એકમ આયોજન - નમૂનાનો પાઠ Unit Planning - Sample Lesson
1. મુખ્ય એકમ :
લેખક : બકુલ ત્રિપાઠી
2. પેટા એકમ :
તાસ : 1 લેખક પરિચય અને લેખકની છેતરાતી વ્યક્તિ તરીકેની છબી.
તાસ : 2 છેતરાવાનો પ્રથમ પ્રસંગ - બેકાર દ્વારા
તાસ : ૩ ભાવ ઠરાવવાની આવડત વિકસાવીને કરેલી ખરીદીનો પ્રસંગ
તાસ : 4 લેખકના પોતાની જાત માટેના અભિપ્રાયો.
તાસ : 5 મૂલ્યાંકન
3. સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ :
સામાન્ય હેતુઓ : વિદ્યાર્થીઓ ભાષા અને સાહિત્યની વિવિધ બાબતોનું જ્ઞાન મેળવે.
વિશિષ્ટ હેતુ : વ્યાકરણની કેટલીક સંકલ્પનાઓ જાણે.
અપરિચિત શબ્દો અને રૂઢિપ્રયોગ જાણે
હાસ્યનિબંધને સાહિત્યકૃતિના પ્રકાર તરીકે ઓળખે.
સામાન્ય હેતુ : શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે.
વિશિષ્ટ હેતુ : આદર્શવાચનનું શ્રવણ કરીને વિષયવસ્તુ જાણે.
પાઠમાં આવતા સંવાદો સાંભળીને સમજે
શ્રવણ દ્વારા મનોરંજન મેળવે.
વક્તાના વિચારોનું મૂલ્યાંકન કરે.
સામાન્ય હેતુ : કથન દ્વારા અભિવ્યક્તિ કરે.
વિશિષ્ટ હેતુ : શુદ્ધ ઉચ્ચારણ સાથે આરોહ-અવરોહપૂર્વક બોલે.
પાઠમાં આવતાં પ્રસંગો પોતાની ભાષામાં રજૂ કરે.
પાઠમાં આવતાં સંવાદો રજૂ કરે.
લેખકના પોતાની જાત માટેના અભિપ્રાયો જણાવે.
પ્રશ્નોના જવાબ મુદ્દાસર યોગ્ય રીતે આપે.
સામાન્ય હેતુ : વાંચન દ્વારા અર્થગ્રહણ કરે
વિશિષ્ટ હેતુ : પાઠનું વિષયવસ્તુ જાણે.
શુદ્ધ ઉચ્ચારણ સાથે આરોહ-અવરોહ પૂર્વક વાંચન કરે.
કૃતિમાં વપરાયેલ શબ્દો/વાક્યના વાચ્યાર્થ, લક્ષાર્થ અને વ્યંગ્યાર્થ સમજે.
વાંચીને આનંદ મેળવે.
સામાન્ય હેતુ : લેખન દ્વારા અભિવ્યક્તિ કરે.
વિશિષ્ટ હેતુ : પાઠના મુખ્ય પ્રસંગો લખીને વ્યક્ત કરે.
લેખકના પોતાની જાત માટેના પાંચ અભિપ્રાયો લખે.
માન્ય જોડણી અને વિરામચિહ્નો સાથે લખે.
સામાન્ય હેતુ : વ્યાકરણના જ્ઞાનનું ઉપયોજન કરે.
વિશિષ્ટ હેતુ : અપરિચિત શબ્દોનો ઉપયોગ કરે.
રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરે.
4. વિષયવસ્તુના મુદ્દા :
તાસ : 1
·
લેખકનો પરિચય :- જન્મ, વતન, વ્યવસાય હાસ્ય નિબંધ સંગ્રહો
·
લેખકની છેતરાતી વ્યક્તિ તરીકેની છબી.
·
ફાઉન્ટન પેન, ટેબલ ક્લોથ વગેરેની ખરીદી.
·
ટેબલ ખરીદીને લાવ્યા પછીનો પ્રસંગ.
તાસ : 2
·
બેકારનું વર્ણન
·
લેખકને મોરનું ચિત્ર દોરવું
·
રબરની જરૂરિયાત
·
રબરની ખરીદીમાં છેતરાયાનો અનુભવ.
તાસ : ૩
·
ભાવ ઠરાવવા માટે મુરબ્બીઓ પાસેથી મેળવેલ જ્ઞાન.
·
ભાવ ઠરાવવાની બિનઆવડત
·
પડદાનું કાપડ લેવા જવું.
·
ભાવ ઠરાવવો.
· ઓછા પનાનું કાપડ ખરીદીને છેતરાવું.
