Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડપ્ટિવ એસેસમેન્ટ : સંકલ્પના અને ઉપયોગ // Computer Assisted and Computer Adaptive Assessment: Concept and Use

 કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડપ્ટિવ એસેસમેન્ટ : સંકલ્પના અને ઉપયોગ (Computer Assisted and Computer Adaptive Assessment: Concept and Use)

કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડપ્ટિવ એસેસમેન્ટ : સંકલ્પના અને ઉપયોગ


શિક્ષણ ક્ષેત્રે જુદા-જુદા હેતુસર માહિતી પ્રત્યાયન ટેક્નોલોજીનો ઉપયોગ આવે છે. પ્રારંભિક સ્તરે પ્રેઝન્ટેશન અને અનાત્મલક્ષી કસોટીઓ માટે ઇસીટીનો વ્યાપક ઉપયોગ થતો હતો. હવે ઓડિયો-વિડીઓ સ્વરૂપે સાહિત્ય માં પાર કરવા, વિઘાથી સંબંધિત માહિતીને એક સ્થાને સંગૃહીત કરવા તેમ જ મુક્ત ઓના મૂલ્યાંકન માટે પણ માહિતી પ્રત્યાયન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. મા સાથે વર્ગશિક્ષણ જેવા પ્રત્યક્ષ વર્ગોનું સ્થાન વર્ચ્યુઅલ વર્ગોએ લીધું છે. ગુવત્તાયુકત શિક્ષણ પ્રાપ્ત કરવાનો સૌનો જન્મસિદ્ધ અધિકાર છે, તેવી વિચારસરણી ધરાતા લોકોએ બધાને નિ:શુલ્ક શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુથી ‘Open educational Resources’ એટલે કે ‘મુક્ત શૈક્ષણિક સ્રોતો' નો પ્રવાહ ઇન્ટરનેટ પર વહેતો મૂક્યો છે. આ સંકલ્પનાને સાકાર કરવા ભારત સરકારે NROER - નેશનલ રીપોઝીટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ વિકસાવી છે. આ એકમમાં આપણે આવા શિક્ષણ સંબંધિત માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી આધારિત નૂતન પ્રયોગો સંદર્ભે ચર્ચા કરીશું. જેમાં કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડપ્ટિવ એસેસમેન્ટ, ઇલેક્ટ્રોનિક મૂલ્યાંકન પોર્ટફોલિયો, મૂલ્યાંકન માટે ડિજિટલ ટૂલ્સ અને કેટલાક મુક્ત શૈક્ષણિક સ્રોતો વિશે માહિતી મેળવીશું.


 કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડપ્ટિવ એસેસમેન્ટ સંકલ્પના અને ઉપયોગ (Computer Assisted and Computer Aided Assessment) :


શિક્ષણમાં મૂલ્યાંકન માટે, જયારે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે નીચેના શબ્દોનો ઉપયોગ થાય છે.


(1) કમ્પ્યૂટર સહાયક કે સહાયતા મૂલ્યાંકન

(Computer Assisted or Computer Aided Assessment) 

(2) કમ્પ્યૂટર એપ્ટિવ મૂલ્યાંકન (Computer Adaptive Assessment) 

(3) કમ્પ્યૂટર આધારિત મૂલ્યાંકન (Computer Based Assessment-CBT)

(4) ઓનલાઇન મૂલ્યાંકન (Online Assessment) 


સામાન્ય રીતે આ શબ્દોનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ થાય છે.


(1) પરંતુ આ ચારેય શબ્દોના અર્થ વચ્ચે તાર્કિક ભેદ છે. કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડેડ એસેસમેન્ટ મૂલ્યાંકનની પ્રક્રિયામાં કમ્પ્યૂટરના ઉપયોગનો નિર્દેશ કરે છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં કમ્પ્યૂટરની ભૂમિકા આંતરિક કે બાહ્ય હોય છે. કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડેડ મૂલ્યાંકનને ઇ-એસેસમેન્ટ પણ કહે છે, જે કમ્પ્યૂટર સહાયક મૂલ્યાંકન સંકલ્પનાની વ્યાપકતા દર્શાવે છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં ઘણીવાર કમ્પ્યૂટરની કોઈ ભૂમિકા હોતી નથી, પરંતુ તે માત્ર વિદ્યાર્થી અને મૂલ્યાંકનકાર વચ્ચે પ્રતિચારોનો સંગ્રહ અને આપ-લે કરે છે.


