નિદાનાત્મક કાર્ય
Diagnostic function
ડોક્ટર જેમ દવા આપતા પહેલાં રોગનું સાચું નિદાન કરે છે તેમ શિકારામાં પણ નિદાનને સ્થાન છે. શાળામાં ભણતા ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય છે અને સંતોષકારક પ્રગતિ સાધી શકતા નથી. આનું કારણ શિક્ષકે જાણવું જરૂરી છે. વિદ્યાર્થીને વિષયના અભ્યાસમાં ક્યાં ક્યાં અને કેવા પ્રકારની મુશ્કેલી. પડે છે તેનું શિક્ષકે યોગ્ય રીતે પૃથક્કરણ કરવું જોઈએ અને મુશ્કેલીનું સ્વરૂપ બરાબર ઓળખ્યા પછી તેનું નિવારણ કરી શકાય એ પ્રકારનું માર્ગદર્શન વિદ્યાર્થીને આપવું જો ઈએ. નિદાન કસોટીનો હેતુ વિદ્યાર્થીને શું નથી આવડતું તે જાણવાનો હોય છે, આમ, જે કસોટી દ્વારા વિદ્યાર્થીની અભ્યાસ કઠિનતા અને મુશ્કેલીઓ જાણી શકાય તેને નિદાનાત્મક કસોટી કહે છે.
નિદાનાત્મક કાર્ય: સંકલ્પના
જુદા જુદા વિષયોની અમુક નબળાઈઓ જો યોગ્ય સમયે દૂર કરી શકાય તો. વિદ્યાર્થીઓ સહેલાઈથી ઘણી બધી પ્રગતિ કરી શકે છે. તેથી જ દરેક શિક્ષ કે જે તે એકમમાં વિદ્યાર્થીની કચાશ કે મુશ્કેલીઓ જાણી તેને દૂર કરવા સઘન પ્રયાસો કરવા જોઈએ.
વિદ્યાર્થીને જે તે એકમ શીખવામાં ક્યાં મુશ્કેલી છે, શી બાબતની કચાશ રહી ગઈ છે તે શોધવાની ક્રિયાને ‘નિદાનાત્મક કાર્ય’ કહે છે.
શિક્ષણકાર્યની સમગ્ર પ્રક્રિયામાં એવાં ક્યાં પરિબળો કામ કરે છે કે જેનાથી . વિદ્યાર્થી અભ્યાસમાં નબળો જણાય છે તે શોધી આપતી કસોટી એટલે નિદાન કસોટી.
કોઈ એક એકમ કે અમુક એકમો શીખવ્યા પછી વિદ્યાર્થીઓમાં ક્યા પ્રકારની કેટલી સમજ વિકસી છે અને કઈ સમજ બરાબર વિકસી શકી નથી, અથવા તો વિદ્યાર્થીને કયો મુદો હજુ આવડ્યો નથી તે જોવા માટે જે કસોટી રચવામાં આવે છે તેને નિદાન કસોટી કહે છે. એટલે કે કોઈએક વિષયાંગ કે અમુક વિષયાંગો શીખવ્યા પછી વિદ્યાર્થીઓમાં ક્યા પ્રકારની કેટલી સમજ વિકસી છે અને કઈ સમજ બરાબર વિકસી શકી નથી તે જોવા માટે જે કસોટીઓ રચવામાં આવે છે તેને નિદાન કસોટીઓ કહે છે,
વિધાર્થીમાં જે તે વિષય કે વિષયમુદ્દાની કચાશ માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. આ તમામ પરિબળોથી શિક કે સાત હોય તે જરૂરી છે. વિદ્યાર્થીની વર્ગમાં જે તે મુદા સમયે ગેરહાજરી, અગાઉના ધોરણોમાં પાયાના શૈક્ષણિક મુદાઓમાં રહી ગયેલી કચાશ, વિદ્યાર્થીઓના વૈયક્તિક તફાવતો , શિક્ષક દ્વારા રસહીન શિક્ષણકાર્ય, વિદ્યાર્થીના ઘરમાં શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા વગેરે જેવી વિવિધ બાબતો તેની નિમ્ન સિદ્ધિ માટે જવાબદાર હોઈ શકે. ઘણીવાર વિદ્યાર્થી શારીરિક-સાંવેગિક રીતે અનુકૂલન - સાધી શકે તો તેનું અભ્યાસમાં ધ્યાન રહેતું નથી. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ જો વિધાર્થીનું જે તે સમયે નિદાન કરી તેનો ઉપચાર કરવામાં આવે તો વધુ હકારાત્મક પરિણામો મેળવી શકાય છે.