તાસ : 4
·
લેખકના પોતાની જાત માટેના અભિપ્રાયો.
·
છેતરાવામાં શરમાવા જેવું નથી.
·
ઘરમાં ખરાબ વસ્તુની ખરીદીમાં નિમિત્ત પોતે જ.
·
પોતાની નબળાઈઓને માફ કરવામાં ઉદાર
·
છેતરાવામાં પોતે કીર્તિમાન.
·
સારો માલ વાજબી ભાવે નથી લાવ્યા અને વાજબી ભાવે સારો માલ નથી લાવ્યા.
·
પોતાને મફતમાં મળેલી વસ્તુની યાદી દ્વારા ચિંતનાત્મક વિચારોની રજૂઆત.
તાસ : 5
મૂલ્યાંકન.
સમગ્ર એકમ.
5. સંકલ્પનાઓ :
તાસ : 1 અપરિચિત શબ્દો
- ભમરા
- નાદિર શાહ
- પ્રતિઘોષ
- અઘરી જોડણી ધરાવતા શબ્દો
- વાજબી
- ઉદ્ઘાટન
- કીર્તિ
તાસ : 2 અપરિચિત શબ્દો
- ટેપેસ્ટ્રી
- સ્તાર્સ
- અભ્રખચિત
- કીર્તિપતાકા
- અદ્ભુત
- મિનિટ
- વિસ્ફારિત
તાસ : 3 અપરિચિત શબ્દો
- ડેલ કોર્નેગી
- પનો
- બેધડક
રૂઢિપ્રયોગ
- વિસ્ફારિત થઈ જવું.
- ખલાસ થઈ જવું.
- મોટે ઉપાડે.
તાસ : 4 અપરિચિત શબ્દો
અધરી જો ડણી
- હોંશીલું
- સદ્ભાગ્
- સોગન
- ચકભિલ્લુ
સમાસનો વિગ્રહ કરો.
- મયૂરાસન
- ટેબલક્લોથ
6. અધ્યાપન પદ્ધતિ અને પ્રયુક્તિઃ
·
કથન - ચર્ચા
·
નાટ્યીકરણ
7. શૈક્ષણિક સાધનો :
·
લેખકનો ફોટોગ્રાફ
·
વર્તમાનપત્રો કે જેમાં લેખકની હાસ્ય કોલમ હોય.
·
ગાંઠ ધરાવતું લાકડું
·
બુટ્ટાવાળું નકશીદાર કાપડ.
8. અધ્યયન પ્રવૃત્તિઓ :
·
કથન
·
શ્રવણ
·
લેખન
·
પ્રશ્નોત્તર
·
વાચન
·
અભિનય (નાટ્યીકરણમાં)
9. મૂલ્યાંકન :
પાછળ નમૂનામાં આપેલ કસોટીપત્ર દ્વારા મૂલ્યાંકન કરશે.
10.સ્વાધ્યાય :
તાસ : 1 વર્તમાનપત્રમાંથી લેખકની હાસ્યકોલમ વાંચો.
તાસ : 2 તમે છેતરાયા હોય તેવા બે પ્રસંગ લખીને લાવવા.
તાસ ૩ :છેતરાવાની બાબતમાં તમે તમારી જાત માટે શું માનો છો ? દસ
બાર વાક્યો લખવા.
તાસ : 4 જુદી જુદી વ્યક્તિઓ અન્ય વ્યક્તિને કેવી રીતે છેતરે છે ? ત્રણ ઉદાહરણ લખો.
11. સંદર્ભગ્રંથ :
·
વર્તમાનપત્રો
·
‘સચરાચરમાં’ અને ‘સોમવારની સવારે’ હાસ્ય નિબંધો.
