Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ગુજરાતી ભાષા શિક્ષણની પ્રયુક્તિઓ : સંદર્ભ કથન અને નાટ્યકરણ Gujarati Language Teaching Techniques: Narrative and Dramatization

 ગુજરાતી ભાષા શિક્ષણની પ્રયુક્તિઓ : સંદર્ભ કથન અને નાટ્યકરણ 
Gujarati Language Teaching Techniques: Narrative and Dramatization

ગુજરાતી ભાષા શિક્ષણની પ્રયુક્તિઓ : સંદર્ભ કથન અને નાટ્યકરણ  Gujarati Language Teaching Techniques: Narrative and Dramatization


સંદર્ભકથન

શિક્ષક વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય કરે છે ત્યારે પાઠ્યપુસ્તકને મુખ્ય આધાર બનાવે છે. જે ખોટું નથી, પણ સાથે પુરતું પણ નથી. જો શિક્ષકે માત્ર પાઠ્યપુસ્તક જેટલું શીખવવાનું હોય તો તે કામ ઘેર બેઠાં વાલી પણ કરી શકે છે, ટ્યુશન ક્લાસ પણ કરી શકે છે. તો તે માટે શાળાના મોટા મોટા બિલ્ડીંગ બનાવવાની શિ જરૂર છે? શિક્ષકોને રોકવાની શિ જરૂર છે? જે કામ બાળક ઘેર બેઠા પણ કરી શકે છે. સાથે એક પાઠ્યપુસ્તકમાં ધારો કે એક સત્રના દસ પ્રકરણ છે, તો દસ પ્રકરણ શીખવવા માટે પ્રકરણ દીઠ ત્રણ દિવસ ગણી તો કુલ ૩૦ દિવસ આખું પુસ્તક શીખવવા માટે થાય. તો શિક્ષકને ૩૦ દિવસનો પગાર આપીને છૂટા કરી દઈએ તો ચાલે ને ?

ઉપરોક્ત બંને બાબતો પરથી સમજાઈ જશે કે, શિક્ષકે વર્ગમાં માત્ર પાઠ્યપુસ્તક જેટલું શીખવવાનું નથી. પાઠ્યપુસ્તકને આધાર બનાવીને તેના જેવું, તેને લાગતું બીજું ઘણું બધું શીખવવાનું છે. બીજું બધું સંદર્ભ વિષયવસ્તુ થયું કહેવાય. શિક્ષક આવું સંદર્ભિત વિષયવસ્તુ આપશે તો બાળકો ઝડપથી શીખી શકશે, ઝડપથી સમજી શકશે અને તે સર્વગ્રાહી વિકાસ પામી શકશે.

 અર્થ અને સંકલ્પના

સાર્થ જોડણીકોશ મુજબ સંદર્ભનો અર્થ થાય છે, ‘ગૂંથવું તે, ગોઠવવું તે, એકઠું કરવું, ‘આગળપાછળના અર્થનો સંબંધ, ‘પ્રબંધ, ગ્રંથ વગેરે.

સંદર્ભ માટે અંગ્રેજીમાં શબ્દ છે રેફરન્સ.

શૈક્ષણિક રીતે જોઈએ તો સંદર્ભ નો અર્થ કરીશું ને લગતું. એટલે કે, વર્ગમાં પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ જે વિષયવસ્તુ શીખવવામાં આવે છે, તે વિષયવસ્તુને લાગતું અન્ય વિષયવસ્તુને આપણે સંદર્ભ વિષયવસ્તુ કહીશું.

બી.એડ.ના અભ્યાસક્રમમાં સંદર્ભ કથન ની વાત છે. તો સંદર્ભ કથન એટલે શિક્ષકે પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ જે વિષયવસ્તુ શીખવવાનું છે તેને લગતું અન્ય વિષયવસ્તુ શીખવવા માટે જે કથન કરે છે તેને સંદર્ભ કથન કહીશું.

શિક્ષક વર્ગમાં પાઠ્યપુસ્તકને આધાર બનાવીને શીખવતા હોય છે, ત્યારે જે તે વિષયવસ્તુની સમાજ માટે અન્ય ઉદાહરણો આપે છે, જે તે વિષયવસ્તુને સમાન કે વિરોધી ભાવ દર્શાવવા માટે જે કથન કરે છે તે અથવા તો અન્ય વિષયવસ્તુની ચર્ચા કરે છે ત્યારે કહી શકાય કે તે સંદર્ભ કથન કરે છે.

