મનોવૈજ્ઞાનિક કસોટી
Psychological test
સારી પરીક્ષણ પ્રણાલીનો ચાવીરૂપ સિદ્ધાંત એ છે કે તમારા અભ્યાસક્રમની મૂલ્યાંકન પ્રણાલી યોગ્ય અને બધા જ પ્રકારના વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટેની તકો પૂરી પાડનારી હોવી જોઈએ. તે.માટે સંકલનાત્મક પરીક્ષણ (summative assessment)ને બદલે સંરચનાત્મક પરીક્ષણ (Formative assessment) પર ભાર અપાવો જોઈએ.
વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તનો લાવવા માટે તેને અધ્યયનપ્રદ અનુભવો પૂરાં પાડવામાં આવે છે. અધ્યયન-અધ્યાપન એ હેતુલક્ષી પ્રક્રિયા હોવાથી આ હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તેની જાણ માટે શિક્ષક કેટલાંક સાધનોનો ઉપયોગ કરે છે. પરીક્ષણના વિવિધ સાધનો જેવા કે શિક્ષક નિર્મિત કસોટી, પ્રમાણિત કસોટી, ઓળખયાદી, સામાજિકતામિતિ, પ્રસંગનોંધ, ઓ.એમ.આર. (OMR), ક્રમમાપદંડ, સિદ્ધિ કસોટી, પ્રશ્નાવલિ, નિદાન-ઉપચાર કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટીના યોગ્ય ઉપયોગ વડે શિક્ષક વિદ્યાર્થીનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકે છે અને તેના આધારે વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે છે.
મનોવૈજ્ઞાનિક કસોટી
મનોવૈજ્ઞાનિક કસોટી એ સિદ્ધિ કસોટી કરતાં ઉચ્ચ કક્ષાની કસોટી છે. સિદ્ધિ કસોટીઓની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા નક્કી કરવામાં આવતી નથી. વળી, તેમાં કસોટી પ્રશ્રોની વિગતોની પસંદગી પણ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતી નથી. આથી, આવી કસોટીઓ સૈદ્ધાંતિક રીતે આવકાર્ય ગણાતી નથી. તેનાં પરિણામો પણ વિશ્વસનીય હોતા નથી. આથી વ્યક્તિ કે વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન કરવા માટે કસોટીઓના સ્થાને પ્રમાણિત કસોટીઓ વપરાય છે. મનોવૈજ્ઞાનિક કસોટી. એ પ્રમાણિત કસોટીઓમાંની એક છે. બુદ્ધિ કસોટી , અભિયોગ્યતા કસોટી, અભિરુચિ સંરચનાત્મક માપન, વ્યક્તિત્વ માપન વગેરે સંબંધિત કસોટીઓ મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે.. દરેક મનોવૈજ્ઞાનિક કસોટી સાથે તેના ઉપયોગની માહિતી આપતી માર્ગદર્શન (Manual) હોય છે.
મનોવૈજ્ઞાનિક કસોટી: સંકલ્પના
‘મનોવૈજ્ઞાનિક કસોટી એ એક પ્રમાણિત સાધન છે કે જેના દ્વારા કસોટી લેનારના સમગ્ર વ્યક્તિત્વના એક કે વધારે લક્ષણો શાબ્દિક કે અશાબ્દિક કે કોઈ વર્તન દ્વારા અનાત્મલક્ષી રીતે માપી શકાય છે.” - ફેંક એસ. ફ્રીમેન (1968)
વ્યક્તિના વર્તનના નમૂનાનું અનાત્મલક્ષી અને પ્રમાણિત માપન કરવા માટેના સાધનને મનોવૈજ્ઞાનિક કસોટી કહે છે.”
શાબ્દિક કે અશાબ્દિક વર્તનોના નમૂના વડે લક્ષણના એક કે તેથી વધુ પાસાંઓનું સંખ્યાત્મક કે ગુણાત્મક માપન કરવા માટેની પ્રમાણિત રીત મનોવૈજ્ઞાનિક કસોટી તરીકે ઓળખાય છે.”