નિદાન કસોટી: લાક્ષણિકતાઓ
નિદાન કસોટીની લાક્ષણિકતાઓ નીચે મુજબ જણાવી શકાયઃ
- નિદાન કસોટી દ્વારા વિદ્યાર્થીની કોઈ એકમમાં રહી ગયેલી કચાશ જાણી શકાય છે. એટલે કે આખા પાઠ્યક્રમને બદલે એકાદ એકમને આધાર બનાવાય છે.
- તેમાં જે તે એકમને સંલગ્ન વિવિધ બાબતોના માત્ર પ્રશ્નો જ હોય છે, કે જેમાં વિદ્યાર્થીની કચાશ કે મુશ્કેલી માલૂમ પડે છે.
- નિદાન પછીથી સુધારાલક્ષી ઉપચારાત્મક કાર્ય કરવાનો તેનો હેતુ છે.
- વર્ગના નબળાં બાળકો માટે આ કસોટીની રચના કરવામાં આવે છે.
- નિદાન કસોટીના પ્રશ્નો સિદ્ધિ કસોટીની જેમ કઠિનતાના ચડતા ક્રમમાં ગોઠવાયેલાં હોય છે.
- નિદાન કસોટીના પ્રશ્નો વધુ ઊંડાણવાળા હોય છે. આથી જે તે એકમની બધી જ બાબતોને સારી રીતે આવરી લે છે.
- નિદાન કસોટીમાં રહેલા બધા જ પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થી આપે તો જ વિદ્યાર્થીની બધી મુશ્કેલીઓથી જ્ઞાત થવાય કે તેને કઈ કઈ બાબતોને શીખવામાં તકલીફ પડી રહી છે. તેથી નિદાન કસોટીમાં સમયમર્યાદા રાખવામાં આવતી નથી.
- નિદાન કસોટી મુશ્કેલી ક્યાં છે તે શોધી શકે, તેનો પ્રકાર અને પ્રકૃતિ નક્કી કરી શકે, પરંતુ મુશ્કેલીનાં કારણો શોધી આપી શકતી નથી. તે શોધવા માટે અન્ય સાધનોનો ઉપયોગ કરવો પડે છે.
- નિદાન કસોટીમાં પ્રાપ્તાંકો કરતાં ઉત્તરોનું અર્થઘટન વધુ મહત્વ ધરાવે છે. વિદ્યાર્થી ક્યા ઉત્તરો ખોટાં આપે છે અને તે કેવી રીતે ખોટાં ઉત્તર પર આવે છે તેના અર્થઘટન દ્વારા જ મુશ્કેલી જાણી શકાય છે.
નિદાનની પ્રક્રિયા
રોસ (Ross,1956) મુજબ, શૈક્ષણિક નિદાનની પ્રક્રિયા પાંચ સોપાનો અથવા સ્તરોમાં નીચે મુજબ વિભાજિત કરી શકાય?
- ક્યા વિદ્યાર્થીઓને મુશ્કેલી છે?
- ભૂલ ક્યાં થાય છે?
- ભૂલ શા માટે થાય છે?
- ક્યા ઉપાયો સૂચવવામાં આવ્યા છે?
- ભૂલ કેમ અટકાવી શકાય?
