે ત્યારે અભ્યાસ કરનારા બાળકોની ભાષાનું પણ ધ્યાન રાખે છે. વિસ્તાર અનુસાર ભાષા બદલાતી રહે છે. પરંતુ રાજય પોતાની એક માન્ય ભાષા નિશ્ચિત કરે છે. અભ્યાસક્રમ સામાન્ય રીતે આવી માન્ય ભાષાઓમાં લખાતો હોય છે. માન્ય ભાષા રાજય અનુસાર જુદી જુદી હોય છે. વિશ્વના તમામ દેશોમાં વ્યાવસાયિક, સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને પરિસ્થિતિજન્ય અન્ય કારણોને કારણે જુદી જુદી ભાષાના લોકો નિવાસ કરી રહ્યા છે. આવા સમયે બાળકોને કઈ ભાષામાં શિક્ષણ આપવું તે પણ પેચીદો પ્રશ્ન થતો જાય છે. જોકે વિશ્વના કેળવણીકારો બાળકને પોતાની માતૃભાષામાં શીખવાની જ હિમાયત કરતા હોય છે. પરંતુ દરેક સ્થળે માતૃભાષામાં શિક્ષણ શક્ય બનતું નથી. આવા સમયે અભ્યાસક્રમમાં કઈ ભાષાનો સમાવેશ કરવો અને કઈ ભાષાના માધ્યમથી શીખવવું તે મહત્ત્વનું બની રહે છે. માનવ ચિંતનની પ્રક્રિયા જે ભાષામાં સરળતાથી થઈ શકે તે ભાષામાં શિક્ષણ આપવુ સરળ બને છે, અને બાળકો માટે તે સમજવું પણ સરળ હોય છે. જોકે કેટલીક ભાષાઓ વધુ વિકસેલી ભાષાઓ ગણવામાં આવે છે. અહીં વિકસેલી ભાષાનો અર્થ “તે ભાષામાં જ્ઞાનની ઉપલબ્ધતા એવો થાય છે. સુવિકસિત અને શિષ્ટભાષાઓમાં વૈશ્વિક જ્ઞાન સરળતાથી ઉપલબ્ધ બને છે. સુવિકસિત ભાષા એને કહેવાય કે જેમાં વિશ્વનું અનેક પ્રકારનું જ્ઞાન ઉપલબ્ધ હોય, અથવા ઉપલબ્ધ કરી શકવાની શક્યતા હોય, કે પછી ક્ષમતા હોય. કેટલીક સ્થાનિક ભાષાઓ બહુ ઓછા લોકો બોલતા હોય છે. નાના વિસ્તારમાં રહેતા, ઓછા લોકો દ્વારા બોલાતી આવી ભાષાને “બોલી' કહેવામાં આવે છે. બોલી અને માન્ય ભાષા વચ્ચેનો સંબંધ આપણે સમજીશું. તે પહેલા અભ્યાસક્રમમાં ભાષાના મહત્વપૂર્ણ મુદાને સમજીએ.
અભ્યાસક્રમમાં ભાષા
માનવ સંસ્કૃતિનો વિકાસ ભાષાને કારણે થયો છે એવું અનેક ઇતિહાસકારો માને છે. ડેનમાર્કના પ્રોફેસર કરેન રિસગર (2006)ના મંતવ્ય અનુસાર વ્યક્તિના પ્રત્યેક વ્યવહારની અંદર તે વ્યક્તિનું વ્યક્તિત્વ અભિવ્યક્ત થતું હોય છે, અભિવ્યક્ત થતું આ વ્યક્તિત્વવ્યક્તિની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. અને પ્રતિબિંબિત થતી સંસ્કૃતિ વ્યક્તિની ભાષા દ્વારા અભિવ્યક્ત થાય છે. આથી ભાષા અને સંસ્કૃતિ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. ભાષામાં અનુભવો, સંસ્કાર, જ્ઞાન પરંપરા, કલ્પના, તર્ક કરવાની ક્ષમતા, સંવેગોની અભિવ્યક્તિ, માન્યતાઓ, ગાણિતિ ક્ષમતા, સામાજિક સંબંધોની વ્યવસ્થા જેવી અનેક બાબતો અભિવ્યક્ત થતી હોય - છે. પ્રત્યાયનના પ્રત્યેક ક્ષેત્રમાં ભાષા મહત્ત્વનું યોગદાન આપે છે.
