અદ્યતન શિક્ષણશાસ્ત્ર
Advanced pedagogy
બદલાતા સમય સાથે શિક્ષણશાસ્ત્રમાં પણ મોટા બદલાવ આવે છે. એટલે જ પ્રાચીનકાળથી લઈને 21મી સદીપર્યંત શિક્ષણ પ્રક્રિયામાં ખૂબ મોટા ફેરફારો આવ્યા છે. નવીનતમ શોધો, આધુનિકીકરણ, મનોવિજ્ઞાનનો વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ વગેરેના લીધે શિક્ષણની તરાહોમાં પણ પરિવર્તન આવ્યું છે. વર્તમાન સમયમાં શિક્ષણ એકમાર્ગી ન રહેતાં દ્વિ-માર્ગી થયું છે, અને તેનાથી પણ આગળ વધી ઓનલાઈન થયું છે, શિક્ષણ શિક્ષકકેન્દ્રી મટી બાળકેન્દ્રી, પ્રવૃત્તિકેન્દ્રી, અનુભવકેન્દ્રી બન્યું છે. અત્યાર સુધીની શિક્ષણ પદ્ધતિમાં બાળક શું વિચારે છે ? (What to think ?) તે અગત્યનું હતું, જ્યારે આધુનિક શિક્ષણશાસ્ત્રમાં બાળકે કેવી રીતે વિચારવું? (How to think?) ને મહત્વ આપવામાં આવે છે. બાળકોના અધ્યયનને પૂછપરછ આધારિત, શોધ આધારિત, ચર્ચા આધારિત અને અવલોકન આધારિત પદ્ધતિ સાથે જોડી દેવા પર ભાર આપવામાં આવે છે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જે માત્ર સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર જ નહિ, પરંતુ ઉચ્ચસ્તરીય તાર્કિક અને સમસ્યા ઉકેલ સંબંધિત બોધાત્મક ક્ષમતાઓનો વિકાસ કરે. તેની સાથે વિદ્યાર્થીનો નૈતિક, સામાજિક અને સાંવેગિક સ્તર પર પણ વિકાસ કરે.
શિક્ષણશાસ્ત્ર (pedagogy): અર્થ અને સંકલ્પના
વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ pedagogy શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી આવ્યો છે અને તેનો મતલબ છે ‘art of teaching children' એટલે કે ‘બાળકોને ભણાવવાની કલા’
Paidos એટલે child, અને agogos - એટલે leader. આમ, ગ્રીકમાં Pedagogue à Teacher
ઘણી વખત શિક્ષણશાસ્ત્ર (pedagogy) ને અભ્યાસક્રમના અર્થમાં લેવામાં આવે છે, જે યોગ્ય નથી. અભ્યાસક્રમ એટલે જે શીખવવાનું છે તે અને પેડાગોજી એટલે કઈ રીતથી, કઈ પદ્ધતિથી, ક્યા અભિગમથી, કઈ પ્રક્રિયાથી શીખવવુંશીખવું તે છે. એટલે કે શિક્ષકે કઈ રીતે શીખવવું (teaching) અને વિદ્યાર્થીએ કઈ રીતે જાતે અથવા શિક્ષકના માર્ગદર્શન દ્વારા શીખવું (Learning)એમ બંનેનો શિક્ષણશાસ્ત્રમાં થાય છે.
શિક્ષણશાસ્ત્ર એ અધ્યયન કઈ બાબતો અને કઈ પ્રયુક્તિઓને અનુલક્ષીને કરવાનું છે તે માટેનો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે.
Pedagogy is defined simply as the method and practice of teaching
સરળ ભાષામાં કહીએ તો ‘શિક્ષણશાસ્ત્ર એટલે અધ્યાપન માટેની પદ્ધતિ અને તેને અમલમાં મૂકવાની રીત' કે જેમાં આપણે આપણા વિદ્યાર્થીને સમજીએ તેની ક્ષમતાઓને જાણીએ છીએ
pedagogy એટલે કે તમે કઈ રીતે શિક્ષણકાર્ય કે વર્ગખંડકાર્ય કરાવી રહ્યા છો, કઈ પદ્ધતિઓ, પ્રયુક્તિઓનો શિક્ષણમાં ઉપયોગ કરી રહ્યા છો?
pedagogy માં નીચેની ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.
