Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના // Concept of Educational Psychology

શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના
(Concept of Educational Psychology)

શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના


અગાઉના મુદ્દામાં આપણે મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ વિશે જાણ્યું. મનોવિજ્ઞાનની અનેક શાખાઓ પડે છે પરંતુ આ બધી શાખાઓ કે શાખા દ્વારા થતા કાર્યોને આધારે મનોવિજ્ઞાનને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ. એક સૈદ્ધાંતિક મનોવિજ્ઞાન અને બીજું વ્યવહારિક મનોવિજ્ઞાન. સૈદ્ધાંતિક મનોવિજ્ઞાન આપણા વર્તનોના અભ્યાસ માટેના નિયમો ઘડે છે, સિદ્ધાંતોનું સર્જન કરે છે, આ આધારિત વિવિધ પ્રવિધિઓ, પ્રયુક્તિઓનો વિકાસ થાય છે. જે મનોવિજ્ઞાનને તેની વ્યવહારાત્મકતા સુધી લઇ જાય છે. ટૂંકમાં, સૈદ્ધાંતિક મનોવિજ્ઞાન દ્વારા પ્રતિપાદિત થયેલા જ્ઞાનનો વ્યવહારુ જીવનની સમસ્યાઓના ઉકેલમાં ઉપયોગને વ્યાવહારિક મનોવિજ્ઞાન ગણી શકાય. ચિકિત્સા મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, અપરાધ મનોવિજ્ઞાન, સૈન્ય મનોવિજ્ઞાનની જેમ શૈક્ષણિક મનોવિજ્ઞાન પણ વ્યાવહારિક મનોવિજ્ઞાન છે.


સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ ? શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે શિક્ષણને લગતું (ક્ષેત્રનું) મનોવિજ્ઞાન. વધુ સ્પષ્ટ કરીએ તો, મનોવિજ્ઞાનના નિયમો, સિદ્ધાંતો અને પ્રવિધિઓને શિક્ષણના ક્ષેત્રમાં પ્રયોજિત કરતી વ્યાવહારિક મનોવિજ્ઞાનની શાખા. શિક્ષણનું ક્ષેત્ર એટલે શૈક્ષણિક વાતાવરણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંતરક્રિયા. આ આંતરક્રિયા સમજવા, તેને વધુ અસરકારક બનાવવા, તેમાં ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા મનોવિજ્ઞાન વિષયનો વિનિયોગ કરતું શાસ્ત્ર એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે સામાન્ય સમજ મેળવ્યા પછી તેની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ.


શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ
(Definitions of Educational Psychology)


શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણ સાથે સંબંધિત મનોવિજ્ઞાન છે. તેની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ.


Educational Psychology deals with the behavior of humans being in educational situations. - Skinner


શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિઓમાં થતા માનવવર્તન સાથે સંબંધિત છે. સ્કિનર


Educational Psychology describes and explains the learning experience of an individual from birth through old age. – Craw & Craw 


શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શિક્ષણપ્રદ અનુભવોનું વર્ણન કરી તેની સમજૂતી આપે છે. 

– ક્રો ઍન્ડ ક્રો


Educational Psychology is concerned with the 'why' and 'when' of learning. - Craw & Craw


શૈક્ષણિક મનોવિજ્ઞાનને અધ્યયન ‘શા માટે’ અને ‘ક્યારે’ સાથે સંબંધ છે. – ક્રો ઍન્ડ ક્રો


Educational Psychology is the study of those facts and principles of psychology which help to explain and improve the process of education. - Kolesnik


શૈક્ષણિક મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાનના એ તથ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે કે જે શિક્ષણની પ્રક્રિયાને સમજવામાં અને સુધારવામાં મદદરૂપ છે. – કોલેસ્તિક


Educational Psychology is the empirical foundation of education. – Arthur C. Coladarsi


શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રયોગસિદ્ધ આધારભૂત પાયો છે. – આર્થર સી. કોલાર્ડસી


Educational psychology is the science of education. – Peel


શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનું વિજ્ઞાન છે.  – પીલ


The focus of educational psychology is on human learning discovering how and development, with a major emphasis on students may be helped to learn. - Glover & Bruning 


શૈક્ષણિક મનોવિજ્ઞાનનું ધ્યાન માનવ અધ્યયન અને વિકાસ પર છે, જેમાં મુખ્યત્વે અધ્યેતાને અધ્યયનમાં કેવી રીતે સહાયરૂપ બની શકાય તેની શોધ પર ભાર મૂકવામાં આવે છે.


