html, body { overflow-x: hidden; width: 100%; margin: 0; padding: 0; } ભાષા વિકાસને અસર કરતાં પરિબળો // Factors affecting language development - Real Gujju Education
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાષા વિકાસને અસર કરતાં પરિબળો // Factors affecting language development

ભાષા વિકાસને અસર કરતાં પરિબળો
Factors affecting language development


ભાષા વિકાસને અસર કરતાં પરિબળો Factors affecting language development


ભાષા વિકાસની બાબતમાં બાળકો વ્યક્તિગત તફાવતો ધરાવે છે. કેટલાંક બાળકો યોગ્ય વયકક્ષાએ ભાષા-ઉચ્ચારતાં હોય છે. જ્યારે કેટલાંક બાળકો વયકક્ષા ઓળંગી જાય છે તો પણ ભાષા ઉચ્ચારો કરી શકતા નથી. આ ઉપરથી ખ્યાલ આવે છે કે સમાનવયમાં બાળકોનો ભાષાવિકાસ સમાન હોતો નથી. શબદભંડોળ, વાક્યોની લંબાઈ, વાક્યરચનાની સંકુલતા, શબ્દનાં સ્વરૂપો વગેરે બાબતોમાં બાળકો જુદાં પડે છે. એનું કારણ એ છે કે દરેક બાળકનો ભાષાવિકાસનો ઈતિહાસ અનોખો છે. બાળકના ભાષા વિકાસની પ્રક્રિયા સંકીર્ણ અને સૂક્ષ્મ છે. બાળકના ભાષા વિકાસ પર અનેક પરિબળો જુદી જુદી રીતે અસરકારક બને છે અને દરેક બાળકના ભાષા વિકાસના આગવા ઈતિહાસનું ઘડતર કરે છે. આ બાબતના ભાષા વિકાસ પર નીચેના પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. 

(1) શક્તિઓ 

(૨) પ્રેરણા 

(3) વાતાવરણ 

(4) સમૂહમાધ્યમો


➡️ શક્તિઓ


બાળકના ભાષાવિકાસ ઉપર બાળકને મળતાં પ્રેરણા અને પ્રોત્સાહન, સારી અસરો જન્માવે છે. બાળક જેમ જેમ ભાષા શીખતું જાય તેમ માતાપિતા, વડીલો અને શિક્ષકો તરફથી યોગ્ય રીતે પ્રોત્સાહિત કરવું જોઈએ. ઘર અને શાળામાં બાળકને ભાષા સાંભળવા, બોલવા, વાંચવા અને લખવા માટે તેને વધુ ને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે તેમ તેમ બાળકની ભાષા વધુ વિકસે છે, બાળકની વાતચીત પ્રત્યે મોટેરાઓ મારફતે ધ્યાન અપાતું હોય, આવશ્યકતા અનુસાર તેની કદર કે પ્રશંસા થતી હોય, બાળક ને નવા શબ્દો કે વાક્યો વાપરવા માટે પ્રોત્સાહિત કરાતું હોય, તેના શબ્દ ભૂગોળની બુદ્ધિ માટે વાર્તાકથન દ્વારા નવા નવા શબ્દો સંભળાવાતા હોય, સારા વક્તવ્ય બદલ પ્રશંસા બે નાનાં મોટાં ઈનામો શાળામાં અપાતાં હોય, ત્યારે બાળકનો ભાષા વિકાસ સારો થાય છે. આ બધી પ્રોત્સાહનપ્રવૃત્તિઓનો આશ્રય લેવાથી બાળક વધુ ને વધુ પ્રોત્સાહિત થઈને ભાષા શીખવા માટે પ્રેરાય છે.


બાળકના ભાષાવિકાસ પર બે પ્રકારની શક્તિઓ અસર કરે છે.