“માપન હેઠળના લક્ષણનાં સંદર્ભમાં બે કે તેથી વધુ વ્યક્તિઓની તુલના કરવા માટેની વ્યવસ્થિત પદ્ધતિ એટલે મનોવૈજ્ઞાનિક કસોટી”
ઉપર્યુક્ત વ્યાખ્યાઓને આધારે કહી શકાય કે મનોવૈજ્ઞાનિક કસોટી
- કોઈ લક્ષણના સંદર્ભમાં માનવવર્તનના પ્રતિનિધિરૂપ નમૂનાનું માપન કરે,
- વર્તનોના શાબ્દિક કે અશાબ્દિક પ્રતિચારનું માપન કરી શકે છે.
- લક્ષણના એક કે તેથી વધુ પાસાંઓનું માપન કરે છે.
- સંખ્યાત્મક તેમજ ગુણાત્મક એમ બંને
- પ્રકારનું માપન કરી શકે છે.
- સંબંધિત લક્ષણનું માપન કરવા માટેની પ્રમાણિત અને અનાત્મલક્ષી પદ્ધતિ
- મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા સંબંધિત લક્ષણના સંદર્ભમાં બે કે વધુ વ્યક્તિઓની તુલના કરી શકાય છે.
બુદ્ધિમાપનની વ્યક્તિની સામાન્ય માનસિક શક્તિ મપાય છે. પણ વ્યક્તિમાં બુદ્ધિની સામાન્ય માનસિક શક્તિ હોવા ઉપરાંત કેટલીક વિશિષ્ટ પ્રકારની શક્તિઓ પણ હોય છે. કેટલાંક બાળકોમાં ચિત્ર-રેખાંકનની વિશિષ્ટ શક્તિ હોય છે, તો કેટલાંકમાં યાંત્રિક કામની શક્તિ, તો વળી કોઈકમાં શાબ્દિક ગ્રહણશક્તિ વિશેષ હોય છે. બાળક જયારે શાળામાં ભણતું હોય છે ત્યારે આ પ્રકારની વિશિષ્ટ શક્તિઓ તેનામાં બીજવરૂપે હોય છે. આવી સુષુપ્ત શક્તિઓનું અને રુચિનું માપન કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તેમની જન્મજાત શક્તિઓ અને રુચિ પ્રમાણે ધંધાકીય અભ્યાસક્રમો પસંદ કરવામાં યોગ્ય માર્ગદર્શન આપી શકાય. આ ઉપરાંત, વિવિધ પ્રકારની અનુકૂલન કસોટીઓ, ચિંતાતુરતા માપન કસોટીઓ, પ્રામાણિકતા માપન કસોટી, રૂઢિચુસ્ત માનસ માપન કસોટી, અંતર્મુખીબહિર્મુખી લક્ષણ માપન કસોટી જેવી કસોટીઓ મનોવૈજ્ઞાનિક કસોટીઓ કહી શકાય,
2. મનોવૈજ્ઞાનિક કસોટીઓનું વર્ગીકરણ
શિક્ષણ અને મનોવિજ્ઞાનના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક કસોટીનું વર્ગીકરણ વિવિધ રીતે થઈ શકે છે.
(i) સંચાલનની રીતે વર્ગીકરણ
કસોટી સંચાલનની દષ્ટિએ મનોવૈજ્ઞાનિક કસોટીઓના ચાર પ્રકાર પડે છે. ઝડ૫ કરોટીઓઃ પાત્રએ કસોટીની બધી કલમોના જવાબો નિશ્ચિત સમય મર્યાદામાં આપી દેવાના હોય છે.
- શક્તિ કસોટીઓઃ પાત્રની અંદર રહેલી શક્તિનું માપન કરવા માટેની આ કસોટીમાં જવાબો આપવા માટે પૂરતો સમય આપવામાં આવે છે.
- વ્યક્તિગત કસોટીઓઃ એક સમયે માત્ર એક જ પાત્ર પર કસોટીનો અમલ થઈ શકે છે.
