html, body { overflow-x: hidden; width: 100%; margin: 0; padding: 0; } ગુજરાતી ભાષા શિક્ષણની પ્રયુક્તિઓ : કાવ્યપઠન અને કાવ્યગાન // Techniques of Gujarati language teaching: Poetry recitation and poetry singing - Real Gujju Education
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ગુજરાતી ભાષા શિક્ષણની પ્રયુક્તિઓ : કાવ્યપઠન અને કાવ્યગાન // Techniques of Gujarati language teaching: Poetry recitation and poetry singing

ગુજરાતી ભાષા શિક્ષણની પ્રયુક્તિઓ : કાવ્યપઠન અને કાવ્યગાન Techniques of Gujarati language teaching: Poetry recitation and poetry singing

ગુજરાતી ભાષા શિક્ષણની પ્રયુક્તિઓ : કાવ્યપઠન અને કાવ્યગાન Techniques of Gujarati language teaching: Poetry recitation and poetry singing


પ્રસ્તાવના

માતૃભાષાનો ઉત્સાહી, અનુભવી અને અસ૨કા૨ક શિક્ષક અધ્યાપન પ્રક્રિયાને સફળ બનાવવા કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરતાં કરતાં જુદી જુદી પદ્ધતિઓનો ઉચિત સમન્વય સાધી શકે અને રીતે થતાં શિક્ષણના વિવિધ ધ્યેયોને સાચા અર્થમાં સિદ્ધ કરી શકાય છે

પદ્ધતિઓના વધુ સફળ અને રસમય તથા પ્રભાવક ઉપયોગ માટે શિક્ષક ક્યારેક કથન, ગાન, ઉદાહરણ, સ્પષ્ટીકરણ ઈત્યાદિ રસપ્રદ રીતોનો ઉપયોગ કરતો હોય છે. આવી કેટલીક રસપ્રદ રીતોને માતૃભાષા શિક્ષણમાં પ્રયુક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે.

ટૂંકમાં, પ્રયુક્તિ એટલે પદ્ધતિને વધુ સફળ બનાવવા કે તેનો અધ્યાપન પ્રક્રિયામાં પ્રભાવક ઉપયોગ કરવામાં મદદ કરવી રીતને માતૃભાષાની પ્રયુક્તિ કહે છે.

શૈક્ષણિક સાધનોના ઉપયોગથી રીતો (પ્રયુક્તિઓ)નો ઉપયોગ વધુ સારી રીતે કરી શકાય છે. નોંધ અધ્યાપન પ્રક્રિયા દરમિયાન એક કરતાં વધુ પ્રયુક્તિઓનો પણ ઉપયોગ થઈ શકે છે. ટૂંકમાં, આવી પ્રયુક્તિઓના ઉપયોગ દ્વારા માતૃભાષાનું શિક્ષણકાર્ય સ્પષ્ટ, સરળ, પ્રભાવક અને રસમય બનવું જોઈએ.


