લિંગ અને જાતિ કલ્પના
Concept of Gender, Sex
પ્રસ્તાવના
જો આ પૃથ્વી પર મનુષ્ય જાતિનો જન્મ જ ન થયો હોત તો આકાશ અને જમીન, ગુલાબ અને કાંટા, સ્વર્ગ અને નર્ક, દરિયો અને રણ વગેરે તત્ત્વો કે બાબતો વચ્ચે કોઈ તુલના જ ન હોત. મનુષ્ય જાતિની વિશેષતા જ એ છે કે તે કોઈ પણ વસ્તુ, બાબત કે કોઇ પણ તત્ત્વને સારા નરસા, સાર્થક, અસાર્થક કે વિવિધ અર્થોમાં વહેંચે છે. તેની વિચારશક્તિ દરેક બાબતને કોઇ અર્થ સાથે સાંકળે છે, ત્યાં સુધી કે પોતાના હોવાને પણ નિશ્ચિત અર્થ આપે છે. તે પોતાને સ્ત્રી, પુરુષ, પુત્ર, પુત્રી, પિતા, માતા, ભાઈ, બહેન વગેરે ભૂમિકાઓમાં જુએ છે, પારખે છે અને નિત નવીન પરિવર્તનો પણ આણે છે. તે માત્ર શારીરિક અર્થમાં જ નહીં પણ મનોવૈજ્ઞાનિક અને સામાજિક – સાંસ્કૃતિક પરિવેશમાં પોતાના અસ્તિત્વને સમજવાનો પ્રયાસ કરે છે. એવા અનેક દષ્ટિકોણો થકી આજે આપણે માનવશાસ્ત્રીય કેટલાય વિષયો અને તેની પ્રશાખાઓનો અભ્યાસ અને સંશોધન કરીએ છીએ, એની અસર થકી આજે આપણે માણસને માત્ર માણસના સંદર્ભમાં ઓળખવા કરતાં તેને કોઈને કોઈ ભૂમિકા કે જવાબદારી અને લક્ષણોના સંદર્ભમાં જોઈએ છીએ . કોઇ પણ શંકા વગર વ્યક્તિને આપણે પ્રથમ તો સ્ત્રી અને પુરુષ તરીકે વર્ગીકૃત - કરી જ દઈએ છીએ. આ સમજણ કેવી રીતે વિકસે છે, તેના મૂળભૂત આધારે શું છે, લિંગ અને જાતિ એટલે શું અને તેનું સ્વરૂપ કેવું છે, તે વિશે પ્રરાત પ્રકરણમાં સમજવાનો પ્રયાસ
લિંગ અને જાતિ : અર્થ અને સંકલ્પના : Sex and Gender : Meaning and Concept
બાળક જન્મે ત્યારે તે સ્ત્રી બાળક (Girl) કે પુરુષ બાળક (199). તરીકે જન્મે છે. પણ તેઓનું સામાજિકીકરણ અલગ-અલગ થાય છે. તેમાંથી લિંગ (Sex) અને જાતિ (Gender)ના અર્થોનો તફાવત ઉદ્દભવે છે જીવશાસ્ત્રીય અને શારીરિક દૃષ્ટિએ (બાહ્ય અને આંતરિક ગુપ્તાંગો, હોર્મોનની સ્થિતિ અને જાતીય લક્ષણો) સ્ત્રી અને પુરુષ તરીકેનો તફાવત એ લિંગ છે જેને આધારે સ્ત્રી જાતિ – સ્ત્રી લિંગ અને પુરુષ જાતિ પુરુષ લિંગ પુરુષ જાતિની ઓળખ નક્કી થાય છે. લિંગ એ જૈવિક વર્ગીકરણ છે અને જેન્ડર (Gender) એ સામાજિક વર્ગીકરણ છે. જૈવિક રીતે લિંગભેદ હોવો એક બાબત છે અને તેના લીધે સામાજિક ભૂમિકામાં ફરક પડવો તે બીજી - બાબત છે.
લિંગ (Sex) અને જાતિ (Gender) વચ્ચેના અર્થભેદોને પ્રથમ સમજીએ.
લિંગ (Sex)નો અર્થ :
લિંગ એ જીવશાસ્ત્રીય પરિભાષા છે, જે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જૈવશાસ્ત્રીય ભિન્નતાને દર્શાવે છે.
