Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ઓનલાઈન અધ્યાપન ટુલ્સ // Online Teaching Tools

ઓનલાઈન અધ્યાપન ટુલ્સ 

(Online Teaching Tools)

ઓનલાઈન અધ્યાપન ટુલ્સ  (Online Teaching Tools)

ઓનલાઇન અધ્યાપન ટુલ્સ એટલે એવા સોફટવેર કે જે ઈન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરીને શિક્ષકને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડે આ સોફટવેરનો ઉપયોગ ઈન્ટરનેટની સુવિધા ધરાવતાં કમ્યુટર લેપટોપ અને મોબાઇલ દ્વારા થઈ શકે છે. મોબાઇલમાં તેનો ઉપયોગ કરવા માટે મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમને અનુરૂપ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાય છે. કયૂટર કે લેપટોપ માટે ઓપરેટિંગ સિસ્ટમને અનુરૂપ સોફ્ટવેર ડાઉનલૉડ કરીને ઇન્સ્ટોલ કરી શકાય છે. જો આ પ્રકારે સોફટવેર ઇન્સ્ટોલ ન કરવો હોય તો કોઈપણ અદ્યતન બાસરની મદદથી પણ આ ટુલ્સનો ઉપયોગ થઈ શકે છે. શિક્ષકની જેમ જ આવા ટુલ્સથી અધ્યયન કરવા માટે વિદ્યાર્થીએ પણ તે ઇન્સ્ટોલ કરવું જરૂરી બને છે. અથવા બ્રાસરની મદદથી તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

👉 ગુગલ કલાસરૂમ (Google classroom)


ગુગલ કલાસરૂમ એ ગુગલની સુવિધા છે. આ સુવિધાનો આરંભ વર્ષ 2015માં થયો હતો. શરૂઆતમાં ગુગલ ક્લાસરૂમની રચના શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વિવિધ ફાઇલોની આપ-લે સરળતાથી કરી શકે તે હેતુથી કરવામાં આવેલી. ત્યાંથી કમશઃ સુવિધાઓ ગુગલ દ્વારા ઉમેરાતી ગઈ. અને આજે ગુગલ કલાસરૂમ ઓનલાઇન અધ્યયન થઈ શકે તેવી સુવિધા તરીકે ઉપલબ્ધ છે. ગુગલ ક્લાસરૂમ એ ગુગલની “ગુગલ વર્કસ્પેસ ફોર એજયુકેશન”નો ભાગ છે. તે નિઃશુલ્ક તેમજ પેઇડ બન્ને સ્વરૂપે ઉપલબ્ધ છે.

વિશેષતાઓ (Features)


ગુગલ કલાસરૂમમાં મૂળભુત ત્રણ પ્રકારના યુઝર એકાઉન્ટ હોય છે.

(1) શાળાનું એકાઉન્ટ (School account): તેને ગુગલ વર્કસ્પેસ ફૉર ઍજયુકેશન એકાઉન્ટ પણ કહે છે જે કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળાને મળી શકે છે.

(2) વ્યક્તિગત એકાઉન્ટ (Personal account): આ એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ (વિદ્યાર્થી, શિક્ષક, વાલી ગમે તે) મેળવી શકે છે. જે નિઃશુલ્ક છે.

(૩) ગુગલ વર્કસ્પેસ એકાઉન્ટ (Google Workspace account): આ એકાઉન્ટ ગુગલ વર્કસ્પેસની સુવિધા મેળવી હોય તેવી સંસ્થાના એડમીન ખોલાવી આપે છે.

