Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ઓનલાઈન પરીક્ષા // Online Exam

  ઓનલાઈન પરીક્ષા (Online Exam

વર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે. માનવ ઈન્ટરનેટ આધારિત બન્યો છે. આગળીનાં ટેરવાં પર સમગ્ર દુનિયાનો સંપર્ક આપણે કરી શકીએ છીએ. એવા સમયમાં ઓનલાઈન શિક્ષણ અને પરીક્ષણ સમયની તાતી જરૂરિયાત છે. ઓનલાઈન પરીક્ષા, તેના ફાયદા અને તેની જરૂરિયાતની ચર્ચા નીચે મુજબ કરી શકાય.


ઓનલાઈન પરીક્ષા // Online Exam


1. ઓનલાઈન પરીક્ષા (Online Exam) ની સંકલ્પના

ઓનલાઈન પરીક્ષાને ઈ-પરીક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓનલાઈન પરીક્ષા એ ઈન્ટરનેટના માધ્યમથી લેવામાં આવે છે કે જેના વડે દૂર-સુદૂરના વિસ્તારમાં બેઠેલા પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે.


ઓનલાઈન પરીક્ષા એ એવી પરીક્ષા છે કે જયાં નેટવર્ક જોડાણ અથવા તો ઈન્ટરનેટના માધ્યમથી પરીક્ષા લેવામાં આવે છે. આમ, ઓનલાઈન પરીક્ષાઓના સંચાલન માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવો અનિવાર્ય બને છે. ઓનલાઈન પરીક્ષા અંતર્ગત પરીક્ષાર્થીએ સૌપ્રથમ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા વેબલિંક પર સાઈન ઈન થવાનું હોય છે. ત્યારબાદ પરીક્ષાર્થીએ સ્ક્રીન પર દેખાતા પ્રશ્નોના ઉત્તરો આપવાના હોય છે. નિર્ધારિત કરવામાં આવેલાં પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી “સબમિટ બટન પર ક્લિક કરીને ટેસ્ટ પૂર્ણ (Finish) કરવાની હોય છે.


સામાન્ય રીતે, ઓનલાઈન પરીક્ષા અંતર્ગત પરીક્ષાર્થીએ માઉસના ઉપયોગ દ્વારા ક્લિકીંગ કરીને પોતાના ઉત્તરો નોંધવાના હોય છે. ઉત્તરો આપવા માટે કાગળ અને પેનની કોઈ જરૂર રહેતી નથી. આ રીતે પરીક્ષાર્થીએ આપેલા ઉત્તરો પર પ્રક્રિયા કરવા માટેની ચોક્કસ વ્યવસ્થા (મોડ્યુલ કે સોફ્ટવેર) હોવાથી ખૂબ જ ઝડપથી પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. પરીક્ષાર્થીને ઓનલાઈન પરીક્ષા આપવા માટે મર્યાદિત સમય આપવામાં આવે છે. વળી, કેટલો સમય બાકી છે એ પણ સતત ઓનલાઈન દર્શાવાય છે. નિર્ધારિત સમય પૂર્ણ થયા બાદ (અથવા જો ઉત્તરદાતા વહેલો પોતાની કસોટી પૂર્ણ કરી દે ત્યારબાદ) ઉત્તરો સ્વયંસંચાલિત (ઓટોમેટિક) રીતે કે આપોઆપ સેવ (save) થઈ જાય છે અને પરીક્ષણ માટે મોકલાઈ જાય છે. પરીક્ષક સ્વયંસંચાલિત પ્રક્રિયા (Automatic process) દ્વારા અથવા તો જાતે (મેન્યુઅલી) ઉત્તરોનું મૂલ્યાંકન હાથ ધરે છે અથવા તો પૂર્વનિર્ધારિત સૂચનાઓના આધારે કયૂટરના ઉપયોગ વડે પરીક્ષાર્થીએ આપેલા ઉત્તરોનું મૂલ્યાંક્ન આપોઆપ થઈ જાય છે. આ રીતે મૂલ્યાંકન કાર્ય બાદ તેના પરિણામો ઉત્તરદાતાને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવે છે અથવા તો સામાન્ય રીતે વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવે છે.


ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના લાભ બધી શૈક્ષણિક સંસ્થાઓ અને બધા વિદ્યાર્થીઓ લઈ શકે છે. પરંપરાગત પરીક્ષામાં ઉત્તરવહી પર વિદ્યાર્થીને ઉત્તરો લખવા પડે છે અને શિક્ષકે તે તપાસવા પડે છે જયારે ઓનલાઈન પરીક્ષા વિદ્યાર્થીને પરીક્ષા સંબંધી માહિતી, પ્રશ્નપત્ર અને ઉત્તરો ઓનલાઈન પૂરાં પાડે છે અને મૂલ્યાંકન પણ આપોઆપ થઈ જાય છે. તે વેબસાઈટની મદદથી યોજવામાં આવે છે. હવે સમયના બદલાયેલા પ્રવાહો સાથે ઓનલાઈન પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે. આજે વિશ્વભરમાં ઘણી બધી સંસ્થાઓ દ્વારા સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવે છે અને તેના પરિણામો ઓનલાઈન જાહેર કરવામાં આવે છે.


2 ઓનલાઈન પરીક્ષાની જરૂરિયાત


પરંપરાગત પરીક્ષાથી આગળ જઈ, શાળા-મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં ઓનલાઈન પરીક્ષાઓ યોજાઈ રહી છે. ઓનલાઈન પરીક્ષાની કેટલીક જરૂરિયાતોની ચર્ચા નીચે મુજબ છેઃ


1. કસોટી મૂલ્યાંકન અત્યંત સરળ હોવાથી આ મૂલ્યાંકન જરૂરી છે.

 મોટાં ભાગની ઓનલાઈન પરીક્ષાઓ સ્વયે મૂલ્યાંકન પ્રણાલી (automatic evaluation system) ધરાવે છે. પરીક્ષામાં પૂછાતાં પ્રશ્નો મોટે ભાગે હેતુલક્ષી પ્રકારના હોય છે, ખરાં-ખોટાં પ્રકારના હોય છે. તેના ઉત્તરો નિશ્ચિત હોવાથી સોફટવેર દ્વારા આ પરીક્ષાનું સ્વયંભૂ અને તત્ક્ષણે મૂલ્યાંકન થાય છે. તેથી વિદ્યાર્થીઓને તરત પ્રતિપોષણ મળે છે. આવું ત્વરિત પ્રતિપોષણ પરંપરાગત પરીક્ષણ પ્રણાલીમાં શક્ય નથી.


2 ઓનલાઈન પરીક્ષા દ્વારા સમય અને પૈસાનો બચાવ થાય છે.

 ઓનલાઈન પરીક્ષા ઉકેલો- Online Exam. Solutionsની મદદથી શૈક્ષણિક સંસ્થાઓ માટે ઓનલાઈન પરીક્ષાઓનું સંચાલન કરવું ઘણું સરળ અને ઘણું કાર્યદક્ષ (efficient) બન્યું છે. પરીક્ષાર્થીઓને ફક્ત પરીક્ષા માટે જોડાવાનું આમંત્રણ આપીને કે તેમને પરીક્ષા માટેની લિંક ઈ-મેઈલ પર મોકલીને પરીક્ષામાં સહેલાઈથી જોડી શકાય છે.


3 સુધારેલ 


પરીક્ષા માટે જોડાતા પરીક્ષાર્થીઓનું વેરીફીકેશન બાયોમેટ્રિક આધારિત અધિકૃત સાધનો દ્વારા થાય છે. મોટાભાગના “ઓનલાઈન પરીક્ષા ઉકેલો'માં પરીક્ષામાં આચરાતી ગેરરીતિ પર ચાંપતી નજર રાખવાના દૂરસ્થ ઉપકરણોની વ્યવસ્થા હોય છે. આના માટે અલગ સ્ટાફ ફાળવવાની જરૂર રહેતી નથી. . 


4 કાગળનો વ્યય અને ખર્ચ થતો અટકે છે અને પર્યાવરણની જાળવણી થાય છે.

 શાળા-મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં પરીક્ષા સમય દરમિયાન લાખો ટન કાગળ વપરાય છે. અભ્યાસ માટેના પુસ્તકો અને મેગેઝીન વગેરે બનાવવામાં પણ કાગળનો ઉપયોગ થાય છે. ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરીક્ષણથી કાગળનો બચાવ થાય છે, કાગળનો વ્યય અને ખર્ચ થતો અટકે છે. આમ, કાગળની માંગ ઘટવાથી પર્યાવરણની પણ જાળવણી થાય છે.


5 અન્ય તર્કસંગત પરેશાનીઓ દૂર કરે છે.

 ઓનલાઈન પરીક્ષામાં ભૌતિક મકાનોની જરૂર પડતી નથી. સુપરવાઈઝર, પ્રાશ્રિકો કે પેપર સેટર, પરીક્ષકો વગેરેની જરૂર રહેતી નથી. ઓછા સમયમાં અને ઓછા ખર્ચે ઓનલાઈન પરીક્ષા શક્ય બને છે.