'Sex is a biological term, which refers to biological difference between man and woman'.
જીવશાસ્ત્રીયની દષ્ટિએ જોઈએ તો સ્ત્રી અને પુરુષના સમગ્ર અવયવો એકસરખા નથી. પ્રોસ્ટેટ ગ્રંથિ સ્ત્રીમાં નથી. પ્રજોત્પત્તિની ક્ષમતા બંને ધરાવે છે, પણ ગર્ભાશય, ગર્ભધારણ, બાળજન્મ અને સ્તનપાન વગેરેની ક્ષમતા સ્ત્રી પાસે છે. સ્ત્રીના ગર્ભાશયમાં માત્ર '' રંગસૂત્રો (Chromosomes) હોય છે. બાળકની જાતિ (Sex) નક્કી કરવામાં પુરુષનાં રંગસૂત્રો જવાબદાર છે. તેના '' અને '' કોમોઝોમ્સમાંથી x'' પુરપ બાળક અને XX'થી બીજ ફલિત થાય તો સ્ત્રી બાળક જન્મે છે. લૈંગિક ભિન્નતાને લીધે સ્ત્રી અને પુરુષ વચ્ચે કેટલીક ભિન્નતાઓ સર્જાય છે, તે પ્રાકૃતિક છે.
જાતિ (Gender)નો અર્થ :
જેન્ડર (Gender) શબ્દની વ્યુત્પત્તિ 'Genil' શબ્દ પરથી થઈ છે, જેના અર્થમાં સમાજ અને સંસ્કૃતિ સાથે સ્ત્રી-પુરુષના સંબંધને જોડવામાં આવે છે. એ અર્થમાં જેન્ડર એટલે સ્ત્રી અને પુરુષનાં લક્ષણો – એટલે કે પુરુષત્વ (Masculinity) અને સ્ત્રીત્વ (Femininity). પુરુષત્વ લક્ષણોને સૂચિત કરે છે, જયારે સ્ત્રીત્વ ી સંદર્ભગત લક્ષણોને ઉજાગર કરે છે. આમ, તેઓની વર્તન ઢબ તેઓને પુરુષ અને સ્ત્રી હોવાની વિભાવના આપે છે. આમ, જેન્ડર એ સામાજિક રીતે ઘડતર પામતીસં કલ્પના છે. 1970માં એન આંકલે (Anne Daklacy) એ સ્ત્રી-પુરુષના લક્ષણોના સંદર્ભમાં જીવશાસ્ત્રીય ખ્યાલને બદલે તેનો ‘સામાજિક સંદર્ભમાં લિંગ'ની ઓળખ તરીકે ઉપયોગ કર્યો. તેઓએ લિંગ (Sex) અને જાતિ (Gender) વચ્ચેનો તફાવત રૉબર્ટ સ્ટોલર નામના મનોવૈજ્ઞાનિકથી પ્રેરિત થઈને વિકસાવ્યો છે. તેઓની દષ્ટિએ સ્ત્રીત્વ અને પુરુષત્વને માત્ર જૈવીય રીતે સમજાવી શકાય નહીં, પરંતુ સામાજિક સાંસ્કૃતિક લક્ષણો દ્વારા સમજાવી શકાય.
એન. ઑકલે (1972) જાતિ (Gender) ની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, .
"Gender is a matter of Culture, it refers to the social classification of man and woman into Masculine and 'Feminine! Gender has no biological origin."
“જાતિ એ સાંસ્કૃતિક બાબત છે, જે પુરુષ અને સ્ત્રીનું પુરુત્વ અને “સ્ત્રીત્વ” એમ સામાજિક વિભાજન કરે છે. તેને કોઈ જૈવશાસ્ત્રીય આધાર નથી.”
ગૌલ રૂબિને (Gaule Rabin - 1975) જેન્ડર વિશેના ખ્યાલને વધુ સ્પષ્ટ કરી બતાવ્યો.
“A socially imposed division of the sexes and is a product of the social relations of sexuality".
"જાતીયતાના સામાજિક સંબંધો દ્વારા પેદા કરાયેલી બંને લિંગની માટે લાદવામાં આવેલી સામાજિક ભિન્નતા છે”
અહીં તેઓએ જેન્ડરને - જૈવશાસ્ત્રીય દષ્ટિકોણને અલગ તારવી બતાવ્યો.