  • શિક્ષકો પોતાના ગુગલ એકાઉન્ટ (વ્યક્તિગત એકાઉન્ટ) દ્વારા તેનો ઉપયોગ કરી કલાસ રચી શકે છે. નિઃશુલ્ક (પર્સનલ) એકાઉન્ટ દ્વારા બનાવેલા ગુગલ કલાસમાં એકસાથે 250 વિદ્યાર્થીને જોડી શકાય છે. પેઇડ વર્ઝનમાં 1000 વિદ્યાર્થી જોડી શકાય.
  • એક જ વિષય એકથી વધુ શિક્ષકો શીખવતા હોય તો એકસાથે એક જ ગુગલ કલાસમાં શિક્ષણ કરી શકે છે. મહત્તમ 20 શિક્ષકો એક કલાસમાં શિક્ષણ કરી શકે. (ફી-પેઈડ બન્નેમાં)
  • ગુગલ કલાસમાં શિક્ષક, વિદ્યાર્થીઓ વાલી માટે અલગ અલગ હકો/સુવિધા મળે છે. (વાલીને જોડવાની સુવિધા નિઃશુલ્ક સુવિધામાં નથી).
  • શિક્ષક પોતાના વિઘાર્થીઓને ક્લાસ કોડ દ્વારા લિંક અને ઈ-મેઇલ એકાઉન્ટ દ્વારા જોડી શકે છે. દરેક કલાસનો કોડ (6 થી 7 અક્ષરનો) હોય છે. આ 7 કલાસ કોડ શિક્ષક વિદ્યાર્થીઓને જણાવે અને વિદ્યાર્થી ગુગલ કલાસરૂમમાં પોતાના વ્યક્તિગત એકાઉન્ટથી લોગ ઇન થઈ Join class વિકલ્પમાં જઈ તે કોડ દાખલ કરી વર્ગમાં જોડાઈ શકે છે. આ જ પ્રમાણે કલાસની લિંક શિક્ષક વિદ્યાર્થીને શેર કરી શકે છે. જેના પર કિલક કરી વિદ્યાર્થી જોડાઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનાં ઈ-મેઈલ એડ કરીને પણ તેમને કલાસમાં જોડાવાનું આમંત્રણ આપી શકાય છે.
  • ગુગલ કલાસમાં શિક્ષક અધ્યયન સામગ્રી (ટફસ્ટ ફાઇલ, વિડિયો, ઓડિયો, ચિત્ર વગેરે) મૂકી શકે છે.
  • તેની સાથે ગુગલ ડ્રાઇવ (જેમાં દરેક કલાસ માટે એક અલગ ફોલ્ડર બને છે)માંથી ફાઈલો શેર થઈ શકે છે.
  • ગુગલની અન્ય સુવિધાઓ જેવી કે ગુગલ ડ્રાઇવ, ગુગલ ડોકસ, ગુગલ શીટ્સ, ગુગલ સ્લાઇડ, ગુગલ ફૉર્મ, ગુગલ સાઇટ્સ, જી મેઇલ વગેરેને સાંકળી શકાય છે.
  • વિદ્યાર્થીને એસાઇન્મેન્ટ આપી શકાય છે. આ માટે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરી શકાય છે. (જે વિદ્યાર્થીનાં ગુગલ કૅલેન્ડરમાં એડ કરાવી શકાય છે.)
  • એસાઇન્મેન્ટ તપાસી ગ્રેડ પણ આપી શકાય છે. કલાસ સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓ મૅસેજ પૉસ્ટ કરી શકે છે. જેની મદદથી ચર્ચા પણ થઈ શકે છે.
  •  એનાઉન્સમેન્સ દ્વારા સૂચનાઓ આપી શકાય છે. 
  • વિદ્યાર્થીને શિક્ષકે મૂકેલ સાહિત્ય, સૂચન, ઍડ વગેરેના ઇમેઇલ નોટીફિકેશન મળે છે. 

શૈક્ષણિક ઉપયોગ

  • આ સુવિધા ખાસ શિક્ષણના હેતુથી જ આપવામાં આવી છે.
  • શિક્ષક પોતાનાં વિષય-વર્ગ-ધોરણ પ્રમાણે કલાસ બનાવી વિદ્યાર્થીને સાંકળી શકે છે.
  • અધ્યયનસામગ્રી વિદ્યાર્થી સાથે શેર કરી શકે છે.
  • સ્વાધ્યાય (એસાઈન્મેન્ટ) આપી શકે છે. સમયમર્યાદા નિર્ધારિત કરી શકે છે.
  • સબમિટ કરેલા સ્વાધ્યાયને ગ્રેડ આપી શકે છે. 
  • વિદ્યાર્થીને ચર્ચામાં સાંકળી શકે છે.
  • સૂચનાઓ આપી શકે છે.
  •  ગુગલની અન્ય સુવિધાઓ (ગુગલ ડ્રાઇવ, યૂટ્યુબ વગેરે)નો ઉપયોગ શિક્ષણ માટે કલાસમાં કરી શકે છે.
  • એકથી વધુ શિક્ષકો એક જ ગુગલ કલાસમાં કાર્ય કરી શકે છે. 
 ગુલાસ કલાસરૂમની વેબસાઇટ: http://classroom.google.com :

    ગુગલ કલાસરૂમ સંબંધિત વિવિધ ઈ-સ્ત્રોતો, માટે નીચેનો qr code સ્કેન કરી વેબસાઇટ. http://sites.google.com/view/ictincurriculum ની મુલાકાત લો.


➡️ આભાસી વર્ગખંડ (Virtual classroom).


આભાસી વર્ગખંડ એટલે કયૂટર આધારિત પ્રત્યાયન પ્રણાલીની મદદથી તું એવું અધ્યયનનું વાતાવરણ કે જ્યાં વિદ્યાર્થી સ્થળ- સમયના બંધન વગર સહાયકારી પ્રયન કરી શકે આવું વાતાવરણ એ પરંપરાગત વર્ગખંડની એવજીમાં અથવા તેની સાથે સાથે સર્જવામાં આવે છે.

 આભાસી વર્ગખંડમાં શિક્ષકનું અધ્યાપન, વહીવટી (હાજરી, પ્રવેશ વગેરે) અને મૂલ્યાંકન જેવા કાર્યો ઈન્ટરનેટના માધ્યમથી વેબસાઈટ અથવા કોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી પક્ષે કરવાનું અધ્યયન પણ ઓનલાઈન હોય છે.