 અહીં આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની વિવિધ મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યાઓ જોઈ. હવે, તે આધારિત શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અર્થ સમજીએ.


શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અર્થ
(Meaning of Educational Psychology)


  • શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વર્તનનો અભ્યાસ કરે છે. જ્ઞાન મેળવવું, સમજ પ્રાપ્ત કરવી, કૌશલ્યો શીખવાં, રસ કેળવવો, વલણ શીખવાં, ટેવો પાડવી વગેરે શૈક્ષણિક પરિસ્થિતિનાં ઉદાહરણ છે.
  • શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના અધ્યયન અનુભવો વર્ણવે છે અને તેની સમજ આપે છે. વ્યક્તિ કેવા અનુભવોમાંથી શીખે છે અને તે કેવી રીતે તથા શા માટે જીવનપર્યંત 0 શીખ્યા કરે છે તેની ની સમજૂતી અ આપે છે.
  • શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિ ‘શા માટે’ અને ‘ક્યારે’ શીખે છે તે પ્રશ્નોના ઉત્તર સાથે સંબંધિત છે. વ્યક્તિ પરિપક્વતાની કઈ કક્ષાએ અને કયા હેતુથી અમુક બાબત શીખે છે, તેનો ખુલાસો શૈક્ષણિક મનોવિજ્ઞાન આપે.
  • શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં શિક્ષણસંબંધી આધારભૂત સંશોધનો કરી નિયમો અને સિદ્ધાંતો તારવે છે જે શિક્ષણની પ્રક્રિયા માટે આધારશિલા બને છે.
  • શૈક્ષણિક મનોવિજ્ઞાનના અભ્યાસનો હેતુ સમગ્ર શિક્ષણ પ્રક્રિયા (અધ્યયન પ્રક્રિયા)ને સમજાવવાનો અને તેને વધુ સારી બનાવવાનો છે. આ માટે તે મનોવિજ્ઞાનનાં કેટલાંક તથ્યો અને સિદ્ધાંતોનો વિનિયોગ કરે છે. 
  • તે શિક્ષકને અધ્યેતાના અધ્યયનમાં મદદરૂપ થવા અંગે માર્ગદર્શન પૂરું પાડે ' છે.


શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને અર્થ તપાસ્યા પછી હવે તેની સંકલ્પનાને વધુ સ્પષ્ટ કરવા તેના સ્વરૂપને સમજીએ.



શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ
(Nature of Educational Psychology) 


1. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે.


2. તે શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે.


3. વર્તનના અભ્યાસ માટે તે વિજ્ઞાનની પદ્ધતિઓ જેવી કે વર્ણન, પ્રયોગ, નિરીક્ષણ, અનુમાન, પુનઃ ચકાસણી, સમજૂતી, નિયંત્રણ વગેરેનો ઉપયોગ કરે છે.


4. વર્તનના અભ્યાસ પરના પ્રયોગોને આધારે તે ઉત્કલ્પનાઓની રચના કરી, તેમની ચકાસણી કરી સિદ્ધાંત સ્થાપન કરે છે.


5. તે મનોવિજ્ઞાનનાં તથ્યો અને સિદ્ધાંતોની શૈક્ષણિક પરિસ્થિતિમાં ચકાસણી કરી યોગ્ય જણાય તો અને તો જ તેનો શિક્ષણની પ્રક્રિયામાં વિનિયોગ કરી શિક્ષણની પ્રક્રિયાને વધારે સારી બનાવવા પ્રયત્ન કરે છે.


6. શૈક્ષણિક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનના તથ્યો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરતું હોવાથી તેને મનોવિજ્ઞાનની એક પ્રયુક્ત શાખા ગણી શકાય. આમ, શૈક્ષણિક મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાનની એક એવી શાખા છે કે જે વર્ગ શિક્ષણની સમસ્યાઓના ઉકેલ માટે ઉપયોગમાં લેવાય છે.


7. શૈક્ષણિક મનોવિજ્ઞાને છેલ્લાં કેટલાક વર્ષોમાં પ્રયોગો અને સંશોધનોને આધારે તેનું પોતાનું કહી શકાય તેવું ઘણું વિષયવસ્તુ વિકસાવ્યું છે. દા.ત., વ્યક્તિગત તફાવતો, આંતર-વૈયક્તિક સંબંધો, વાતાવરણની વિકાસ પરની અસરો, સિદ્ધિ-પ્રેરણા, નિદાન-ઉપચાર કાર્ય, અપવાદરૂપ બાળકોનું શિક્ષણ, વિષયવાર માપન મૂલ્યાંકન પદ્ધતિઓ વગેરે. આમ,પોતે હવે તો એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે કાઠું કાઢયું છે, આથી તેને એક સ્વતંત્ર મનોવિજ્ઞાન પણ કહી શકાય. 