(1) શારીરિક શક્તિઓ 

(2) માનસિક શક્તિઓ


શારીરિક રીતે તંદુરસ્ત બાળક પોતાના અનુભવો અને વાતાવરણનો લાભ ઉઠાવી ભાષા સારી રીતે શીખી શકે અને ગ્રહણ કરી શકે છે. તંદુરસ્ત બાળક વિવિધ પ્રકૃતિઓ અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં આવીને ભાષાવિકાસની તક ઝડપી શકે છે.


માનસિક શક્તિઓમાં બુદ્ધિ, સ્મૃતિ, એકાગ્રતા તે ધ્યાનના વિસ્તાર જેવી શક્તિઓ બાળકના ભાષાવિકાસનાં પ્રમાણ અને ગુણવત્તા પર ભારે અસર કરે છે. બૌદ્ધિક વિકાસશીલ બાળકો જલ્દી ભાષા શીખે છે. બૌદ્ધિક રીતે પ્રતિભાશાળી બાળકો વહેલાં બોલતાં અને વાંચતા શીખે છે. તેઓ પ્રમાણમાં નાની વયે પુસ્તકો અને વાર્તાઓમાં રસ દાખવે છે. આનું એક રસપ્રદ ઉદાહરણ જાણીતા મનોવૈજ્ઞાનિક સરફ્રાન્સિસ ગાલ્ટનના જીવનમાંથી મળે છે. (ફાઉન્ડેશન ઑફ ઍજ્યુકેશન રીસર્ચગિલ્બર્ટન્સિસ સક્સના પુસ્તકમાંથી) આ અત્યંત પ્રતિભાશાળી મનોવૈજ્ઞાનિકે માત્ર ચાર વર્ષની નાની વયે પોતાની બહેન ઉપર લખેલ પત્રમાં જણાવ્યું છે કે એ વયે પોતે કોઈ પણ અંગ્રેજી પુસ્તક વાંચી શકતા હતા અને થોડું ફ્રેન્ચ પણ વાંચી શકતા હતા. આનાથી ઊલટું મંદ બુદ્ધિવાળાં બાળકો ભાષાવિકાસમાં પાછળ રહે છે. વિવિધ ભાષાકીય કૌશલો અને માનસિક વિકાસ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. ભાષાના શિક્ષણમાં જ પાયાની પ્રક્રિયા હોય છે. અનુકરણની બુદ્ધિ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ટર્મન કહે છે, બાળકની ભાષા શક્તિને તેના બુદ્ધિઆંક સાથે સારો અનુબંધ હોય છે. આમ બુદ્ધિશાળી બાળકની ભાષાની ગર્હણ કરવાની શક્તિ વિશેષ હોય છે.


➡️ પ્રેરણા


ભાષામાં હોશિયાર બનવાથી સારા લાભ થાય છે એવું બાળકને સમજાય ત્યારે તે ભાષાવિકાસ માટે પ્રેરિત થઈ સજ્જતા કેળવવા તરફ વળે છે. પ્રેરણા પામેલું બાળક પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને સારો ભાષાવિકાસ સાધે છે, પ્રેરણાના અભાવે શક્તિ હોવા છતાં બાળક તેનો ઉપયોગ નહિ કરે અને તેથી તેનો ભાષાવિકાસ કુંઠિત થઈ શકે છે. આમ, પ્રેરણા ભાષાવિકાસને ગતિ અને દિશા આપવાનું અગત્યનું કાર્ય કરે છે. રસ પણ પ્રેરણા છે. તેથી જો કોઈ બાળકને વાચનમાં ખૂબ રસ હોય તો વાચન માટે તે પ્રેરિત છે તેમ કહેવાય. શિક્ષકે આ પ્રકારના બાળકોનાં રસને પ્રેરિત કરતા રહેવું જોઈએ.


➡️ વાતાવરણ


બાળકના ભાષાવિકાસ વાતાવરણ ખૂબ જ અસર કરે છે. માનવભાષાના વિકાસ માટે માનવીય વાતાવરણ અનિવાર્યપણે આવશ્યક છે. વાતાવરણ બાળકને અનુભવો પૂરા પાડે છે. તે ભાષા ગ્રહણ કરવા માટે અને ભાષાના ઉપયોગ માટે તક આપે છે. ભાષા વિકાસ માટે વાતાવરણ ભારે વિવિધતાવાળું અને જટિલ પરિબળ છે. વાતાવરણમાં પરિવાર, મિત્ર વર્તુળ, શાળા અને શિક્ષકો, સામાજિક આર્થિક પરિસ્થતિ જેવા ઘટકો બાળકના ભાષા વિકાસ પર અસર કરે છે.