આભાસી વર્ગખંડમાં અધ્યાપક અનેક રીતે અધ્યયન સામગ્રી રજૂ કરે છે મોટાભાગે આવા વર્ગખંડોમાં સમક્રમિક અધ્યયન થાય છે. અર્થાત્ શિક્ષક દ્વારા જે સમયે વિષયવસ્તુ રજૂ થાય તે જ સમયે વિઘાર્થી પણ ઑનલાઈન હોય છે, પરંતુ તે બન્ને વ્યક્તિઓ એકજ સ્થળે હોવી જરૂરી નથી. આભાસી વર્ગખંડમાં શિક્ષક વિડીયો કોન્ફરન્સ દ્વારા અથવા ઉપગ્રહ દ્વારા પ્રસારિત વ્યાખ્યાન દ્વારા વિષયવસ્તુ રજૂ કરે છે. સાથે સાથે વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટેની વેબસાઈટ ઉપર પોતાની રજૂઆતને લગતાં સંદર્ભો, વ્યાખ્યાનની તેણે બનાવેલી નોંધ - પ્રેઝનટેશન વગેરે મૂકેલા હોય છે. વધુ અભ્યાસ માટેની લિંક પણ મુકાય છે. વિદ્યાર્થી આવી અધ્યયન સામગ્રી ડાઉનલોડ કરે છે, તેનો અભ્યાસ કરે છે અને શિક્ષકનાં વિડીયો પ્રસારને જુએ છે અને પોતાના અનુકુળ સ્થળેથી અધ્યયન કરે છે. પોતાના અધ્યયન દરમિયાન તેને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો ચેટિંગ દ્વારા, ઈ-મેઈલ દ્વારા અથવા તો ફોરમમાં પોસ્ટ કરીને પૂછે છે જેનો ઉત્તર શિક્ષક કે અન્ય સહાધ્યાયીઓ આપે છે. ઘણી વખત દ્વિમાર્ગી ઓડિયો કે વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ પ્રત્યાપન થાય છે પરંપરાગત વર્ગખંડની જેમ જ આવા આભાસી વર્ગખંડમાં પણ શિક્ષક ગૃહકાર્ય, સ્વાધ્યાય, પ્રોજેક્ટ કાર્ય આપે છે. જેને વિદ્યાર્થી પૂર્ણ કરી વેબસાઈટ પર અપલોડ કરે છે અથવા ઈ-મેઈલ દ્વારા મોકલે છે. હવે તો એવી અદ્યતન વ્યવસ્થા ઊભી થઈ છે (કોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા બનાવેલી વેબસાઈટમાં) કે વિદ્યાર્થી ઑનલાઈન - વેબસાઈટ પર જ પોતાનું સબમિશન તૈયાર કરી શકે છે. શિક્ષક આવા સબમિશનને તપાસીને વેબસાઈટ - ઈ-મેઈલ દ્વારા પ્રતિપોષણ આપે છે. અભ્યાસના અંતે ઓનલાઈન પરીક્ષા ગોઠવાય છે. વિદ્યાર્થીનો અભ્યાસમાં પ્રવેશ, અભ્યાસનું કે પ્રસારિત થનાર વ્યાખ્યાનનું સમયપત્રક, સબમિશનની તારીખો, મૂલ્યાંકનની સૂચના, અભ્યાસ માટેની મદદ જેવા કાર્યો પણ વેબસાઈટ દ્વારા જ કરવામાં આવે છે.

આવા આભાસી અનુકૂળ સ્થળેથી, મુસાફરી દરમિયાન પણ અધ્યયન કરવાની સુવિધા પૂરી પાડે છે. શિક્ષકનાં પ્રસારિત વ્યાખ્યાનો, અભ્યાસની અન્ય સામગ્રીઓ ઑનલાઈન ઉપલબ્ધ રહેવાથી વિદ્યાર્થી કોઈ વર્ગ ચૂકી ગયો હોય તો પણ તેને ડાઉનલોડ કરી અનુકૂળ સમયે અધ્યયન કરી શકે છે. સ્વગતિએ અધ્યયન કરવાનું પણ અહિ શક્ય બને છે. આવા વર્ગખંડોમાં તજજ્ઞ શિક્ષકોની તજ્જ્ઞતાનો લાભ એક શાળા કે સંસ્થા પૂરતો મર્યાદિત ન રહેતાં વિશ્વવ્યાપી બને છે. પરંતુ આવા વર્ગખંડો સામે કેટલીક અડચણો પણ છે. વિદ્યાર્થીને મળતી સ્વતંત્રતા અને લવચિક્તાનો દુરઉપયોગ પણ થઈ શકે છે. દાખલા તરીકે વિદ્યાર્થી પોતાના ઘરે આભાસી વર્ગખંડનાં તાસ માટે લોગઈન થઈ જય છે, પરંતુ તે ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે કે નહિ તેની ખાતરી શિક્ષકને થતી નથી. અહીં ઘણી વખતનો ખરેખર વિદ્યાર્થીનાં બદલે અન્ય કોઈ વ્યક્તિ તેના લોગઈન પાસવર્ડ દ્વારા પ્રવેશ કરી દે છે અને વિદ્યાર્થી અધ્યયન કરતો ન હોવા છતાં તેની હાજરી પુરાઈ જાય છે. આવા વર્ગખંડો દ્વારા વિષયવસ્તુનું શિક્ષણ થાય છે, પરંતુ વિદ્યાર્થીનો સર્વાગીણ વિકાસ સાધવો અત્યંત દુષ્કર છે.

