html, body { overflow-x: hidden; width: 100%; margin: 0; padding: 0; } બ્લુમ ટેક્સોનોમી અનુસાર શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ // Classification of Educational Objectives according to Bloom's Taxonomy - Real Gujju Education
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

બ્લુમ ટેક્સોનોમી અનુસાર શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ // Classification of Educational Objectives according to Bloom's Taxonomy

બ્લુમ ટેક્સોનોમી અનુસાર શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ
Classification of Educational Objectives according to Bloom's Taxonomy

મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણશાસ્ત્રીઓએ શૈક્ષણિક હેતુઓનું વર્ગીક૨ણ એક કરતાં વધુ રીતે કર્યું છે. તેમાંથી Benjamin Bloom અને તેમના સાથીદારોએ હેતુઓનું વર્ગીકરણ જે રીતે કર્યું છે તે ખૂબ પ્રચલિત છે. તેમાં તેમણે બાળકના વર્તનોને વિષયવસ્તુ સાથે વિવિધ રીતે સાંકળીને શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કર્યું છે. તેમણે શિક્ષણના સંદર્ભમાં બાળકોના વર્તનને ત્રણ જૂથમાં વહેંચ્યા છે.


બ્લુમ ટેક્સોનોમી અનુસાર શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ Classification of Educational Objectives according to Bloom's Taxonomy


(1) જ્ઞાનાત્મક

(2) ભાવાત્મક અને

(3) મનોશારીરિક.

ઉપર્યુક્ત ત્રણે હેતુઓ વિશે વિસ્તારથી સમજીએ.

જ્ઞાનાત્મક હેતુઓ

જ્ઞાન મેળવવું કે જ્ઞાનનો ઉપયોગ કરવાને લગતા હેતુઓ તે જ્ઞાનાત્મક હેતુઓ છે. દા.. જોડણી, છંદ કે અન્ય વ્યાકરણ વિષયક મુદ્દો. તે જ્ઞાનને લગતા મુદ્દાઓ છે. વિદ્યાર્થી પાત્રોના નામ યાદ કરીને લખે તે પણ જ્ઞાનનો હેતુ છે.

જ્ઞાનાત્મક હેતુઓને બ્લૂમે કુલ વિભાગોમાં વહેંચ્યા છે.

મૂલ્યાંકન

સંશ્લેષણ

વિશ્લેષણ

ઉપયોજન

સમજ

જ્ઞાનપ્રાપ્તિ

ઉપરના વિભાગમાં જ્ઞાનપ્રાપ્તિ તે પાયો છે અને અંતિમ બાબત મૂલ્યાંકન દ્વારા નક્કી કરવાનું છે કે શિક્ષણ પ્રક્રિયા યોગ્ય રીતે પાર પડી છે કે કેમ ? જ્ઞાનાત્મક હેતુઓના જે વિભાગો દર્શાવ્યા છે તેમાં સૌથી ઉચ્ચકક્ષાનો હેતુ તે મૂલ્યાંકનનો છે. રીતે જ્ઞાનપ્રાપ્તિ નિમ્ન સ્તરે આવશે. ક્રમશઃ ચઢતા ક્રમમાં જોઈએ તો....

જ્ઞાનપ્રાપ્તિ સમજ ઉપયોજન વિશ્લેષણ સંશ્લેષણ મૂલ્યાંકન

નીચેના સ્તરના હેતુ પર તેનાથી ઉપરના હેતુનો આધાર રહેલો છે. દા., જ્ઞાનપ્રાપ્તિના હેતુ પર સમજના હેતુનો આધાર રહેલો છે. સમજ માટે જ્ઞાનપ્રાપ્તિની જરૂર છે. વિદ્યાર્થી પહેલાં જ્ઞાનપ્રાપ્ત કરશે પછી સમજશે. અને સમજશે પછી તેનું ઉપયોજન કરશે. હવે આપણે દરેક મુદ્દાને ઊંડાણથી સમજીએ.

જ્ઞાનપ્રાપ્તિ: જ્ઞાનપ્રાપ્તિ એટલે જે તે એકમના વિષયવસ્તુની વિગતો જાણવી, તેને યાદ રાખવી, ઓળખવી, દા.. પાત્રોના નામ નીચે લીટી દોરવી, વિરોધી શબ્દ આપવો, રૂઢિપ્રયોગનો અર્થ આપવો વગેરે...

સમજ : પ્રાપ્ત કરેલ જ્ઞાન અંગે સમજ પ્રાપ્ત થઈ છે કે કેમ ? તે નક્કી કરતો હેતુ એટલે સમજનો હેતુ. દા.. વિદ્યાર્થી અર્થઘટન કરે, ભાષાંતર કરે, એકમનો સાર લખે, આગાહી કે અનુમાન કરે, યોગ્ય ક્રમમાં લખે, પાત્રના મનોભાવો જણાવે વગેરે બાબતો પરથી ખ્યાલ આવશે કે વિદ્યાર્થીએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેની સમજ પણ તેણે મેળવી છે. હેતુને અર્થગ્રહણનો હેતુ પણ કહે છે.