ભાષા એટલે શું ?
ભાષાને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. માણસની માણસ વચ્ચેની, પ્રત્યાયન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે ભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ દેશ અથવા વિસ્તારમાં રહેતા માનવોની પરસ્પર પ્રત્યાયન કરવા માટેની પદ્ધતિસરની ઉચ્ચાર પ્રણાલીને ભાષા કહી શકાય. ઉચ્ચાર પ્રણાલી બદલાય છે તેમ ભાષા બદલાઈ જાય છે. સમાન ઉચ્ચાર પ્રણાલીવાળી ભાષાઓ સમાન હોય છે.
ભાષાની વ્યાખ્યાઓ :
પ્રાચીન સમયથી ભાષાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે પૈકી કેટલાક મહાનુભાવોએ નીચે મુજબ ભાષાને વ્યાખ્યાયિત કરી છે. સંસ્કૃત વ્યાકરણ અષ્ટાધ્યાયીના રચયિતા પાણીની કહે છે કે આત્મા બુદ્ધિ દ્વારા સમજીને મનને બોલવાની ઇચ્છાથી પ્રેરિત કરે છે, મન શરીરની અગ્નિ શક્તિનો ઉપયોગ કરીને વાયુને પ્રેરિત કરે છે અને આ રીતે શબ્દ એટલે કે વાચા અર્થાત્ ભાષા બોલાય છે. .
'आत्माबुध्या समेत्यार्थान् मनोयुङ विवेक्षया।
मनकायाग्निमाहन्ति स प्रेरयति मारुतम् ।'
ભાષા શબ્દ સંસ્કૃતના “બા” ધાતુ પરથી બનેલો છે જેનો અર્થ “બોલવું' અથવા તો કહેવું થાય છે. એટલે કે ભાષા તેને કહેવાય કે જે બોલી શકાય છે અને તેના દ્વારા બોલનાર પોતાના વિચારો, લાગણીઓ, જ્ઞાન કે કલ્પના રજુ કરે છે. એ જ રીતે પતંજલિ પોતાના મહાભાષ્યમાં લખે છે કે “ વાવી જ જો ત ને ચ વા: ' એટલે કે વક્તા દ્વારા પાણીમાં રજૂ થયેલ અર્થ સાથે જોડાયેલ અવાજને ભાષા કહે છે..
👉 પ્લેટોએ પોતાના પુસ્તક સોફિસ્ટમાં કહ્યું છે કે “વિચાર અને ભાષા વચ્ચે બહુ ઓછું અંતર છે. વિચાર આત્માની મૌન અથવા અધ્વન્યાત્મક વાતચીત છે અને એ જ શબ્દ ધ્વન્યાત્મક બનીને હોઠો ઉપ૨ પ્રકટ થાય ત્યારે ભાષા કહેવાય છે.”
👉 સ્વીટના મત અનુસાર ધ્વન્યાત્મક શબ્દો દ્વારા વિચારોને પ્રગટ કરવા તેને જ ભાષા કહેવાય છે.”
વેન્દ્રિય કહે છે કે ભાષા એક પ્રકારના ચિહનો છે. આવા ચિહનોનો આશય પ્રતીકોથી છે. એવા પ્રતીકો કે જેના દ્વારા માનવ પોતાના વિચારો બીજા સમક્ષ પ્રગટ કરતા હોય છે. આ પ્રતિકો અનેક પ્રકારના હોય છે જેમકે નેત્ર ગ્રાહ્ય, શ્રોત્ર ગ્રાહ્ય અને સ્પર્શ ગ્રાહ્ય. વસ્તુતઃ ભાષાની દૃષ્ટિએ શ્રોત્ર ગ્રાહ્ય પ્રતીકો જ સર્વશ્રેષ્ઠ છે. બ્લૉક અને ડ્રેગરની દષ્ટિએ “ભાષા યાદચ્છિક ભાસ પ્રતીકોનું તંત્ર છે કે જેના દ્વારા સામાજિક સમૂહ પરસ્પર સહયોગ કરી શકે છે.”
👉 એ. એચ. ગર્વીબરના મંતવ્ય મુજબ
"The common definition of speech is the use of articulate sound symbols for the expression of thought."
એનો અર્થ એ થયો કે વિચારોની અભિવ્યક્તિ માટે જે સ્પષ્ટ ધ્વની સંકેતોનો વ્યવહાર કરવામાં આવે છે, તેમના સમૂહોને ભાષા કહે છે.