આભાસી વર્ગખંડ અંતર્ગત પ્રત્યાયન - શિક્ષણ કરાવવા માટે કેટલાક ઉપકરણો ઉપયોગી છે. વર્ષ 2020માં ઉદ્ભવેલ કોરોના મહામારીના સમયમાં આ ઉપકરણો અત્યંત ઉપયોગી પુરવાર થયેલા અને તેની મદદથી જ શિક્ષણકાર્ય શાળા-કોલેજ કક્ષાએ થયેલું આવા કેટલાક ટુલ્સનો પરિચય કેળવીએ.


👉 ગુગલ મીટ (Google Meet) 


 ગુગલ મીટ ગુગલ દ્વારા આપવામાં આવેલી વિડિયો કૉન્ફરન્સ માટેની સુવિધા છે. આ સુવિધા અગાઉ અત્યંત પ્રચલિત-ઉપયોગી નિવડેલી ગુગલ હેન્ગ આઉટનું અઘતન સ્વરૂપ છે. વર્ષ 2017થી આ સુવિધા ઉપલબ્ધ છે અને કોરોના મહામારીકાળમાં તેના શૈક્ષણિક ઉપયોગથી સહુ કોઈ પરિચિત બનતાં અત્યંત પ્રચલિત બની.

વિશેષતાઓ (Feature)


  • ગુગલ મીટ એનરોઇડ, વિન્ડોઝ, લિનક્સ, એપલની ઓપરેટિંગ સિસ્ટમ વગેરે મોટાભાગની ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલી શકે છે. આથી કપૂર લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ વગેરે જેવા કોઈપણ ઉપકરણની મદદથી તેનો ઉપયોગ થઈ શકે છે.
  •  ગુગલ એકાઉન્ટ ધરાવતા કોઈપણ વ્યક્તિ ગુગલ મીટની મદદથી વિડિયો મીટિંગ (બીજા શબ્દોમાં ઑનલાઇન વર્ગખંડ) યોજી શકે છે. જેમાં 100 પ્રતિભાગીઓ (વિદ્યાર્થીઓ)ને 60 મિનિટ સુધી નિઃશુલ્ક વિડિયો મિટિંગના લાભ મળે છે. પ્રતિભાગીની વધુ સંખ્યા, વધુ સમય, મિટીંગને લાઇવ સ્ટ્રીમ કરવી જેવી વિશેષ સુવિધાઓ મેળવવા માટે ગુગલ વર્કસ્પેસ પ્રકારનું એકાઉન્ટ જરૂરી છે જેની અલગથી ફી ચૂકવવી પડે છે.
  • ગુગલ મીટની મદદથી શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ઑનલાઇન વિડિયો મિટીંગના માધ્યમથી શીખવી શકે છે.
  • આ પ્રકારનાં ઑનલાઇન વર્ગમાં શિક્ષક પોતાની સ્ક્રીન શેર કરી શકે છે. અને તેની મદદથી વિદ્યાર્થીને પ્રેઝન્ટેશન, વિવિધ ચિત્રો, વિડિયો, ડોક્યુમેન્ટ વગેરે દર્શાવી શકે છે.
  • ગુગલ મીટ ટુ વે વિડિયો કમ્યુનિકેશન પૂરું પાડે છે અર્થાત શિક્ષક-વિદ્યાર્થી બન્ને વિડિયો દ્વારા એકબીજાની સાથે પ્રત્યાયન કરી શકે છે.
  • વિદ્યાર્થી પોતાને ઉદ્ભવતો પ્રશ્ન કે શિક્ષકે પુછેલા પ્રશ્નો ઉત્તર વિડિયો (ઓડિયો સાથેના) દ્વારા કે ચેટીંગમાં લખીને આપી શકે છે. વિદ્યાર્થીને પ્રશ્ન ઉદભવે તો Hand Raiseની સુવિધા છે જેથી શિક્ષક જાણી શકે કે કોઈને પ્રશ્ન ઉદભવ્યો છે.
  • ગુગલ મીટની મદદથી શિક્ષક પોતાનાં તાસનું આયોજન કરે છે જેમાં જો ડાવાની લિક અથવા મિટીંગનો કોડ વિદ્યાર્થીને વોટ્સએપ ગ્રુપ, ઇ-મેઇલ, SMS વગેરે દ્વારા જણાવી શકે છે. ગુગલ મીટને પોતાના ગુગલ કલાસરૂમ સાથે છે પણ સાંકળી શકે છે, ગુગલ કેલેન્ડર તેમજ ગુગલ કોન્ટેકટ સાથે પણ ગુગલ મીટને સાંકળી શકાય છે.
  • ICT ઓનલાઇન મિટીંગ દરમ્યાન અજાણ્યા વ્યક્તિનું પ્રવેશતા રોકવાનું તેમજ કોઈપણને (ગેરશિસ્ત આચરનાર વિદ્યાર્થીન) મિટીંગમાંથી દૂર કરવાની સુવિધા મિટીંગનું આયોજન કરનાર શિક્ષકને મળે છે.
  •  વિદ્યાર્થીને સક્રિય રાખવા ગુગલ મીટમાં મિટીંગનું આયોજન કરનાર શિક્ષક વિદ્યાર્થીને પણ સ્ક્રીન શેર કરવાની સુવિધા આપી શકે છે.
  • વિડિયો કૉમ્યુનિકેશનને અસરકારક બનાવવા માટે ઘોંઘાટ નિયંત્રણ, લોં લાઇટ મોડ, વિડિયો ફિલ્ટર, બેકગ્રાઉન્ડ વગેરે જેવી સુવિધાઓ છે. ગુગલ મીટથી જોડાયેલા વિદ્યાર્થીઓને પ્રતિભાગીઓને) શિક્ષક ચેટ મેસેજ દ્વારા લિંક, ફાઇલ શેર પણ કરી શકે છે.
  •  ગુગલ મીટ દ્વારા યોજાતી મિટીંગ રેકોર્ડ કરી શકાય છે. જેને પ્રત્યક્ષ કે શાળાની વેબસાઇટના માધ્યમથી મિટીંગમાં (વર્ગમાં) ગેરહાજર વિદ્યાર્થીને શેર કરી શકાય છે.
  • મિટીંગમાં જોડાયેલા વિદ્યાર્થીઓ-પ્રતિભાગીઓના રેકોર્ડ પણ મેળવી શકાય છે જેનો ઉપયોગ હાજરી જાણવા થઈ શકે છે.
  • વર્ષ 2020-2021 દરમ્યાન કોરોના મહામારીના સમયમાં જયારે પ્રત્યક્ષ સ્વરૂપે શાળા-કોલેજમાં શિક્ષણકાર્ય બંધ હતું ત્યારે ગુગલ મીટની મદદથી અનેક શાળા-મહાશાળાઓએ શિક્ષણને કાર્યરત રાખ્યું હતું. 