સીવાલ (2009) ના મત મુજબ,
“જાતિ એ સંસ્કૃતિ અને સ્થાનના સંદર્ભમાં સમાજે રચેલી સ્ત્રી અને પુરુષની જવાબદારીઓ અને ભૂમિકાને દર્શાવે છે. જાતિ એ વિશાળ અર્થમાં સ્ત્રી અને પુરુષોના વર્તનો, લાક્ષાણિકતાઓ અને ભૂમિ કા વિશે સમાજમાં વ્યાપ્ત અપેક્ષાઓ અને ધોરણોનો નિર્દેશ કરે છે."
"Gender refers to the socially constructed roles and responsibilities of women and men, in a given culture or location. Gender refers to widely shared expectations and norms within a sociely about male and female behavior, characteristics and roles."
આમ, સમાજના બંધારણ અને સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષની ભૂમિકા જવાબદારી અને લાક્ષણિકતાઓ સાથે જાતિની સંકલ્પના જોડાયેલી છે.
The World Ilealth Organization defines gender as the result of socially constructed ideas about the behavior, actions, and roles a particular sex performs. The beliefs, values and attitude taken up and exhibited by them is as per the agreeable norms of the society".
વિશ્વ સ્વાસ્થય સંગઠન પણ જાતિને વ્યાખ્યાયિત કરતાં જણાવે છે કે, પજે- તે લિંગની ભૂમિકા, કાર્યો અને વર્તન અંગે સમાજે રચેલા વિચારો જાતિને પારિભાવિત કરે છે. સમાજનાં માન્ય ધોરથ્રો અનુસાર તેઓ પોતાની માન્યતાઓ, મૂલ્યો અને વલણોને અનુસરે છે અને પ્રદર્શિત કરે છે. લિંગ અને જાતિ વચ્ચેના અર્થોને સમજયા પછી બંને વચ્ચેનો સ્પષ્ટ તફાવત નીચે મુજબ તારવી શકાય.
લિંગ (Sex)
- સામાજિક અને સાંસ્કૃતિક બાબત છે.
- લિંગ બદલી શકાતું નથી, એમાં પરિવર્તન લગભગ અશક્ય છે.
- સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે.
- લિંગનો આધાર રંગસૂત્રો છે
- લિંગ અંગે વિશ્વમાં એક સમાનતા જોવા મળે છે.
- માનવ શરીર અને તેના માનવના સામાજિકીકરણની અવયવો સાથે સંબંધ છે.
જાતિ (Gender)
- પ્રાકૃતિક અને જીવશાસ્ત્રીય બાબત છે.
- સામાજિક અને સાંસ્કૃતિક પરિવેશ મુજબ જાતિના ખ્યાલો બદલાય છે.
- સ્ત્રી – પુરુષ વચ્ચેના ખ્યાલોમાં વિવિધતા અને એકરૂપતા સંભવી શકે.
- સમયાંતરે સામાજિક અને સાંસ્કૃતિક વાલોમાં પરિવર્તન આવતું હોવાથી તે સતત 'બદલાતા રહે છે.
- પુરુષત્વ અન્ન સ્ત્રીત્વના ખ્યાલો સાથે સંબંધિત છે.
- પ્રક્રિયા સાથે સંબંધ છે.
Nature of Gender નું સ્વરૂપ
ઉપરોક્ત સૈદ્ધાંતિક ચર્ચાને અંતે એ તો સ્પષ્ટ થયું છે કે, જેન્ડર એ સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણની નીપજ છે. હવે તેના સ્વરૂપને સમજીએ.
- પ્રથમ તો આપણે એ સમજીએ કે, જેન્ડરને સ્ત્રી અને પુરુષ વિશે કોઇ પક્ષપાત નથી., બંને લિંગને એક સરખી રીતે સ્પર્શી છે. જાતિ (Gender) એ પુરુષ અને સ્ત્રીને એક સરખી રીતે લાગુ પડતી બાબત છે.
