અસરકારક વર્ગવ્યવહાર
Effective classroom behavior
પ્રસ્તાવના:
બાળકમાં તંદુરસ્ત માનવસંબંધો સ્થાપવા અને આદર્શ નાગરિકત્વના ઘડતર માટે વર્ગવ્યવહાર ખૂબ જરૂરી છે. વર્ગશિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એક બાજુ શિક્ષક અને બીજી બાજુ વિદ્યાર્થી હોય છે. બંને વચ્ચે ૩૫થી ૪૦ મિનિટના સમયગાળા દરમિયાન શાબ્દિક-અશાબ્દિક વ્યવહારો જન્મતા હોય છે. વર્ગની આ બધી ઘટનાઓમાંથી વર્ગખંડનું હવામાન Classroom Climate બંધાય છે. જીવન અને શિક્ષણની સાચી સમજ શિક્ષક વર્ગખંડના વ્યવહારથી વિદ્યાર્થીઓને આપે છે. અસરકારક પ્રત્યાયન તથા મુક્ત પર્યાવરણમાં અધ્યયન અનુભવો પૂરા પાડવાથી વર્ગવ્યવહાર અસરકારક બને છે.
સંકલ્પનાઃ
- શિક્ષણપ્રક્રિયાનો નાનો અંશ કે ભાગ તે વર્ગવ્યવહાર. (શિક્ષણ વ્યવહાર)
- વર્ગવ્યવહાર એટલે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વર્ગખંડમાં થતો શાબ્દિક, અશાબ્દિક વ્યવહાર
- વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી આદાનપ્રદાનની પ્રક્રિયાઓ એટલે વર્ગવ્યવહાર. (શિક્ષણ વ્યવહાર)
આમ, કોઈપણ સ્થળે વિદ્યાર્થીઓના ચોક્કસ જૂથને કોઈ એક વિષય શીખવતી વખતે શિક્ષક-વિદ્યાર્થીઓ વચ્ચે થતી વિચાર અને વર્તનની આદાનપ્રદાનની ક્રિયા એટલે વર્ગવ્યવહાર. શિક્ષણ વ્યવહાર)
પ્રયોગ :
સાધનો : કાચના ગ્લાસ, થાળી, દૂધ
- સોપાન–૧ : એક થાળીમાં ગ્લાસને ઊંધો મૂકો. અને તેના ઉપર દૂધ રેડો. શું થાય છે તે જુઓ.
- સોપાન-૨ : પાત્રને સીધું મૂકો. (એ પાત્ર નીચેથી કાણાવાળું છે.) હવે તેમાં દૂધની ધાર ઝડપથી કરો. અવલોકન કરો.
- સોપાન–૩ : ૫૦૦ ગ્રામ દૂધ સમાય તેટલું પાત્ર લો, હવે તેમાં ૧ લિટર દૂધ રેડો તો શું થશે, તે નિહાળો.
પાત્ર સીધું, સાજું અને મોટું પણ હોય તોપણ જો એ કટાયેલું ગંદું એંઠું હોય તો એમાં દૂધ સમાય તો ખરું પણ થોડી જ વારમાં બગડી જાય, અને પીવા જેવું ન રહે.
આ રૂપક વિદ્યાર્થીની બુદ્ધિને લાગુ પાડવાની જરૂર છે. આપણા વિદ્યાર્થીઓની બુદ્ધિનું પાત્ર પ્રથમ તો ઊંધું હોય છે. તેમાં જ્ઞાનરૂપી દૂધ જતું જ નથી. એને જ કહેવાય કે સમજ પડતી નથી. આપણે એમને ખૂબ ભણાવીએ છીએ તે ખૂબ વાંચે છે, લખે છે પણ બધું ઊંધા પાત્ર પર દૂધ રેડવા બરાબર છે. સમય, પૈસા, શક્તિ બધું ખર્ચવા છતાં વિદ્યાર્થીઓ, જ્ઞાનની બાબતમાં ત્યાંના ત્યાં જ રહે છે. કેટલાક વિદ્યાર્થીઓનું બુદ્ધિપાત્ર કદાચ સીધું હોય છે. તેમને શિક્ષક જ્યારે સમજાવે છે ત્યારે સમજાય છે પરંતુ પછી બધું વહી જાય છે. એક કાનમાંથી અંદર જાયને બીજા કાનમાંથી બહાર નીકળી જાય’ આને જ કહેવાય કે તેની જ્ઞાન ધારણ કરી રાખવાની શક્તિ નથી. કેટલાક વિદ્યાર્થીઓમાં ધારણાશક્તિ હોય છે, પણ તેમનું બુદ્ધિનું પાત્ર બહુ નાનું હોય છે. એટલે તેમાં થોડુંક ન સમાય છે. થોડુંક વધુ થતાં તે બધું ઉપરથી પસાર થઈ જાય છે.