(ક) પરિવાર


ભાષાનું ઉદ્દગમ સ્થાન પરિવાર છે. ભાષાના શ્રાવ્ય સ્વરૂપમાં વિકાસમાં પરિવારનો ફાળો અગત્યનો છે. જે પરિવારમાં બાળકને માતાપિતા, ભાઈબહેનો, વડીલોની વાતચીત સાંભળવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક મળે તો તેની ભાષા ઝડપથી વિકસે છે. જ્યારે જે પરિવારમાં માતાપિતા બંને વ્યવસાયમાં વ્યસ્ત રહેતાં હોય અને બાળક એકલવાયું રહેતું હોય ત્યાં બાળકનો ભાષાવિકાસ મંદ થવાની સંભાવના છે. કારણ કે બાળકને ભાષાકીય અનુભવો પ્રાપ્ત થવા જોઈએ તે પ્રાપ્ત થતા નથી. જો ઘરમાં માતાપિતા કે મોટા ભાઈબહેનો બાળક સાથે વધારે પ્રમાણમાં વાતચીત કરે, વાર્તાઓ અને ગીતો સંભળાવે, પુસ્તકોમાંથી વાર્તાઓ વાંચી સંભળાવે કે ગીતો ગાઈ સંભળાવે, પ્રસંગોના શ્રવણની વારંવાર તક પૂરી પાડે તે બાળકનો ભાષાવિકાસ સારો થાય છે કારણ કે તેને સમૃદ્ધ ભાષાકીય અનુભવો પ્રાપ્ત થાય


માતા બાળક સાથે વધારે સમય પસાર કરે તો તે બાળકનો ભાષા વિકાસ સારો થાય છે. બાળકના ભાષા વિકાસ પર માતાની અસર વિશે થયેલાં કેટલાંક સંશોધનોને આધારે Hazel Francis તેમનો ‘Language in Teaching and Learning’ પુસ્તકમાં તારવે છે કે, માતાના ઉચ્ચારો, શબ્દો, વાક્યરચનાઓ બાળકની ભાષાનું ઘડતર કરે છે, બાળકના ભાષા વિકાસમાં માતા સક્રિય રસ લે તો બાળકનો ભાષા વિકાસ ઝડપી થાય. જો માતા શારીરિક રીતે અસ્વસ્થ હોય, બીજાં બાળકો કે વડીલો તરફ માતાએ વધુ સમય આપવો પડતો હોય, ઘરની સંભાળ લેવામાં મુશ્કેલી અનુભવતી હોય ત્યારે કોઈ એક બાળક સાથેનો તેનો ભાષાકીય સંપર્ક ઘટી જાય છે અને તેથી બાળકના ભાષાવિકાસને હાનિ પહોંચે છે. બાળકના ભાષાવિકાસ પર માતાની અસર કેટલી સૂચક છે તે દર્શાવતા શબ્દ છે માતૃભાષા. N.L. Gase અને Pavid C. Berlsner તેમજ (Psychology) પુસ્તકમાં નોંધે છે કે અનાથાશ્રમોમાં ઉછરેલાં બાળકો કરતાં કુટુંબમાં ઉછરેલાં બાળકોને ભાષાકીય સંપર્ક માટે લગભગ પાંચ ગણી તક મળે છે. એ હકીકત બાળકના ભાષાવિકાસ ઉપર કુટુંબ કે ઘરની અસર સ્પષ્ટ કરે છે. સંયુક્ત કુટુંબમાં વિભક્ત કુટુંબ કરતાં બાળકનો ભાષાવિકાસ સારો થાય છે.