ગુગલ મીટની વેબસાઇટ : https://meet.google.com છે.

ગુગલ મીટ સંબંધિત વિવિધ ઇ-સ્રોતો માટે નીચેનો qr code સ્કેન કરી વેબસાઈટ http://sites.google.com/view/ictincurriculum મુલાકાત લો.

👉 Webex


વેબ એક્સ સીકો કંપની દ્વારા આપવામાં આવતી વેબ-વિડિયો કોન્ફરન્સિગની સુવિધા છે. શરૂઆતમાં વેબએક્સની રચના સુબાહ ઐયર અને મીન શું કાર કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2007માં અમેરિકાની પ્રખ્યાત સીસ્કો કંપની દ્વારા તેને ખરીદી લેવામાં આવેલ. વેબએક્સ વ્યક્તિગત અને નાના ઉદ્યોગકાર માટે વેબએક્સ એપ અને મોટી કંપનીઓ કે વિશાળ સંખ્યા માટે વેબએકસ રૂટ એમ બે પ્રકારની સુવિધા આપે છે. શિક્ષણ માટે ખાસ સુવિધા પણ છે જે થોળ ખર્ચાળ છે. અહીં આપણે વેબએક્સ એપની વિશેષતાઓ જાણીશું.


વિશેષતાઓ


  • સિસ્કો વેબએકસ એન્ડરોઈડ, વિન્ડોઝ, લીનક્સ, એપલની ઑપરેટિંગ સિસ્ટમ વગેરે મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી શકે છે. આ ઉપરાંત વેબ બ્રાઉસરની મદદથી પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આથી કમ્યુટર, લેપટોપ, સ્માર્ટ ફોન, ટેબ્લેટ વગેરે જેવા કોઈપણ ઉપકરણની મદદથી તેનો ઉપયોગ થઈ શકે છે.
  • સિસ્કો વેબએક્સમાં એકાઉન્ટ નિઃશુલ્ક ખોલી શકાય છે અને મર્યાદિત સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. એક શિક્ષક આવા નિઃશુલ્ક એકાઉન્ટની મદદથી 50 મિનિટ સુધી વિડિયો કૉન્ફરન્સ દ્વારા 100 વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકે છે. પ્રતિદીન 50-50 મિનિટની વિવિધ વિષયો-વર્ગો-ધોરણ માટેની મિટીંગો ગોઠવી શકાય છે. વિદ્યાર્થીની વધુ સંખ્યા, વધુ સમય, લાઇવ સ્ટ્રીમ જેવી વિશેષ સુવિધાઓ મેળવવા ચોક્કસ ફી ચૂકવવી પડે છે.
  • શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ટુ વે (શિક્ષક-વિદ્યાર્થી બન્ને વિડિયો-ઓડિયો દ્વારા પ્રત્યાયન કરી શકે તે પ્રમાણે) વિડિયો મિટીંગો ગોઠવી શિક્ષણકાર્ય કરી શકે છે.
  • શિક્ષક પોતાની સ્ક્રીન શેર કરી શકે છે અને તેની મદદથી વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન, વિવિધ ચિત્રો, વિડિયો, ડોક્યુમેન્ટ વગેરે દર્શાવી શકે છે. આવા સ્કીન શેર દરમ્યાન એનોટેશન ટુલની મદદથી લખાણ લખી શકે છે, અંડરલાઇન કરી શકે છે. આ પ્રમાણે કા.પા. અથવા પોઇંટરના કાર્યો કરી છે. શિક્ષકની જેમ જ વિદ્યાર્થીઓ પણ પોતાની સ્ક્રીન શેર કરી શકે છે અને વર્ગમાં સક્રિય ભાગીદારી કરી શકે છે.