શૈક્ષણિક મનોવિજ્ઞાનના સ્વરૂપની સમજ મેળવ્યા બાદ હવે શૈક્ષણિક મનોવિજ્ઞાનનાં ઉદ્દેશો (Objectives) વિશે જોઈએ.


શૈક્ષણિક મનોવિજ્ઞાનના ઉદ્દેશો
(Objectives of Educational Psychology)


1. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકો માટે ઘણું ઉપયોગી છે તેની તેમને અનુભવજનિત ખાતરી કરાવવી. દા.ત.


  • શૈક્ષણિક મનોવિજ્ઞાન દ્વારા બુદ્ધિને પ્રેરિત કરી શકાય છે. અધ્યયન પ્રાપ્ત કરી શકાય છે.
  • સામાજિક વર્તન સારું બનાવી શકાય છે.
  • વ્યક્તિના વ્યક્તિત્વ તથા અનુકૂલનને સુધારી શકાય છે.


2. અપેક્ષિત વર્તનના સંદર્ભમાં શૈક્ષણિક હેતુઓને વ્યાખ્યાયિત કરવામાં અને તે નિર્ધારિત કરવામાં શિક્ષકને સહાય કરવી.


  • વિદ્યાર્થીઓમાં કયાં કયાં પ્રકારના વર્તન કે વલણો વિકસાવવા છે અને આવા વર્તન કે વલણ વિકસ્યા પછી તેના વર્તનમાં કેવું પરિવર્તન થશે તેના સંબંધમાં શૈક્ષણિક હેતુઓ વ્યાખ્યાયિત કરવા.
  • શિક્ષણ કાર્યના આયોજન, પ્રક્રિયા વગેરે માટે શિક્ષણની નીપજોનું જ્ઞાન શિક્ષકને કરાવવું. 


3. શૈક્ષણિક મનોવિજ્ઞાનના અભ્યાસ દ્વારા શિક્ષકોમાં વિદ્યાર્થી પ્રત્યે તટસ્થ પરંતુ સહાનુભૂતિભર્યું વલણ વિકસાવવું. જેથી તે બાળકોના વર્તનને અનાત્મલક્ષી રીતે જોઈ શકે અને મૂલવી શકે.


4. વિદ્યાર્થીઓની સામાજિક વર્તન તરાહો અને સામાજિક ક્રિયાશીલતા વિકસાવવા માટે સામાજિક સંબંધોના સ્વરૂપ અને મહત્ત્વની સારી સમજ શિક્ષકોમાં કેળવવી.


  • હળવું-મળવું. 
  • જૂથમાં કાર્ય કરવું. 
  • સહકારથી કામ કરવું.


 5. શિક્ષકને શિક્ષણકાર્યને લગતી કેટલીક સમસ્યાઓ નડે છે. તે સમસ્યાઓની સમજ અને તેના ઉકેલ માટે ઉપયોગી તથ્યો, સિદ્ધાંતોની સમજ શિક્ષકોમાં વિકસાવવા 


  • યાદ નથી રહેતું.
  • અભ્યાસ માટેની યોગ્ય ટેવો.
  • વર્ગમાં ધ્યાન ન આપવું.
  • સમસ્યાના ઉકેલ શોધવા.


6.શિક્ષકને પોતાના અને બીજાઓના પણ અધ્યાપન પ્રયાસની નિષ્પત્તિનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી થવું. - રહિત શિક્ષણકાર્યને તેના બધા પાસાં સહિત સમજવા માટેની યોગ્ય દૃષ્ટિ કેળવવી.


  • ધ્યેયો
  • ફિલસૂફી
  • ઉપયોગી સાધન-સામગ્રી વગેરે માટે શિક્ષકોમાં મતો - દૃષ્ટિ કેળવવાં. 


8. અનુકૂલન ન સાધી શકતાં વિદ્યાર્થીઓના વર્તનનું પૃથક્કરણ કરવું જરૂરી બને છે. પૃથક્કરણ માટેના જરૂરી તથ્યોને વિધિઓ તથા વ્યક્તિત્વ વિકાસ માટે શું થઈ શકે તેની સમજ કેળવવી.


9. શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રગતિશીલ, અધ્યાપન પ્રક્રિયા, માર્ગદર્શન, સંગઠન તથા વહીવટના ધોરણો વગેરેને વ્યાખ્યાયિત કરી તેમને સ્થાપિત કરવામાં અને તેમની જાળવણી કરવા માટેની સમજ વિકસાવે છે. 






Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