વર્ગવ્યવહારના ઘટકો
મિશિગન સ્ટેટ યુનિ.ના પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે શિક્ષણ માટેના વર્ગવ્યવહારના ૧૦ ઘટકો નીચે મુજબ આપ્યા છે.
વર્ગ-વ્યવહારના ભાગો :
શિક્ષક-વિદ્યાર્થી વ્યવહાર
Teacher-Guided Learning
વિદ્યાર્થી-વિદ્યાર્થી વ્યવહાર
Peer-Grouo Learning
વિદ્યાર્થી - સામગ્રી વ્યવહાર
Self Learning
૧. લાગણી-સ્વીકાર
વિદ્યાર્થીઓની લાગણીને નમ્રતાથી સ્વીકારી, કે દુઃખદ હોય તે અનુરૂપ સહજ રીતે શિક્ષણકાર્ય કરવું.
૨. વખાણ યા પ્રોત્સાહન :
આ લાગણીઓ હકારાત્મક કે નકારાત્મક અથવા સુખદ સમગ્ર શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સામેલગીરી (Involvment) વધે તે માટે વિદ્યાર્થીઓનાં કાર્યોને બિરદાવવાં. શાબ્દિક અને અશાબ્દિક હકારાત્મક સુદંઢકો વાપરીને વિદ્યાર્થીઓને વર્ગશિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
૩. વિદ્યાર્થી વિચારનો સ્વીકાર કે ઉપયોગ :
શિક્ષકે વિદ્યાર્થીઓએ રજૂ કરેલ વિચારને સ્વીકારી તેને વધુ સ્પષ્ટ અને વધુ સમૃદ્ધ બનાવવો જોઈએ.
૪. પ્રશ્નો પૂછવા :
વિદ્યાર્થીઓને સક્રિય રાખવા વિષયવસ્તુ અંગે શિક્ષકે વારંવાર પ્રશ્નો પૂછવા જોઈએ.
૫. વ્યાખ્યાન કે પ્રવચન :
વિષયવસ્તુની સંકલ્પનાઓ, બાબતો, નિયમો, સત્યો સમજાવવા શિક્ષક અભિપ્રાયો આપે, વિચારો રજૂ કરે તથા ઉદાહરણો આપી વિષયવસ્તુને સ્પષ્ટ કરતાં કથન કરે છે.
૬. સૂચના આપવી :
શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને સૂચનાઓ, હુકમો કે આજ્ઞાઓ આપે છે.
૭. ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી :
વિદ્યાર્થી વર્તનનાં અસ્વીકૃત મૂલ્યોની ટીકા કરી તેને સ્વીકૃત મૂલ્ય તરફ દોરી જવાની આ સહેતુક ક્રિયા છે. શિક્ષક વિદ્યાર્થીને ધૂત્કારે તેથી તે વર્ગ-વ્યવહારમાં ભાગ લેવા હતોત્સાહ બને છે.
૮. વિદ્યાર્થી જવાબ આપે :
શિક્ષકે પૂછેલા પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી આપે. વર્ગશિક્ષણ દરમિયાન શિક્ષક વચ્ચે પ્રશ્નો પૂછે છે, વિદ્યાર્થી જવાબ આપે છે.
૯. વિધાર્થીની પહેલ :
વર્ગમાં ક્ષમતા વિકાસની રજૂઆત વખતે વિદ્યાર્થી પોતે જ કોઈ મુદ્દો રજૂ કરવાની પહેલ કરે. વિદ્યાર્થીઓને પૂછવામાં આવતાં તેઓ બોલવા ઇચ્છતા હતા. અથવા તેઓ બોલે તેવી ઇચ્છા હતી તો આ ઘટકનો ઉપયોગ થયો ગણાય.
૧૦. શાંતિ કે મૂંઝવણની સ્થિતિ :
શિક્ષક વર્ગશિક્ષણ દરમિયાન કેટલીક વખત હેતુપૂર્વક વિરામ કરતા હોય છે, જે સમયગાળાને વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે સમજી શકતા નથી.
👉 પ્રોત્સાહન કે વખાણ – On On air શાબ્દિક – અશાબ્દિક સુદૃઢીકરણ કૌશલ્ય (માઇક્રોટીચિંગ – સ્લાઇડ)
👉 પ્રશ્નો પૂછવા – On air પ્રશ્નપ્રવાહિતા કૌશલ્ય (માઇક્રોટીચિંગ સ્લાઇડ)
વર્ગવ્યવહારને અસરકારક બનાવતાં પરિબળો
શિક્ષકે વર્ગખંડમાં જતાં પહેલાં સજ્જતા કેળવી લેવી જોઈએ.