- જૂથ કસોટીઓઃ એક સમયે એકથી વધુ પાત્રો પર કસોટીનો અમલ કરી શકાય છે.
(ii) કલમોના પ્રકારના આધારે વર્ગીકરણ
કસોટીમાં સમાયેલી કલમોના પ્રકારને આધારે કસોટીઓના બે પ્રકાર પાડી. શકાય છે.
- મુક્ત જવાબી કસોટીઓઃ અર્થગ્રહણ, યાદશક્તિ, અગત્યની માહિતીને રજૂ કરવી વગેરેના સંદર્ભમાં પાત્ર મુક્ત રીતે જવાબ આપે છે.
- વસ્તુલક્ષી કસોટીઓઃ અહીં કલમોમાં પ્રશ્ન તેમજ તેના ઉત્ત૨ માટેના વિકલ્પો આપેલા હોય છે.
(iii) હેતુની દૃષ્ટિએ વર્ગીકરણ
પાત્રના ક્યા લક્ષણનું માપન કરવાનું છે તેના સંદર્ભમાં કસોટીઓના વિવિધ પ્રકારો પાડી શકાય છે. જેમ કે,
- સિદ્ધિ કસોટીઓઃ આ પ્રકારની કસોટી વડે ખાસ વિષયમાં મેળવેલ શાન, કૌશલ્ય અને વિકસાવાયેલ સમજને માપી શકાય છે.
- બુદ્ધિ કસોટીઓઃ બુદ્ધિ કે માનસિક ક્ષમતા માપવા માટેની આ કસોટીઓ છે. અભિયોગ્યતા કસોટીઓઃ કોઈ ખાસ ક્ષેત્રમાં કામ કરવાની ક્ષમતા તપાસવા માટેની આ કસોટીઓ છે.
- વલણ માપદંડઃ કોઈ ખાસ બાબત પ્રત્યે પાત્રના ગમા-અણગમાને માપી શકાય છે. રસ
- રસસંશોધિનીઃ વિવિધ વિષયો, વ્યવસાયો કે અન્ય કોઈ ક્ષેત્રમાં કેટલો તે તપાસવા માટે ઉપયોગી છે.
- વ્યક્તિત્વ માપનઃ વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરવા માટેની આ કસોટીઓ છે.
- નિદાન કસોટીઓઃ કોઈ ખાસ ક્ષેત્રમાં ઊણપો, મયદાઓ કે ખામીઓ જાણી શકાય છે.
(iv) કસોટી સંરચનાને આધારે વર્ગીકરણ
આ પ્રકારના વર્ગીકરણમાં કસોટીઓના બે પ્રકાર પાડી શકાય છે:
- પ્રમાણિત કસોટીઓઃ કસોટી સંરચનાના સોપાનોને અનુસરીને આ પ્રકા૨ની કસોટીઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં કલમ પૃથકક૨ણ તથા વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા, માનાંકોની સ્થાપના વગેરેને આવરી લેવામાં આવે છે,
- શિક્ષક રચિત કસોટીઓઃ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય બાદ વિદ્યાર્થીઓની વિવિધ વિષયોની શૈક્ષણિક સિદ્ધિના માપન માટે શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવતી આ બિનપ્રમાણિત કસોટીઓ છે.
(v) કલમ - સ્વરૂપને આધારે
કસોટીની કલમોના સ્વરૂપને આધારે બે પ્રકારની કસોટીઓ દર્શાવી શકાય:
- શાબ્દિક કસોટીઓઃ અહિ, કસોટીની કલમો શબ્દો દ્વારા રજૂ કરવામાં આવે
- અશાબ્દિક કસોટીઓઃ અહિ, કસોટીની કલમો ભાષા દ્વારા શાબ્દિક રૂપે રજૂ કરવાને બદલે ચિત્રો કે આકૃતિઓ દ્વારા રજૂ કરવામાં આવે છે.
