Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ઈન્ટરનેટ અને બ્રાઉઝર સંકલ્પના અને ઉપયોગ // Concept and Use : Internet and Browser


 સંકલ્પના અને ઉપયોગ : ઈન્ટરનેટ અને બ્રાઉઝર (Concept and Use : Internet and Browser )


➡️ ઈન્ટરનેટની સંકલ્પના (Concept of Internet) :


ઇન્ટરનેટ શબ્દ આપણા જીવન સાથે વણાઈ ગયો છે. ઈન્ટરનેટ વિશે કેટલીક સૈદ્ધાંતિક માહિતી મેળવીએ. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે 1969 માં એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી એટલે કે ARPAની સ્થાપના કરી, જેમાં માત્ર 4 કપ્યુટરનું જોડાણ કર્યું હતું, જે ARPANET તરીકે ઓળખાયું. આ નેટવર્ક દ્વારા એક કમ્યુટરથી બીજા કયૂટર સુધી ડેટા શેર કરી શકાતો હતો. આ નેટવર્ક આગળ જતાં ઇન્ટરનેટ તરીકે ઓળખાયું, જે આજે દુનિયાના તમામ લોકો માટે ઉપલ્બધ છે.

ઇન્ટરનેટ એટલે બે કે તેથી વધુ કમ્યુટરનું જોડાણ. ઇન્ટરનેટ એ જુદાંજુદાં કમ્યુટર નેટવર્કોને જોડતું એક પ્રકારનું નેટવર્ક છે. તેને સુપર-નેટવર્ક કે મેટાનેટવર્કથી પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટમાં મુખ્યત્વે બે મૂળભૂત ઘટકોનો સમાવેશ થાય છે, કયૂટર અને તેને પરસ્પર જોડતાં ઉપકરણો. ઇન્ટરનેટ શબ્દ બે અલગ-અલગ શબ્દોના જોડાણથી બનેલો છે. “INTERconnections” અને NETWork એટલે “INTERNET”. ઇન્ટરનેટથી જોડાયેલાં આ કયૂટરો વાયરથી, ફોનલાઇન કેબલથી અથવા વાયરલેસ ટેકનોલોજી જેવી કે ઑરિકલ ફાઇબર કે સેટેલાઇટ લિંકથી જોડાયેલાં હોય છે. ઇન્ટરનેટથી જોડાયેલાં કમ્યુટરોએ કેટલાક ઔપચારિક નિયમો અને કાયદાઓ અનુસરવા પડે છે, જેને ‘Protocol' કહે છે. ઇન્ટરનેટના વિધ્વરહિત કાર્ય માટે માર્ગદર્શક એવા પ્રોટોકોલને ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ (File Transfer Protocol - FTP) ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ (Transmission Control Protocol - TCP) અને ઇન્ટરનેટ પ્રોટોકોલ (Internet Protocol - JP)ના નામથી ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટના નેટવર્કમાં દરેક કપ્યુટરને ઓળખવા માટે એક ચોક્કસ સરનામાની જરૂર પડે છે. તેને IP એડ્રેસ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ નેટવર્કમાં દરેક કપ્યુટર આ IP એડ્રેસના માધ્યમથી એકબીજા સાથે સંપર્ક કરી શકે છે. ઇન્ટરનેટ સાથે જોડાવાની પદ્ધતિઓમાં પરંપરાગત ડાયલ અપ જોડાણ, લીઝ લાઇન, વાયરલેસ જોડાણ કે સેટેલાઈટ જોડાણનો સમાવેશ કરી શકાય છે. ઇન્ટરનેટ પર દુનિયાના કોઈ પણ ખૂણે બેસી તમે કોઈ પણ બાબત, વિષય, સ્થળ, સંસ્થા કે વ્યક્તિની માહિતી તમારી સીન પર મેળવી શકો.
ઈન્ટરનેટ અને બ્રાઉઝર સંકલ્પના અને ઉપયોગ // Concept and Use : Internet and Browser

👉 ઈન્ટરનેટના ઉપયોગો (Uses of Internet) 


   સમગ્ર વિશ્વ આજે ઇન્ટરનેટના તાંતણે જોડાયેલું છે. ઇન્ટરનેટ વિશ્વને એક નાનકડી સ્ક્રીન ઉપર લાવીને મૂકી દીધું છે. આપણે સૌ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ જ છીએ. ઈન્ટરનેટના ઉપયોગો નીરો મુજબ છે.

(1) ઇન્ટરનેટ એ સંપર્કનું માધ્યમ છે, જેનાથી વિશ્વના લોકો એકબીજા સાથે જોડાઈ કાર્ય કરે છે.