ઉપરોક્ત ચર્ચાઓ પરથી કહી શકાય કે,
ભાષા ઉચ્ચાર દ્વારા અભિવ્યક્ત થાય છે, ઉચ્ચારો એ ધ્વનિ સંકેતો છે એટલેકે ભાષા ધ્વનિ સંકેતોનું વ્યવસ્થિત સ્વરૂપ છે. આ ધ્વનિ સંકેતો વર્ણ સ્વરૂપે, નાદ સ્વરૂપે, અવાજ સ્વરૂપે કે પછી સ્વરના નિશ્ચિત પ્રતિક સ્વરૂપે રજૂ કરવામાં આવેછે જેને આપણે શબ્દ કહીએ છીએ. આથી જ “ભાષા શબ્દોનું અનુશાસન છે' એમ પણ કહી શકાય. આપણા ઉચ્ચારમાંથી અભિવ્યક્ત થતાં વર્ણ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. અક્ષરોના સંયોજનથી શબ્દો બને છે. શબ્દો નામ અથવા ક્રિયાપદ સ્વરૂપ હોય છે. ક્રિયાપદ અને શબ્દયુક્ત પદો વાક્યનું સ્વરૂપ લે છે. અર્થપૂર્ણ વાક્ય ભાષા રજૂ કરે છે. પ્રાણીઓની ભાષા અર્થપૂર્ણ નથી હોતી જયારે મનુષ્યની ભાષા અર્થપૂર્ણ હોય છે કારણકે તેમાં એક વ્યવસ્થા રહેલી છે, જેને આપણે વ્યાકરણ કહીએ છીએ.
ભાષાશાસ્ત્રીઓએ ભાષાની વ્યાખ્યાઓ નીચે મુજબ કહી છે. ગ્રીક ચિંતક એરિસ્ટોટલ ભાષાને લાગણીઓની અભિવ્યક્તિનું મહત્ત્વનું માધ્યમ ગણે છે.
એરિસ્ટોટલના મત અનુસાર
language is a speech sound produced by human beings to express their ideas, emotions, thoughts, desires, and feelings.
Aristotle (384BC)
આમ, એરિસ્ટોટલ ભાષાને ધ્વનિનું પ્રતિકાત્મક સ્વરૂપ કહે છે. મનુષ્ય દ્વારા આ સર્જાયેલ ધ્વનિ સંકેતો એના વિચારો, લાગણીઓ, કલ્પનાઓ અને ઈચ્છાઓ અભિવ્યક્ત કરી શકે છે. મૂર્ત અને અમૂર્ત પ્રકારના ધ્વનિ સંકેતો અર્થસભર વાક્યો રચે છે અને એ ભાષામાં પરિણમે છે.
સ્વિસ ભાષાશાસ્ત્રી સાહસરના મત અનુસાર
"Language is an arbitrary system of signs constituted of the signifier and signified. In other words, language is first a system based on no logic or reason. Secondly, the system covers both objects and expressions used for objects".
-Saussure (1880)
ઉપરોક્ત વ્યાખ્યા ઉપરથી કહી શકાય કે,
ભાષા એ સંકેત યોજાનાર અને સંકેતો સમજી શકનાર વ્યક્તિઓ દ્વારા રચાયેલી એક સ્વયંભૂ વ્યવસ્થા છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભાષા પ્રથમ કોઈ તર્ક અથવા કારખાના આધારે રચાયેલી વ્યવસ્થા છે. અને સાથે સાથે બીજી વાત એ કે આ વ્યવસ્થા વસ્તુઓ અને વસ્તુઓ માટે વપરાયેલ શબ્દ પ્રયોગોને આવરી લે છે. ત્રીજી વાત એ છે કે આ શબ્દો અને તેનો અર્થ જોડાય એવી રીતે અભિવ્યક્ત થાય તેવા ધ્વનિસંકેતો પરસ્પર જોડાયેલા હોય છે. આ સૂક્ષ્મ ધ્વનિ સંકેતોને અસર કહેવામાં આવે છે. અથવા તો વર્ણ કહેવામાં આવે છે. ઉચ્ચારના આવા વર્ષ સંકેતો શબ્દ-રજૂ કરે છે અને તે દ્વારા ભાષા અભિવ્યક્ત થાય છે કે જેમાં અર્થ રહેલો હોય છે.