પહેલા ચાર સોપાનોને સુધારાત્મક નિદાન સાથે સંબંધ છે, જ્યારે પાંચમા સોપાનને અટકાવયુક્ત નિદાન સાથે સંબંધ છે. બીજી રીતે કહીએ તો નિદાનનો તાત્કાલિક હેતુ સુધારણાનો છે, પણ અંતિમ હેતુ ભૂલો થતી અટકાવવાનો છે,
નિદાન કસોટીની વ્યુહરચના
નિદાન કસોટીની વ્યુહરચના નીચે મુજબ જણાવી શકાય
- જે એકમને લગતી નિદાન કસોટી રચવી હોય તેના હેતુઓ અને તેનું સ્પષ્ટીકરણ વર્તન-પરિવર્તનની ભાષામાં નક્કી કરવું,
- જે એકમને લગતી નિદાન કસોટી રચવી હોય તે એકમના પાઠ્યપુસ્તકનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો જોઈએ, તો જ યોગ્ય પ્રકારની નિદાન કસોટી બનાવી શકાય.
- વિદ્યાર્થીઓ નિશ્ચિત એકમમાં ક્યાં ભૂલ કરે છે અને તેમને ક્યાં મુશ્કેલી પડે છે તે જાણવા માટે સ્વાધ્યાયપોથી, ઉત્તરવહીઓ, સહ કાર્ય કરો વગેરે પાસેથી પણ માહિતી પ્રાપ્ત કરી કસોટીની રચના કરવી જોઈએ.
- જે એકમની નિદાનું કસોટી બનાવવી હોય તે એકમને લગતાં વિવિધ પ્રકા૨નો પ્રશ્નોની ચના ક૨વી જોઈએ, જેથી જાણી શકાય કે વિદ્યાર્થીઓ કયા પ્રકારના પ્રવોમાં વધુ ભૂલો કરે છે,
- નિદાન કસોટીના પ્રશ્નોની નાના સમૂહ ઉ૫૨ અજમાયશ કરવી, મળેલ ઉત્તરોનું અર્થઘટેન કરવું, સાથી શિક્ષકો સાથે ચર્ચા કરવી, મળેલ માહિતીને આપારે જરૂરી સુધારા વધારા ક૨વા, જે પ્રશ્નોના ઉત્તરો બધા જ વિદ્યાર્થીને આવડવા હોય તેનો ઉપચાર કરેવાની જરૂર રહેતી નથી.
- જરૂરી સુધારાવધારાને અંતે તૈયાર થયેલી નિદાન કસોટીને નાના જૂથ પર અજમાવીને ખૂબ સહેલા જાતા પ્રશ્નો દૂર કરવા જોઈએ. બાકીના પ્રશ્નોની કઠિનતા નકકી કરીને કઠિનતાના ક્રમમાં તેમને ગોઠવવા.
નિદાન કસોટીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
- નિદાન કસોટી વિધાર્થીઓની નબળાઈ શોધવા માટે વપરાય છે. તેથી વર્ગના બધા જ વિદ્યાર્થીઓને આ ક્સોટી ન આપતા માત્ર જે વિદ્યાર્થી નબળાં માલૂમ પડતાં હોય તેવા વિઘાર્થીઓને જ આ કસોટી આપવી. આવા વિદ્યાર્થીઓ શિક્ષક નિર્મિત કસોટી દ્વારા શોધી શકાય.
- નિદાન કસોટી અંગે અગાઉથી વિદ્યાર્થીઓને જાણ ન થવી જોઈએ કે તેઓ નબળાં છે, તેથી તેમને નિદાન કસોટી આપવામાં આવે છે.
- નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓ બધા જ પ્રશ્નો લખી શકે તેટલો સમય આપવો જોઈએ. વિધાર્થીઓ નિદાન કસોટીના બધા જ પ્રશ્નોનાં ઉત્તરો લખે તે બાબત પણ ખાસ જરૂરી છે.
- પ્રશ્નોના ઉત્તરી લખાયા બાદ ઉત્તરવહીઓના દરેક ઉત્તરનું અર્થઘટન કરવું જો ઈએ, તેમાંથી ચા પ્રશ્નોમાં વિદ્યાર્થી ખોટા ખ્યાલો ધરાવે છે તેની તપાસ થવી જોઈએ.