Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

અભ્યાસક્રમની સંકલ્પના // Curriculum Concept

 અભ્યાસક્રમની સંકલ્પના

Curriculum Concept


અભ્યાસક્રમની રચના, તેના સિદ્ધાંતો અને તેનું તાત્ત્વિક જ્ઞાન તથા અભ્યાસક્રમનું મૂલ્યાંકન વગેરે બાબતો કેળવણીની દિષ્ટએ મહત્ત્વના વિષયો છે. કેળવણીની પ્રક્રિયામાં જ્ઞાનવૃદ્ધિ, કૌશલ્ય ખિલવણી અને યોગ્ય અભિરુચિ, વલણ અને મૂલ્યોના ઘડતરનો સમાવેશ થાય છે. આપણી શાળા-મહાશાળાઓમાં મોટેભાગે જ્ઞાનવૃદ્ધિનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને મન કોઈ પણ વિષય વ્યવહારને માટે ઉપયોગી લાગતો નથી, પણ તે માત્ર વર્ગખંડમાં ભણવા તથા પરીક્ષા માટે જ કામનો લાગે છે.


અભ્યાસક્રમની  સંકલ્પના


આજે કેળવણીની માંગ વધતી જાય છે. કેળવણીનો એક સાધન તરીકે ઉપયોગ થાય છે. જેના દ્વારા રાષ્ટ્રનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓને જે શૈક્ષણિક અનુભવો પૂરાં પાડવાના છે તેની પસંદગી નીતિ- નિર્ધારકો, કેળવણીકારો, સંચાલકો અને શિક્ષકો કરે છે. કેળવણીનો મહત્ત્વનો હેતુ વિદ્યાર્થીનું સર્વાંગીણ ઘડતર કરવાનો છે. આ ઘડતર માટે શાળાએ પોતાના શિક્ષણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં ઈચ્છનીય ફેરફાર કરવા રહ્યા. આ ફેરફારો વિદ્યાર્થીની જ્ઞાનપ્રાપ્તિમાં, જ્ઞાનના ઉપાયોજનમાં, માનસિક શક્તિઓમાં, કૌશલ્યમાં, વલણોમાં, રુચિમાં, લાગણીઓની સમતુલા જાળવવામાં અને પરિસ્થિતિ સાથે સાનુકૂળ થઈ શકવાની તેની શક્તિમાં પરિવર્તિત થવા જોઈએ. આ વર્તન ફેરફારનું માધ્યમ તે અભ્યાસક્રમ. જેવો અભ્યાસક્રમ તેવી કેળવણી, તેવું શિક્ષણ. કેળવણીનાં વિશાળ ધ્યેયો આપણે વિવિધ વિષયોના શિક્ષણ દ્વારા સિદ્ધ કરીએ છીએ. વિવિધ વિષયોના શિક્ષણની ગુણવત્તાનો આધાર તે વિષયોના શિક્ષણ માટે ઘડવામાં આવેલ અભ્યાસક્રમની ગુણવત્તા પર રહેલો છે. જે તે વિદ્યાશાખાના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી તેના કોર્સનો પાઠ્યક્રમ નિર્ધારિત થાય છે. કેળવણીના ધ્યેય સિદ્ધ કરવા શિક્ષક જે સાધનનો ઉપયોગ કરે છે, તે સાધન એટલે પાઠ્યક્રમ.


અભ્યાસક્રમ એ શિક્ષણ પ્રણાલીની મૂલ્યાંકન પ્રક્રિયામાં શિક્ષણનુ અગત્યનું પાસું છે. શિક્ષણમાં મુખ્યત્વે ‘શા માટે’?, ‘શું’? અને ‘કેવી રીતે’? એ ત્રણ પ્રશ્નોનાં ઉત્તરો મેળવવા ખૂબ જ જરૂરી છે. શિક્ષણ શા માટે આપવું? શિક્ષણમાં શું શીખવવું? અને કેવી રીતે શીખવવું? પ્રથમ પ્રશ્ન હેતુઓ સાથે સંકળાયેલો છે, જ્યારે બીજો પ્રશ્ન અભ્યાસક્રમ સાથે અને ત્રીજો પ્રશ્ન અધ્યાપન પદ્ધતિઓ સાથે જોડાયેલો છે. અહીં આપણે બીજા પ્રશ્નનાં ઉત્તર સાથે જોડાયેલી સંકલ્પના સમજવા પ્રયાસ કરીશું

.