આ રીતે ભાષાએ યાદચ્છિક વાચિક ધ્વનિ સંકેતોની પદ્ધતિ છે કે જેના દ્વારા માનવીય પરંપરાના વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે છે. અહીં ભાષા માટે ચાર મુખ્ય બાબતો ધ્યાનમાં લીધેલી છે.
1. ભાષા એક પ્રણાલી છે, એટલે કે તે સુસંબદ્ધ અને સુવ્યવસ્થિત યોજના છે. જેમાં કત, કર્મ, ક્રિયા વગેરેને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવીને અર્થ નિમણિ કરવામાં આવે છે.
2. ભાષા સંકેતાત્મક છે અર્થાત તેમાં જે ધ્વનિનો ઉચ્ચાર થાય છે, તે ઉચ્ચાર કોઈ વસ્તુ, કાર્ય અથવા ક્રિયા સાથે સંબંધ હોય છે. આ તમામ ધ્વનિ ” સંકેતો ” સ્વરૂપે હોય છે અને પ્રતીકાત્મક હોય છે.
3. ભાષા વાચિક ધ્વનિસંક્ત છે, અથતિ મનુષ્ય પોતાની વાગીન્દ્રિય મુખ)ની સહાયથી સંકેતોનું ઉચ્ચારણ કરે છે જે અર્થસભર ભાષા બને છે.
4. ભાષા યાદચ્છિક સંકેતોથી નિર્મિત થયેલ છે. અહીં યાદચ્છિકનું તાત્પર્યું ઐચ્છિક એટલેકે પોતાની રીતે નિર્ણિત કરેલું છે. પ્રત્યેક ભાષામાં કોઈ વિરોષ વનિને કોઈ નિશ્ચિત અર્થ નું પ્રતીક છે એમ માની લેવામાં આવે છે. ત્યારબાદ તે વારંવાર બોલાતા રૂઢ બને છે અને તેનો તે અર્થ પરંપર; અનુસાર નિશ્ચિત થઈ જાય છે એટલે કે દઢ બની જાય છે. અને તે પરંપરાગત રીતે ભાષામાં સ્થાયી બને છે. ભાષામાં રહેલા પ્રત્યેક શબ્દ માટે નિશ્ચિત અર્થ નક્કી થઈ જાય છે. આમ દરેક ભાષામાં નિશ્ચિત પ્રકારના ઉચ્ચાર માટે નિશ્ચિત અર્થ દઢ બને છે. એક જ પ્રકારનો ઉચ્ચાર જુદી જુદી ભાષામાં જુદો જુદો અર્થ રજુ કરી શકે છે. આથી એક ભાષા બીજી ભાષા કરતા જુદી પડી શકે છે. સમાન ઉચ્ચારોવાળી ભાષાઓ એક જ પ્રકારના ક્ષેત્રમાં આવતી હોય છે જેમને એકબીજાની ભગીની ભાષાઓ કહેવામાં આવે છે, દાખલા તરીકે ગુજરાતી, મરાઠી, મારવાડી, કોંકણી, બંગાળી અને હિન્દી ભાષાઓ એકબીજાની ભગીની ભાષાઓ છે.
સાંપ્રત સમયમાં ભાષાઓ એકબીજાની નજીક આવતી જાય છે, તેવા સંજોગોમાં વિકાસની આ પ્રક્રિયા દરમ્યાન ભાષાઓ પરસ્પર સંમિશ્રિત થતી જાય છે. વિકસિત ભાષાઓ અન્ય ભાષાઓને સમાવતી જાય છે. દાખલા તરીકે, અંગ્રેજી ભાષા વિશ્વના નવા શબ્દો દર વર્ષે પોતાના શબ્દકોશમાં ઉમેરી લે છે અને એ રીતે સમૃદ્ધ બનતી જાય છે. વિકાસની આ પ્રક્રિયામાં વિકસિત ભાષાઓ પોતાના જ્ઞાનમાં વધારો કરતી જાય છે.