1. Teaching styles શિક્ષણની રીતઃ જે તે પ્રકરણના શિક્ષણ માટે કઈ રીતનો ઉપયોગ કરવો અને વળી ક્યા બાળક માટે કઈ રીતનો ઉપયોગ કરવો તે બાબત પણ વિચારવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે શિક્ષકકેન્દ્રી શિક્ષણપદ્ધતિ, વિષયવસ્તુકેન્દ્રી શિક્ષણપદ્ધતિ, વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણપદ્ધતિ અને આંતરક્રિયાત્મક(interactive/participative) શિક્ષણપદ્ધતિમાંથી શિક્ષકકેન્દ્રી શિક્ષણપદ્ધતિને પરંપરાગત શિક્ષણપદ્ધતિ ગણી વિદ્યાર્થીકેન્દ્રી અને આંતરક્રિયાત્મક શિક્ષણપદ્ધતિ પર આધુનિક શિક્ષણશાસ્ત્ર વધુ ભાર આપી રહ્યું છે.
2. Teaching Theory: શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવું.
3. Feedback and assessment: બાળકને પ્રતિપોષણ કેવી રીતે આપવું અને તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું- આ બધી બાબતોનો શિક્ષણશાસ્ત્ર (pedadogy) માં સમાવેશ થાય છે.
શિક્ષણશાસ્ત્ર (Pedagogy) એટલે
- વિષયવસ્તુ તૈયાર કરવું (Preparing content)
- વિદ્યાર્થી સમક્ષ તેને કઈ રીતે મૂકવું (How content is presented or delivered to learner)
- જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન આધારિત અધ્યયન પ્રક્રિયાનું સર્જન કરવા ઉપરોક્ત બંને બાબતોનું સંમિશ્રણ કરવું. (Pull together these assets to create cognitive psychology based learning process)
- અધ્યયન પ્રક્રિયા યોગ્ય રીતે થઈ રહી છે કે નહિ તે તપાસવા મૂલ્યાંકન કરવું.(Evaluation of the learning process whether it is working correctly)
શિક્ષણશાસ્ત્ર એ અધ્યાપનની કલા કે અધ્યાપનનું વિજ્ઞાન છે. તેથી અધ્યયન કઈ રીતે થાય છે તે સમજવું ખૂબ જ જરૂર છે. વિદ્યાર્થી શિક્ષકને સાંભળે, સમજે અને વર્ગખંડ કાર્ય પૂરું થાય ત્યાં સુધી સક્રિય રહે, એટલેથી શિક્ષણકાર્ય સીમિત ન રહેતાં વિદ્યાર્થી પોતાના જ્ઞાનની સંરચના સક્રિય અધ્યયન દ્વારા કરવો જોઈએ અને તે માટે શિક્ષકે વર્ગખંડમાં એવી અધ્યયન-અધ્યાપન પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી વિદ્યાર્થી પોતાની અધ્યયન યાત્રામાં શ્રેષ્ઠ રીતે શીખી શકે. વર્ગખંડ અંદર અને વર્ગખંડની બહાર પણ સતત ચિંતનશીલ બને અને સમસ્યા ઉકેલ લાવતા શીખે.
અદ્યતન શિક્ષણશાસ્ત્રઃ સંકલ્પના
અધ્યયન-અધ્યાપનના કાર્યને વધુ શ્રેષ્ઠ કે અનુકૂળ રીતે આગળ વધા૨વાનો માર્ગ એટલે અદ્યતન શિક્ષણશાસ્ત્ર.
Advanced pedagogy means, a skillful planning of a working system by which objective can be achieved conveniently.
અદ્યતન શિક્ષણશાસ્ત્રનો અર્થ છે કાર્યકારી પ્રણાલીનું કુશળ આયોજન કે જેના દ્વારા ઉદ્દેશ્યને અનુકૂળ રીતે પ્રાપ્ત કરી શકાય.
"Advanced pedagogy means developing & implementing planned activities to engage the participants as a partner in the teaching activity"
અઘતન શિક્ષણશાસ્ત્રનો અર્થ એ છે કે શિક્ષણ પ્રવૃત્તિમાં ભાગીદાર તરીકે સહભાગીઓને જોડવા માટે આયોજિત પ્રવૃત્તિઓનો વિકાસ અને અમલીકરણ
In other words, the determination of some policy by planning before presenting the content. For e.g CAl, Blended learning, Flipped Classroom etc.