(ખ) મિત્રવર્તુળ


બાળક જેમ મોટું થતું જાય છે, ચાલતું થાય છે અને પરિવારની બહાર નીકળતું થાય છે. તેનું મિત્રવર્તુળ શરૂ થાય છે. ત્રણ-ચાર વર્ષના બાળકના મિત્રો જેમ વધારે તેમ તેનો ભાષાવિકાસ વધારે સારો થાય છે. કારણ કે બાળક મિત્રો સાથે ૨મે છે, ત્યારે તેઓ સાથે પોતાના વિચારો અને લાગણીઓની આપ-લે માટે મુક્ત મનથી ભાષાનો વિકાસ ભાષાનો ઉપયોગકરે છે. W.F. Macrey તેમના Language Jefersen Analysis, પુસ્તકમાં નોંધે છે કે સુપ્રસિદ્ધ ભાષાવિજ્ઞાનJetersen ના મતે તો બાળકના ભાષા વિકાસ માટે બાળકના રમતમિત્રો મુખ્ય પરિબળ છે, આથી બાળક ચાલતું થાય એટલે તેને પાડોશીઓના ઘરમાં અને ફળિયામાં, શેરી કે સોસાયટીના પરિવારમાં અને નાના બાળકો હોય તેવા પરિવારોમાં વિશેષ જવા દેવું જોઈએ.


(ગ) શાળા અને શિક્ષકો


બાળક પાંચ વર્ષની ઉંમરે-હવે તો ત્રણ વર્ષની ઉંમરે-શાળામાં પ્રવેશ મેળવે છે. શાળા અને બાળકના ભાષાવિકાસ માટે સભાન અને વ્યવસ્થિત પ્રયાસો કરે છે. વાચન અને લેખનનાં ભાષાકૌશલો વિકસાવવામાં શિક્ષકો બાળકને સુયોજિત રીતે અનુભવો પૂરા પાડે છે, શાળામાં વિવિધ ઉપકરણોની મદદથી શિક્ષક બાળકને ભાષા શીખવે છે. વિવિધ પ્રવૃત્તિઓ રમતો અને ભાષાનાં ઉપયોગની તકો પૂરી પાડી શિક્ષકો બાળકનો ભાષાવિકાસ કરે છે. શૈક્ષણિક પ્રયત્નો ઉપરાંત શિક્ષકો બાળકને ભાષાવિકાસ માટે પ્રેરણા પૂરી પાડે છે. અભણ અને ભણેલા માણસની ભાષામાં રહેલા તફાવતો શાળા અને શિક્ષકોના ભાષાવિકાસ ઉપર રહેલી અસરને સ્પષ્ટ કરે છે. શિક્ષકો બાળકની બોલીને શિષ્ટમાન્ય ભાષાની નજીક લઈ જનારા પ્રવક્તા બને છે.


શાળાનું વાતાવરણ પણ બાળકના ભાષાવિકાસ પર અસર કરે છે. સારી કક્ષાની શાળાઓ અને ઊતરતી કક્ષાની શાળાઓના વાતાવરણની અસર બાળકના ભાષાવિકાસ પર અસર કરે છે, સરકારી પ્રાથમિક શાળા અને ખાનગી પ્રાથમિક શાળાના બાળકોની ભાષામાં તફાવત જોવા મળે છે. જે શાળામાં બાળકોને ભાષાવિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ, રમતો, વિવિધ ઉપકરણો, વિવિધ યુક્તિઓ વગેરેના ઉપયોગ દ્વારા ભાષા-વિકાસની તકો પૂરી પાડવામાં આવે ત્યાં બાળકોનો ભાષાવિકાસ સારો થાય છે. જયાં તકો ન મળે ત્યાં ભાષાવિકાસ સારો થતો નથી.