વર્ગખંડનાં બધાં જ બાળકોને દરેક પ્રવૃત્તિમાં સામેલ કરવાં.
અસરકારક પ્રત્યાયન તથા અધ્યયન અનુભવો પૂરા પાડવા.
વર્ગખંડનાં બધાં જ બાળકો પ્રત્યે સમાનતાની દૃષ્ટિ રાખવી, દરેક બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન આપવું.
શિક્ષકની વાણી કર્ણપ્રિય, મીઠી, મધુર, સૌમ્ય, સ્પષ્ટ, સચોટ, ઉચ્ચાર શુદ્ધ, યોગ્ય આરોહ-અવરોહવાળી તથા વિવેકપૂર્ણ હોવી જોઈએ.
શિક્ષકના સભ્ય વર્તન અને સદ્ગુણોની છાપ વિદ્યાર્થીઓના માનસને સ્પર્શતી હોવી જોઈએ.
પ્રસન્ન ચિત્તે તથા સ્મિતવદને વર્ગમાં પ્રવેશ કરવો.
શૈક્ષણિક સાધનોની સ્થિતિ તપાસી લેવી, પાઠ્યપુસ્તક, ચોક, ડસ્ટર, શૈક્ષણિક ઉપકરણો અને દર્શક દંડ લઈને જ વર્ગમાં જવું.
વિષય અને એકમને અનુરૂપ સંદર્ભસાહિત્યનો અગાઉથી અભ્યાસ કરવો.
એકમ અંગે મૂંઝવણ કે અસ્પષ્ટતા હોય તો સાથી મિત્રો સાથે પરામર્શન કરીને તેમની પાસેથી સમજ મેળવી લેવી.
બાળકોમાં - vendor અશાબ્દિક સુદૃઢકોનો ઉપયોગ કરીશ.
રાષ્ટ્રભાવના અને જીવનમૂલ્યો દૃઢ બનાવવા કાળજી રાખીશ.
બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય તેવા પ્રયત્નો કરીશ.
વર્ગખંડ અધ્યાપનકાર્યમાં મુક્તશિસ્તનો આગ્રહ રાખીશ.
What to Teach, why to Teach and How to Teach વિચારણા કરવી.
એકમના વિષયવસ્તુને આત્મસાત્ કરવું.
વિદ્યાર્થીઓને પૂછવાના પ્રશ્નો અંગે વિચારણા કરવી.
આટલું તો કરી જ
- બધાં બાળકોને સમાનભાવે જોઈશ.
- વર્ગખંડમાં ગુણવત્તાસભર શિક્ષણકાર્ય કરીશ.
- બાળકોની સુષુપ્ત શક્તિઓ ઓળખીને તેમને વિકસાવવાની તકો પૂરી પાડીશ.
- વર્ગખંડમાં બાળકોને સ્વઅધ્યયનની તકો પૂરી પાડવાનું ધ્યાન રાખીશ.
- વર્ગખંડમાં બાળકોને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સતત જકડી રાખીશ.
- બાળકોની મુશ્કેલીઓ સમજવાનો પ્રયત્ન કરવા હું પૂરતું ધ્યાન આપીશ.
- બાળકોનાં નામ અને કુટુંબથી બને તેટલાં પહેલાં પિરિચત થઈ, બાળકને નામથી જ બોલાવીશ.
- બાળક સાથે બાળક બની, સંકોચ છોડી અભિનય કરીએ. નાટક ભજવીએ, રમત રમીએ, નાસ્તો કરીએ.
પરિસ્થિતિ OFF air
કુલદીપ શાળામાં મોડો આવે છે તો તમે તેની સાથે કઈ રીતે વાતચીત કરશો ?
ધોરણ-૬માં ભણતી કૃપા પરીક્ષામાં ચોરી કરે છે, અને પકડાઈ જાય છે ત્યારે શિક્ષક તરીકે શું કરશો ?
વિધિ વર્ગખંડમાં અધ્યાપનકાર્ય વખતે ધ્યાન આપતી નથી, તો તમે શું કરશો?
શ્રદ્ધા ગૃહકાર્ય લાવી નથી.
મોહન શાળાની દીવાલો પર લીટા કરે છે અને તમે જુઓ છો.
રીટા વિશ્રાંતિના સમયમાં મારામારી કરે છે.
