માહિતી, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી પ્રત્યાયન પ્રૌધોગિકી
અર્થ અને સંકલ્પના :
આપણે વારંવાર સાંભળીએ અને બોલીએ છીએ કે, ટેક્નોલોજીએ આપણું જીવન બદલી નાખ્યું છે. વર્તમાન યુગ ટેક્નોલોજીનો યુગ છે, પરંતુ ટેકનોલોજીની આ હરણફાળ ખરેખર કોને આભારી છે ? ટેક્નોલોજીની ક્રાંતિ આવવા પાછળનું જવાબદાર પરિબળ કયું ? આનો ઉત્તર છે, આ ક્રાંતિ પાછળનું ખરેખર જવાબદાર પરિબળ માહિતી છે. માહિતીના બદલાતા પ્રવાહોમાં માહિતી સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે સૌ માહિતી સમાજમાં જીવી રહ્યા છીએ. વર્તમાન સમયમાં માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી ક્ષેત્રે માહિતીનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. આ માહિતીના ઉપયોગ દ્વારા આપણી જરૂરિયાતો વિશે અંદાજે કરીને નવીન અભિગમો અને શોધો થાય છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ માહિતી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેને આધારે શિક્ષણના નવા આયામો જેવા કે અધ્યાપન પદ્ધતિઓ, વર્ગવ્યવહાર, મૂલ્યાંકનનાં સાધનો વગેરે વિષે વિચારણા કરવામાં આવે છે અને સંશોધનો હાથ ધરવામાં આવે છે. માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીના આ એકમમાં આપણે માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીનો અર્થ અને સંકલ્પના, ઈન્ટરનેટ અને બ્રાઉઝરની સંકલ્પના અને ઉપયોગ, ઈન્ટરનેટ ઉપરથી પ્રમાણભૂત સામગ્રી પ્રાપ્ત કરવાનાં સ્થાન અને મૂલ્યાંકન અને માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીના ઉપયોગ સંદર્ભે કેટલાક કાનૂની અને નૈતિક મુદાઓ જેવા કે હેકિંગ, કોપીરાઇટનું ઉલ્લંઘન, સાહિત્યની ચોરી વિશે વિગતે સમજ મેળવીશું.
માહિતી, ટેક્નોલોજી, ટેક્નોલોજી, માહિતી પ્રત્યાયન પ્રૌધોગિડી
માહિતી શબ્દનો અર્થ સમજવો હોય તો પ્રથમ પ્રદત (ડેટા) શબ્દનો , સમજવો પડે. ગુજરાતીમાં આપણે ડેટા માટે માહિતી શબ્દનો ઉપયોગ કરીએ છે , એટલે કે ડેટાને જ માહિતી કહીએ છીએ. પરંતુ બંને શબ્દોના અર્થમાં મેરું, તફાવત છે. અંગ્રેજી શબ્દ Data (ડેટા) માટેનો ચોક્કસ ગુજરાતી શબ્દ ‘પ્ર છે. અને અંગ્રેજી શબ્દ Information (ઇન્ફોર્મેશન) માટે ‘માહિતી’ શબ્દ વપરાય છે. એ.મ, મુદત એ માહિતી માટેની કાચી સામગ્રી છે. પ્રદત પર પ્રક્રિયા કરીને કે પરિણામ પ્રાપ્ત થાય છે, તેને માહિતી કહે છે.
પ્રદત/ડેટા (Data) : પ્રદતની વ્યાખ્યા આપી શકાય કે, “વ્યક્તિ અથર, વિજાણુ સાધનો દ્વારા જેના પર પ્રક્રિયા થઈ શકે, જેનું અર્થઘટન થઈ શકે અને પ્રત્યાયન થઈ શકે તેવી હકીકતો. ચિત્રો, શબ્દો, અંકો, આકૃતિઓ, ચલચિત્ર અવાજ, સંગીત અને અન્ય ધટકોની પદ્ધતિસરની અને વ્યવસ્થિત રજૂઆત એક પ્રદત: દા. ત. વિદ્યાર્થીઓની વિવિધ માહિતી જેવી કે વિદ્યાર્થીનું નામ, જન્ય/ તારીખ, શાળામાં દાખલ તારીખ, ફોન નંબર, બ્લડ ગ્રુપ, સરનામા, જાતિ, ધણી વાલીની આવક વગેરે વિભાગ પાડીને તૈયાર કરવામાં આવતું પત્રક. આમ, હકીકતો અને તથ્યોને આધારે વ્યવસ્થિત રીતે તૈયાર કરાયેલ સામગ્રીને પ્રદત કહે છે.