સંદર્ભ કથનનું મહત્વ :

અગાઉ આપણે જોયું કે, શિક્ષકે વર્ગમાં પાઠ્યપુસ્તક જેટલું શીખવવાનું નથી. પાઠ્યપુસ્તકનો આધાર લઈને તેણે અન્ય ઘણી રજૂઆત કરવાની છે એટલે કે સંદર્ભકથન કરવાનું છે. સંદર્ભકથન કરવાથી નીચેના જેવા ફાયદા થાય છે. 

  • વિદ્યાર્થીઓ મૂળ વિષયવસ્તુ ઝડપથી અને સરળતાથી શીખી શકે છે. વિદ્યાર્થીઓને શીખવામાં રસ પડે છે.
  • વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રેરણા પૂરી પાડી શકાય છે.
  • વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક જેટલું નહિ શીખતા અન્ય વિષયવસ્તુ પણ શીખે
  • વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે.
  • અન્ય વિષય સાથે અનુબંધ સ્થાપી શકાય છે.
  • શિક્ષકનું અધ્યાપન રસિક અને ઊંડાણભર્યું બને છે.
  • શિક્ષકનું અધ્યાપન જીવંત અને સમૃદ્ધ બને છે.
  • શિક્ષક પોતે પોતાની છાપ વિદ્યાર્થી પર સ્થાપી શકે છે, શિક્ષક માટે
  • વિદ્યાર્થીઓના મનમાં અહોભાવ પેદા થાય છે.
  • પાઠ્યપુસ્તકની લઘુતાની મર્યાદા દૂર થાય છે.
  • વિદ્યાર્થી વધુ શીખવા માટે પ્રેરિત થાય છે.
  • વિદ્યાર્થી જાતે નવું વાંચવાનો, શીખવાનો પ્રયત્ન કરે છે.
  • વિદ્યાર્થીઓ અર્વાચીન અને આધુનિક માહિતીનો સંયોગ સ્થાપી શકે છે.
  • જે તે વિષયવસ્તુના વિશિષ્ટ હેતુઓ પૂર્ણ થાય છે.
  • શિક્ષણકાર્ય વધુ અસરકારક બને છે.
  • વિદ્યાર્થીઓનું જ્ઞાન વધુ સમૃદ્ધ બને છે.
  • વિદ્યાર્થીને શીખેલું લાંબો સમય યાદ રહે છે.

સંદર્ભકથન માટે ધ્યાનમાં રાખવાની બાબતો :

શિક્ષકે પાઠ્યપુસ્તકનું વિષયવસ્તુ શીખવતી વખતે સંદર્ભકથન કરવું જોઈએ તે આપણે સ્વીકાર્યું. પણ સંદર્ભકથન ક્યારે કરવું ? કેવી રીતે કરવું ? કયું કથન કરવું વગેરે જેવી બાબતો ખૂબ અગત્યની થઇ પડે છે. આમ સંદર્ભકથન કરતી વખતે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખીશું.

  • સંદર્ભ કથન માટે શિક્ષકે મૂળ વિષયવસ્તુ સાથે સમાન ભાવ કે વિરોધી ભાવ ધરાવતું વિષયવસ્તુ પસંદ કરીને કથન કરવું જોઈએ.
  •  શિક્ષકે શીખવતી વખતે જે મુદ્દો કે વિષયવસ્તુ શીખવતા હોય તે સમયે તેને અનુરૂપ સંદર્ભકથન કરવું જોઈએ.
  • સંદર્ભકથનની રજૂઆત પ્રવાહી રૂપે કરવી, જેથી રસભંગ કે ક્રમિક્તાનો ભંગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
  • સંદર્ભની માહિતી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીઓને એમ ના લાગે કે તો પાઠ્યપુસ્તક સિવાયની બિનજરૂરી છે.
  • સંદર્ભ કથન માટે શિક્ષકે વિવિધ પુસ્તકો, સામયિકો, કથાઓ, વાર્તાઓ, કહેવતો, કાવ્યપંક્તિઓ, સમાચાર પત્રોના સમાચારો, સમાજમાં બનેલી ઘટનાઓ વગેરેનો ઉલ્લેખ કરવો જોઈએ.
  • સ્વાધ્યાય, સેમીનાર, જૂથચર્ચા, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ વગેરેમાં સંદર્ભોનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. તે માટે વિદ્યાર્થીને પ્રેરણા આપવી જોઈએ.
  • શિક્ષકનું સંદર્ભકથન જેટલું મહત્વનું છે, તેટલું વિદ્યાર્થીઓ સંદર્ભ શોધે તે પણ મહત્વનું છે. તો સંદર્ભ ક્યાંથી મળશે તે શિક્ષકે વિદ્યાર્થીઓને જણાવવું જોઈએ.
  • શિક્ષકે કયું સંદર્ભ કથન કરવું તે પહેલેથી પાઠ આયોજન વખતે વિચારી લેવું જોઈએ.

