Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

પાઠ આયોજન: અર્થ અને મહત્ત્વ // Lesson Planning: Meaning and Importance

પાઠ આયોજનઅર્થ અને મહત્ત્વ 
Lesson Planning: Meaning and Importance

પાઠ આયોજન: અર્થ અને મહત્ત્વ  Lesson Planning: Meaning and Importance


પાઠ આયોજન: અર્થ

પાઠ આયોજનમાં એક તાસ દરમિયાન શિક્ષક શું શીખવશે? અને કેવી રીતે શીખવશે ? તેનું આયોજન કરવામાં આવે છે. અંગે ભાષાવિદોએ તાસ આયોજન | પાઠ આયોજનનાં આપેલાં અર્થને જાણીએ.


પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષક જે ક્રિયાઓનું આયોજન કરે તેનો આલેખપત્ર.    બોસિંગ

 

પાઠ આયોજન શિક્ષક દ્વારા થતું, વર્ગવ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમના પૂર્વદર્શનની રૂપરેખા હોય છે.        ભાટિયા અને અરોરા

 

પાઠ આયોજન વર્ગમાં કાર્ય કરવા માનસિક અને સાંવેગિક રીતે વિદ્યાર્થીઓને અનુભવો પૂરાં પાડવાની શિક્ષકની યોજના છે. - લેસ્ટર સ્ટેન્ડ

 

હેતુઓને વ્યાખ્યાયિત કરવા, પાઠ્યવસ્તુની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્યવસ્તુની રજૂઆત માટેની પદ્ધતિ અને પ્રક્રિયાઓ નક્કી કરવી એટલે પાઠ આયોજન. -વિનિંગ અને વિનિંગ

 

પાઠ આયોજન હકીકતમાં કાર્યયોજના છે. જેથી તેમાં શિક્ષકનું ક્રિયાકૌશલ્યનું, તેનું તાત્ત્વિકજ્ઞાન, તેનું વિદ્યાર્થીસંબંધિત જ્ઞાન, શિક્ષણના લક્ષ્યસંબંધિત જ્ઞાન, શિક્ષણ સંબંધી સામગ્રીનું જ્ઞાન તથા પ્રભાવશાળી પ્રવિધિ, પદ્ધતિના વિનિયાગની એની યોગ્યતા પણ સમાયેલી છે. --   લેસ્ટર સેન્ક્રસ

 

આમ, પાઠ આયોજન એટલે ..

કોને શીખવાનું છે

શા માટે શીખવવાનું છે

શું શીખવવાનું છે

કેવી રીતે શીખવવાનું છે ?

કોના સહયોગ દ્વારા શીખવવાનું છે

વગેરે પ્રશ્નનો જવાબ..


પાઠ આયોજનનું મહત્ત્વ :

શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે પાઠ આયોજન અતિ મહત્ત્વનું છે. પાઠ આયોજન વિના શિક્ષક યોગ્ય રીતે દિશા અને લક્ષ્ય પ્રાપ્ત કરી નહીં શકે. પાઠ આયોજન વગર વર્ગશિક્ષણરૂપી નાવ ક્યાં અને ક્યારે પહોંચશે તે ભવિષ્ય ભાખવું અઘરું છે. તેમાં અંતે નિરાશાજસાંપડશે. નીચેનાં કારણોસર પાઠ આયોજનનું મહત્ત્વ આંકી શકાય.

  • નક્કી કરેલાં હેતુઓની સિદ્ધિ માટે.
  • બાળકના રસ અને ક્ષમતા પ્રમાણેની પદ્ધતિ નક્કી કરવા.
  • શિક્ષકને પૂર્વતૈયારીની તક મળતાં તેનો આત્મવિશ્વાસ વધે છે.
  • વિષયવસ્તુને વિવિધ મુદ્દામાં વિભાજિત કરવા.
  • વર્ગશિક્ષણ દરમિયાન ઊભી થનાર સમસ્યાઓની આગાહી અને ઉપચાર કરવા.
  • સારી રીતે વિષયાભિમુખ કરવા.
  • ચોક્કસ રીતે અને સમયમર્યાદાને ધ્યાનમાં રાખી મૂલ્યાંકન કરવા.
  • વર્ગશિક્ષણ માટેની શૈક્ષણિક સાધનસામગ્રી નક્કી અને તૈયાર કરવા.
  • વર્ગશિક્ષણમાં કઈ કઈ પ્રયુક્તિઓનો, ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તે નક્કી કરવા.
  •  જુદી-જુદી બાબતોમાં વિદ્યાર્થીઓનો સહયોગ મેળવવા માટે.
  • વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાની તકો નક્કી કરવા.
  • અન્ય વિષયો સાથે અનુબંધ સ્થાપવા માટેના મુદ્દાની વિચારણા કરવા.
  • આકર્ષક કા.પા. નોંધ થઈ શકે તે માટે.
  • શિક્ષકે કરવાના કથનના મુદ્દા, ક્રમિક્તા, રસમયતા વગેરેની પૂર્વતૈયારી માટે.
  • સમય-શક્તિ અને નાણાની બચત કરવા.
  • પર્યાવરણ પ્રમાણે નક્કી કરેલ આયોજનમાં ફેરફાર કરવા.
  • અન્ય શિક્ષકો કે સમાજના સભ્યોનો સહકાર મેળવવા.
  • શિક્ષક અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરવા.
  • વર્ગ અને શાળાની પ્રતિષ્ઠામાં વધારો કરવા.
  • વર્ગવ્યવહારને જીવંત રાખવા.

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