Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ. // Different definitions of education

કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ

કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ. //  Different definitions of education


 ‘નાસ્તિ વિદ્યાસમં ચક્ષુઃ' “વિધા સમું કોઇ બીજું નેત્ર નથી" - મહાભારત

તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. – એરિસ્ટોટલ

સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી. – એરિસ્ટોટલ

સાચી,કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે. – એરિસ્ટોટલ

બાળક અને માણસના શરીર મન અને આત્માની અંદર જે કાંઈ રહેલુ છે તેને બહાર લાવવુ. – ગાંધીજી

"કેળવણી એટલે માણસમાંનાં મન, શરીર, અને આત્મામાં રહેલાં ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવા" - ગાંધીજી

જીવનમાં અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવો તેનું નામ કેળવણી. - એચ.જી.વેલ્સ

શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિઃસ્વાર્થી બનાવે છે. – ઋગ્વેદ

માનવીની સંપુર્ણ વ્યક્તિમતાનું પ્રગટીકરણ એટલે કેળવણી” (શિક્ષણ વિધાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે.) - સ્વામી વિવેકાનંદ

હું કદી શિખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છુ જેમાં વિધાર્થીઓ શીખે આલ્બર્ટ આઈન્સ્ટાઈન (અબ્દુલ કલામ)

વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે. - ડો.હાજરી

આપણને જે કુદરતી તરફથી મળે તેનું નામ કેળવણી. - પાણિની

આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. - ડો. યશપાલ

કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ દરેક વાત સાંભળવાની શક્તિ. - રામકૃષ્ણ પરમહંસ

યુવકોને એવું શિક્ષણ મળવું અત્યંત આવશ્યક છે કે જેથી તે પોતાની સામે સર્વોત્તમ આદર્શ રાખે. - મદનમોહન માલવીયા

શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિધાય છે. - પાંડુરંગ આઠવલે

અતીત તો સીડી છે જેનાં પર થઈને ઉંચે જવાય છે અને માથા પર લઈને કરવામાં સમજદારી નથી. શિક્ષણ ભવિષ્યોન્મુખ હોવું જોઇએ. – રજનીશ

સંપૂર્ણ રીતે જીવનનો મર્મ સમજાવે એ જ ખરું શિક્ષણ. - જે. કૃષ્ણમૂર્તિ

બાળકમાં સર્જકતાં, જે જિવાંશુઓ છે તેને નિંદા દ્વારા કે ટીકા દ્વારા મારી ન નાખો. - દર્શક (મનુભાઈ પંચોળી)

 કેળવણી તો એ છે કે જે દરેકમાં બે પ્રકારની સંવાદિતા પ્રસ્થાપિત કરે. 1.વ્યક્તિ પોતાની જાત સાથે 2. વ્યક્તિ સમષ્ટિ સાથે - ડો. રાજેન્દ્ર પ્રસાદ

માનવને ચરિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તે શિક્ષણ (શિક્ષક). - યાજ્ઞવલ્કય ઋષિ 

શિક્ષણ એ તો સુંદર જીવન જીવવાની જ્ડી બુટી છે. - પાંડુરંગ આઠવલે

શાળા એક બગીચો છે, શિક્ષક એક માળી છે અને બાળક એક છોડ છે. – કોબેલ

શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. – ફોબેલ

મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી . – પેસ્ટોલોજી

કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે. - જિન જેક સ (પ્રકૃતિવાદન પિતા)

વ્યક્તિ સુષુપ્ત શક્તિઓ વિકસાવે અને તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાતના જીવન, મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થ બનાવે તે જ સાચુ અને જીવંત શિક્ષણ કહેવાય. - શ્રી અરવિંદ

'' સા વિધા યા વિમુક્તયે” (મુક્તિ અપાવે તે વિધા). – ઉપનિષદ

કેળવણી એ અનુભવોના નવનિર્માણ અને પુનઃનિર્માણની પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિની તમામ શક્તિઓનો વિકાસ થાય છે. - જ્હોન ડ્યૂઇ

કેળવણી એ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિના જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તનનું ઘડતર થાય છે.વાઈટ હેડ

કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. - રવિન્દ્રનાથ ટાગોર

યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં સદ્ગુણોના વિકાસની તાલીમ એટલે કેળવણી. -પ્લેટો(આદર્શવાદી) 

શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને કુદરત - કૌટિલ્ય

શિક્ષણ એ સત્યનું ઓજાર છે, કેળવણી એટલે મુકત આર્ષદર્શન, સ્વષઁ પ્રેરણા, નિત્ય નવુ સર્જન અને સાહસ. - વિનોબા ભાવે

કેળવણી એટલે જ માનવ અને સમાજનું નિર્માણ. - ડો.રાધાકૃષ્ણન

શિક્ષણ એટલે બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન નિષ્કામ કર્મ તેનું ધ્યેય છે. - ભગવત ગીતા

પ્રત્યેક માનવના માનસમાં અદ્રશ્ય રહે। વિધમાન વિશ્વના સર્વસામાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. – સોક્રેટીસ 

તમે મને દસ (એક) બાળક આપો અને તેમ કહ્યું તે બનાવી દઉં. – વોટ્સન

દરેક બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, શિક્ષકે બાળકોને “સ્વ” ને સ્વતંત્ર વ્યક્તિત્વને

પિછાણીને (ઓળખવું) શિક્ષણનું આયોજન કરવું જોઇએ. - શ્રી ગિજુભાઇ બધેકા 

માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહેવામાં આવે છે.- ગુણવંત શાહ 

Education is a life long process.- જોહન ડેયસી

માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય.- કૌટિલ્ય

વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી.- અરવિંદ ઘોષ

કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર. - શંકરાચાર્ય

કુદરત દ્વારા મળતી કેળવણી એ જ સાચી કેળવણી.- રસો

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