 

નાટ્યકરણ

અર્થ (સંકલ્પના)

અધ્યેતાઓ કોઈ એકમ કે વિષયવસ્તુને નાટક અથવા સંવાદના સ્વરૂપમાં વર્ગસમક્ષ વાસ્તવિક રૂપે કે સજીવસ્વરૂપે પ્રદર્શિત કરે તેને નાટ્યીકરણ પ્રયુક્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં, નાટ્યીકરણ એટલે બનાવો, ઘટનાઓ, પાત્રોને અભિનય સાથે વિના સંકોચે સંવાદો દ્વારા મૂર્ત સ્વરૂપ આપવાની પ્રયુક્તિ. તેનાથી વિષયવસ્તુને જીવંત સ્વરૂપ પ્રાપ્ત થાય છે.

 સ્વરૂપ

નાટ્યીકરણ પ્રયુક્તિમાં માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓને વ્યવસ્થિત સ્વરૂપે અને નિયમિત રૂપે અનુકરણ કરવામાં આવે છે. વ્યક્તિ વિશેષ કે મહાનુભાવના ચારિત્ર્ય સાથે અથવા પ્રસંગની હકીકતોની શુષ્કતા દૂર કરી લાક્ષણિક સ્વરૂપે નાટ્યપ્રવૃત્તિ દ્વારા વીતી ગયેલા ભૂતકાળને અધ્યેતાઓ સમક્ષ દર્શાવવામાં આવે છે. જેના કારણે વિષયવસ્તુની પ્રભાવક અસર પડે છે. વિષયવસ્તુ જીવંત, ગતિશીલ અને ચિરસ્મરણીય બની રહે છે. વિષયવસ્તુ, પાત્રાલેખન, સંવાદ, અભિનય, પોશાક, રંગભૂમિ સજાવટ, સંઘર્ષ, સમુચિત વાતાવરણ સાથે સાથે જીવન દર્શન કે બોધ નાટ્યીકરણનાં લક્ષણો છે.

મહત્વ :

(1) બાળકોમાં અનુકરણવૃત્તિ સહજ રહેલી હોય છે. વૃત્તિને ધ્યાનમાં રાખીને સારા અને સ૨ળ અભિનય અને સંવાદથી પોષી શકાય છે અને તે રીતે તેમનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરી શકાય છે.

(2) અધ્યેતાઓને કે અધ્યાપકને પોતાની કલ્પના અનુસાર વાસ્તવિક સ્વરૂપે વિષયવસ્તુને વર્ગસમક્ષ રજૂ કરવાની તક મળે છે.

(3) નાટ્યીકરણ બાળકમાં રહેલી પ્રકૃતિદત્ત સર્જનશક્તિ ખીલવે છે.

(4) વિદ્યાર્થીઓ આનંદ પ્રમોદ સાથે જ્ઞાન સહજ પ્રાપ્ત કરે છે.

(5) નાટ્યીકરણમાં પ્રવૃત્તિ અને પ્રત્યક્ષ જોનાર બંને પક્ષે એકમની માહિતીને યાદ રાખવા માટે સરળ બની રહે છે

(6) નાટ્યીકરણ પ્રવત્તિ દ્વારા અભિનય અને સંવાદો ભળવાથી ચીલાચાલુ અધ્યાપન પ્રક્રિયામાં નવીનતા આવતાં તેઓની અર્થગ્રહણ ક્ષમતા વધે છે. નાટ્યીકરણ વિષયવસ્તુના હાર્દ તરફ મનને દોરી જાય છે.

(7) કેટલાંક મૂલ્યો જેવાં કે રસરુચિ, કલ્પનાશક્તિ, વિસ્તૃત દૃષ્ટિકોણ, પૂરતો આત્મવિશ્વાસ, સહાનુભૂતિ ઈત્યાદિનો સમુચિત વિકાસ થઈ શકે છે.