અભ્યાસક્રમઃ જૂના અને નવાં અર્થઘટનો


થોડાં વર્ષો પહેલાં શિક્ષણક્ષેત્રે એવું માનવામાં આવતું હતું કે અભ્યાસક્રમ એટલે બાળકોએ શીખવાના વિષયો અને વિષયવસ્તુ, આ માન્યતામાં શીખવાના વિષયોને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ આધુનિક જમાનામાં હવે આ માન્યતા બદલાઈ છે અને અભ્યાસક્રમ વિષે આધુનિક ખ્યાલ વિકાસ પામ્યો છે. જેમાં બાળક જે જાણે છે તેના કરતાં તે જે કંઈ કરે છે તેને વધારે મહત્વ આપવામાં આવે છે. બાળકના શારીરિક, માનસિક અને સાંવેગિક વિકાસનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે આવો વિકાસ સર્વાગી વિકાસ તરીકે ઓળખાય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે શાળામાં કે શાળા બહાર જે વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવે છે તે પણ અભ્યાસક્રમનો એક ભાગ બને છે. શાળામાં બાળક વાંચે, લખે, ગીત ગાય. નાટક ભજવે એ પણ એના અભ્યાસક્રમનો જ એક ભાગ ગણાય. તે સાથે શાળાના ગ્રંથાલયમાં કે પ્રયોગશાળામાં, મેદાનમાં કે પ્રવાસ, પર્યટનમાં, વિજ્ઞાનમેળામાં કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકને જે તક મળે છે તે બધાનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે.


આમ, માત્ર વિષયોની યાદી કે પાઠ્યપુસ્તકો એ અભ્યાસક્રમ નથી, પરંતુ વર્ગખંડની અંદર અને વર્ગખંડની બહાર બાળકના સર્વાગી વિકાસ માટે સંયુક્ત રીતે જે જે પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે તે સમગ્રનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે.


એ સ્પષ્ટ છે કે માત્ર ગણ્યાં-ગાંઠ્યાં વિષયોનું શિક્ષણ આપવાથી બાળકનો સર્વાગી વિકાસ થઈ શકતો નથી. થોડાં વર્ષો પહેલાં જયારે શિક્ષણમાં માત્ર જ્ઞાન કે માહિતીની જ બોલબાલા હતી ત્યારે અભ્યાસક્રમનો સાંકડો અર્થ કરવામાં આવતો હતો, પરંતુ આધુનિક જમાનામાં બાળકો માત્ર જ્ઞાન કે માહિતી જ પ્રાપ્ત કરે એટલું પૂરતું નથી, પરંતુ તેઓ જરૂરી કૌશલ્યો, વલણો, અભિરુચિઓ, ટેવો વગેરે વિકસાવે એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ બધી બાબતોમાં બાળકે જો સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો તે માત્ર વિષયકેન્દ્રી અભ્યાસક્રમથી પ્રાપ્ત થઈ શકતી નથી. આ માટે બાળકને ઉપર જણાવ્યા પ્રમાણે નવા-નવા, તેમને ગમે તેવા સંગીન શૈક્ષણિક અનુભવો પૂરાં પાડવા પડે.



શિક્ષણની પ્રક્રિયા એ માહિતી પ્રાપ્ત કરવાની નિષ્ક્રિય પ્રક્રિયા નથી, પરંતુ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન થઈ શકે એવી સક્રિય પ્રક્રિયા છે પ્રાથમિક શિક્ષણ કક્ષાએ અભ્યાસક્રમ પ્રવૃત્તિલક્ષી હોય એ અનિવાર્ય છે એટલું નહિ, પ્રવૃત્તિ પણ બાળકની રસ-રુચિ અને કક્ષાને ધ્યાનમાં રાખીને યોજાય તો ક્ તેને ફાયદો થાય, એ પણ એટલું જ સાચું છે.