(vi) પ્રતિચારને આધારે વર્ગીકરણ
કસોટીની કલમોનો પાત્રએ પ્રતિચાર કઈ રીતે આપવાનો છે તેને આધારે કસોટીઓના બે પ્રકાર પાડવામાં આવે છે:
- કાગળ-પેન્સિલ કસોટીઓઃ આ પ્રકારની કસોટીઓ પાત્રએ કલમોના પ્રતિચાર લખીને કે નિશાની કરીને આપવાના હોય છે.
- ક્રિયાત્મક કસોટીઓઃ આ પ્રકારની કસોટીઓમાં પાત્રએ કલમોના પ્રતિચાર કંઈક ક્રિયા કરીને આપવાના હોય છે.
(vii) અર્થઘટનને આધારે વર્ગીકરણ
કસોટી પર પાત્રના પ્રાપ્તાંકોના અર્થઘટનને આધારે કસોટીઓના બે પ્રકાર પડે છે:
- માનાંક સંદર્ભ કસોટીઓઃ આ પ્રકારની કસોટી પરના પ્રાપ્તાંકો પરથી પાત્રનું સ્થાન પોતાના જૂથના અન્ય સભ્યોના સંદર્ભમાં નક્કી કરી શકાય છે.
- મૂલક સંદર્ભ કસોટીઓઃ આ પ્રકારની કસોટી પરના પ્રાપ્તાંક પરથી પાત્રને પોતાને શું આવડે છે કે શું નથી આવડતું તેના સંદર્ભમાં અર્થધટન કરવામાં આવે છે.
૩. કસોટી રચનાના સોપાનો
કસોટી રચનાના સોપાનો નીચે મુજબ જણાવી શકાય.
1. કસોટી રચના માટેનું આયોજન
2.કલમોનું લેખન
૩. કસોટીના પ્રાથમિક સ્વરૂપની રચના
4. પૂર્વ પૂર્વેક્ષણ, તજજ્ઞો પાસે સમીક્ષા તથા કસોટીના દ્વિતીય સ્વરૂપની રચના
5. પૂર્વેક્ષણ અને ગુણાંકન
6.કલમ પૃથક્કરણ
7. કલમોની પસંદગી અને અંતિમ કસોટીની રચના
8. કસોટીની વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા અને માનાંકોનું નિર્ધારણ
9.કસોટી માર્ગદર્શિકા તૈયાર કરવી
મનોવૈજ્ઞાનિક કસોટીના ફાયદા કે લાભ
મનોવૈજ્ઞાનિક કસોટીના ફાયદા કે લાભ નીચે મુજબ છેઃ
1. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા વિદ્યાર્થીઓના જૂથમાં અમુક વિદ્યાર્થી કઈ જગ્યાએ છે તે જાણી શકાય છે.
2.મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા વિદ્યાર્થીને માર્ગદર્શન આપી શકાય છે.
૩. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા વિદ્યાર્થીની અભિરુચિ, અભિયોગ્યતા, બુદ્ધિ, સિદ્ધિ, સર્જનાત્મકતા, વલણો અને વ્યક્તિત્વનું માપન કરી શકાય છે.
4. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા વિદ્યાર્થીઓના માનસિક તણાવ, ચિંતા તેમજ વિશિષ્ટ વર્તનોનું માપન કરી શકાય છે.
5. વિદ્યાર્થીઓની નબળાઈ જાણી તેનું ઉપચારાત્મક કાર્ય કરી શકાય છે.
6. વિદ્યાર્થીઓની વર્તનલક્ષી સમસ્યાઓ જાણી તેનો ઉપચાર કરી શકાય છે.
7. મનોવૈજ્ઞાનિક કસોટીઓ માર્ગદર્શનના કાર્યમાં, વર્ગીકરણ કરવા માટે, ભવિષ્યની આગાહી કરવા માટે, નિદાન કરવા માટે, સંશોધન કરવા માટે ઉપયોગી બને છે.