 કાવ્યપઠન

સંસ્કૃત કાવ્યશાસ્ત્રના મહાન સાહિત્યકાર મમ્મટના મતે, કાવ્ય એટલે પ્રબલ દોષરહિત, ગુણયુક્ત, સામાન્ય રીતે અલંકારયુક્ત અને કવચિત ફ્રૂટ અલંકાર રહિત શબ્દાર્થ. જ્યારે વિશ્વનાથના મતે, દુષ્ટ વાક્ય હોય તો પણ રસયુક્ત હોય તો કાવ્ય. અલંકાર તો તેમાં માત્ર વધારો કરનાર છે. અંગ્રેજી સાહિત્યકાર જ્હોન્સનના મતે, બુદ્ધિની મદદે કલ્પનાને બોલાવીને સત્ય અને સૌંદર્ય અથવા રસનો સમન્વય કરવાની કલા તે કવિતા. અન્ય ઘણાં સાહિત્યકારો છંદને કાવ્યનું મહત્વનું લક્ષણ ગણે છે. સાથે તેની ગેયતાને પ્રાધાન્ય આપે છે. આદિકાળથી ભારતમાં પ્રચલિત શ્લોકની રચના પદ્ય સ્વરૂપે થઈ હતી અને તેનું એક લક્ષણ તેની ગેયતા હતી. તેજ રીતે રામાયણ, મહાભારત, કુરાન જેવા ધાર્મિકગ્રંથોમાં રસ અને ગેયતા પાછળનો હેતુ બદલાવા લાગ્યો અને તેની અસર તેની રચના એટલે કે કર્તાની શૈલી પર થવા લાગી. કેટલાક કર્તાઓએ કાવ્યના જૂના અમૂક લક્ષણોને પકડી રાખ્યા જેમકે, ભાવ, ૨સ વગેરે. સાથે નવા અરૂપ (Absurd) લક્ષણોનો ઉમેરો કર્યો. પરિણામ સ્વરૂપ વાચકને અનુરૂપ અને અનુકૂળ રચનાઓ થવા લાગી. જેમાં વાચક ગાન વગર પણ કાવ્યનો આસ્વાદ માનવા લાગ્યો, જેને આપણે અન્ય રીતે કાવ્યપઠન કહી શકીએ.

કાવ્યગાન કરીને કે કાવ્યપઠન કરીને વાચક કાવ્યનો આસ્વાદ માને છે. કેટલાકને કાવ્યગાન કઠિન લાગે છે તો કેટલાકને કાવ્યપઠન કઠિન લાગે છે. રીતે જોતાં કાવ્યનો અસલ અને પૂર્ણ આસ્વાદ મેળવવો તે સામાન્ય માણસનું કામ નથી તેવું પણ બને. અહીં આપણે કાવ્યપઠન કેવું થાય તો કાવ્યનો પૂર્ણ આનંદ લઈ શકાય તે અંગે કેટલાક મહત્ત્વના મુદ્દા જોઈએ.

  • કાવ્યપઠન એટલે કાવ્યનું માત્ર વાંચન નહીં.
  • કાવ્યમાં કવિએ વ્યક્ત કરેલ ભાવોને પકડવા અને તે ભાવ સરળતાથી ઉચ્ચારાય તેવું વાંચન એટલે કાવ્યપઠન એમ કહી શકાય.
  • કાવ્યમાં નિરૂપાયેલ અલંકાર, વિરામચિહ્નો વગેરેને ધ્યાનમાં રાખીને કાવ્યપઠન થાય તો હેતુ સધાય.
  • કાવ્યપઠનમાં ઉચ્ચારની સાથે વક્તાના શારીરિક ભાવો જોડાય તો કાવ્યપઠન આકર્ષક બને છે.
  • કાવ્યપઠન કરતી વખતે પઠનની ઝડપ યોગ્ય હોવી જોઈએ . શ્રોતાઓ કે પોતાની જાતને ધ્યાનમાં રાખી જરૂરી પંક્તિઓનું પુનરાવર્તન કાવ્યના ભાવને સમજવામાં વધારે મદદરૂપ બને છે.
  • કાવ્યપઠન દ્વારા કાવ્યનો આસ્વાદ માણવાનો છે. તે હેતુ ભૂલાય નહીં, તેને ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
  • કાવ્યપઠનમાં ક્યારેક કર્તા કરતાં પઠન કરનાર અન્ય વ્યક્તિ વધુ સારી રીતે રજૂઆત કરી શકે.
  • કાવ્યપઠનમાં ઉચ્ચારશુદ્ધિ અગત્યની અને મહત્ત્વની બાબત બની રહે છે. કયા શબ્દો પર ભાર મૂકવો કે કયા શબ્દોને હળવાશથી લેવાથી પઠન
  • સારું થશે તેના પઠન કરનારને ખ્યાલ અને વિવેક હોવો જોઈએ.
  • વિવિધ ભાવ જેમકે, વીર, શ્રૃંગાર, હાસ્ય, કરૂણ વગેરેની રજૂઆત વખતે પઠન કરનારના મનોભાવ અને શારીરિક ભાવ જે તે રસ પ્રમાણે વ્યક્ત થવા જોઈએ.
  • જાહેરમાં પુસ્તકમાંથી વાંચીને જો પઠન કરવાનું હોય તો પુસ્તક યોગ્ય રીતે પકડવું તે પણ સારાં પઠનનો એક ભાગ ગણાય.
  • શ્રોતાઓ સાથે સમયાંતરે દૃષ્ટિ મિલાવીને થતું કાવ્યપઠન વધારે સફળતા અપાવે છે.
  • વક્તાનો અવાજ સારો હોય અને ઉચ્ચાર શુદ્ધ થતાં હોય, તેની સાથે અવાજની માત્રા પણ યોગ્ય હોવી જોઈએ. એટલે કે શ્રોતાઓની સંખ્યા અને સ્થળને ધ્યાનમાં રાખી સ્વરના આરોહ-અવરોહ રાખવા જોઈએ.