અભ્યાસક્રમ માટે અંગ્રેજીમાં વપરાતા CURRICULUM શબ્દની વ્યુત્પિ લૅટિન શબ્દ 'Currere' ૫૨થી થઈ છે, જેનો અર્થ થાય છે ‘દોડવું’. આ રીતે શિક્ષને એક દોડસ્પર્ધા સાથે સરખાવી શકાય. જે અર્થઘટન ઘણું જૂનું અને પરંપરાગત છે. આજે જ્યારે આપણે નિશ્ચિત ધ્યેય પામવા માટે શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીન વર્તનમાં પરિવર્તન લાવવાનો હેતુ રાખીએ છીએ, જ્યારે વિદ્યાર્થીઓમાં જ્ઞાન તથ માહિતી ઉપરાંત સમજ કેળવાય, સંકલ્પનાઓ સ્પષ્ટ થાય તથા કૌશલ્યો કેળવાય તે રીતે શિક્ષણનું આયોજન કરવાની વાત કરીએ છીએ ત્યારે અભ્યાસક્રમને દોડની સ્પર્ધા સાથે સરખાવવાનું ઉચિત નથી. આજે હવે શિક્ષણને એક ગતિશીલ પ્રક્રિયાન સ્વરૂપે ઘટાવવાનો તેમજ જોવાનો પ્રયત્ન થાય છે, કારણ કે એને એવી જીવંત વ્યક્તિ કે એવા ધબકતા ચૈતન્ય સાથે કામ કરવાનું છે, જેમાંનું પ્રત્યેક અન્યથી સર્વથ ભિન્ન છે. શિક્ષણને માત્ર લક્ષ્યસિદ્ધિની જ પરવા નથી, પરંતુ લક્ષ્યસિદ્ધિ દરમિયાન વિદ્યાર્થીઓનો વિકાસ કેવો, કેટલો અને કઈ રીતે થાય છે એ ઘણું મહત્ત્વનું છે. એટલે શિક્ષણની આ સંકલ્પનાના સંદર્ભમાં અભ્યાસક્રમની કોઈ પણ યાંત્રિક વ્યાખ્યા ખપ ન લાગે.


આમ, અભ્યાસક્રમ શબ્દની જૂની અને નૂતન સંકલ્પનાની વચ્ચે ઘણો તફાવત પડી જાય છે. તેમાં પરંપરાગત સંકલ્પના પ્રમાણે અભ્યાસક્રમ શબ્દ જ્ઞાન કે માહિતીના જથ્થાનો સૂચક હતો. તેમાં વિદ્યાર્થીની માંગ અને આવશ્યકતા કરતાં જ્ઞાનના કોઈએક ક્ષેત્રમાં ઊંડા ઊતરવા પર વિશેષ ભાર મૂકાતો ત્યારે હવે નવા ખ્યાલ પ્રમાણે અભ્યાસક્રમ શબ્દ એવાં અનુભવો તેમજ પ્રવૃત્તિઓનો સૂચક છે, જેમાં પ્રવૃત્ત થઈ વિદ્યાર્થી પોતાની શક્તિઓને કેળવે છે.


અભ્યાસક્રમઃ શાબ્દિક અર્થ


અભ્યાસક્રમને અંગ્રેજીમાં curriculum કહે છે. આપણે આગળ જોયું તેમ આ શબ્દ મૂળ લૅટિન ભાષાના 'currero' શબ્દ પરથી આવેલો છે. જેનો અર્થ ‘to run’ એવો થાય છે. જોડણીકોશ પ્રમાણે currlculum નો સર્વસામાન્ય અર્થ ‘course of study’ અથવા ‘body of courses offered by an educational Institution' છે. પ્રાચીન રોમમાં- a running course, a race course. શાબ્દિક અર્થની દ્રષ્ટિએ અભ્યાસક્રમ એ દોડનો એવો માર્ગ છે કે જેના પર દોડીને શિક્ષક-વિદ્યાર્થી નિશ્ચિત શૈક્ષણિક ઉદ્દેશો-ધ્યેયો સિદ્ધ કરે છે. શિક્ષણના હેતુઓની સિદ્ધિ દોડનું લક્ષ્ય છે અને અભ્યાસક્રમ એ તેનો રસ્તો છે. બીજા શબ્દોમાં કહીએ તો અભ્યાસક્રમ એ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણક્રમનું આયોજન છે. એના પરથી વિવિધ વિષયોમાં વિદ્યાર્થીએ શું અને કેટલું શીખવાનું તેની સ્પષ્ટતા થાય છે.


English Dictionary - Curriculum means a body of courses offered by educational institutions.


શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નક્કી કરવામાં આવતા કોર્ષનું માળખું એટલે અભ્યાસક્રમ


અભ્યાસક્રમઃ સંકુચિત અર્થ


સંકુચિત અર્થમાં અભ્યાસક્રમ એટલે માહિતી કે જ્ઞાન આપવું, વધારવું, પ્રસારવું, અથવા તો બાળકનો માનસિક વિકાસ કરવો.