કા.પા. કામ. તાસ : 1
18.10.03 વિષય : ગુજરાતી ધો.૭ વિષયાંગ : એવા રે અમે એવા ! લેખક : બકુલ ત્રિપાઠી |
|
વિષયવસ્તુના મુદ્દા |
ભાષાવસ્તુના મુદ્દા |
લેખક : જન્મ : 1928 વ્યવસાય : અધ્યાપક ‘સચરાસરમાં’ અને ‘સોમવારની સવારે’હાસ્યનિબંધો લેખકની છેતરાતા વ્યક્તિ તરીકેની છબી ટેબલ ખરીદી પછીનો પ્રસંગ |
અપરિચિત શબ્દો ·
ભમરા ·
નાદિર શાહ ·
પ્રતિઘોષ અધરી જોડણી * વાજબી * ઉદ્ઘાટન * કીર્તિ |
તાસ : 2
તા.19.10.03 વિષય : ગુજરાતી ધો.૭ વિષયાંગ : એવા રે અમે એવા ! |
|
વિષયવસ્તુના મુદ્દા |
ભાષાવસ્તુના મુદ્દા |
છેતરાવાનો પ્રથમ પ્રસંગ ·
બેકાર નામની વ્યક્તિ ·
લેખકને મોરનું ચિત્ર દોરવું. ·
રબરની જરૂરિયાત ·
રબરની ખરીદીમાં છેતરાવું |
અપરિચિત શબ્દો ટેપેસ્ટ્રી સ્તાર્સ અભ્રખચિત કીર્તિપતાકા અઘરી જોડણી અદ્ભુત મિનિટ વિસ્ફારિત |
તાસ : ૩
તા.20.10.03 વિષય : ગુજરાતી ધો.૭ વિષયાંગ : એવા રે અમે એવા ! |
|
વિષયવસ્તુના મુદ્દા |
ભાષાવસ્તુના મુદ્દા |
·
ભાવ ઠરાવવાનું જ્ઞાન મુરબ્બીઓ પાસેથીમેળવવું. ·
ભાવ ઠરાવવાની બિનઆવડત ·
પડદાનું કાપડ લેવા જવું. ·
ભાવ ઠરાવવો. ·
ઓછા પનાનું કાપડ ખરીદીને છેતરાવું |
અપરિચિત શબ્દો ડેલ કોર્નેગી પનો બેધડક રૂઢિપ્રયોગ * વિસ્ફારિત થઈ જવું. * ખલાસ થઈ જવું. * મોટે ઉપાડે. |
તાસ : 4
તા.20.10.03 વિષય : ગુજરાતી ધો.૭ વિષયાંગ : એવા રે અમે એવા ! |
|
વિષયવસ્તુના મુદ્દા |
ભાષાવસ્તુના મુદ્દા |
* લેખકના પોતાની જાત માટેના અભિપ્રાયો * છેતરાવામાં શરમ નહીં. * ઘ૨માં ખરાબ વસ્તુની ખરીદમાં નિમિત્ત પોતે જ બને. * પોતાની નબળાઈ માફ કરવામાં ઉદાર * સારો માલ વાજબી ભાવે લાવ્યા નથી. * વાજબી ભાવે સારો માલ લાવ્યા નથી. |
અપરિચિત શબ્દો * ચકભિલ્લુ * સોગન અઘરી જોડણી * સદ્ભાગ્ય * હોંશીલું સમાસનો વિગ્રહ કરો. * મયૂરાસન * ટેબલક્લોથ |
મૂલ્યાંકન કસોટી
તા.22/10/03 વિષય :- ગુજરાતી ધોરણ : 9
વિષયાંગ : એવા રે અમે એવા ! ગુણ :- 20
પ્ર-1. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેથી વિધાન ખરું બને
(1) ............કથા અનુસાર સીતાને ધરતીમાતાએ જન્મ આપ્યો હત
(2) લેખક……... ઈંચના પનાનું કાપડ ખરીદીને છેતરાયા હતા.
(3) …..એ કહેલું, ‘ઝંડા, વધ વધ આકાશે જાજે.’
(4) સ્વામી વિવેકાનંદનો પ્રિય મંત્ર ............હતો.
(5) આકૃતિ ............ નામના હાસ્ય નિબંધમાંથી લીધી છે.
પ્ર-2. ટૂંકમાં જવાબ આપો.
(1) લેખક જે ટેબલ ખરીદીને લાવ્યા હતા તેમાં શું ખામી હતી ?
(2) લેખક સૌ પ્રથમ વાર કોના દ્વારા છેતરાયા હતા ?
(3) લેખકના મતે ખરીદકળાનાં મુખ્ય બે તત્ત્વો કયાં છે ?
(4) લેખકના મિત્રોના મતે એમના છેતરાવાનું કારણ શું હતું ?
(5) પોતે કઈ બાબતમાં ફાવ્યા હોવાનું લેખક માને છે ?
પ્ર-3. માગ્યા પ્રમાણે કરો.
(1) શુદ્ધ જોડણી લખો.
* હોશિલુ * વ્યાજબી
(2) રૂઢિપ્રયોગના અર્થ આપો.
* મોટે ઉપાડે * વિસ્ફારિત થઈ જવું.
(4) સમાસનો વિગ્રહ કરો.
* મયૂરાસન * ટેબલક્લોથ
(3) શબ્દોના અર્થ આપો.
* ભમરા *સ્તાર્સ
(5) વિરોધી શબ્દ આપો.
* કીર્તિ * સદ્ભાગ્ય