રોનક બીજાનો નાસ્તો ખાઈ જાય છે.
રાહુલ શાળાબગીચાના ફૂલછોડને નુકસાન કરે છે.
મનીષ વર્ગમાં સૂનમૂન થઈને બેઠો છે.
સુરેશ વર્ગમાં બેસીને બીજા વિદ્યાર્થીઓને અડપલાં કરે છે.
શિક્ષક ભણાવે છે ત્યારે પંકજ કાગળનાં રૉકેટ બનાવીને એકબીજાને મારે છે.
કિરણ શિક્ષણકાર્ય દરમિયાન પોતાની નોટબુકમાં ચિત્ર દોર્યા કરે છે.
બંસરી શાળામાં આવતી નથી.
કેતકી વર્ગમાં ધ્યાન આપતી નથી.
ચર્ચા કરી યાદી બનાવો
૧. શિક્ષક સજ્જતા માટે આવશ્યક બાબતો.
૨. વિષયવસ્તુ સજ્જતા માટે સંદર્ભ સાહિત્યની અગત્ય.
૩. વર્ગખંડ શિક્ષણમાં સમાનતા
૪. વર્ગખંડ વ્યવહાર અને શિક્ષણ ગુણવત્તા.
૫. અસરકારક વર્ગખંડ વ્યવહારને અસર કરતાં પિરબળો.
૬. વૈયકક્તિ ભિન્નતા અને શીખવાની પ્રક્રિયાનો સંબંધ
૭. અસરકારક અધ્યયન પ્રક્રિયા અને તેનું મહત્ત્વ
ચાલો આપણે સ્વયં પ્રતિબિંબ જોઈએ OFF Air
ક્રમ વિધાન હા કે ના
૧. હું દરેક વિદ્યાર્થીને સામેલ રાખી પ્રવૃત્તિ કરાવું છું.
૨. કોઈ વિદ્યાર્થી નુકસાન કરે કે કંઈક ખોટું કરે તો તેને બધાની વચ્ચે બોલું છું.
૩. હું વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવતી વખતે ક્યારેય મુખ પર હાસ્ય લાવતો નથી.
૪. આત્મવિશ્વાસપૂર્વક શિક્ષણકાર્ય કરાવું છું.
૫. દરેક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછું છું.
૬. વિદ્યાર્થી સારું કાર્ય કરે કે પ્રશ્નનો સાચો જવાબ આપે ત્યારે તેને પ્રોત્સાહન આપું છું.
૭. વિદ્યાર્થીના જન્મદિવસે શુભેચ્છા પાઠવું છું.
૮. વિદ્યાર્થી પ્રવૃત્તિમાં પહેલ કરે ત્યારે તેને પ્રોત્સાહિત કરું છું.
૯. વિદ્યાર્થીની લાગણીને સમજવા પ્રયત્ન કરું છું.
૧૦. વિદ્યાર્થીને ગમેતેવાં ઉપનામ આપીને બોલાવું છું.
૧૧. શિક્ષણકાર્ય વખતે બોલવામાં આરોહ-અવરોહ લઉં
૧૨. વિદ્યાર્થીઓ સાથે પ્રેમભાવપૂર્વકનું વર્તન રાખું છું.
૧૩. વિદ્યાર્થીઓ મારી હાજરીથી ખુશી અનુભવે છે.
૧૪. હું (TLM) અને સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરીને શૈક્ષણિક કાર્ય કરાવું છું.
૧૫. મારા વિષયમાં બાળકોને રસ પડે છે.
૧૬. હું પ્રવૃત્તિની રચના માટે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખું છું.
૧૭. મારા વર્ગનાં બાળકો શાળા સમય પહેલાં હાજર થઈ જાય છે.
૧૮. હું શાબ્દિક અશાબ્દિક સુદંઢકોનો કૌશલ્યનો ઉપયોગ કરું છું.
૧૯. હું મારા વર્ગની શરૂઆત ખૂબ ઝડપથી અને અસરકારક રીતે હાજરી પૂરીને કરું છું.
૨૦. વિદ્યાર્થીઓ મારી ગેરહાજરીથી ખુશી અનુભવે છે.
૧. શ્રી દિનેશભાઈ એસ. ભાભોર, વ્યાખ્યાતા, ડાયેટ, દાહોદ
૨. શ્રી એમ. એ. શેખ, વ્યાખ્યાતા, ડાયેટ, કઠલાલ
સૂચના : વિધાન નંબર 2, 3, 10માં ‘ના’ હોય તો દરેકનો 1 ગુણ અને બાકીના વિધાનમાં ‘હા’ હોય તો 1 ગુણ ગણવો.