(2) ઇન્ટરનેટ એક સાથે અનેક લોકો સુધી પહોંચી શકે છે.

(3) ઇન્ટરનેટના માધ્યમથી લોકો પોતાને ઉપયોગી એવી માહિતી ઝડપથી મેળવી શકે છે.

(4) ઇન્ટરનેટ દ્વારા ધ્વનિ, ચિત્રો, ગ્રાફિકસ વગેરે સ્વરૂપે માહિતીનું આદાન-પ્રદાન કરી શકાય છે.

(5) ઇન્ટરનેટ મારફત વિશ્વની ઘણી સમૃદ્ધ ઓનલાઇન લાઇબ્રેરીનો ઉપયોગ ગમે તે સ્થળેથી કરી શકાય છે.

(6) ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વમાં કોઈપણ સ્થળે રહેતા લોકો સાથે લખીને કે બોલીને વાતચીત કરી શકાય છે.

(7) વ્યાવસાયિક કાર્યો તથા તેના સંચાલન માટે ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી છે. ઘણી બધી કંપનીઓ ઇન્ટરનેટ મારફત જાહેરાત આપીને ભરતી કરે છે.

(8) ધંધાદારી સંસ્થાઓ અને કંપનીઓ ઇન્ટરનેટ ઉપર પોતાની વેબસાઇટ પ્રકાશિત કરીને ધંધા વિશેની માહિતી તેમ જ જાહેરાતો પ્રસિદ્ધ કરી શકે છે.

(9) વર્તમાનપત્રો અને ન્યુઝ ચેનલો પણ ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ કરે છે. લગભગ બધાં જ વર્તમાનપત્રો ઇન્ટરનેટ ઉપર ઇવર્તમાનપત્ર સ્વરૂપે ઉપલબ્ધ હોય છે.

(10) ઇન્ટરનેટ ઉપરથી નવી રમતો અને ગમતાં ગીતો ડાઉનલોડ કરી શકાય છે.

(11) ઇન્ટરનેટની ઈ-મેલ સર્વિસ દ્વારા કોઈપણ વ્યક્તિને ગણતરીની સેકન્ડમાં જ વિશ્વના કોઈપણ સ્થળે માહિતી પહોંચાડી શકાય છે.

(12) ઇન્ટરનેટની યુ-ટ્યુબ સર્વિસ દ્વારા ઘણી બધી માહિતી વીડિયો સ્વરૂપે મેળવી શકાય છે. ઘણા લોકો માટે યુ-ટ્યુબ ચેનલ રોજગારીનું સાધન પણ બન્યું છે.

(13) ઇન્ટરનેટના માધ્યમથી સરકાર સરળ રીતે જનસંપર્ક કરી શકે અને સેવાઓ પૂરી પાડી શકે તે માટે સરકાર દ્વારા ડિજિટલ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે.

(14) વીજળીનાં બિલ, ગેસનું બિલ, ટેલિફોન બિલ, ટીવી રિચાર્જ વગેરે જેવી ચુકવણી કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે.

(15) ઇન્ટરનેટ દ્વારા આપણા મોબાઇલ નંબર અને બેંક સાથે લિંક કરીને બૅન્કની નાણાકીય સેવાઓનો લાભ લઈ શકાય છે.

(16) ઇન્ટરનેટ હવે મનોરંજન માટેનું લોકપ્રિય માધ્યમ બન્યું છે. નેટફ્િલક્સ, પ્રાઇમ વીડિયો, ડિઝની પ્લસ હોટ સ્ટાર જેવા વીડિયો સ્ટ્રીમિંગ માધ્યમો પરના કાર્યક્રમો અને વેબ સીરિઝ અતિ લોકપ્રિય બન્યા છે.

(17) શિક્ષણ ક્ષેત્રે MOOCs (મેસીવ ઓપન ઓનલાઇન કોર્સીસ) પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓ માટે તજ્જ્ઞો દ્વારા તૈયાર કરેલ શૈક્ષણિક કાર્યક્રમો નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

(18) ઇન્ટરનેટ મારફત પરીક્ષાના પરિણામો પણ સરળતાથી જાણી શકાય છે.

(19) ઈન્દરનેટ ઉપર વિશ્વની પ્રખ્યાત યુનિવર્સિટી અને તેના પર ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતી મેળવી શકાય છે.

(20) ઇન્ટરનેટ મારફત પેટીએમ, ગૂગલ પે, ભીમ એપ, એમેઝોન પે જેવી સેવાઓનો ઉપયોગ કરીને જે-તે વ્યક્તિને ડાયરેક્ટ પેમેન્ટ કરી શકાય છે.

