Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

અર્થશાસ્ત્રનો અર્થ // Meaning of economics

અર્થશાસ્ત્રનો અર્થ  
Meaning of economics


અર્થશાસ્ત્રનો અર્થ   Meaning of economics


1. અર્થશાસ્ત્રનો અર્થ  

‘અર્થશાસ્ત્ર’ બે શબ્દોનું બનેલું છે.

(1) અર્થ 

(2) શાસ.


અર્થ’ એટલે નાણું અને ‘શાસ્ત્ર’ એટલે પદ્ધતિસરનું જ્ઞાન.


આમ, અર્થશાસ્ત્રનો શાબ્દિક અર્થ નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન એવો થાય છે. આર્થિક બાબતો મોટેભાગે નાણાં અને કિંમતનાં સ્વરૂપમાં અભિવ્યક્તિ થતી હોવાથી અર્થશાસ્ત્રનો આ અર્થ સ્વીકાર્ય છે.


અર્થશાસ્ત્રનો અંગ્રેજી શબ્દ ‘Economics’ પરથી રચાયો છે. જેનો ગ્રીક અર્થ ‘Economy’ એટલે કે ઘરનો વહીવટ એવો થાય છે. આપણા ઘરના કુટુંબના સંચાલનમાં સૌથી મોટો પ્રશ્ન આવક અને ખર્ચની વ્યવસ્થા કરવાનો છે. આ સંદર્ભમાં અર્થશાસ્ત્ર કુટુંબ, પેઢી કે સંસ્થા તેમજ રાજ્યની આર્થિક વ્યવસ્થા સમજાવે છે.


આમ, અર્થશાસ્ત્ર એ કુટુંબ, પેઢી કે સંસ્થા તેમજ રાષ્ટ્રના આર્થિક પ્રશ્નોના મૂળમાં રહેલા કારણોનો અભ્યાસ કરી તે પ્રશ્નોનાં ઉકેલનાં ઉપાયો દર્શાવનાર શાસ્ત્ર છે.


2. અર્થશાસ્ત્રની વ્યાખ્યા 
Definition of Economics 


જેમ બીજા સામાજિકશાસ્ત્રોની બાબતમાં બન્યું છે તેમ અર્થશાસ્ત્રની બાબતમાં બન્યું છે. જુદાં જુદાં સમયે, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા અર્થશાસ્ત્રની પરિભાષા પરિવર્તન પામતી જ રહી છે અને ઠેકાઠેકાણે એની આલોચના પણ થતી રહી છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વિભિન્ન રીતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે, પરંતુ સુવિધાની દૃષ્ટિએ તેને નીચે મુજબ વિભાજિત કરી શકાય.

(અ) ધનસંબંધી વ્યાખ્યા (Wealth Definition)

(બ) કલ્યાણસંબંધી વ્યાખ્યા (Welfare Definition)

(ક) સીમિત સાધનસંબંધી વ્યાખ્યા (Scarcity Defination) 


ધનસંબધી વ્યાખ્યા 

એડમ સ્મિથની વ્યાખ્યા : ઈ.સ. 1776માં પ્રગટ થયેલા “An enquiry into the nature and causes of the wealth of nations.” નામના પુસ્તકમાં એકમ સ્મિથે અર્થવ્યવસ્થાની વ્યાખ્યા આપી છે.

“અર્થશાસ્ત્રનો સંબધ કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિ અને તેના કારણોની તપાસ સાથે છે.’’


કલ્યાણસંબધી વ્યાખ્યા

આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા : ઈ.સ. 1890 માં પ્રગટ થયેલા “Principles of Economics” નામના પુસ્તકમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે.

અર્થશાસ્ત્ર એ માનવીના સામાન્ય જીવનવ્યવહારનો અભ્યાસ કરે છે. તે માનવ કલ્યાણના ભૌતિક કલ્યાણમાં સાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે ગાઢ રીતે સંકળાયેલી વ્યક્તિ તથા સમાજના વ્યવહારોને તપાસે છે.


આમ, અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે, જ્યારે બીજી અને અધિક મહત્ત્વની બાજુએ તે માનવજીવનના એક પાસાંનો અભ્યાસ કરે છે.

વ્યક્તિની ધન પ્રાપ્ત કરવાની અને એનો ખર્ચ કરવાની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર.


પ્રો. પીગુની વ્યાખ્યા :

“નાણાંના માપદંડ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જેની સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે એવા સામાજિક ભૌતિક કલ્યાણનો અભ્યાસ કરતું શાસ્ત્ર તે અર્થશાસ્ત્ર”


પ્રો. પેન્સનની વ્યાખ્યા :

“અર્થશાસ્ત્ર ભૌતિક કલ્યાણનું શાસ્ત્ર છે.” 


→ સીમિત સાધનસંબધી વ્યાખ્યા :

રોબિન્સનની વ્યાખ્યા : ‘લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ’ના પ્રાધ્યાપક રોબિન્સે ઈ.સ. 1932 માં લખેલા તેના સુપ્રસિદ્ધ પુસ્તક 'An Essay on the Nature and Significance of Economic Science' માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે.

“વૈકલ્પિક ઉપયોગવાળા સીમિત સાધનો અને સાધ્યોના સંદર્ભમાં માનવવર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ.’


ઉપરની વ્યાખ્યામાંથી નીચેના મુદ્દાઓ ફલિત થાય છે

  • દરેક મનુષ્યને પોતાની જરૂરિયાતો હોય છે. જરૂરિયાતો અમર્યાદિત છે. 
  • જરૂરિયાતોને સંતોષવા અને પરિપૂર્ણ કરવા માટેના સાધનો મર્યાદિત છે.
  • મર્યાદિત સાધનોનો ઉપયોગ વિભિન્ન પ્રકારે થઈ શકે.
  • જરૂરિયાતોની તીવ્રતા ભિન્ન ભિન્ન છે, તો સાધનોનો ઉપયોગ પણ ભિન્ન ભિન્ન છે.
  • અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. 
  • અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન છે.


પરંતુ પ્રો.રોબિન્સ પણ તેનાં ટીકાકારોથી બચી ન શક્યા. રોબિન્સની વ્યાખ્યાની ટીકા નીચેની બાબતે થઈ છે.


1.આ વ્યાખ્યાથી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અતિ મર્યાદિત કે અતિ વિશાળ બની જાય છે.

2.રોબિન્સે અર્થશાસ્ત્રને માત્ર શુદ્ધ વિજ્ઞાન કહ્યું છે, જ્યારે અર્થશાસ્ત્ર કલા પણ છે.

3.આર્થિક નિષ્કર્ષો માટે રોબિન્સનની નિગમન પ્રણાલીની માન્યતા યોગ્ય નથી







Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