બીજી રીતે કહીએ તો વિષયવસ્તુની રજૂઆત કરતાં પહેલાં એટલે કે વિષયવસ્તુ શીખવતા કે શીખતા પહેલાં આયોજન કરીને અમુક બાબતો નિર્ધારિત કરવી. દા.ત. CAI, બ્લેન્ડેડ લર્નિંગ, લીપ્ટ ક્લાસરૂમ
Advanced pedagogy means teacher can integrate, different innovative teaching strategies, techniques, ICT tools, decision making tools etc into their teaching, design & implement different modes of learning processes through alternative delivery system for courses
અદ્યતન શિક્ષણશાસ્ત્રનો અર્થ છે કે શિક્ષક વિવિધ નવીન શિક્ષણ વ્યૂહરચનાઓ, તકનીકીઓ, ICT સાધનો, નિર્ણય લેવાના સાધનો વગેરેને શિક્ષણમાં એકીકૃત કરે છે, અને અભ્યાસક્રમો માટે વૈકલ્પિક વિતરણ પ્રણાલી (alternative delivery system) દ્વારા શીખવાની પ્રક્રિયાઓની વિવિધ પદ્ધતિઓનું આયોજન અને અમલીકરણ કરે છે.
અઘતન શિક્ષણશાસ્ત્ર એ એવું શિક્ષણશાસ્ત્ર છે કે જેને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક (Theoretical and Practical) એમ બંને પ્રકારના શિક્ષણ સાથે સંબંધ છે, જેનાથી વિદ્યાર્થીને અસરકારક શિક્ષણ મળે છે. અસરકારક શિક્ષણશાસ્ત્ર વિદ્યાર્થીને જીવન જીવવા માટે વિશાળ પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરે છે એટલે કે વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ કરે છે.
અદ્યતન શિક્ષણશાસ્ત્ર એ વિદ્યાર્થીને ‘કઈ રીતે શ્રેષ્ઠ શીખવવું’ તેના અભ્યાસ અને વ્યવહાર (study and practice of how best to teach) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અદ્યતન શિક્ષણશાસ્ત્રનો હેતુ સામાન્ય (ઉદાર શિક્ષણ દ્વારા બાળકના સર્વાંગી વિકાસ)થી લઈ વ્યાવસાયિક શિક્ષણના અતિ વિશિષ્ટ હેતુ (વિશિષ્ટ કૌશલ્યો)ની પ્રાપ્તિનો છે.
અઘતન અને અસરકારક શિક્ષણશાસ્ત્ર વિદ્યાર્થીને જ્ઞાનના મૂલ્યનિષ્ઠ સ્વરૂપ સાથે સાંકળે છે. આધુનિક શિક્ષણશાસ્ત્ર વિદ્યાર્થીને ઉચ્ચ વિચારો, ચાવીરૂપ કૌશલ્યો
અને પ્રક્રિયાઓ, વિવિધવિષયો પરની ચર્ચાઓ, વિચારો અને વ્યવહારની રીતિઓ, વલણો સાથે સાંકળે છે.
આમ, અદ્યતન શિક્ષણશાસ્ત્રમાં અધ્યયન-અધ્યાપનની નવીન વ્યૂહરચનાઓ, સમૃદ્ધ અભ્યાસક્રમ, અદ્યતન તકનિકીનો ઉપયોગ અને અસરકારક અધ્યયનઅધ્યાપન પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે, જેમાં વિદ્યાર્થી જ્ઞાનન સક્રિય સર્જક બને છે. અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયા શિક્ષકકેન્દ્રી ન બની રહેતા, શિક્ષક વિદ્યાર્થીના માર્ગદર્શક કે પથદર્શક બની રહે છે.
અદ્યતન શિક્ષણશાસ્ત્રઃ જરૂરિયાત
અદ્યતન શિક્ષણશાસ્ત્રની જરૂરિયાત નીચે મુજબ જણાવી શકાયઃ
- વિદ્યાર્થી જ્ઞાનની સાથે કૌશલ્યો પ્રાપ્ત કરી તેનો જીવનવ્યવહારમાં યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે અદ્યતન શિક્ષણશાસ્ત્રખૂબ જ જરૂરી છે.
- વિદ્યાર્થીઓ જાતે કાર્ય દ્વારા શીખતા હોવાથી અને તેમાં સફળતા મળતાં તેમનો આત્મવિશ્વાસ વધે છે, અને નવું શીખવા માટે પ્રેરાય છે. આમ, અદ્યતન શિક્ષણશાસ્ત્ર વિદ્યાર્થીઓની પ્રેરણાને મજબૂત બનાવે છે.
- વિદ્યાર્થી શોધ (explore) દ્વારા શીખે છે, જેમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ ત્રણે પાસાંનો ઉપયોગ થવાથી અદ્યતન શિક્ષણશાસ્ત્ર શોધ અધ્યયન કે સક્રિય અધ્યયનને પ્રોત્સાહન આપે છે.