  • વિદ્યાર્થી પોતાને ઉદ્ભવતો પ્રશ્ન અથવા શિક્ષકે પુછેલા પ્રશ્નનો ઉત્તર વિડિયો દ્વારા કે ચેટિંગમાં લખીને આપી શકે છે.
  • વિદ્યાર્થીને પ્રશ્ન ઉદ્ભવે તો Hand Raiseની સુવિધા છે જેથી શિક્ષક જાણી શકે કે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન છે.
  • આ ઉપરાંત મોટીકોન્સ દ્વારા ચિત્રાત્મક પ્રત્યાયન કરી શિક્ષણકાર્યને આનંદપ્રદ બનાવી શકાય છે.
  • શિક્ષક પોતાની જરૂર પ્રમાણે તાસનો સમય નિર્ધારિત કરી મિટીંગનું આયોજન કરે છે. આ મિટીંગમાં જોડાવાની લિંક વિદ્યાર્થીને વોટ્સએપ ગ્રુપ, ઇ મેઇલ કે SMS દ્વારા જણાવી શકે છે. 
  • ઑનલાઇન મિટીંગ દરમ્યાન અજાણ્યા વ્યક્તિને પ્રવેશતો રોકવાની તેમજ કોઈપણને મિટીંગમાંથી દૂર કરવાની સુવિધા મિટીંગ યોજનાર (host) શિક્ષકને મળે છે. 
  • મિટીંગ દરમ્યાન શિક્ષક- વિદ્યાર્થીઓ જાહેરમાં (સહુ કોઈ વાંચી શકે તેમ) અને પ્રાઇવેટ (જને મેસેજ મોકલે તે જ વાંચી શકે) તેમ બે પ્રકારની ચેટ કરી પ્રત્યાયન કરી શકે છે.
  • મિટીંગ દરમિયાન લિંક અને ફાઇલ પણ શેર કરી શકાય છે.
  • મિટીંગને રેકોર્ડ કરી શકાય છે. જેને યૂ ટ્યુબ દ્વારા કે અન્ય વિડિયો ચેટીંગ સુવિધા, ગુગલ ડ્રાઈવ વગેરે માધ્યમથી ઑનલાઇન ન જોડાઈ શકનાર વિદ્યાર્થીના લાભાર્થે શેર કરી શકાય છે.
  • મિટીંગમાં જોડાયેલા પ્રતિભાગિઓનાં (વિદ્યાર્થીઓનાં) રેકોર્ડ પણ મેળવી શકાય છે. જેનો ઉપયોગ હાજરીપત્રક તરીકે થઈ શકે છે. 
  • ઈન્ટરનેટનાં ડેટાનો વપરાશ બચાવવા ફક્ત ઓડિયો સ્વરૂપે જ આવા મિટીંગમાં જોડાઈ શકાય છે.

સીસ્કો વેબએકસની http://www.webex.com વેબસાઈટ છે. 

વેબએકસ સંબંધિત વિવિધ ઇ-સોતો માટે નીચેનો qr code સ્કેન કર વેબસાઇટ http://sites.google.com/view/ictincurriculum મુલાકાત લો.

👉 ઝૂમ (Zoom)


 ઝૂમ એ વિડિયો કૉન્ફરન્સ માટેનો સોફ્ટવેર છે. જેની રચના વર્ષ 2012માં થઈ હતી. હાલમાં ઝૂમ વિડિયો કૉન્ફરન્સ ઉપરાંત કલાઉડ ફોન, વેબીનાર, ચેટ, વરચ્યલ ઇવેન્ટ માટેની સુવિધાઓ પણ પૂરી પાડે છે. ભારતમાં કોવિડ-19ની મહામારી સમયે (વર્ષ 2020-2021)માં આ સોફટવેર અત્યંત પ્રચલિત થયો અને તેની મહત્તા તેણે પુરવાર કરી.