અભ્યાસક્રમ એ શાળાકીય વિષયોની સૂચિ માત્ર છે, અથવા તો વિષયોના મુદ્દાઓની યાદી છે.


અહીં પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકને મહત્વ અપાય છે એટલે કે વર્ગખંડમાં ભણતરને મહત્ત્વ અપાય છે, શાળાના વિષયો પર જ ભાર આપવામાં આવે છે. શિક્ષકનું લક્ષ્ય માત્ર પાઠ્યપુસ્તકના પ્રથમ પાનાંથી લઈ છેલ્લાં પાઠને પૂરો કરવાનું હોય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ‘વર્ગ એ જ સ્વર્ગ' માની લઈને બહારની પ્રવૃત્તિઓને ગૌણ માનવામાં આવે છે. શિક્ષકે કરેલા પ્રણાલિકાગત આયોજનનો આમાં સમાવેશ થાય છે.


‘‘શાળાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મેળવેલા બધા જ અનુભવા એટલે અભ્યાસક્રમ." – Blond's Encyclopaedia, 1969

 "Curriculum includes the totalities of experiences that a pupil  receives  through the manifold sources." 


‘‘વિદ્યાર્થીઓએ બહુવિધ સ્ત્રોતોમાંથી મેળવેલ અનુભવોની સમગ્રતા એટલે અભ્યાસક્રમ - Secondary Education Commission, 1952-53 

"Curriculum encompasses all learning opportunities provided by” the school."


‘‘શાળા દ્વારા પૂરી પડાતી તમામ અધ્યયન તકોનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે.' – Saylor & Alexander

"Curriculum is a plan or programme for all experiences which the learner encounters under the direction of the school."


‘અભ્યાસક્રમ એ તમામ પ્રકારના અનુભવોનું આયોજન કે કાર્યક્રમ છે ? જેમાંથી વિદ્યાર્થી શાળાના માર્ગદર્શન મુજબ પસાર થાય છે.' -Oliva


‘અભ્યાસક્રમ એ અપેક્ષિત અધ્યયન નીપોની માળખાબદ્ધ શ્રેણી છે." - Johnson


‘‘અભ્યાસક્રમ એ ઔપચારિક શિક્ષણ અને તાલીમના પ્રયોજન માટેનું સુરચિત માળખું છે.” David Pratt


‘અભ્યાસક્રમ એ શિક્ષણના કાર્યક્રમો દ્વારા દરેક અધ્યેતાને અનુભવો પૂરા પાડે છે, જેનો હેતુ વિશાળ લક્ષ્યાંકો અને સંબંધિત વિશિષ્ટ હેતુઓ પ્રાપ્ત કરવાનો છે, જેને સિદ્ધાંત અને સંશોધન અથવા ભૂતકાળ અને વર્તમાનમાં વ્યાવસાયિક રીતે માળખામાં ગોઠવવામાં આવ્યા છે.’ - Glen Hass


‘‘અધ્યેતાના શાળા તેમજ શાળા બહારના અનુભવો તેમજ તેના માનસિક, શારીરિક, સાંવૈગિક, આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટે જરૂરી એવા કાર્યક્રમોનો સમાવેશ અભ્યાસક્રમમાં થાય છે. અભ્યાસક્રમમાં વિષયવસ્તુ, શિક્ષણોપયોગી સામગ્રી તેમજ પાઠ્યપુસ્તક કે અન્ય અધ્યયનના સાધન દ્વારા પ્રાપ્ત થતા અધ્યયન અનુભવોનો સમાવેશ થાય છે.’’ – ક્રો એન્ડ કો


વિશાળ દૃષ્ટિએ જોતા અભ્યાસક્રમ એટલે એવી સામગ્રી કે પ્રવૃત્તિઓ કે જે વિદ્યાર્થીઓના અધ્યયન વિકાસ, વલગ્ન કે વર્તનને વિકસાવે.'' - Carleton


 ‘અભ્યાસક્રમ એટલે વિદ્યાર્થીના શાળાકીય જીવનની રચના કરનાર વિષયવસ્તુ, પ્રવૃત્તિઓ અને અનુભવોની સમગ્રતા. અભ્યાસક્રમનો એવો અર્થ કે જેમાં શિક્ષક માટેના ઉદ્દેશો, જે તે વિષયના મુદ્દાઓ, પ્રવૃત્તિઓ તથા અપેક્ષિત પરિણામો લાવવા માટે સહાયક પુસ્તકો જેવી બાબતોનું દિશાસૂચન મળી રહે.’’ 