માહિતીનો અર્થ અને સંકલ્પના
(Meaning & Concept of Information) :
‘પ્રદત’ વિશે સમજ મેળવ્યા પછી “માહિતી’ શબ્દને સરળતાથી સમજી શકાય છે. માહિતીનો સામાન્ય અર્થ એમ આપી શકાય કે, એકત્રિત કરેલ પ્રદતને આધારે તારવેલ કોઈ ચોક્કસ પરિણામ એટલે માહિતી વધારે વિસ્તારીને કહી શકાય કે, “એકત્રિત કરેલ માહિતી પર માનસિક પ્રક્રિયા કે કમ્યુટર દ્વારા વિજાણુ પ્રક્રિયા કરીને તારવેલ અર્થપૂર્ણ હકીકત એટલ
અર્થ અને સંકલ્પના : માહિતી, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી....
ઑકસફર્ડ ડિક્ષનરી મુજબ - માહિતી એટલે હકીકત, પ્રદત કે અભિપ્રાયોનું એવું જ્ઞાન કે જે સાંકેતિક રીતે, દેશ્ય-શ્રાવ્ય રીતે, કે ચિન સ્વરૂપે પ્રત્યાયન પામેલ હોય.
માહિતીની વ્યાખ્યા વિવિધ દૃષ્ટિકોણથી કરવામાં આવે છે. જે-તે ક્ષેત્રના નિષ્ણાતો માહિતીને પોતાની જરૂરિયાત અનુસાર વ્યાખ્યાયિત કરે છે. ક્ષેત્ર આધારિત માહિતીની વ્યાખ્યાઓ સમજવાનું અત્રે અનુપસ્થિત છે. તેથી આપણે અહીં માહિતીની સામાન્ય વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. “કોઈપણ વિષય વિશે વિવિધ સ્વરૂપે અલગ-અલગ રીતે ભાર મૂકીને તેમ જ વિવિધ ઊંડાણથી જેની મદદથી સ્પષ્ટતા મેળવવામાં આવે છે તેને માહિતી કહે છે, અર્થાત્ માહિતી એ કોઈપન્ન વિષય, વ્યક્તિ, વસ્તુ, પ્રસંગ, ઘટના કે પ્રક્રિયા અંગેની ઊંડાણપૂર્વકની સ્પષ્ટતા મેળવવાનું એક સાધન છે.”
માહિતી એ પ્રત્યાયનની મદદથી સંચારસ કરવામાં આવેલ હકીકતો છે.”
માહિતીનાં મુખ્ય લક્ષણો
(Characteristics of information) :
(1) માહિતી એટલે પ્રદત ઉપર થયેલ માનસિક કે વિજાણુ પ્રક્રિયા.
(2) કોઈપણ વિષય, વ્યક્તિ કે વસ્તુ પર થયેલ સ્પષ્ટતા.
(3) સંજ્ઞાઓનું સંદેશાઓમાં થયેલ સંકેતીકરણ
(4) માહિતી એટલે પ્રત્યાયનક્ષમ પ્રદત.
(5) પ્રદત પરથી તારવેલ અર્થપૂર્ણ સત્ય.
શિક્ષણના સંદર્ભમાં માહિતીને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રધત્ન કરીએ તો પ્રદત સ્વરૂપે એકત્રિત સામગી જેમાં વિદ્યાર્થીઓની વિવિધ વિગનો જેવી કે વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, શાળામાં દાખલ તારીખ, ફોન નંબર, બ્લડ ગ્રુપ, સરનામાં, જતિ, ધર્મ, વાલીની આવક વગેરે વિભાગ પાડીને તૈયાર કરેલ પત્રકમાંથી ચોક્કસ માહિતી પ્રાપ્ત કરવી.