ઉપયોજન :  ઉપયોજન કરવું એટલે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરવો. પ્રાપ્ત જ્ઞાનનો નવીન પરિસ્થિતમાં ઉપયોગ થાય તો ઉપયોજન કર્યું કહેવાય. દા.., નિયમો, સિદ્ધાંતો વગેરેનો વ્યવહારમાં ઉપયોગ કરે, છંદનું જ્ઞાન મેળવ્યા પછી કોઈ પણ કાવ્યપંક્તિમાં રહેલા છંદ ઓળખાવે, રૂઢિપ્રયોગનો અર્થ જાણ્યા પછી તેનો વાક્યમાં ઉપયોગ કરે....વગેરે બાબતોમાં વિદ્યાર્થી મેળવેલ જ્ઞાનનો નવી, અપરિચિત પરિસ્થિતિમાં ઉપયોગ કરે છે.

વિશ્લેષણ (Analysis) : વિશ્લેષણ કરવું એટલે જ્ઞાન કે માહિતીને નાના નાના અંશોમાં વિભાજન કરવું. દા.. કોઈ ચોક્કસ બાબતનો તફાવત આપીએ, અલંકારોના પ્રકાર જણાવીએ ત્યારે માહિતીનું વિશ્લેષણ કર્યું એમ કહેવાય. કોઈ પાત્રના લક્ષણો તારવે તે પણ વિશ્લેષણ છે.

સંશ્લેષણ (Synthesis) : જુદી જુદી કે છૂટીછવાઈ માહિતીને એકત્ર કરી તેમાંથી નવી માહિતીનું સર્જન કરવું એટલે સંશ્લેષણ કર્યું કહેવાય. તેને અભિવ્યક્તિનો હેતુ પણ કહે છે. જ્ઞાનાત્મક ક્ષેત્રનું અગત્યનું સ્તર છે. ઉપરોક્ત તમામ હેતુઓ સિદ્ધ થયા હોય તો હેતુ સિદ્ધ થાય. વિદ્યાર્થી નિબંધ લખે, પાત્રનો પરિચય આપે ત્યારે તેની પાસે રહેલી વિવિધ માહિતીનું તે સંશ્લેષણ કરે છે. જેમાં જ્ઞાનપ્રાપ્તિ, સમજ, ઉપયોજન અને વિશ્લેષણના હેતુઓ કેટલાં અને કેવાં સિદ્ધ થયાં છે તેના આધારે સંશ્લેષણ હેતુ સાર્થક થશે.

મૂલ્યાંકન :  જ્ઞાનાત્મક ક્ષેત્રનો સૌથી ટોચનો હેતુ મૂલ્યાંકનનો છે. પ્રાપ્ત કરેલા જ્ઞાનની માપદંડોને આધારે ચકાસણી કરવી એટલે મૂલ્યાંકન. દા.. કોઈ બે કાવ્ય કે વાર્તામાં અમુક વાર્તા સારી છે તેમ કહેવાથી નહીં ચાલે. તેની શ્રેષ્ઠતાના કારણો દર્શાવવા ચોક્કસ માપદંડ થયો કહેવાય અને તેના આધારે નિર્ણય લઈ શકાય તો સાચા અર્થમાં મૂલ્યાંકન થયું કહેવાય.

ભાવાત્મક ક્ષેત્ર 

ક્ષેત્રમાં સાહિત્યકૃતિઓનો આનંદ માણવો, વિવિધ સાહિત્યકૃતિઓ અને પ્રકારોમાં અભિરુચિ કેળવવી વગેરેનો સમાવેશ કરીશું. ટૂંકમાં અવલોકનક્ષમ હોય પરંતુ તેમાં લાગણી, ભાવ કે ઊર્મિઓ પ્રગટતાં હોય તો તે ભાવનાત્મક બાબત છે.

મનોશારીરિક ક્ષેત્ર 

વિદ્યાર્થીઓ જ્યારે પોતાના શરીરના અંગોનો ઉપયોગ કરીને હલનચલન કરે ત્યારે તેને મનોશારીરિક હેતુ કરીશું. કારણ કે શરીરના અંગો પાસે ચોક્કસ કાર્ય કરાવવા માટે મગજનો ઉપયોગ પણ કરવો પડે. દા.. વિદ્યાર્થી પોતાની નોંધપોથીમાં લખે, સુરેખ હસ્તાક્ષર કાઢે, ફકરો પાડીને લખે વગેરે....મનોશારીરિક હેતુઓ છે.

ઉપરોક્ત હેતુઓને અન્ય રીતે વિભાજિત કરીશું. આપણે આગળ શીખી ગયાં કે શૈક્ષણિક હેતુઓને બે વિભાગમાં વહેંચશું. (1) સામાન્ય હેતુઓ અને (2) વિશિષ્ટ હેતુઓ. હવે બે પ્રકાર વિશે ઊંડાણપૂર્વક સમજીએ.



Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