- National Society for the Study of Education


 ઉપરોક્ત વ્યાખ્યાઓને ધ્યાને લઈ અભ્યાસક્રમની સંકલ્પના નીચે મુજબ સ્પષ્ટ કરી શકાયઃ


  • અભ્યાસક્રમ એટલે માનવજાતિના સંપૂર્ણ જ્ઞાન અને અનુભવોનો અર્ક.
  • અભ્યાસક્રમ એટલે શિક્ષકરૂપી કલાકારનું હાથવગું સાધન કે જેના દ્વારા તે વિદ્યાર્થીરૂપી પદાર્થનું પોતાના ઉદ્દેશો કે મૂલ્યો અનુસાર ઘડતર કરે.
  • વિદ્યાર્થીઓએ શાળામાં પ્રાપ્ત કરેલા શૈક્ષણિક અનુભવોનો સરવાળો.
  • શાળાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ મેળવેલા બધા જ અનુભવો.
  • વિદ્યાર્થીઓએ બહુવિધ સ્ત્રોતોમાંથી મેળવેલ અનુભવોની સમગ્રતા. 
  • શાળા દ્વારા પૂરી પડાતી તમામ અધ્યયન તકો.
  • તમામ પ્રકારના અનુભવોનું આયોજન કે કાર્યક્રમ, કે જેમાંથી વિદ્યાર્થી શાળાના માર્ગદર્શન મુજબ પસાર થાય.
  • અપેક્ષિત અધ્યયન નીપજોની માળખાબદ્ધ શ્રેણી.
  • ઔપચારિક શિક્ષણ અને તાલીમના પ્રયોજન માટેનું સુરચિત માળખું. શિક્ષણના કાર્યક્રમો દ્વારા દરેક અધ્યેતાને અધ્યયન અનુભવો પૂરા પાડી વિશાળ લક્ષ્યાંકો અને સંબંધિત વિશિષ્ટ હેતુઓ પ્રાપ્ત કરવા.
  • અભ્યાસક્રમ એટલે અધ્યેતાના શાળા તેમજ શાળા બહારના અનુભવો તેમજ તેના માનસિક, શારીરિક, સાંવેગિક, આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટે જરૂરી એવા કાર્યક્રમો કે જેનું અમલીકરણ અભ્યાસકક્ષાએ થાય છે.
  • અભ્યાસક્રમ એટલે એવી સામગ્રી કે પ્રવૃત્તિઓ કે જે વિદ્યાર્થીઓના અધ્યયન વિકાસ, વલણ કે વર્તનને વિકસાવે છે.
  • અભ્યાસક્રમ એટલે વિદ્યાર્થીના શાળાકીય જીવનની રચના કરનાર વિષયવસ્તુ પ્રવૃત્તિઓઅને અનુભવોની સમગ્રતા.


અહી એ નોંધનીય છે કે અભ્યાસક્રમની રૂઢિવાદી કે પ્રણાલિકાગત સંકલ્પન મુજબ અભ્યાસક્રમ એ માત્ર વિષયોની સૂચિ કે જુદા જુદા વિષયોના વિષયવસ્તુનું રૂપરેખા છે. પુસ્તકના ભણતરથી જ બધું ભણતર થઈ જાય એમ માની પાઠ્યપુસ્તક પર અને પાઠ્યક્રમને પૂરો કરવાનું લક્ષ્ય રખાય છે. વર્ગખંડમાં કે વર્ગખંડ બ અપાતી પ્રવૃત્તિઓને મહત્ત્વ નથી, પરંતુ શાળાના વિષયોને વિશેષ મહત્વ અપાય છે.


જ્યારે આધુનિક સંકલ્પના મુજબ અભ્યાસક્રમ એટલે શૈક્ષણિક ધ્યેયો પ્રાપ્ત કરવા માટે શાળા અને શિક્ષકનાં માર્ગદર્શન હેઠળ જે કંઈ અનુભવો બાળકને વર્ગખંડમાં કે વર્ગખંડ બહાર આપવામાં આવે તે બધા જ અનુભવોનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે.





Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