(ઘ) સામાજિક-આર્થિક પરિસ્થિતિ


બાળક જે સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં જીવે છે તે પણ તેના વાતાવરણનો અવિભાજ્ય અંશ છે. તે બાળકના ભાષાવિકાસ પર ભારે અસર કરે છે. ગરીબ કુટુંબનાં બાળકો પોતાના ઘરમાં જાતજાતનાં રમકડાં, ફળો અને વિવિધ વૈજ્ઞાનિક કે તાંત્રિક સાધનોનો પરિચય કરી શકતાં નથી. પરિણામે આવા બાળકો આ બધા ભૌતિક પદાર્થોના નામ પણ જાણી શક્તા નથી. બાળકનું ભૌતિક વાતાવરણ સમૃદ્ધ હોય તો ભાષાવિકાસમાં પરોક્ષ રીતે મદદ મળે છે. શહેરી અને ગ્રામ્યસંસ્કૃતિમાં ઊછરેલાં બાળકોની ભાષાનાં વિવિધ પાસાંના વિકાસમાં નોંધપાત્ર તફાવતો રહેલા હોય છે એવું સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે. સમાજના મધ્યમ વર્ગના કુટુંબો કરતાં નીચલા સ્તરનાં કુટુંબોમાં બાળકને જુદું જ ભાષાકીય વાતાવરણ મળે છે, સમાજના નિમ્ન સ્તરનાં કુટુંબોમાં બાળકને જે ભાષા સાંભળવા મળે છે તેનાથી તેનો ભાષાવિકાસ બહુ સમૃદ્ધ થઈ શકતો નથી. આવા કુટુંબોની ભાષામાં વાક્યોની રચના ખૂબ સાદી હોય છે, મર્યાદિત શબ્દો, વિશેષણોનો ઉપયોગ થતો હોય છે, હું કહું તેમ કર આદેશો અને પુરુષવાચક સર્વનામોનું મોટું પ્રમાણ હોય છે, (NUL. Gase and Pavuc Berliner). આ કુટુંબનાં બાળકોની ભાષા ઔપચારિક શિક્ષણને અનુરૂપ હોતી નથી., તેમનું શબ્દભંડોળ શાળાના શિક્ષણ માટે પૂરતું નથી અને શિક્ષકો તેમની શક્તિઓનું અવમૂલ્યાંકન કરે છે, (Itazel Franclis)


➡️ સમૂહ માધ્યમો


વર્તમાન સમયમાં પ્રસાર માધ્યમોનો વિકાસ થયો છે. રેડિયો, વર્તમાનપત્રો, ચિત્રપટ, દૂરદર્શન, ફોન, મોબાઈલ ફોન જેવાં સમૂહ માધ્યમો બાળકોના ભાષાકીય વિકાસ પર અસર કરે છે. ટી.વી. હવે ઘર-ઘરમાં આવી ગયું છે. ટી.વી.એ વિભક્ત કુટુંબમાં દાદા-દાદીનું સ્થાન લઈ લીધું છે. ટી.વી. ઉપર ઘણાં કાર્યક્રમો બાળકો માટે પણ પ્રસારિત થાય છે. તેમાં ઉચ્ચારતી ભાષાની અસર બાળકો પર થાય છે. સારા ભાષાકીય શુદ્ધ ઉચ્ચારવાળા કાર્યક્રમોની અસર બાળકોના ભાષાવિકાસ પર સારી થાય છે.


ભાષા શીખવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો


ભાષા અને ભાષાવિકાસ અંગે આપણે માહિતી મેળવી શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ભાષા શીખવવાની હોય છે. તે સમયે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત, ભાષાનાં સ્વરૂપ, અનેક વિદ્વાનોના ચિંતન, અવલોકનો અને સંશોધનોને આધારે આ બાબતો વિચારેલી છે. તેને ભાષા શિક્ષણના સિદ્ધાંતો પણ કહેવા હોય તો કહી શકાય.


● પ્રથમ શ્રવણ કૌશલની તાલીમ આપ્યા પછી કથન, વાંચન અને લેખન એ ક્રમે ભાષા કૌશલો શશીખવવાં જોઈએ. ભાષાનો ઉપયોગ કરવાથી ભાષા આવડે છે, ગોખણપટ્ટીથી નહીં. ભાષાના ચારેય કૌશલને ઉપરના ક્રમે બાળકોને ઉપયોગ કરાવવો જોઈએ.