કાવ્યગાન

કાવ્ય શિક્ષણનો મુખ્ય હેતુ રસાસ્વાદ, આસ્વાદ, આનંદ પ્રાપ્ત કરવનો છે. આમછતાં આજે વર્ગખંડમાં અપાતું કાવ્ય શિક્ષણ ખૂબ નબળું છે. શિક્ષક કવિતાનું ખૂન કરી રહ્યો હોય તેમ લાગે છે. મોટાભાગના શિક્ષકો કાવ્યને ગદ્યમાં ફેરવીને ભણાવે છે. શિક્ષકને કાવ્ય માટે પ્રેમ હશે તો તે સારી રીતે શીખવી શકશે

કાવ્યગાનનું મહત્વ :

મોટાભાગના કાવ્ય ગેય કાવ્ય હોય છે ત્યારે તે કાવ્યોનું ગાન વર્ગમાં થાય તે ખૂબ જરૂરી છે. આમપણ દરેક વ્યક્તિને સંગીત ગમતું હોય છે. તે સંગીતનો

ઉપયોગ કાવ્ય શિક્ષણ દરમિયાન કરવાનો છે. એનો અર્થ એવો નથી કે બધા શિક્ષકને શાસ્ત્રીય સંગીત આવડવું જોઈએ, શિક્ષકને સંગીતના સાધનો વાપરતા કે વગાડતા આવડવું જોઈએ. પણ હા, એટલું ખરું કે જે શિક્ષક કાવ્યને સંગીતમય રીતે વર્ગમાં પીરસી શકે તે વધુ રાફળ થાય છે

આપણે સૌ જયારે ખુશખુશાલ હોઈએ કે સમય પસાર કરતાં હોઈએ ત્યારે ઘણીવાર મનમાં કે હળવા અવાજ સાથે ગીતો ગાઈએ છીએ. જે આપણો સંગીત તરફનો પ્રેમ વ્યક્ત કરે છે અથવા તો કહી શકીએ કે આપણે સૌ સંગીતને પસંદ કરીએ છીએ. તો સ્વાભાવિક છે કે, વર્ગખંડમાં કાવ્યની શિક્ષણ થતું હોય ત્યારે જો કાવ્યગાન કરવામાં આવે તો વિદ્યાર્થીઓને વધારે પસંદ પડે.

કવિએ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે કવિતાનો આશરો લીધો છે તેમાં એક તત્વ સંગીતનું પણ છે. કવિએ પોતાના વિચારો લાગણી વ્યક્ત કરવા ગદ્યનો નહિ પણ કાવ્યનો આશરો કેમ લીધો હશે. તેનો જવાબ શોધીશું તો પણ જાણવા મળશે કે તેમાં સંગીતનું તત્વ ઉમેરવા માટે પણ આમ કર્યું હશે.