એ જ રીતે વ્યક્તિઓનો બોલવાનો લહેકો, ઉચ્ચારણ પ્રક્રિયા, શબ્દ ભંડોળ, વાક્ય વિન્યાસ વગેરે વગેરે બદલાતું રહે છે જેને આપણે ભાષાની શૈલી કહીએ છીએ. ભાષા સંકેતો સાર્થક અને સ્પષ્ટ હોય ત્યારે ભાષા સરળતાથી સમજી શકાય તેવી એટલે કે સુબોધ બને છે. પ્રબુદ્ધ વ્યક્તિઓ ભાષાને સમૃદ્ધ બનાવવા માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે અને ભાષામાં જ્ઞાનાત્મક ચિન્હો, નવા પ્રતીકો, નવા શબ્દો, નવી અવધારણાઓ માટે વિશિષ્ટ શબ્દો પ્રયોજે છે. ભાષામાં ઉમેરાયેલા શબ્દો ભાષાને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવે છે.
દાખલા તરીકે વિજ્ઞાન અને ટેકનોલોજીના નવીન શબ્દો જે ભાષા સ્વીકારી લે છે અથવા તો નિર્મિત કરે છે ત્યારે તે ભાષામાં ટેકનોલોજીનું જ્ઞાન વિકસી શકે . તેથી વિરુદ્ધ ભાષાઓમાં આ પ્રકારના શબ્દો વિકસી શકતા નથી અથવા શકાતા નથી એ ભાષાઓ તે પ્રકારના જ્ઞાનથી વંચિત રહે છે. પરિણામે ભાષાના બોલનારાઓ તે જ્ઞાનથી વંચિત રહે છે. ભાષાની શબ્દ નિમણની આ શક્તિને વ્યુત્પત્તિ શાસ્ત્ર કહેવામાં આવે છે. સમૃદ્ધ વ્યુત્પત્તિશાસ્ત્ર ધરાવતી લાંબો સમય ટકી રહે છે જયારે વ્યુત્પત્તિશાસ્ત્રની ક્ષમતા સિવાયની ભાષાઓ સમય અંતરે કાળગ્રસિત થાય છે. વિશ્વની અનેક સ્થાનિક બોલીઓ આ રીતે કાળાંતરે નાશ પામી છે. આથી અભ્યાસક્રમમાં જે ભાષાનો પ્રયોગ કરવાનો હોય તે ભાષા હંમેશા સમૃદ્ધ વ્યુત્પત્તિશાસ્ત્ર ધરાવતી હોવી જોઈએ એ એની અનિવાર્ય શરત છે. જો એવું શક્ય ન હોય તો તે ભાષા એ જ્ઞાન અને સર્જનના એ નવા અન્ય ભાષાના શબ્દો પોતાનામાં સમાવી લેવા પડે. બે ભાષાઓ કેટલીક વાર આ રીતે સંમિશ્રિત પણ થતી હોય છે. વિશ્વના અનેક પ્રદેશોમાં સીમાંત પ્રદેશોમાં રહેતા માણસો આ પ્રકારની સંમિશ્રિત ભાષાનો પ્રયોગ કરતા હોય છે.
👉 બોલી અને ભાષાનો અર્થ :
દરેક વિસ્તારની પોતાની એક બોલી હોય છે. બોલીમાં પ્રાદેશિકતા રહેલી છે. ભાષા અને બોલી વચ્ચે પ્રમુખ અંતર તેના વ્યવહાર ક્ષેત્રના વિસ્તાર પર નિર્ભર છે. વૈયક્તિક વિવિધતાને કારણે સમાજમાં એક ભાષા હોતી નથી પરંતુ તેમાં અંતરે અંતરે થોડો ઘણો ફેરફાર રહે છે. સામાન્ય રીતે મુખ્ય બોલાતી ભાષા કરતા લોકો, વિશિષ્ટ શબ્દો, બોલનાર વ્યક્તિઓની સંખ્યા, સ્થાનિક તળપદા શબ્દો, લિપિમાં ફેરફાર વગેરેના સંદર્ભમાં બોલી અને ભાષા જુદા પડે છે. અહીં આપણે ભાષા શબ્દને વિશાળ સંદર્ભમાં લઇએ છીએ. ભાષા એટલે શિષ્ટ ભાષા એવો અર્થ અહીં કરવાનો છે. .
ગુજરાતીમાં કહેવત છે કે “બાર ગાઉએ બોલી બદલાય' અહીં ફક્ત ગુજરાતની બોલીની ચર્ચા કરીએ તો ગુજરાતના તમામ ક્ષેત્રોમાં જુદી જુદી બોલી બોલાય છે. અને એ તમામ બોલીઓ શિષ્ટ ભાષા ગુજરાતી સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે.ગુજરાતી હોવા છતાં ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, સાબરકાંઠા, ચરોતર, સુરત અને કચ્છમાં જુદી જુદી બોલી બોલાય છે.