(21) ઇન્ટરનેટના માધ્યમથી બસ, રેલવે કે ફ્લાઇટની ટિકિટ બુક કરાવી શકાય ઘરે બેઠાં છે.

(22) ઓનલાઈન શોપિંગ હાલ ખૂબ જ લોકપ્રિય છે. એમેઝોન, , ફ્લિપકાર્ટ, ફર્સ્ટ ક્રાય વગેરે ઓનલાઇન શોપિંગનાં માધ્યમો છે 

(23) ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ સર્વિસ દ્વારા કોઈપણ સ્થળે સરળતાથી ! પહોંચી શકાય છે, તે ઉપરાંત જે-તે વ્યક્તિ કે સ્થળનું લોકેશન ટ્રેક કરી શકાય છે.

➡️ બ્રાઉઝરની સંકલ્પના (Concept of Web Browser) 


ઇન્ટરનેટના માધ્યમ દ્વારા માહિતી મેળવી આપનાર પદ્ધતિને વર્લ્ડ વાઈફ વેબ કહેવામાં આવે છે. તેને સંક્ષેપમાં WWW, W3 અથવા Web તરીકે ઓળખવામાં આવે છે. વેબ ઉપરના દસ્તાવેજોને વેબપેજ કહે છે. વેબ આવા અનેક પાનાંનો સમૂહ છે. વેબ પરના પાનાને વેબ બ્રાઉઝર કે બ્રાઉઝર નામના કમ્યુટર પ્રોગ્રામ દ્વારા વાંચી શકાય છે. આ પ્રોગ્રામને બ્રાઉઝર પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ બ્રાઉઝરની રચના ઈ.સ. 1990 માં સર ટીમ બર્નર્સ લી દ્વારા કરવામાં આવી હતી. તેને “WorldWide Web' નામ આપવામાં આવ્યું હતું. પછીથી તે 'Nexus' નામે ઓળખાયું.

કમ્યુટરની સ્ક્રીન પર વેબની વિગતો જોવા માટે એક વિનિયોગ જરૂરી છે, જે વિગતો મેળવી જરૂરિયાત મુજબ માહિતીને રજૂ કરે. આ કાર્ય બ્રાઉઝર કરે છે. બ્રાઉઝર એ વેબ પરની માહિતીના સ્ત્રોત મેળવવા, રજૂ કરવા તથા જોવા માટે ઉપયોગમાં લેવાતો સોફટવેર વિનિયોગ છે. મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ નેવિગેટર વગેરે પ્રચલિત બ્રાઉઝર છે.
  
 વપરાશકર્તા સમક્ષ વેબની વિગતોને મેળવીને રજૂ કરવી એ બઉઝરનું મુખ્ય કાર્ય છે. બ્રાઉઝર યુઆરઆઈ/એલ (URI/URL). યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાય/લોકેટર) દ્વારા સોતને ઓળખે છે. સામાન્ય ઉપયોગમાં લેવાતા URI/URL - http થી શરૂ કરવામાં આવે છે. HTTP એટલે હાયપર ટેસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTPs થી શરૂ થતા URI/URL દર્શાવે છે કે, ક્લાયને બ્રાઉઝર વચ્ચેનું જોડાણ સલામતીના ઉદેશથી સાંકેતિક ભાષામાં કરવામાં આવેલું છે. પ્રત્યેક URL નીચે દર્શાવ્યા પ્રમાણેના જુદા-જુદા વિભાગોમાં વહેંચવામાં આવેલી હોય છે : URL ને નીચે મુજબ લખવામાં આવે છે.

  • દા.ત. http://www.podareducation.org URL ને વધુ સમજીએ તો..
  • http:// - http નો અર્થ થાય છે : the hypertext transfer protocol. આ ફાઇલ એક વેબ પેજ છે. દરેક વખતે http ટાઇપ કરવાની જરૂર નથી, તે બ્રાઉઝર દ્વારા આપોઆપ દાખલ થઈ X જાય છે.
  • www- World Wide Web માટે વપરાતું સંકેત ચિહન છે. podareducation - વેબ સાઈટનું નામ છે
  • org -તે સંસ્થાના ડોમેન નેમનો ઉલ્લેખ કરે છે.
  • બીજા ડોમેન નામમાં .com (commercial organization), કે .net (network domain) વગેરેનો ઉપયોગ થાય છે. (સંસ્થા કે સંગઠનનું સરનામું અને તેનું સ્થાન બંને ડોમેઇન નેઇમ તરીકે ઓળખાય છે.)
  • co.in -આ એક Suffix (અનુગ) કે ડોમેઇન નેઇમનું ગીત નામ છે, જે સંગઠન સંસ્થાના સરનામાનો પ્રકાર અને તેનો દેશ દર્શાવે છે, જેમકે, co.in suffix ભારતની કોઇ કામ દર્શાવે છે.