કાવ્યની રચનામાં છંદનો ઉપયોગ એક મહત્વની બાબત છે. ગેય કાવ્યો મોટાભાગે છંદબદ્ધ હોય છે. છંદનો ઉપયોગ કાવ્યને ગેયતા આપે છે ત્યારે શિક્ષકે કવિની મહેનત અને લાગણી વિદ્યાર્થી સામે લઇ જતી વખતે ગાન કરવું જોઈએ તો કવિના હદય સુધી પહોંચી શકીશું. કાવ્ય ગણ હળવું પણ હોઈ શકે.

  • કાવ્યગાનથી વિદ્યાર્થીઓ કાવ્યની નજીક આવે છે. કાવ્યમાં અને તેના વિષયવસ્તુમાં રસ લેતા થાય છે.
  • કાવ્યગાનથી કાવ્યના હાર્દ સુધી સરળતાથી પહોંચી શકાય છે.
  • કાવ્યનો આસ્વાદ માટે કાવ્યગાન થવું ખૂબ જરૂરી છે.
  • સંગીતમય ભાષા સૌને ગમે છે આકર્ષિત કરે છે, ત્યારે કાવ્યગાન દ્વારા - વિદ્યાર્થીને કાવ્યના વિષયવસ્તુ અને ભાવ, લાગણીની નજીક લાવવામાં સરળતા રહે છે
  • કાવ્યગાન કરતો શિક્ષક વિદ્યાર્થીને વધુ ગમે છે.
  • શિક્ષકના કાવ્યગાનથી વિદ્યાર્થીઓ પણ કાવ્યગાન કરતા શીખે છે.
  • કાવ્યગાનથી કાવ્ય શિક્ષણના હેતુઓ સિદ્ધ કરી શકાય છે.
  • કાવ્યગાન ઉચ્ચાર શુદ્ધિકરણમાં મદદ કરે છે.
  • ઓછું બોલતા વિદ્યાર્થીઓ પણ કાવ્યગાન દ્વારા કથન કૌશલ્ય વિકસાવી શકે છે.
  • સમૂહ કાવ્યગાન શરમાળ વિદ્યાર્થીઓને પણ લાભદાયી બની રહે છે.
  • સારું કાવ્યગાન કાવ્યશિક્ષણ દરમિયાન શિક્ષકની અડધી મહેનત બચાવે છે.
  • કાવ્ય શિક્ષણના અંતે મૂલ્યાંકન વખતે કાવ્યગાન પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય.
  • સમાન ભાવ કે સમાન લય ધરાવતા કાવ્યોમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરી શકાય છે
  • વિદ્યાર્થીઓ પોતાની ઊર્મિને વ્યક્ત કરી શકે છે અથવા તો પોતાની ઊર્મિને માણી શકે છે.
  • છંદ જેવા વ્યાકરણના મુદ્દાને શીખવવા માટે કાવ્યગાન ખૂબ ઉપયોગી થઇ પડે છે

વિદ્યાર્થી દ્વારા કાવ્યગાન

વર્ગમાં શિક્ષક કાવ્યગાનનો નમૂનો આપે તે સારી બાબત છે, પણ તેનાથી વધુ સારી બાબત છે કે વિદ્યાર્થી પોતે કાવ્યગાન કરે. શિક્ષક કાવ્યગાન કરતા હોય ત્યારે સાથે સાથે વિદ્યાર્થીઓ પણ કાવ્યગાન કરે તેમ જણાવવું જોઈએ. શિક્ષકે કાવ્યગાનનો નમૂનો આપ્યા બાદ વર્ગમાં ગાન કરી શકતા વિદ્યાર્થી પાસે કાવ્યગાન કરાવવું જોઈએ. ત્યારબાદ વર્ગમાં સમૂહગાન પણ અવશ્ય કરાવવું જોઈએ. જેથી બધા વિદ્યાર્થીઓ કાવ્યના ભાવને પકડી શકે, કાવ્યનો રસ માની શકે.