6. દૂરના સ્થળેથી પણ પરીક્ષા આપી શકાય છે.

 ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીએ શારીરિક રીતે વર્ગખંડમાં હાજર રહેવાની જરૂર નથી. વેબ-આધારિત પ્રયુક્તિની મદદથી તેઓ વિશ્વના કોઈપણ ખૂણેથી પરીક્ષા આપી શકે છે. અહીં, સ્થળના ભૌગોલિક બંધનો નડતા નથી અને જો ઓન ડિમાન્ડ એક્ઝામ હોય તો સમયના બંધનો પણ નડતા નથી, જો કે ઘણીબધી ઓનલાઈન પરીક્ષાઓ માટે પણ સમયના બંધન નથી અને તેથી બધી જ શૈક્ષણિક સંસ્થાઓ આવી પરીક્ષા સહેલાઈથી યોજી શકે છે. 



7. સંખ્યા બાધ નથી

પરંપરાગત પરીક્ષા પ્રણાલીમાં એક ખંડમાં નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે, જ્યારે ઓનલાઈન પરીક્ષામાં એકસાથે, એક જ સમયે , ગમે તેટંલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાઈ શકે છે.


8. બહુવિધ પ્રકારના પ્રશ્નો

ઓનલાઈન પરીક્ષામાં વિશાળ વિષયવસ્તુને સામેલ કરી શકાય છે. અને આ વિષયવસ્તુમાંથી હેતુલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો તેમજ નિબંધલક્ષી પ્રશ્નો પણ પૂછી શકાય છે. ટૂંકજવાબી પ્રશ્નો માટે ચેકબોક્સની સગવડતા હોય છે જ્યારે નિબંધલક્ષી પ્રશ્નોના જવાબો શિક્ષકે અલગથી જોવા પડે છે.


9. વિશાળ પ્રશ્નબેંક અને બધા જ હેતુઓનો સમાવેશ

ઓનલાઈન પરીક્ષા માટે વિશાળ માત્રામાં પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવે છે. જેમાં દરેક પ્રકારના હેતુ સંલગ્ન પ્રશ્નો હોય છે. તેથી તેમાંથી પ્રશ્નપત્ર બનાવવા માટે વિશાળ વિકલ્પો રહે છે. જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય એમ દરેક હેતુ સંલગ્ન પ્રશ્ન સરળતાથી ઉપલબ્ધ હોવાથી પ્રાશ્નિકનો સમય બચે છે અને ઓછી મહેનતે કાર્ય થાય છે.


   આમ, ઓનલાઈન પરીક્ષાની ઉપરોક્ત જરૂરિયાતોને લીધે આ પરીક્ષાનો વ્યાપ વધતો જાય છે. અને કોવિડ–19 જેવી મહામારીમાં તો ઓનલાઈન પરીક્ષા વિદ્યાર્થીઓ માટે દેવદૂત સમાન બની રહી છે.

3. ઓનલાઈન પરીક્ષાના ફાયદા કે લાભો

ઓનલાઈન પરીક્ષાથી થતા ફાયદા કે લાભો નીચે મુજબ છે.