(2) કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકન કમ્પ્યૂટરના માધ્યમથી થતાં મૂલ્યાંકનની રીતો પૈકીની એક નવી રીત છે. આ વ્યક્તિગત મૂલ્યાંકનની પ્રણાલી છે, જેમાં વિદ્યાર્થીઓના અધ્યયનનું સ્તર જાણવા માટે વ્યક્તિગત રીતે કમ્પ્યૂટરના માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવે છે.


(3) કમ્પ્યૂટર આધારિત મૂલ્યાંકનમાં સામાન્ય રીતે કમ્પ્યૂટરની ભૂમિકા અતિ મહત્ત્વની હોય છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં કમ્પ્યૂટરનો મૂલ્યાંકન પ્રક્રિયામાં આંતરિક રીતે ઉપયોગ થાય છે. કમ્પ્યૂટરના જ્ઞાન માટેની પ્રાયોગિક પરીક્ષા, કમ્પ્યૂટરના જ્ઞાન માટેની ઓન સ્ક્રીન પ્રસ્તુતિ વગેરે. આ પ્રકારના મૂલ્યાંકનમાં કમ્પ્યૂટરનો એક મંચ કે સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આથી આ પ્રકારના મૂલ્યાંકનમાં વિદ્યાર્થીને કમ્પ્યૂટરના ઉપયોગના મહાવરાની જરૂરિયાત રહે છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં ડેસ્કટોપ, લેપટોપ ટેબલેટ કે સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવે છે.


(4) ઓનલાઇન મૂલ્યાંકન એ ઇન્ટરનેટના માધ્યમથી મૂલ્યાંકન પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. કેટલીક ઉચ્ચ પ્રકારની પરીક્ષાઓનું મૂલ્યાંકન ઓનલાઇન કરવામાં આવે છે.


આપણે મૂલ્યાંકનની ઉપરોક્ત ચાર વિવિધ સંકલ્પનાઓ પૈકીની પ્રથમ બે સંકલ્પના કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકન અને કમ્પ્યૂટર એડવ મૂલ્યાંકન વિશે સમજ મેળવીશું.


કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકન (Computer Assisted Evaluation) 


કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડેડ એસેસમેન્ટ મૂલ્યાંકનની પ્રક્રિયામાં કમ્પ્યૂટરના ઉપયોગનો નિર્દેશ કરે છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં કમ્પ્યૂટરની ભૂમિકા આંતરિક કે બાહ્ય હોય છે. કમ્પ્યૂટર આસિસ્ટેડ અને કમ્પ્યૂટર એડેડ મૂલ્યાંકનને ઇ-એસેસમેન્ટ પણ કહે છે. જે કમ્પ્યૂટર સહાયક મૂલ્યાંકન સંકલ્પનાની વ્યાપકતા દર્શાવે છે. આ પ્રકારના મૂલ્યાંકનમાં ઘણીવાર કમ્પ્યૂટરની કોઈ ભૂમિકા હોતી નથી, પરંતુ તે માત્ર વિદ્યાર્થી અને મૂલ્યાંકનકાર વચ્ચે પ્રતિચારોનો સંગ્રહ અને આપ-લે કરે છે.


કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનનો ઉપયોગ : (Use of Computer Assisted Evaluation) 


કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનના ઉપયોગો નીચે છે.


(1) કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકન એટલે એવું મૂલ્યાંકન જેમાં વિદ્યાર્થીઓની સિદ્ધિનું આકલન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવામાં આવે છે.

(2) તેનો ઉપયોગ રચનાત્મક અને સત્રાંત બંને પ્રકારના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે.

(3) આ પ્રકારનું મૂલ્યાંકન ઓનલાઇન કે ઓફલાઇન બંને સ્વરૂપનું હોઈ શકે છે.