જેવી કે -
(1) શાળામાં કન્યાઓની કુલ સંખ્યા
(2) ગરીબીરેખાની નીચે જીવતાં બાળકોની
(3) 'O' પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતાં બાળકોની સંખ્યા
આવાં અનેક તથ્યો આપણે એક વ્યવસ્થિત વિકસાવેલ પ્રદત પરથી તારવી શકીએ છીએ, જેને માહિતી કહે છે.
ટેકનોલોજીનો અર્થ અને સંકલ્પના
(Meaning and Concept of Technology) :
અર્થ આપણે સામાન્ય રીતે ટેકનોલોજી શબ્દનો ઉપયોગ યંત્ર કે કયૂટરનાં ઉપયોગ સંબંધે કરીએ છીએ. પરંતુ ટેક્નોલોજી શબ્દનો ૨ એટલો સીમિત નથી. ટેક્નોલોજી બે ગ્રીક શબ્દો “Technikos” અને Logos” નો બનેલો છે. “Technikos” નો અર્થ કળા થાય છે. તેનું માટે અંગ્રેજીમાં “Technique” શબ્દ વપરાય છે, તેનો અર્થ કલા-કૌશલ, તંત્ર, વસ્તુ નિર્માણની પ્રક્રિયા એમ થાય છે. જયારે “Logos” એટલે Doctrine of Science વિજ્ઞાન કે વિજ્ઞાન માટેનું એવો અર્થ થાય છે ઑક્સફર્ડ ડિક્ષનરી મુજબ, ટેકનોલોજી શબ્દનો અર્થ છે,the application of science knowledge for practical purposes, especially in industry." એટલે કે, વિજ્ઞાનના કોઈપણ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને માનવજીવનના વિકાસમાં કે સમસ્યામાં સુવિધા કરવામાં આવે તેને ટેક્નોલોજી કહે છે.
ગુજરાતીમાં ટેક્નોલોજી માટે “તકનિકી”, “પ્રોદ્યોગિકી', જેવા શબ્દો વપરાય છે. અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે, વિજ્ઞાન એટલે દરેક ક્ષેત્રમાં અને દરેક વખતે યાંત્રિક કે યંત્ર સંબંધિત જ્ઞાન જ એમ નહીં. પરંતુ વિજ્ઞાન એટલે ચોક્કસ પદ્ધતિસરનું એવો અર્થ થાય છે.
ઉપરોક્ત ચર્ચાને આધારે આપણે કહી શકીએ કે -
- ટેક્નોલોજી માત્ર યંત્ર પૂરતી મર્યાદિત નથી.
- માત્ર ભૌતિક વિજ્ઞાનનું સાધન નથી.
- ટેક્નોલોજી એ સામાન્ય જીવનને વૈજ્ઞાનિકતાનો સ્પર્શ આપનાર પરિબળ છે.
ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ અને સંકલ્પના (Meaning and Concept of Information Technology):
આપણે માહિતી (ઇન્ફોર્મેશન) અને ટેક્નોલોજી બન્નેના અર્થની સમજ મેળવી. હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને સમજવા પ્રયત્ન કરીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીને આપણે ટૂંકમાં IT તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં તેની માટે માહિતી તફનિકી શબ્દ વપરાય છે.
ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન અને ડેવલપમેન્ટ (OECD, 1987) અનુસાર “માહિતી ટેકનોલોજી એ માહિતીનું એકત્રીકરણ, સંસ્કરણ અને સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી માટે ઉપયોગમાં લેવાતું પદ છે.”
“ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એ સમાજની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઉન્નતિ માટે માહિતીના અસરકારક સંચાલન, સંગ્રહ, પુનઃપ્રાપ્તિ, સંસ્કરણ, પ્રત્યાયન અને વહેંચણી માટે સોફટવેર અને હાર્ડવેરનો ઉપયોગ કરે છે.” - સનસવાલ
“માહિતી ટેક્નોલોજી એ વૈજ્ઞાનિક, તનિકી અને ઇજનેરી શાખાઓ અને સંચાલનની પ્રયુક્તિઓનો ઉપયોગ કયૂટર અને એપ્લિકેશન્સ દ્વારા માહિતીને વ્યવસ્થિત કરવા, તેના પર પ્રક્રિયા કરવા અને તેની સાથે સંકળાયેલ માણસ, મશીન સાથે સંબંધિત સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક આંતરક્રિયા કરવા કરે છે.” - યુનેસ્કો (1999)
ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના કાર્યશીલ જૂથના વિઝન ડોક્યુમેન્ટ અનુસાર, “માહિતી ટફનોલોજી એ માધ્યમો, પ્રયુક્તિઓ અને સેવાઓનો સમૂહ છે, જેની મદદથી દેશના લક્ષ્ય જૂથની જરૂરિયાતો અનુસાર અને તેને પરવડે તેવા ઉકેલો મેળવી શકાય છે."
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ ચોક્કસ પર્યાવરણમાં ઇચ્છિત પ્રકારની માહિતીનું એકત્રીકરણ, સંગ્રહ, હસ્તોપયોજન, " સંસ્કરણ અને પ્રત્યાયનનું આધુનિક વિજ્ઞાન છે.
માહિતી ટેક્નોલોજીની વિદ્યાશાખાઓમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગ. કમ્યુટર ટેક્નોલોજી, જીવવિજ્ઞાન, વર્તન વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો, ભાષા વિજ્ઞાનના અભ્યાસે, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. આ પરથી કહી શકાય કે, ઇન્ફર્મેશન ટેક્નોલોજી કે બહુવિઘાકીય વિદ્યાશાખા છે.
હાલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક સ્વતંત્ર વિદ્યાશાખા બની ચૂકી છે.
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) એ કોઈપણ કમ્મર, સ્ટોરેજ, નેટવર્કિંગ અને અન્ય ઉપકરણો, પ્રક્રિયાઓને ઉપયોગ, ઇલેક્ટ્રોનિક ડેટાના તમામ પ્રકારો બનાવવા, પ્રક્રિયા કરવા, સંગૃહીત કરવા, સુરક્ષિત કરવા માટે કરે છે.
માહિતીને એકત્રિત કરવા, સંગ્રહ કરવા, કાર્યાન્વિત કરવા અને પ્રદર્શિત કરવાં જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેરનો ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સમાવેશ થાય છે.
ઇન્ફર્મેશન ટેક્નોલોજી એવાં સાધનો અને પ્રૌદ્યોગિકીનો સમૂહ છે કે જેના દ્વારા પ્રદત્ત કે માહિતીનું સર્જન, સંગs વ્યવસ્થાપન, પ્રક્રિયા અને વિતરણ થઈ શકે છે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં કમ્યુટર, સેલફોન, ટેલિવિઝન જેવાં અનેક વિજાણુ સાધનો અને ઈન્ટરનેટ અને બ્યુટણ જેવી અનેક પ્રૌદ્યોગિકીનો સમાવેશ થાય છે.
શિક્ષણમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી એક અભિન્ન અંગ બની ગઈ છે. શિક્ષણ માટે વર્ગવ્યવહારમાં, અધ્યાપન કાર્યમાં, મૂલ્યાંકનમાં, સંશોધનકાર્યમાં એમ અનેક રીતે ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
માહિતી પ્રત્યાયન પ્રૌધોગિકી (ટેક્નોલોજી)નો અર્થ અને સંકલ્પના (Meaning and Concept of ICT) :
માહિતી પ્રત્યાયન પ્રૌધોગિકી (ટેકનોલોજી)નો અર્થ (Meaning of ICT) :
- માહિતી એટલે એકત્રિત પ્રદત્ત પરથી તારવેલ તથ્ય કે હકીકત.
- પ્રત્યાયન એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વિચારોની આપ-લે.