વિશેષતાઓ (Features)


  • ઝૂમ એન્ડરોઇડ, વિન્ડોઝ, લિનક્સ, એપલની ઓપરેટિંગ સિસ્ટમ વગેરે મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ થઈ શકે છે. આ ઉપરાંત બ્રાઉટરની મદદથી પણ તેનો ઉપયોગ (મર્યાદિત) થઈ શકે છે. આથી કમ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ વગેરે જેવા કોઈપણ ઉપકરની મદદથી તેનો ઉપયોગ થઈ શકે છે.
  • ઝૂમની નિઃશુલ્ક સુવિધાની મદદની શિક્ષક 100 વિદ્યાર્થીઓને 40 મિનિટની મિટીંગમાં જોડી ઑનલાઇન શિક્ષણ કરી શકે છે. આ ઉપરાંત વ્યક્તિગત માર્ગદર્શન (જે ઉચ્ચ શિક્ષણમાં વધુ પ્રયોજાય છે) માટે સમયની કોઈ મર્યાદા નથી બે વ્યક્તિઓ વચ્ચેની મિટીંગ માટે મહત્તમ 30 કલાકની મર્યાદા છે). આ ઉપરાંત વધુ વિદ્યાર્થીને જોડવા, કલાઇડ (ઇન્ટરનેટ પર)માં મિટીંગને રેકોર્ડ કરવા, સોશિયલ મિડિયામાં સ્ટ્રીમીંગ (યુટ્યુબ, ફેસબુક વગેરે પર લાઇવ દર્શાવવા) જેવી સુવિધાઓ માટે નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ટુ વે (શિક્ષક-વિદ્યાર્થી બન્ને વિડિયો-ઓડિયો ટુ દ્વારા પ્રત્યાયન કરી શકે તે પ્રમાણે) વિડિયો મિટીંગો ગોઠવી શિક્ષણકાર્ય કરી શકે છે.
  • શિક્ષક પોતાની સ્ક્રીન શેર કરી શકે છે અને તેની મદદથી વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન, વિવિધ ચિત્રો, વિડિયો, ડોક્યુમેન્ટ વગેરે દર્શાવી શકે છે. આવા સ્કીન શેર દરમ્યાન એનોટેશન ટુલની મદદથી લખાણ લખી શકે છે, અંડરલાઇન કરી શકે છે. આ પ્રમાણે કા.પા. અથવા પોઇંટરના કાર્યો કરી શકે છે. 
  • શિક્ષકની જેમ જ વિદ્યાર્થીઓ પણ પોતાની સ્કીન શેર કરી શકે છે અને વર્ગમાં સક્રિય ભાગીદારી કરી શકે છે.
  • વિદ્યાર્થી પોતાને ઉદ્ભવતો પ્રશ્ન અથવા શિક્ષકે પુછેલા પ્રશ્નનો ઉત્તર વિડિયો દ્વારા કે ચેટિંગમાં લખીને આપી શકે છે.
  • વિદ્યાર્થીને પ્રશ્ન ઉદ્ભવે તો Hand Raiseની સુવિધા છે જેથી શિક્ષક જાણી શકે કે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન છે.
  • આ ઉપરાંત ઈમોટીકોન્સ દ્વારા ચિત્રાત્મક પ્રત્યાયન કરી શિક્ષણકાર્યને આનંદપ્રદ બનાવી શકાય છે.
  • શિક્ષક પોતાની જરૂર પ્રમાણે તાસનો સમય નિર્ધારિત કરી મિટીંગનું આયોજન કરે છે. આ મિટીંગમાં જોડાવાની લિંક વિદ્યાર્થીને વોટ્સએપ ગ્રુપ, ઇ મેઇલ કે SMS દ્વારા જણાવી શકે છે.
  • ઑનલાઇન મિટીંગ દરમ્યાન અજાણ્યા વ્યક્તિને પ્રવેશતો રોકવાની તેમજ કોઈપણને મિટીંગમાંથી દૂર કરવાની સુવિધા મિટીંગ યોજનાર (host) શિક્ષકને મળે છે.
  • મિટીંગ દરમ્યાન શિક્ષક-વિદ્યાર્થીઓ જાહેરમાં (સહુ કોઈ વાંચી શકે તેમ) અને પ્રાઇવેટ (જેને મેસેજ મોકલે તે જ વાંચી શકે) તેમ બે પ્રકારની ચેટ કરી પ્રત્યાયન કરી શકે છે.
  • મિટીંગ દરમિયાન લિંક અને ફાઈલ પણ શેર કરી શકાય છે. આકર્ષક દેખાવ માટે બૅકગ્રાઉન્ડ બદલી શકાય છે.
  • મિટીંગને રેકોર્ડ કરી શકાય છે. જેને યૂ ટ્યુબ દ્વારા કે અન્ય વિડિયો ચેટીંગ સુવિધા, ગુગલ ડ્રાઇવ વગેરે માધ્યમથી ઑનલાઇન ન જોડાઈ શકનાર વિદ્યાર્થીના લાભાર્થે શેર કરી શકાય છે.
  • મિટીંગમાં જોડાયેલા પ્રતિભાગિઓનાં (વિદ્યાર્થીઓનાં) રેકોર્ડ પણ મેળવી શકાય છે. જેનો ઉપયોગ હાજરીપત્રક તરીકે થઈ શકે છે. 
  • ઇન્ટરનેટનાં ડેટાનો વપરાશ બચાવવા ફક્ત ઑડિયો સ્વરૂપે જ આવી મિટીંગમાં જોડાઈ શકાય છે. .