(૧) બોલીનો અર્થ અને વિભાવના
બોલી એ ભાષાનો નાનો એકમ છે. શિષ્ટ ભાષાની સરખામણીમાં બોલી ઓછા લોકો બોલે છે. બોલી ઉપર પ્રાદેશિકતાની અસર હોય છે. બોલીને અંગ્રેજીમાં Dialect કહેવામાં આવે છે. કોઈ પ્રદેશના નાના જૂથના લોકો બોલતા હોય તેવી ભાષાને બોલી કહેવામાં આવે છે. બોલી ઉચ્ચારની દૃષ્ટિ, વ્યાકરણની દૃષ્ટિએ, શબ્દાવલીની દષ્ટિએ, શબ્દભંડોળની દૃષ્ટિએ અને બોલવાના લહેકાની દૃષ્ટિએ માન્ય ભાષાથી અલગ તરી આવે છે. દરેક માન્ય ભાષા ને અનેક બોલીઓ હોય છે, કે જે માન્ય ભાષાથી થોડીક જુદી પડે છે. બોલીના મુખ્ય બે પ્રકાર પડે છે. (1) પ્રાદેશિક બોલી, (2) વંશીય બોલી.
(i) પ્રાદેશિક બોલીઃ
કોઈ વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્ર સાથે સંકળાયેલી ભાષાનું પેટા જૂથ છે. દરેક ભૌગોલિક ક્ષેત્ર સાથે કોઈ ને કોઈ બોલી સંકળાયેલી હોય છે. જેને પ્રાદેશિક બોલી તરીકે ઓળખી શકાય. ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતી, કાઠિયાવાડની કાઠીયાવાડી, મારવાડની મારવાડી એમ પ્રદેશ અનુસારની બોલી તે પ્રાદેશિક બોલી છે.
(ii) વંશીય બોલીઃ
નિશ્ચિત વંશ પોતાની અલગ બોલીથી ઓળખાતો હોય છે. અમુક વંશના લોકો કોઈ એક સમયે નિશ્ચિત સ્થળે રહેતા હોઈ, એક બોલી વિકસાવે છે અને ત્યારબાદ તે અન્ય સ્થાને રહેવા જતા પોતાની સાથે પોતાની બોલી લેતા જાય છે. જેને વંશીય બોલી કહે છે. આવી બોલી તે વંશના નામથી ઓળખાય છે.
(2) માન્ય ભાષા પરિષ્કૃત ભાષા)
પરિષ્કૃત ભાષા સ્પષ્ટ અને મુખ્ય ભાષા છે. તે લિપિ બબ્ધ હોય છે. એનું વ્યાકરણ પણ વિકસેલું હોય છે. બહુ મોટો વર્ગ એ ભાષા પોતાના વ્યવહારમાં ઉપયોગમાં લેતો હોય છે. પરિષ્કૃત ભાષા પ્રચલિત ભાષા હોય છે, તેમાં બોલીના અનેક શબ્દો સમાવવામાં આવ્યા હોય છે. બોલીની અપેક્ષાએ ભાષામાં વધુ શબ્દો હોય છે. માન્ય ભાષામાં સાહિત્ય લેખિત સંમતિ હોય છે. માન્ય ભાષા પોતાના પ્રાંતમાં પ્રચલિત હોય છે. તેને રાજકીય પીઠબળ મળી રહે છે. માન્ય ન- સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો લખાતા હોય છે. માન્ય ભાષા વ્યાપક છે તે કોર્ટકચેરીમાં તેમજ શાળામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
જે ભાષામાં વ્યવસ્થિત વ્યાકરણ હોય, જે ભાષાની આગવી લિપિ હોય, જેમાં ઉચ્ચાર શુદ્ધિનો આગ્રહ, ભૌગોલિક રીતે મોટા વિસ્તારને આવરી લેતી હોય, શબ્દકોશ ઉપલબ્ધ હોય, શિક્ષિત નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાતી હોય, સમયની દૃષ્ટિએ શતાબ્દીથી વધુ સમયથી ચાલી આવતી હોય, જેમાં બહોળા પ્રમાણમાં સtહત્ય ઉપલબ્ધ હોય તેમજ રાજ્ય શાસકો દ્વારા માન્ય ગણવામાં આવી હોય તેવી ભાષાને માન્ય ભાષા કહેવામાં આવે છે. માન્ય ભાષાને આદર્શ ગણવામાં આવે છે.