બ્રાઉઝરની કેટલીક મૂળભૂત લાક્ષણિકતાઓ


(1) સામાન્ય રીતે બ્રાઉઝર http એડ્રેસના માધ્યમથી વેબ સર્વર જોડાય છે અને માહિતી પ્રાપ્ત કરે છે.

(2) બ્રાઉઝર મલ્ટીમીડિયા માહિતી જેવી કે લખાણ,એકો, આ નિશાનીઓ, ધ્વનિ, વીડિયો, એનિમેશન વગેરે સાથે સરળતા કાર્ય કરી શકે તેવું હોવું જોઈએ.

(3) બ્રાઉઝર વપરાશકર્તા માટે ઉપયોગી તમામ વિકલ્પો પૂરા પાડે અનુકૂળ હોવું જોઈએ.

(4) આ વિકલ્પોમાં URI/URL માટે ફાળવવામાં આવતી છે. ફાઈલનો સંગ્રહ કરે તેવી ક્રિયાઓ, આગળ-પાછળના પાના જવા માટેની નેવિગેશન ક્રિયાઓ, રિફ્રેશ, બુકમાર્ક, હેલ્થ છે અન્ય બટનો વગેરેનો સમાવેશ થાય છે.

(5) બ્રાઉઝર એ વર્લ્ડ વાઇડ વેબ પરની તમામ માહિતીને જેવા તેમ જ તેનું આદાન-પ્રદાન કરવા માટેની પદ્ધતિ સૂચવતું ઉપકરણ છે.

વિવિધ બ્રાઉઝરનો પરિચય
(Introduction of Various Browser) 


જુદા-જદા પ્રકારના વેબ બ્રાઉઝર જુદી-જુદી લાક્ષણિકતાઓ છે હોય છે. કેટલાક જાણીતા બ્રાઉઝર વિશે થોડો પરિચય મેળવીએ.

(1) ઇન્ટરનેટ એક્સપ્લોરર : માઇક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સ. (ટૂંકમાં IE) તરીકે ઓળખાય છે. તે તમામ કયૂટર પર . પાન જ ઇન્સ્ટોલ થયેલું હોય છે. તે સૌથી જાણીતા વેબ બ્રાઉઝરમાં એટ હોય એક છે. તેની અદ્યતન આવૃત્તિ IE 11 પણ ઇન્ટરનેટ પર પ્રાપ્ય છે. તે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે, Windows 7, Windows 8, Windows 10, Windows Vista 347 Windows Server વગેરે સાથે ઇન્સ્ટોલ થઈ શકે છે.

(2) મોઝીલા ફાયરફોક્સ : મોઝીલા કોર્પોરેશન દ્વારા વિકસિત આ એક નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે. તે માઈક્રોસોફટ ઇન્ટરનેટ એક્સપ્લોરરની તુલનામાં વધુ સ્થિર અને સુરક્ષિત તેમજ વાયરસ અને માલવેર વગેરેની ઓછી શક્યતાવાળું ગણવામાં આવે છે. આ બ્રાઉઝરનો ઉપયોગ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ જેમકે, Windows, Linux અને MAC operating system વગેરેમાં થઈ શકે છે.

(૩) ગુગલ ક્રોમ : આ વેબ બ્રાઉઝર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે તૈયાર કરવામાં આવેલું છે. આ બ્રાઉઝર Windows Vista, Windows 7, Windows 8 પર કાર્ય કરે છે. OS X કે Linux જેવી ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ ક્રોમ ઈન્સ્ટોલ કરી શકાય છે. 

(4) સફારી : આ વેબ બ્રાઉઝર એપલ કોર્પોરેશન દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. તે MAC ઓપરેટિંગ સિસ્ટમનું ડિફૉલ્ટ વેબ બ્રાઉઝર છે. એપલ એક પ્લગ-ઇન બ્લેક લિસ્ટ ધરાવે છે, જેથી તે સંભવિત રીતે ભયજનક કે ખામીયુક્ત (vulnerable) પ્લગઇન્સને કાર્યરત થતા રોકવા માટે ત્યાંથી જ અપડેટ કરી શકે છે.


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