(8) વિદ્યાર્થીઓમાં સંઘભાવના અને સામાજિકતાની ભાવના વિકસે છે.

(9) નાટ્યીકરણ દ્વારા પોશાક પસંદગી, તૈયારી, રંગભૂમિ સજાવટ, સંવાદોની તૈયારી હાવભાવ વગેરે પ્રક્રિયામાં બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે છે.

 નાટ્ય પ્રયુક્તિથી થતા લાભ :

નાટ્ય પ્રયુક્તિથી બાળકોને નીચે મુજબના લાભો મળે છે.

  • વિદ્યાર્થીઓની પસંદગી પાત્રાનુકૂળ હોય ભાષામાં આરોહઅવરોહની અભિવ્યક્તિ તેમજ ઉચિત ભાવાભિવ્યક્તિ વિકસાવી શકાય છે.
  • અધ્યેતાને પ્રસંગાનુકૂળ મૌખિક અભિવ્યક્તિ કરતાં આવડે છે.
  • તેને યોગ્ય ઝડપથી, અસ૨કા૨ક ઉચ્ચારણથી, વિરામચિહ્નોની સમજ કેળવીને પાત્રના સંવાદો પ્રભાવક રજૂ કરતાં આવડે છે.
  • તે ધીરે ધીરે બિનજરૂરી સભાક્ષોભ દૂર કરી યોગ્ય સંવાદો રજૂ કરીને
  • પાત્રાભિવ્યક્તિ કરે છે જેથી તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે.
  • નાટ્ય પ્રવૃત્તિ વેશભૂષાયુક્ત હોય તો પસંદગી અને સૌંદર્ય દૃષ્ટિ કેળવવાની તેને તક પ્રાપ્ત થાય છે.
  • તે પ્રવૃત્તિ દ્વારા અધ્યેતા આત્મગૌરવની લાગણી અનુભવી શકે છે.
  • કેટલીક વાર વર્ગના સમસ્યાયુક્ત બાળકોને આવી પ્રવૃત્તિ દ્વારા સુધરવાની તક સાંપડે છે. / પ્રેરણા દ્વારા પૂર્ણ સમૂહ પણ વિકસી શકે છે.

  મર્યાદાઓ :

  • બધા શિક્ષકો કે બધા વિદ્યાર્થીઓને અભિનય કલાનું જ્ઞાન હોતુ નથી તેથી શક્યતા ઓછી છે.
  • બધા એકમોનું સંવાદીકરણ કે નાટ્યીકરણ શક્ય નથી.
  • પ્રવૃત્તિ સમય વધુ લે છે જેથી અભ્યાસક્રમ પૂર્ણ થવામાં વિલંબ થાય છે.
  • દરેક શાળામાં નાટ્યીકરણ પ્રવૃત્તિ થઈ શકે તેવી વ્યવસ્થા સુલભ હોતી નથી.
  • આવી પ્રયુક્તિના આયોજનમાં નાણાંકીય ખર્ચનો પ્રશ્ન ભાષા શિક્ષકોને મૂંઝવતો હોય છે. નાટ્યીકરણ પ્રયુક્તિના આયોજનમાં શિસ્તના પ્રશ્નો પણ મૂંઝવતા હોય છે. વિદ્યાર્થીઓમાં ખોટી અનુકરણ પ્રકૃતિ કે ટેવ પડી જવાની બીક રહે છે.
  • પ્રવૃત્તિમાં પ્રભાવક સંવાદીકરણ હાવભાવયુક્ત અભિનય અને નાટ્યકલા જરૂરી છે. જે બધા શિક્ષકોમાં ઉપલબ્ધ હોય શક્ય નથી.

 ધ્યાન પાત્ર બાબતો :

  • નાટ્યીકરણમાં વાસ્તવિકતા જળવાવી જોઈએ
  • સંવાદો, ટૂંકા, સ૨ળ અને શુદ્ધ ભાષાયુક્ત હોવા જોઈએ.
  • અભિનય અને સંવાદ વ્યવસ્થિત શીખવવા.
  • નાટ્યીકરણ માટે પૂરતી જગા, સમય અને સુવિદ્યા ઉપલબ્ધ કરવી.
  • નાટ્યીકરણનું સ્વરૂપ તૈયાર કરતાં ઉપયોગિતા અને સમયનો ખ્યાલ રાખવો.
  •  10, 15 કે 20 મિનિટનાં નાટકો વર્ગમાં ઉપયોગી થઈ શકે છે.

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