- પ્રૌદ્યોગિકી એટલે વિજ્ઞાનના સિદ્ધાંતોનો વ્યાવહારિક ઉપયોગ
આ ત્રણેય શબ્દોની મળેલી બૃહદ્ સંકલ્પના એટલે માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી. માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીને અંગ્રેજીમાં Information and Communication Technology કહે છે. સામાન્ય બોલચાલમાં તેનું ટૂંકાક્ષરી નામ ICT વધુ પ્રયોજાય છે. માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીમાં ‘માહિતી ટેકનોલોજી' અને ‘પ્રત્યાયન ટેક્નોલોજી’નો સમાવેશ થાય છે.
અહીં માહિતી ટેક્નોલોજીનાં સાધનો તરીકે ટેલિવિઝન, સ્માર્ટ ફોન, કમ્યુટર, ઉપગ્રહ તંત્ર, ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટિંગ ઉપકરણો વગેરેનો ઉપયોગ થાય છે.
જયારે પ્રત્યાયન ટેક્નોલોજી એટલે ભૂ-આધારિત કે ઉપગ્રહ આધારિત પ્રત્યાયન. ભૂ-આધારિત પ્રત્યાયન ટ્રાન્સમીટર મારફત ફેલાયેલા માળખાથી થાય છે. ઉપગ્રહ (સેટેલાઈટ) વિનરાયન વિદ્યુત તરંગો મારફત થાય છે.
આટલી સમજ પછી માહિતી પ્રત્યાયન પ્રોદ્યોગિકીનો ૬ આ મુજબ આપી શકાય : ‘માહિતી અને સંદેશનું સર્ણવિસ્તરણ, સંગ્રહ કરવા માટે તથા તેમાં સુધારા-વધારા કરવા માં અને સંદેશનો વિનિમય કરવા માટે વાપરવામાં આવતી પ્રોદ્યોરિ, અને સાધનોનો સમૂહ એટલે માહિતી અને પ્રત્યાયન ટેક્નોલોજી
માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીની વ્યાખ્યા (Definition of ICT) :
સી-ડેક સૂચના અને પ્રસારણ વિભાગ ભારત સરક, | અનુસાર, “માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી એ તકનિકોનું ધૂત છે, જે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સૂચનાઓનું પ્રત્યાયન, સંકે, તથા નિર્માણ અને પ્રદર્શન કરે છે. આઈસીટીની આ વ્યાપક વ્યાખ્યામાં રેડિયો, ટેલિવિઝન, વીડિયો, ડીવીડી, ટેલિફોન મોબાઇલ, સેટેલાઇટ તંત્ર, કમ્યુટરના હાર્ડવેર અને સોફટવેર તેમની સાથે જોડાયેલ ઉપકરણો અને સેવાઓ જેવા કે - વીડિયે કોન્ફરન્સિંગ, ઇમેલ તથા બ્લોગનો સમાવેશ કરે છે.”
ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે સમજી શકાય કે, માહિતી અને સંદેશ એ બંનેનું સર્જન કરીને તેનું વિતરણ કરવા માટે, તેને સંગ્રહ કરવા માટે અને તેમાં સુધારા-વધારા કરવા માટે જેટલી પણ ટેક્નોલોજી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તે તમામનો માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકીમાં સમાવેશ થાય છે.
આમ, માહિતીને એકત્રિત કરવા, નિર્મિત કરવા, વિતતિ કરવા અને વ્યવસ્થિત કરવા હેતુ જુદા-જુદા ઔદ્યોગિક ઉપકરણ તથા સંસાધનોનો એકમ આઇસીટી કહેવામાં આવે છે. આઈસીટીમાં રેડિયો, ટેલિવિઝન, વીડિયો, ડીવીડી, ટેલિફોન, કમ્યુટર અને નેટવર્કો, સેટેલાઇટ, હાર્ડવેર તથા સોફ્ટવેર, સંસાધનો તા પ્રૌદ્યોગિકી સંબંધિત સેવાઓ જેવી કે વીડિયો કોન્ફરન્સિંગ બોડકાસ્ટિંગ, ઇલેક્ટ્રોનિક મેલ વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત અર્થ અને વ્યાખ્યા પરથી તારવી શકાય છે :
- માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી એ એવી પ્રૌદ્યોગિકી છે જેના દ્વારા માહિતીનું આદાન-પ્રદાન કરવાની માહિતી પર પ્રક્રિયા કરવાની તેમ જ માહિતીનું વહન કરવાની સગવડ પૂરી પાડે છે.
- માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી મૂળભૂત રીતે માહિતીનું સંચાલન કરતાં સાધનો છે. આ સંસાધન, એપ્લિકેશન અને સેવાઓ માહિતીને વ્યવસ્થિત કરવા, સંગ્રહ કરવા, પ્રક્રિયા કરવા તેમ જ માહિતીની ફેરબદલી કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે.
- તેમાં જૂનાં સાધનો તરીકે રેડિયો, ટેલિવિઝન અને ટેલિફોન હતાં અને હવે નવાં સાધનો તરીકે કમ્યુટર, ઇન્ટરનેટ, વાયરલેસ પદ્ધતિ, અને સેટેલાઇટનો સમાવેશ થાય છે. આ સાધનો તથા એપ્લિકેશન એકબીજા સાથે જોડાઈને એક વિશાળ માળખું રચે છે, જે દુનિયાના દરેક ખૂણે પહોંચે છે.
માહિતી પ્રત્યાયન ટેકનોલોજીના પાંચ ઘટકો (Five constructs of ICT) :
માહિતી પ્રત્યાયન ટેક્નોલોજી પાંચ ઘટકોનું સંયોજન છે અને દરેક ઘટકના અનુસંધાને તેની ભૂમિકા આ પ્રમાણે છે.
(1) એકત્રિત કરવાની પ્રૌદ્યોગિકી : આ પ્રૌદ્યોગિકી ઇનપુટ ડિવાઇસ દ્વારા માહિતીને એકઠી કરી તેને ડિજિટલ સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. એમાં કી-બોર્ડ, માઉસ, ટ્રેકબોલ ટચ સ્ક્રીન, વોઇસ રિકોગ્નાઈઝેશન સિસ્ટમ,બારકોડ રીડર, ઈમેજ સ્કેનર વગેરેનો સમાવેશ થાય છે.
(2) સંગ્રહ કરવાની પ્રૌદ્યોગિકી : આ પ્રૌદ્યોગિકી માહિતીને સ્ટોર કરે છે. જેમાં જુદી જુદી ડિવાઈસ વપરાય છે, જેમકે, મેગ્નેટિક ટેપ, ફલોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, ઑરિલ ડિસ્ક, ઈમેજેબલ ડિસ્ક અને સ્માર્ટ કાર્ડ વગેરે.
(3) પ્રોસેસિંગ પ્રૌદ્યોગિકી : એપ્લિકેશન સોફટવેરની મદદથી પદ્ધતિ વિકસાવવી તેને ડિજિટલ સ્વરૂપમાં માહિતીની પ્રક્રિયા કહેવામાં આવે છે.
(4) પ્રત્યાયન પ્રૌદ્યોગિકી : ડિજિટલ માહિતીને ઉપલબ્ધ કરાવવા માટેનાં સાધનો, પદ્ધતિઓ અને નેટવર્કનો સમાવેશ છે જેવા કે બ્રોડકાસ્ટિંગ, સંકલિત ડિજિટલ નેટવર્ક, ડિજિટલ નેટવર્ક સેલ્યુલર નેટવર્ક,વાઇડ એરિયા , ઇલેકટ્રોનિક બુલેટિન બોર્ડ, મોડેમ અને વિવિધ ટ્રાન્સમિશન મીડિયા.
(5) પ્રદર્શન પ્રૌદ્યોગિકી : જેમાં ડિજિટલ માહિતીને આઉટપુટમાં એ તેવી લાક્ષણિકતાઓ આ ભાગ ધરાવે છે. જોઈ શકાય આવી ડિવાઈસમાં મોનિટર, ડિજિટલ ટીવી સેટ, વીડિયો પ્રસારણ મોડ, સેટ ટોપ બૉકસ, પ્રિન્ટર, વીસીડી અને ડીવીડી વગેરેનો સમાવેશ થાય છે.