(4) ઓફલાઇન મૂલ્યાંકન માટે Optical Mark Reader (OMR) ઉપયોગ થાય છે.

(5) કમ્પ્યૂટર ખાસિસ્ટેડ અને કમ્પ્યૂટર એપ્ટિવ મૂલ્યાંકનનો જ્યારે રચનાત્મક મૂલ્યાંકન માટે ઉપયોગ થાય ત્યારે તે શિક્ષકોને ઉત્તમ અધ્યાપન માટે પ્રતિભાવો અને સૂચનો આપે છે.

(6) કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનનો જ્યારે સત્રાંત મૂલ્યાંકન માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે વિદ્યાર્થીઓની પ્રગતિ અને ગ્રેડ સ્વરૂપે દર્શાવે છે.


કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનના ફાયદા 
(Merits of computer Assisted Evaluation) 


 કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનના ફાયદા નીચે મુજબ છે. 


(1) કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકન સામાન્ય રીતે અનાત્મલક્ષી હોય છે. તેથી તેની વિશ્વસનીયતાનું મૂલ્ય વધુ હોય છે.

(2) કસોટીનું ગુણાંકન ઝડપથી અને સરળતાથી કરી શકાય છે.


 કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનની મર્યાદા : (Demerits of Computer Assisted Evaluation) 


કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનની મર્યાદા નીચે મુજબ છે.


(1) એક ઉચ્ચ પ્રકારની અનાત્મલક્ષી કસોટી બનાવવાનું કામ અધૂરું છે અને તે ઘણો સમય પણ માંગી લે છે.

(2) પરીક્ષણ સમયે કમ્પ્યૂટર હાર્ડવેર અને સોફ્ટવેરમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે કાળજી રાખવી પડે છે.

(3) વેબ આધારિત કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનમાં સુરક્ષાના પ્રશ્નો ઉદ્ભવે છે. 


કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકન (Computer Adaptive Evaluation) 


કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકન કમ્પ્યૂટરના માધ્યમથી થતાં મૂલ્યાંકનની રીતો પૈકીની એક નવી રીત છે. હાલમાં અમેરિકા જેવા વિકસિત દેશોમાં આ પદ્ધતિનું ચલણ વધ્યું છે. કમ્પ્યૂટર એપ્ટિવ મૂલ્યાંકન એ વ્યક્તિગત મૂલ્યાંકનની પ્રણાલી છે, જેમાં વિદ્યાર્થીઓના અધ્યયનનું સ્તર જાણવા માટે વ્યક્તિગત રીતે કમ્પ્યૂટરના માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવે છે. એડપ્ટિવ મૂલ્યાંકન વિદ્યાર્થીઓની કઠિનતાનું સ્તર જાણવા માટે ઉપયોગમાં લેવાય છે. અહીં વિદ્યાર્થી દરેક પ્રશ્નનો જે ઉત્તર આપે છે, કમ્પ્યૂટર તેને આધારે બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કે, જે કોઈ વિદ્યાર્થી કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપે તો કમ્પ્યૂટર તે પ્રશ્ન સંબંધિત બીજો સરળ પ્રશ્ન પૂછે છે. જો વિદ્યાર્થી યોગ્ય જવાબ આપે તો પછીનો પ્રશ્ન થોડો વધુ મુશ્કેલ પૂછે છે. શિક્ષણમાં માહિતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી ક્ષેત્રે આ પ્રકારનું મૂલ્યાંકન ખૂબ જ લોકપ્રિયતા પામી રહ્યું છે કારણ કે તે ‘one question to all”ના માળખામાંથી બહાર જઈ વિદ્યાર્થીઓને પડતી વ્યક્તિગત મુશ્કેલીઓ જાણવા માટે અને વિદ્યાર્થીઓની ક્ષમતાઓનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટેની સુવિધા પૂરી પાડે છે.


