Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

એકમ આયોજનનો અર્થ, સંકલ્પના અને મહત્ત્વ // Meaning, concept and importance of unit planning

એકમ આયોજનનો અર્થ, સંકલ્પના અને મહત્ત્વ

Meaning, concept and importance of unit planning


એકમ આયોજનનો અર્થ, સંકલ્પના અને મહત્ત્વ Meaning, concept and importance of unit planning


પ્રસ્તાવના

તમે અગાઉના પ્રકરણમાં તાસ આયોજન કરવાનું શીખી ગયા. વિદ્યાર્થી કોઈ વિષયાંગના મુદ્દાને જ્યારે એક તાસમાં પરિપૂર્ણ કરે ત્યારે તાસ આયોજન બને છે. જેમાં નક્કી કરેલાં વિશિષ્ટ હેતુઓની સંખ્યા મર્યાદિત હોય છે. પરંતુ વિવિધ વિશિષ્ટ હેતુઓની પૂર્ણતા માટે એક કરતાં વધુ તાસનું આયોજન કરવું પડે. એક વિષયાંગના ઘણાં વિશિષ્ટ હેતુઓની પરિપૂર્તિ માટે તાલીમાર્થી એક કરતાં વધુ તાસનું આયોજન કરે ત્યારે તે એકમ આયોજન બની જાય છે.

શાળામાં મહદ્અંશે એકમ આયોજનને પ્રાધાન્ય આપવું પડે. કારણકે શિક્ષકે નક્કી કરેલ મુદ્દા કે વિષયાંગનું વિવિધ રીતે અધ્યાયન કરવું જરૂરી છે. કામ એક તાસમાં પૂર્ણ કરવું અશક્ય છે. આથી શિક્ષક જે તે મુદ્દાના વિવિધ પાસાંને ધ્યાનમાં રાખી ચાર-પાંચ તાસનું સળંગ આયોજન કરે છે જે એકમ આયોજન બને છે. પ્રકરણમાં આપણે એકમ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરીશું.

 

એકમ આયોજનનો અર્થ અને સંકલ્પના

એકમ આયોજનનો મૂળ વિચાર હર્બર્ટ આપેલો જેનો અમલ 1920 પછી કરવામાં આવ્યો. આમ છતાં આજદિન સુધી એકમ ની વ્યાખ્યા અંગે શિક્ષણશાસ્ત્રીઓ એક મત સુધી પહોંચ્યા નથી. એકમ અંગેની જાણીતી વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે.

  • A unit is an unified learning experience.
  • એકમ એટલે સમાન કક્ષાવાળા અધ્યયન અનુભવોનું સંકલન.
  • The unit is a plan of instruction based on a significant art of learning. 

ઉપર્યુક્ત વ્યાખ્યાના આધારે આપણે સામાન્યીકરણ કરીને કહી શકીએ કે, “સમાન અધ્યયન અનુભવો પૂરાં પાડતાં વિષયવસ્તુ/કૃતિને એકત્ર કરી તેનો સંપૂર્ણ એક એકમ બનાવવો. જે નીચેની રીતે થઈ શકે.’’

  • એક પાઠનાં જુદાં જુદાં પાસાંના શિક્ષણનું આયોજન એટલે એકમ આયોજન.
  • પાઠ્યપુસ્તકના કોઈ એક પાઠના વસ્તુનાં જુદાં જુદાં પાસાં પર તૈયાર કરેલા જુદા જુદા પાઠો યોજીને પણ એકમ પાઠની રચના થઈ શકે છે. માતૃભાષાના એકમ પાઠમાં ભાવ, વાચન, ભાષાશિક્ષણ અને લેખિત અભિવ્યક્તિ એમ ઓછામાં ઓછા ચાર પાઠનો સમાવેશ થઈ શકે છે.
  • પાઠ્યપુસ્તકમાંથી સમાનભાવ ધરાવતી કૃતિઓ એકઠી કરી તેનો એકમ બનાવી શકાય.
  • કોઈ એક મુદ્દો કે વિષયાંગની આસપાસના સંબંધિત અધ્યયન અનુભવોની હારમાળા એટલે એકમ.

સામાન્ય રીતે અપાતા શિક્ષણમાં કોઈ એક વિષયનો છૂટોછવાયો એકમ કે મુદ્દો લઈને શિક્ષણકાર્ય થાય છે, પણ પાઠ્યપુસ્તકમાંથી સમાન ભાવવાળી કૃતિઓ એકઠી કરીને અથવા તો એક વિષયાંગનું વિવિધ પાસાંને ધ્યાનમાં રાખી ચાર-પાંચ તાસ સુધીના શિક્ષણકાર્યનું આયોજન કરવામાં આવે ત્યારે એકમ આયોજન બને છે.

એક તાસમાં 35-40 મિનિટના શિક્ષણ કાર્ય દ્વારા સિદ્ધ કરવાના વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થતા નથી. તેમજ શૈક્ષણિક અનુભવો પણ પૂરતાં પ્રમાણમાં પૂરા પાડી શકાતાં નથી. સમસ્યાનું સમાધાન એકમ આયોજનમાં રહેલું છે.

 

એકમ આયોજનનું મહત્ત્વ

  • શિક્ષણપ્રક્રિયા સળંગ બને છે.
  • વિષયાંગને વધુ સમૃદ્ધ રીતે શીખવી શકાય છે.
  • શિક્ષણકાર્યમાં સાતત્ય રહે છે જેથી વિદ્યાર્થી રસ અને આનંદથી અધ્યયન કરે છે.
  • નક્કી કરેલાં તમામ વિશિષ્ટ હેતુઓને પૂરતો ન્યાય મળે છે.
  • વિદ્યાર્થીને વધુ પ્રમાણમાં અધ્યયન અનુભવો પૂરા પાડી શકાય છે.
  • શિક્ષણકાર્ય અખંડિત, સળંગ અને ચિરંજીવ બને છે.
  • શિક્ષક દરેક મુદ્દા, હેતુ, પદ્ધતિ, સાધન પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. શિક્ષકનો શ્રમ અને સમય બચે છે.
  • શીખવવાના એકમના વિવિધ પાસાંને સંપૂર્ણ ન્યાય મળે છે.
  • જેમકે, ભાષાવસ્તુ, વિષયવસ્તુ, શબ્દચિત્રો, સાહિત્યનો પ્રકાર, લેખકનો પરિચય વગેરે.
  • જુદી જુદી પદ્ધતિઓનો યોગ્ય રીતે વિનિયોગ કરી શકાય છે.
  • મૂલ્યાંકન સધન અને વ્યવહારું બને છે.
  • સ્વાધ્યાયમાં રોચકતા અને વિવિધતા લાવી શકાય છે.
  • પુનરાવર્તન અને દઢીકરણની પૂરતી તક મળે છે.
  • શિક્ષકને કામ કરવાનો પૂરતો અવકાશ અને આનંદ મળે છે.
  • શિક્ષણકાર્યમાં લચીલાપણું લાવી શકાય છે.
  • શિક્ષક આયોજનમાં સરળતાથી ફેરફાર કરીને સફળતા સુધી પહોંચી શકે છે.
  • શિક્ષક પોતાની મર્યાદા સરળતાથી જાણી શકે છે.

 

ટૂંકમાં, શિક્ષક નક્કી કરેલાં વિષયાંગના વિવિધ મુદ્દા/પાસાંનું, વિવિધ રીતે રસિકતાથી અધ્યાપન કરી શકે છે.


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