👉 ભારતમાં ભાષા વૈવિધ્ય :
2011ની વસતીગણતરી અનુસાર, ભારતમાં 19,569ભાષાઓકે બોલીઓ ચલણમાં છે. ભાષાકીય અન્વીક્ષા, સંપાદન અને તર્કશુદ્ધતા બાદ 1369 ભાષાઓને ભારતમાં લોકો દ્વારા બોલાતી વિવિધ માતૃભાષાઓનો દરજ્જો મળ્યો હતો.જયારે 1474 ભાષાઓને 'અન્ય' માતૃભાષાઓના મથાળા હેઠળ મુકાઈ હતી. તમામ ભાષાઓનું ઝીણવટપૂર્વક પૃથક્કરણ કર્યા બાદ પ્રત્યેકભાષા 10,000 કે તેથી વધારે લોકો દ્વારા બોલાતી હોય તેવી 270 ભાષાઓની યાદી તૈયાર કરાઈ હતી.ભારતની કુલ વસતી પૈકી 96.71 ટકા લોકો બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ ભાષાઓ પૈકી કોઈ એક ભાષા બોલે છે, જયારે બાકીના 3.29 ટકા લોકોએ અન્ય ભાષાઓને પોતાની માતૃભાષા તરીકે ગણાવી છે.
ભારતનાં બંધારણની કલમ 45નાં મે 2007નાં 8માં પરીચ્છેદ દ્વારા નીચેની
ભાષાઓને “અધિકૃત ભાષાની શ્રેણીમાં મુકવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. (1) આસામીઝ/(xomiya) (2) બંગાળી (3) બોડો (4) ડોગરી 5)ગુજરાતી (6) હિન્દી (7) કન્નડ (8) કાશમીરી (9) કોંકણી (10) મૈથિલી (11) મલયાલમ (12) મણિપુરી, મૈતૈયી, મૈતૈ, મૈથૈઇ (13) મરાઠી (14)નેપાળી (15) ઉડિયા(16) પંજાબી (17)સંસ્કૃત (18) સંથાલી (19) સિંધી (20) તમિલ (21) તેલુગુ (22) ઉર્દૂ
👉 શાસ્ત્રીય ભાષા
ભાષાઓ છે એ, જેનું સાહિત્ય શાસ્ત્રીય હોય છે. એટલેકે તે પ્રાચીન હોવી જોઇએ, કે તેનો સાહિત્ય વારસો ઓછામાં ઓછો 1500થી 2000 વર્ષનો હોવો જોઈએ.તેની સ્વતંત્ર પરંપરા હોવી જોઈએ. જે અન્ય પરંપરાની શાખાનાં રૂપમાં નર્ટી પણ મહદ્અંશે સ્વયં વિકાસ પામેલ હોય અને તે વિશાળ અને અત્યંત ઉચ્ચ કક્ષાનું પ્રાચીન સાહિત્ય ધરાવતી હોવી જોઇએ.
2004માં, ભારત સરકારે જાહેર કર્યું કે જે ભાષાઓ નિશ્ચિત માપદંડમાં ખરી
ઉતરતી હશે તેને અધિકૃત શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રદાન કરાશે.ત્યાર પછી 2014 સુધીમાં શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલ ભાષાઓમાં નીચેની6ભાષાઓનો સમાવેશ થાય છે. નીચે દશવિલ ભાષાઓ શાસ્ત્રીય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. કૌસમાં આપેલ વર્ષ ભારત સરકારે જાહેર કરેલ શાસ્ત્રીય ભાષાનું જે તે ભાષાનું વર્ષ દર્શાવવામાં આવ્યું છે.
(1) તમિલ (2004માં), (2) સંસ્કૃત (2005માં), (3) કન્નડ (2008માં, (4) તેલુગુ (2008માં). (5) મલયાલમ. (2013માં) અને (6) ઓડિયા (2014માં)નો સમાવેશ થાય છે.
એકવાર કોઈ ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે સૂચિત કર્યા પછી, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય તેના વિકાસ માટે કેટલાક લાભો પરા પાડે છે