Zoom વેબસાઈટ https://zoom.us 
Zoom સંબંધિત વિવિધ ઈ-સ્ત્રોતો માટે નીચેનો qr code સ્કેન કરી વેબસાઇટ http://sites.google.com/view/ictincurriculum-t ની મુલાકાત લો.

👉 માઈક્રોસોફ્ટ ટીમ્સ


માઈક્રોસોફ્ટ ટીમ્સ એક પ્રત્યાયન પ્લેટફોર્મ છે. માઇક્રોસોફ્ટ નામની જગવિખ્યાત સોફ્ટવેર કંપનીએ તેને વિકસાવ્યું છે. જેની મદદથી વિડિયો મિટીંગ, કોલ, કોલાબોરેટીવ (સહાયકારી) કાર્ય થઈ શકે છે. 

વિશેષતાઓ (Features)


  • માઇક્રોસોફ્ટ ટીમ્સ વિન્ડોઝ, એન્ડરોઇડ, લિનક્સ, એપલની ઓપરેટિંગ સિસ્ટમ વગેરે મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી શકે છે. આથી કમ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ વગેરે જેવા કોઈપણ ઉપકરણની મદદથી તેનો ઉપયોગ થઈ શકે છે.
  • માઈક્રોસોફટ એકાઉન્ટ (જે નિઃશુલ્ક મળે છે) ધરાવનાર શિક્ષક માઇક્રોસોફ્ટ ટીમ્સની મદદથી વિડિયો મિટીંગ (ઑનલાઇન વર્ગખંડ) યોજી શકે છે. જેમાં 100 વિદ્યાર્થીઓને 60 મિનિટ સુધી વિડિયો મિટીંગનો લાભ મળે છે. વિદ્યાર્થીની વધુ સંખ્યા, માઇક્રોસોફ્ટની વિવિધ પ્રચલિત સુવિધાઓ (વર્ડ, એકસેલ વગેરે)ને સાંકળવા, મિટીંગને રેકોર્ડ કરવા જેવી વધારાની સુવિધા મેળવવા માટે ચોક્કસ રકમ ચૂકવવી પડે છે.
  • શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ટુ વે (શિક્ષક-વિદ્યાર્થી અને વિડિયો-ઓડિયો દ્વારા પ્રત્યાયન કરી શકે તે પ્રમાણે) વિડિયો મિટીંગો ગોઠવી શિક્ષણકાર્ય કરી શકે છે.
  • શિક્ષક પોતાની સ્ક્રીન શેર કરી શકે છે અને તેની મદદથી વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન, વિવિધ ચિત્રો, વિડિયો, ડોક્યુમેન્ટ વગેરે દર્શાવી શકે છે. આવા સ્કીન શેર દરમિયાન એનોટેશન ટુલની મદદથી લખાણ લખી શકે છે, અંડરલાઇન કરી શકે છે. આ પ્રમાણે કા.પા. અથવા પોઇંટરના કાર્યો કરી શકે છે.
  • ઓનલાઈન ક્લાસ દરમ્યાન કા.પા. કાર્ય કરવા માટે વ્હાઇટબોર્ડની સુવિધા છે.
  • શિક્ષકની જેમ જ વિદ્યાર્થીઓ પણ પોતાની સ્ક્રીન શેર કરી શકે છે અને વર્ગમાં સક્રિય ભાગીદારી કરી શકે છે.
  • વિદ્યાર્થી પોતાને ઉદ્ભવતો પ્રશ્ન અથવા શિક્ષકે પુછેલા પ્રશ્નનો ઉત્તર વિડિયો દ્વારા કે ચેટિંગમાં લખીને આપી શકે છે. 
  • વિદ્યાર્થીને પ્રશ્ન ઉદ્ભવે તો Hand Raiseની સુવિધા છે જેથી શિક્ષક જાણી શકે કે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન છે. 
  • ચૅટિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. 
  • મિટીંગ દરમ્યાન લિંક ફાઇલ પણ શેર કરી શકાય છે. આકર્ષક દેખાવ માટે બૅકગ્રાઉન્ડ બદલી શકાય છે. 
  • માઈક્રોસોફટ ટીમ્સની વેબસાઇટ http://teams.microsoft.com છે. માઇક્રોસોફટ ટીમ્સ સંબંધિત વિવિધ પ્રસ્તુતિ માટે નીચેનો qr code વેબાઈટમાં http://sites.google.com/view/icticurriculum મુલાકાત લો.

આ ઉપરાંત ઇમોટીકોન્સ દ્વારા ચિત્રાત્મક પ્રત્યાયન કરી શિક્ષણકાર્યને આનંદપ્રદ બનાવી શકાય છે.



Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