કાવ્યગાન દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો :

કાવ્યગાન કેવું કરવું ? કેવી રીતે કરવું ? તેનો આધાર કાવ્યની રચના પર છે. બધા કાવ્યો ગેય કાવ્ય હોતા નથી. જે કાવ્ય ગેય કાવ્ય ના હોય તેનું પઠન કરવું જોઈએ. પરંતુ જે કાવ્યનું ગાન કરી શક્ય તેમ હોય તેનું ગણ કરવું જોઈએ. જે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.

  • છંદમાં રચાયેલ કાવ્યનો છંદ જાણવો અને તે મુજબ ગાન કરવું.
  • એક કાવ્યમાં એક કરતાં વધુ છંદનો ઉપયોગ થયેલો હોય તો શિક્ષકે છંદ બદલાય ત્યાં કાવ્યનો ઢાળ કે લય બદલવો જોઈએ તો ગાન શક્ય બનશે.
  • લોકગીત, સોનેટ, ગઝલ, હાલરડું જેવા પ્રકારમાં કાવ્યનો ઢાળ કે લય જુદા જુદા હોય છે તે મુજબ કાવ્યગાન કરવું
  • કાવ્યગાન વખતે આરોહ અવરોહ ખૂબ અગત્યના છે તે ધ્યાનમાં રાખવું. કાવ્યગાનમાં ઉચ્ચાર શુદ્ધ થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
  • કાવ્યગાન વખતે ગાનમાં ઉચ્ચારતા શબ્દોમાં જરૂરી લહેકો કે વિરામ જાળવીને યોગ્ય ગતિ સાથે ગાન થવું જોઈએ.
  • કાવ્ય મોઢાથી નહિ પણ હદયથઈ ગવાવવું જોઈએ.
  • કાવ્યગણ વખતે જરૂરી મુખમુદ્રા કે અંગો દ્વારા હાવભાવ ઠલવાવવા જોઈએ.
  • કાવ્યમાં વપરાયેલ શબ્દોમાંથી જરૂર પડે ચોક્કસ શબ્દ પર બહાર આપવો જોઈએ

શિક્ષક પોતે કાવ્યગાન કરી શકે તેમ હોય તો?

કાવ્યગાનનું આટલું મહત્વ સૌ શિક્ષક જાણતા હોય છે, આમ છતાં ઘણાં શિક્ષક વર્ગમાં કાવ્યગાન સારી રીતે કરી શકતા નથી. જે સ્વીકાર્ય બાબત છે. છતાં આવા શિક્ષકોએ વર્ગમાં વિવિધ યુક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને કાવ્યગાન સંભળાવવું જોઈએ . તે માટે શિક્ષકે વર્ગમાં સારું ગઈ શકતા વિદ્યાર્થી પાસે ગવડાવવું જોઈએ. જે સૌથી સારી પ્રયુક્તિ છે. જેમાં ગાન કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહન મળશે તેની સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ ગાન કરવા માટેની પ્રેરણા મળશે. જો પ્રયુક્તિ શક્ય ના હોય તો શિક્ષકે સારું ગાન કરી શકતા કોઈ વ્યક્તિના અવાજમાં કાવ્યગાન મોબાઈલમાં કે ટેપરેકોર્ડરમાં રેકોર્ડ કરીને વિદ્યાર્થીઓને સંભળાવવું જોઈએ. અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જે તે કાવ્યગાન શોધવું જોઈએ અને વિદ્યાર્થીઓને સંભળાવવું જોઈએ. આજે ઈન્ટરનેટ પર મોટાભાગના કાવ્યનું ગાન આપણને મળી રહેશે. તો શિક્ષકે તેનો ઉપયોગ કરવો જોઈએ.

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