- વિદ્યાર્થી જાતે શીખતાં હોવાથી અને જરૂર પડ્યે શિક્ષક દ્વારા માર્ગદર્શન મળતું હોવાથી વિદ્યાર્થીઓની સમજ વધે છે. આમ, અદ્યતન શિક્ષણશાસ્ત્ર વિદ્યાર્થીઓની સમજ વધા૨વામાં ખૂબ જ ઉપયોગી છે.
- અહીં દરેક બાળક પોતાની ગતિ મુજબ કાર્ય કરતું હોવાથી દરેક પ્રકારના બાળકો સાથે વિશિષ્ટ બાળકો માટે પણ અદ્યતન શિક્ષણશાસ્ત્ર ખૂબ ઉપયોગી બને છે.
- વિદ્યાર્થીએ મેળવેલ પ્રાયોગિક જ્ઞાન તેને ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિઓ અને અસ્થિર વાતાવરણનો સામનો કરવા માટે ઉપયોગી બની શકે તેમ છે, તેથી વર્તમાન સમયમાં અદ્યતન શિક્ષણશાસ્ત્ર જરૂરી બન્યું છે.
- અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકાય તે માટે, અદ્યતન શિક્ષણશાસ્ત્ર ખૂબ જરૂરી છે.
- વિવિધ નવી અધ્યયન-અધ્યાપન પદ્ધતિઓથી માહિતગાર થઈ શકાય તે માટે અદ્યતન શિક્ષણશાસ્ત્ર જરૂરી છે.
- વિદ્યાર્થી પોતાની જાતે શીખી શકે છે તેવી પ્રેરણા તેનામાં જગાવવા એટલે કે સ્વ નિર્દેશિત અધ્યયન માટે અદ્યતન શિક્ષણશાસ્ત્ર વર્તમાન સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે.
અદ્યતન શિક્ષણશાસ્ત્રઃ મહત્વ
અદ્યતન શિક્ષણશાસ્ત્રનું મહત્વ નીચે મુજબ છેઃ
- અદ્યતન શિક્ષણશાસ્ત્ર અધ્યયનની ગુણવત્તા વધારે છે.
- અદ્યતન શિક્ષણશાસ્ત્રના ઉપયોગથી અધ્યયનકાર્ય દરમિયાન વિદ્યાર્થી વધુને વધુ ગ્રહણકર્તા બને છે.
- તે શિક્ષણમાં વિદ્યાર્થીની સહભાગીદારિતા વધારે છે.
- અદ્યતન શિક્ષણશાસ્ત્ર દ્વારા વિદ્યાર્થી જે તે બાબતને ઊંડાણપૂર્વક સમજી શકે તેવું અસરકારક જ્ઞાન મળે છે. તેનાથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ જ્ઞાનાત્મક કૌશલ્યોનો વિકાસ થાય છે.
- અદ્યતન શિક્ષણશાસ્ત્ર દ્વારા શોધ દ્વારા અધ્યયન શક્ય બને છે.
- તેનાથી સક્રિય અધ્યયન થાય છે.
- અદ્યતન શિક્ષણશાસ્ત્રના ઉપયોગથી ક્રિયા દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય છે.
- તેનાથી વ્યક્તિગત અધ્યયન શક્ય બને છે.
- શિક્ષણશાસ્ત્ર દ્વારા પ્રત્યાયનની માત્રામાં વધારો થવાથી શીખવું સરળ બને છે.
- સહયોગમાં વધારા દ્વારા અધ્યયન થતાં અધ્યયન ચિરંજીવ બને છે.
- શિક્ષક માર્ગદર્શિત અધ્યયનનો ઉપયોગ થવાથી બાળકનું અધ્યયન યોગ્ય દિશામાં થાય છે.
- પરિસ્થિતિજન્ય અધ્યયન થતું હોવાથી બાળક વાસ્તવિક પરિસ્થિતિનો કાર્યાનુભવ મેળવે છે.
આમ, અઘતન શિક્ષણવ્યવસ્થા એવી સ્થિતિસ્થાપકતા ધરાવે છે કે જેથી વિદ્યાર્થીઓ પાસે તેમની પોતાની શીખવાની રીતો અને અભ્યાસક્રમ પસંદ કરવાની ક્ષમતા હોય અને એ જ રીતે તેઓ પોતાની પ્રતિભા અને રુચિને આધારે જીવનનો માર્ગ પસંદ કરી શકે. શિક્ષક્ને કાર્ય તો તેમને માત્ર માર્ગદર્શન પૂરું પાડવાનું છે અને વિદ્યાર્થીઓમાં જ્ઞાનની એવી જ્યોત પ્રગટાવવાનું છે કે જેથી સ્વયં જ્ઞાનનાં સર્જક બને.