● બાળકોને ભાષાનું માન્ય સ્વરૂપ શીખવવું જોઈએ. ભૂગોળનો શિક્ષક માન્ય સ્વરૂપનો ઉપયોગ કરતાં શીખે તે જરૂરી છે. કારણ કે તે દ્વારા તે વ્યાપક સમાજ સાથે સરળતાથી પ્રત્યાયન કરી શકે.


● ભાષા શિક્ષણ માટે મૂર્તથી અમૂર્ત તરફ, જ્ઞાતથી અજ્ઞાત તરફ અને સરળથી સંકુલ તરફના શિક્ષણ સૂત્રોનો ઉપયોગ કરવો જોઈએ. વિષય વસ્તુની સરળ, મૂર્ત અને પરિચિત બાબતોની પહેલાં રજૂઆત કરીને પછી કઠિન અમૂર્ત અને અજ્ઞાત બાબતો શીખવવી જોઈએ.


● આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. તેથી આ જ્ઞાનેન્દ્રિયો તેને શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધના ઇન્દ્રિયાનુભવો પ્રત્યક્ષ રીતે આપવાથી ભાષા શીખવી શકાશે. ભાષા શિક્ષણ દરમ્યાન ચિત્રો, ચાર્ટસ, નમૂનાઓ, મુલાકાતો અને અન્ય ઉપકરણોના ઉપયોગ દ્વારા આ પ્રકારના અનુભવો આપી શકાય.


● ભાષા શીખવા માટે મહાવરો જરૂરી છે કારણ કે ભાષા એ કૌશલ્યો પર આધારિત છે. કોઈપણ કૌશલ્ય હસ્તગત કરવા મહાવરો આપવો અનિવાર્ય છે. આથી ભાષા સાંભળવાની, બોલવાની, વાંચવાની અને લેખન કરવાની વિવિધ પ્રવૃત્તિઓ બાળકને આપવી જોઈએ અને તે દરમ્યાન તેની ભૂલો તરફ નિર્દેશ કરી સુધારણા કરવી જોઈએ.


● ભાષા કૌશલ્યો અને સાહિત્યને વાસ્તવિક જીવન સાથે સંબદ્ધ કરી ભાષાકીય બાબતો શીખવવી જોઈએ, જે કાંઈ શીખવવાનું હોય તે વિદ્યાર્થીના અનુભવને સ્પર્શે તેવું હોવું જોઈએ.


● ભાષા શીખવવાનાં નિયમોથી બાળકને હતાશ ન કરી દેતાં તેને વિવિધ ઉપકરણો અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા નિયમો શીખવવા જોઈએ. ત્યારબાદ નિયમોનો વ્યવહારમાં ઉપયોગ કરાવવો.


● શિક્ષણ દરમ્યાન બાળકના પ્રતિભાવોને યોગ્ય બદલાઓ કે સુદઢીકરણો પૂરાં પાડવાં જોઈએ. ભાળકને બિરદાવવામાં કચાશ રાખવી જોઈએ નહીં. સારી બાબતોની પ્રશંસા કરવી અને નબળી બાબતો માટે ઉતારી પાડતાં દર્શકની ભૂમિકા ભજવવી,


● શિક્ષકે શિક્ષણકાર્યની વિગતોમાં પરિપૂર્ણતા અને ચોકસાઈ રાખવી. ભાષા સાથે સંકળાયેલી વિગતો અંગે શિક્ષકની જેટલી પરિપૂર્ણતા અને ચોકસાઈ હશે તેટલી બાળકો પણ રાખવા ટેવાશે.


આમ શિક્ષકે ભાષા શિક્ષણને સમજી ઉપરોક્ત બાબતો ધ્યાનમાં લઈ ભાષા શિક્ષણ આપવામાં આવે તો બાળકોનું ભાવિ ઉજ્જવળ જ હશે.




Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