આ પ્રકારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું શિક્ષક માટે અઘરું છે કારણકે વિદ્યાર્થીઓને તેમની વ્યક્તિગત કઠિનતા આધારિત પ્રશ્નો પૂછવાના હોવાથી પુષ્કળ પ્રમાણમાં પ્રશ્નોની રચના કરવાની આવશ્યકતા રહે છે. વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના મૂલ્યાંકનનો હેતુ અધ્યયન અક્ષમતા જાણવાનો હોવાથી ખૂબ જ થોડા પ્રશ્નો પૂછવામાં આવે છે. કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકન સામાન્ય રીતે ઓનલાઇન માધ્યમથી કરવામાં આવે છે, તેથી તેનું પરિણામ તરત જ આપી શકાય છે.


કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકનનો ઉપયોગ : (Use of Computer Adaptive Evaluation) :


 કમ્પ્યૂટર એપ્ટિવ મૂલ્યાંકનનો ઉપયોગ નીચે મુજબ કરી શકાય છે.


(1). કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકનનો ઉપયોગ વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતા જાણવા માટે થાય છે.

(2) તેનો ઉપયોગ રચનાત્મક અને સત્રાંત બંને પ્રકારના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે.

(3) આ પ્રકારનું મૂલ્યાંકન ઓનલાઇન માધ્યમથી કરવામાં આવે છે. 

(4) કમ્પ્યૂટર એપ્ટિવ મૂલ્યાંકનનો જ્યારે રચનાત્મક મૂલ્યાંકન માટે ઉપયોગ થાય ત્યારે તેનો હેતુ શિક્ષકની અધ્યાપન વ્યૂહરચનામાં સુધારો લાવવાનો હોય છે.

(5) કમ્પ્યૂટર આસિસ્ટેડ મૂલ્યાંકનનો જ્યારે સત્રાંત મૂલ્યાંકન માટે ઉપયોગ થાય ત્યારે તેનો હેતુ વિદ્યાર્થીઓ સત્રના અંતે શું શીખ્યા તે જાણવાનો હોય છે.

(6) આ પ્રકારના મૂલ્યાંકનનો ઉપયોગ વિશિષ્ટ બાળકોને વાંચન, લેખન અને ગણનમાં પડતી મુશ્કેલીઓ જાણવા માટે પણ કરવામાં આવે છે.

(7) કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકનનો ઉપયોગ ઉચ્ચ પ્રકારની મૂલ્યાંકન કસોટીઓ માટે પણ કરવામાં આવે છે.


કમ્પ્યૂટર એપ્ટિવ મૂલ્યાંકનના ફાયદા : (Merits of Computer Adaptive Evaluation) :


કમ્પ્યૂટર એપ્ટિવ મૂલ્યાંકનના ફાયદા નીચે મુજબ છે.

 (1) વિદ્યાર્થીઓની સિદ્ધિને નહીં પરંતુ તેમની ક્ષમતાને મહત્ત્વ આપવામાં આવે છે.

(2) કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકનમાં સામાન્ય રીતે અનાત્મલક્ષી હોય છે. તેથી તેની વિશ્વસનીયતાનું મૂલ્ય વધુ હોય છે.

(3) બધા વિદ્યાર્થીઓ માટેની મૂલ્યાંકન કસોટી તેમણે આપેલા પ્રશ્નોના પ્રતિચાર આધારિત અલગ - અલગ હોય છે. 

(4)કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકનમાં ટૂંકા અને સચોટ પ્રશ્નો પૂછવામાં આવે છે.

(5) ઓનલાઇન માધ્યમથી મૂલ્યાંકન થતું હોવાથી પરિણામની જાણ પણ તરત જ થઈ જાય છે.


કમ્પ્યૂટર એડપ્ટિવ મૂલ્યાંકનની મર્યાદા : (Demerits of Computer Adaptive Evaluation) 


કમ્પ્યૂટર એપ્ટિવ મૂલ્યાંકનની મર્યાદા નીચે મુજબ છે.


(1) પુષ્કળ પ્રમાણમાં પ્રશ્નોની આવશ્યકતા રહે છે.

(2) આ પ્રકારની કસોટી બનાવવાનું કામ શિક્ષક પર ઘણી જ મહેનત માંગી લે છે.

(3) ઓનલાઇન પરીક્ષણ થતું હોવાથી ઇન્ટરનેટની આવશ્યકતા રહે છે.


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