  • ઓનલાઈન પરીક્ષાનો સૌથી મોટો ફાયદો એ છે કે દૂરના વિસ્તારમાં રહેતાં લોકો પણ એનો લાભ લઈ શકે છે. ઓનલાઈન પરીક્ષાને અંતરની સમસ્યા નડતી નથી.
  • ઓનલાઈન પરીક્ષાનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો ધરાવતી કસોટીના પરિણામોનું મૂલ્યાંકન આપોઆપ થઈ શકે છે, જ્યારે વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું જાતે (મેન્યુઅલી) અથવા તો પ્રશ્નોના સ્વરૂપ અને જરૂરિયાત અનુસાર વ્યવસ્થા ગોઠવી મૂલ્યાંકન થઈ શકે છે. 
  • પરીક્ષાના પરિણામો ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે.
  • પરીક્ષાના પરિણામો ચોકસાઈ ધરાવતા હોય છે.
  • પરીક્ષાના પરિણામો ઓનલાઈન હોવાથી શિક્ષકની આત્મલક્ષિતાનું નિવારણ . થઈ જાય છે.
  • ઓનલાઈન પરીક્ષા અંતર્ગત વર્ગખંડ સુપરવાઈઝરની જરૂર રહેતી નથી.
  • પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવી પડતી નથી અથવા તો જો કરવામાં આવે છે તો પરીક્ષાર્થી પોતાને અનુકૂળ કેન્દ્ર પરથી પરીક્ષા આપી શકે છે. અલબત્ત, હજી આ દિશામાં વિકસિત દેશો જેવી વ્યવસ્થા આપણે ઊભી કરી શક્યા નથી.
  • પરીક્ષા દરમિયાન ગેરરીતિ થવાનો ભય રહેતો નથી.
  • ઓનલાઈન પરીક્ષાને કારણે કાગળના નાગ ઘટે છે, તેથી પર્યાવરણ સંપત્તિનું સંરક્ષણ વધે છે.
  • પરીક્ષાર્થીએ માત્ર ક્લિક કરતાં જ ઉત્તર અપાઈ જતો હોવાથી ખૂબ ઝડપથી પરીક્ષા પૂર્ણ થઈ શકે છે.
  • તે યુઝર ફ્રેન્ડલી એટલે કે પરીક્ષાર્થીને અનુકૂળ આવે તેવી પરીક્ષા છે. 
  •  તે સમય અને શક્તિ બચાવે છે. જો એકવાર પ્રશ્નબેંકની રચના થઈ જાય તો પછી ખૂબ સમય બચે છે.
  • ઓનલાઈન પરીક્ષાનું સંચાલન સરળ છે.
  • પરીક્ષાના પરિણામોની ભવષ્યમાં જરૂર પડે તો પુનઃપ્રાપ્તિ થઈ શકે છે. 

4 ઓનલાઈન પરીક્ષાની મર્યાદાઓ 

ઓનલાઈન પરીક્ષાની મર્યાદાઓ નીચે મુજબ છે.


  • કમ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગથી અપરિચિત વ્યક્તિ કે વિદ્યાર્થી તેનો યોગ્ય રીતે ઉિપયોગ કરી શકતા નથી.
  • પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ જોડાષ્ટ્ર કપાઈ જાય, કવરેજ ન આવે તો તકલીફ પડે છે.
  • એક સાથે ઘણાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોય અને સર્વર ડાઉન થઈ જાય તો પણ પરીક્ષાર્થી અને સંચાલકોને તકલીફ પડે છે. 
  • ઓનલાઈન પરીક્ષાના અમલીકરણ માટે મોટેભાગે વૈકલ્પિક સ્વરૂપની કસોટીઓને વધુ ઝોક અપાય છે.
  • સંસ્થામાં કે અન્ય સ્થળે પરીક્ષા માટે ઉચ્ચ પ્રકારની ટેકનોલોજી એટલે કે કમ્યુટર અને ઈન્ટરનેટ જોડાણની જરૂર પડે છે.
  • કપ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર સાથે સંબંધિત સમસ્યાઓ પરીક્ષા દરમિયાન સર્જાઈ શકે છે. કમ્યુટર હેંગ થવાની ઘટના સર્જાઈ શકે છે. 
  • શિક્ષણના પ્રત્યેક સ્તરે તેનું અમલીકરણ મુશ્કેલ છે.
  • પ્રથમ વખત કસોટી તૈયાર કરવામાં આવે ત્યારે ખૂબ સમય જાય છે. 
  • .પરીક્ષા દરમિયાન વીજપુરવઠો (પાવર સપ્લાય) ખૂબ જ જરૂરી છે. જો કે - હવે પાવર બેંક જેવી સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ તે બધા જ વિદ્યાર્થીઓને પોષાય તેમ નથી એટલે આર્થિક રીતે સુખી પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે છે.
  •  દરેક વિદ્યાર્થીના ઘેર કપ્યુટર પણ હોતું નથી, કે એન્ડ્રોઈડ ફોન પણ ન હોય તો તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપવાના પ્રશ્નો ઊભાં થાય છે. 
  • સોફટવેરની ગુણવત્તા પર પરીક્ષાની સફળતાનો સીધો આધાર રહે છે. 

  •   આમ, આ પ્રકારના ઓનલાઈન અભ્યાસમાં જોડાવાથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઈન્ટરનેટ દ્વારા થાય છે. MOOc (Massive Open Online Courses) જેવા ઓનલાઈન કોર્સ ઉપલબ્ધ છે. વિદ્યાર્થી ઈન્ટરનેટના માધ્યમથી ગમે તે સ્થળે, ગમે તે સમયે પરીક્ષા આપી શકે છે.



2 comments

  1. Thakor Umesh Kumar
  2. Hiii
Thank you so 😊 much my website visitor...🙏