- આ એક બૌદ્ધિક ખ્યાલ છે, આ ખ્યાલ જન્મજાતું નથી. આ શીખેલો ખ્યાલ છે. તે જે રીતે વાતાવરણમાં ઊછરતો જાય છે તેમ તેમ વિકસતો જાય છે. તેમાં કુટુંબ, શાળા, સમવયસ્કો, સમૂહ માધ્યમો મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- સ્ત્રી અને પુરુષ માટે સામાજિક, સાંસ્કૃતિક, માનસિક બાબતો એટલી બધી નિર્ણાયક છે કે તેને આધારે તે પોતાનાં મૂલ્યો, માન્યતાઓ, વલણો અને સંબંધો વિકસાવે છે.
- કુટુંબ, જ્ઞાતિ, ધર્મ, વર્ગ, દેશ-પ્રદેશ વગેરે સ્ત્રી અને પુરુષ માટે આગવી ઓળખ ઊભી કરે છે, જે તેના લૈંગિક દરા સાથે પણ સંકળાયેલી છે.
- જેન્ડર થકી સ્ત્રી અને પુરુષ પોતાના સ્વ ખ્યાલ (Self Concept) અને સ્વ આદર (Self Esteem) નો વિકાસ થાય છે. તે જ સંદર્ભમાં તે પોતાનું પ્રત્યક્ષીકરણ અને મૂલ્યાંકન કરે છે.
- સામાજિક સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ સમયાંતરે બદલાય છે. એટલે તે સ્થિર નથી, તેનાં મૂલ્યો, વલણો, ભૂમિકા વગેરેના સંદર્ભમાં પરિવર્તનો ખાવ્યા કરે છે.
- પ્રત્યેક સમાજ ભિન્ન છે, એટલે સમાજ બદલાય એટલે માન્યતાઓ પણ બદલાય છે.
ટૂંકમાં, જેન્ડર એ સામાજિક સાંસ્કૃતિક પરિવેશમાં શીખાતો અને સ્ત્રી અને પુરુષ માટે તેઓનો દરજજો , સ્વ ખ્યાલ માટેની ભૂમિકા નિર્ધારિત કરતો માનસિક ખ્યાલ છે.
ઉપસંહાર
ઉમાશંકર જો શીએ એ ક કાવ્યમાં ‘હું માનવી, માનવ થાઉં તો ઘણું' એવી ભાવના વ્યક્ત કરી છે, એ ભાવના શું માત્ર પુરુષને જ લાગુ પડે કે સ્ત્રીઓને પણ લાગુ પડે . જયારે માણસજાત કે માનવજાતનો ખ્યાલ રજૂ કરીએ છીએ ત્યારે સ્ત્રી–પુરુષ બંનેનો એક વ્યક્તિ તરીકે એક સરખો જ સમભાવ એ માં સમાવિષ્ટ છે. ખરેખર માનવ બાળનો જન્મ થાય છે ત્યારે જીવશાત્રીય રીતે છોકરો કે છોકરીનો જન્મ થાય છે. એ ક્ષણે તો તે માનવ બાળ જ હોય છે, તેનામાં હજુ દીકરો કે દીકરીની ભૂમિકાના ખ્યાલો વિકસ્યા હોતા નથી. બે ત્રણ વર્ષ પછી એ ખ્યાલો વિકસવાનું શરૂ થાય છે, એનો અર્થ એ થયો કે માનવ બાળ તો એક વ્યક્તિના સ્વરૂપમાં જ જન્મ લે છે, પણ તેને પુરુષ અને સ્ત્રીની વિભાવના સમાજ આપે છે. આ વિભાવના જરૂરી પણ છે, અને તો જ સમાજનો નિર્વાહ થઈ શકે. સમસ્યા તો ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે કોઈ ઉચ્ચ કે નિમ્ન એવા ભેદભાવ કરવામાં આવે.
25 ફેબ્રુઆરી, 1910ના દિવસે ‘હરિજનબંધુ'માં ગાંધીજીએ લખ્યું હતું કે, “મારો પોતાનો અભિપ્રાય એવો છે કે મૂળ પાયે જેમ પુરુષ તેમ જ સ્ત્રી એક જ માનવઅંશ છે, બંનેમાં એક જ આત્મા વસે છે. બેઉ એક જ જીવન જીવે છે, એક જ જાતની શબ્દ, સ્પર્શ આદિ લાગણીઓ અનુભવે છે. બંને એકબીજાના પૂરક છે, એકબીજાની સક્રિય સહાયતા વગર જીવી શકે નહીં અને તેમાં કોઈ જ સર્વોપરી નથી.”