10. વેપાર ઉદ્યોગમાં અને વિવિધ વ્યવસાયોમાં, તાલીમ માટેની પસંદગીમાં, ધંધાકીય પ્રમોશનમાં પસંદગી માટે અને સંરક્ષણ ભરતી સેવાઓમાં યોગ્ય વ્યક્તિઓની નિમણૂંક કરવામાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ લાભદાયી બની રહે
11. મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા વ્યક્તિના કૌશલ્યો જાણી શકાય છે, તેમજ વ્યક્તિની કાર્યદક્ષતા તપાસી શકાય છે.
5 મનોવૈજ્ઞાનિક કસોટીની મર્યાદા
મનોવૈજ્ઞાનિક કસોટીની કેટલીક મર્યાદા નીચે મુજબ છેઃ
1. વર્તનનાં એવાં કેટલાંક પાસાંઓનું માપન આધારભૂત રીતે થઈ શકતું નથી. કેટલીકવાર અનાત્મલક્ષી નિરીક્ષણમાં શરમાળ બાળકોને અન્યાય થવાની શક્યતા રહે છે.
2. વ્યક્તિમાં વિકસતા લક્ષણો કે ગુણો જાણી શકાય છે, તેનો વિકાસ જોઈ શકાય છે પરંતુ તેનું ચોક્કસ માપન થઈ શકતું નથી.
3. સૂચનાપત્રનો પૂર્ણ અમલ ન થાય તો કસોટીનું માપન ખોટું થાય છે. વળી, સૂચનાપત્રમાં દર્શાવેલી મર્યાદાઓને ધ્યાનમાં રાખ્યા સિવાય તેનો ઉપયોગ જોખમી છે.
4. કસોટીઓ સર્વગ્રાહી માપન કરી શકતી નથી.
5. મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા વિદ્યાર્થીમાં જે તે લક્ષણનું પ્રમાણ જાણી શકાય, તેના પ્રાપ્તાંકો મેળવી શકાય પરંતુ પ્રાપ્તાંકો આટલા જ કેમ આવ્યા તે સમજી શકાતું નથી.
6. મનોવૈજ્ઞાનિક કસોટીની પરિસ્થિતિ સિવાયની અન્ય પરિસ્થિતિમાં વિદ્યાર્થી શું કરશે તે જાણી શકાતું નથી.
7. મનોવૈજ્ઞાનિક કસોટી પર સાંસ્કૃતિક, સામાજિક પરિબળો , સાંવેગિક સ્થિરતા, વર્ગ પર્યાવરણ, શાળા પર્યાવરણ વગેરે પરિબળો અસર કરતાં હોય છે. પરિણામે કસોટી ચોક્કસ માપન કરી શકતી નથી.
આમ, મૂલ્યાંકન અને પરીક્ષણના ઉપરોક્ત વિવિધ આધુનિક સાધનો દ્વારા વિદ્યાર્થીઓમાં આવેલા અપેક્ષિત વર્તન-પરિવર્તનોનું માપ કાઢી શકાય છે. કોઈપણ શિક્ષણ પ્રક્રિયા પરીક્ષણ અને મૂલ્યાંકન વિના અધૂરી છે. વિદ્યાર્થીઓ કેવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેની એમને જાણ કરવાથી તેઓ અભિપ્રેરિત થાય છે. વિવિધ પ્રકારની કસોટીઓ અને પરીક્ષણના અન્ય સાધનો દ્વારા વિદ્યાર્થીઓને મળતી સફળતા કે નિષ્ફળતા દ્વારા સતત પ્રતિપોષણ મળ્યા કરે છે. તેથી જ શિક્ષકે શિક્ષણકાર્ય બાદ યોગ્ય સાધનની મદદથી પરીક્ષણ પ્રવિધિઓનું આયોજન કરવું જરૂરી છે. આ પ્રકારના મૂલ્યાંકન કે પરીક્ષણો વિદ્યાર્થીઓને જ્ઞાનના વિશાળ પાયા પરના ઉપયોગ અને સંક્રમણ તરફ દોરી જાય છે. તેથી દરેક શિક્ષકે મૂલ્યાંકન અને પરીક્ષણના આ અને આવા અનેક સાધનોનો જરૂર મુજબ વર્ગખંડમાં ઉપયોગ કરવો જોઈએ.