html, body { overflow-x: hidden; width: 100%; margin: 0; padding: 0; } વાચન કૌશલ્ય // Reading skills - Real Gujju Education
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

વાચન કૌશલ્ય // Reading skills

 વાચન કૌશલ્ય // Reading skills

 

વાચન કૌશલ્ય // Reading skills

પ્રસ્તાવના :

આગળ આપણે શ્રવણ અને કથન કૌશલ્યનો પરિચય મેળવ્યો. તે બંને કૌશલ્યો બાળકમાં સાહજિકતાથી અનૌપચારિક રીતે ખીલતાં હતાં. તે બંને કૌશલ્યોનો વિકાસ થયા પછી વાંચન અને લેખન કૌશલ્યનો વિકાસ ઔપચારિક પ્રયત્નો કરીને સાધી શકાય છે.

વાચન દ્વિતીય કક્ષાનું અને અર્થગ્રહણ કૌશલ્ય છે. બાળક સાહજિકતાથી જેટલું શ્રવણ અને કથન કરે છે તેટલું વાચન કરી શકતો નથી. કારણ કે વાચન વાચક માટે પ્રતીકો/સંજ્ઞાનું ધ્વનિકરણમાં રૂપાંતર કરી સમજવાની પ્રક્રિયા છે, માટે તેના શ્રવણ અનુભવો અને ભાષા અંગો, સંકેતો, સંદર્ભો વગેરેનું જ્ઞાન અને અર્થઘટન ઔપચારિક પ્રયત્નો વડે શીખવાનું છે. મૌલિક ભાષા અને લિપિબદ્ધ ભાષાનો ભેદ સમજવાનો છે. આમ વાચન પ્રક્રિયાએ બાળકના વૃદ્ધિ-વિકાસ જેવી સાહજિક નથી. એટલે તો પૌઢોને પણ વાચન શીખવવાના કાર્યક્રમો કરવા પડે છે. અહીં આપણે વાંચન કૌશલ્યની સમજ મેળવીશું.

અર્થ :

વાચન એટલે લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિઓના દશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા- રોબિન્સન

 

વાચન અર્થ શોધવાની અને પ્રાપ્ત કરવાની (સમજવાની) પ્રક્રિયા છે. ડબ્રો

 

વાચન માત્ર મુદ્રિત શબ્દોનું સ્પષ્ટ દર્શન કે સાચું ઉચ્ચારણ કે પ્રત્યેક શબ્દના અર્થની પ્રત્યાભજ્ઞા કરતાં પણ વિશેષ છે. - રુથ સ્પ્રંગ

 

વાચન ચિંતનશીલ, વિચારશીલ પ્રક્રિયા છે. – બેટ્સ

 

વાચન અર્થ મેળવવાની પ્રક્રિયા કરતાં અર્થ તારવવાની પ્રક્રિયા છે ગુડમેન


વાચન તર્કની પ્રક્રિયા છે - થોર્નડાઈક

 

સંકલ્પના

ઉપરોક્ત વ્યાખ્યાને આધારે ખ્યાલ આવશે કે વાચન કૌશલ્યને પણ શ્રવણ અને કથન કૌશલ્યની જેમ શરીર વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક એવાં બે પાસાં છે. લખેલાં શબ્દોને આંખ વડે જોઈએ છીએ તે વાચનનું શરીર વૈજ્ઞાનિક પાસું છે. વાચન માટે તે જરૂરી છે પરંતુ પૂરતું નથી. લખેલા શબ્દોના અર્થ સમજાય ત્યારે વાચનની ક્રિયા પૂરી થાય છે.

અર્થગ્રહણની પ્રક્રિયા મનોવૌજ્ઞાનિક છે. અભણ માણસ લખાણને જુએ છે, પણ તેનું અર્થઘટન કરી શકતો નથી. તેવી જે રીતે ધો. 5-6 માં અભ્યાસ કરતો બાળક કૉલેજ કક્ષાની અંગ્રેજીની ચોપડીમાં છાપેલા અક્ષરો વાંચી શકશે પરંતુ તે લખાણનો અર્થ સમજી શકશે નહીં. ધો. 8 માં અભ્યાસ કરતા બાળકને મેડિકલ કે એન્જિનિયરિંગનું પુસ્તક આપતાં તે મૂળાક્ષરો ઓળખીને વાંચે છે, પરંતુ અર્થ તારવી શકશે નહીં. આમ, વાચન માટે છાપેલાં- મુદ્રિત થયેલાં ધ્વનિ સંકેતો ઉકેલવાઓળખવા અને સાથે તેનો અર્થ પણ સમજવો તે બાબત મહત્ત્વની છે.

વાચનને ભાષાના દશ્ય સ્વરૂપ સાથે સંબંધ છે. તે ભાષાનું અર્થગ્રહણાત્મક કૌશલ્ય છે. ભાષાના દૃશ્ય માધ્યમ દ્વારા પ્રગટતા વાક્યોને પારખીને તેમને સાચા અર્થમાં ગ્રહણ કરવાના સંદર્ભમાં જોઈએ તો વાચન સ્વીકારાત્મક કૌશલ્ય છે. પરંતુ જરા ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવે છે કે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જેટલું વંચાયુ હોય છે તેને આધારે હવે પછી આગળ શું આવશે તેની આગાહી પણ કરી શકીએ છીએ. લખનારે લખાણમાં મૂકેલા સંદર્ભને આપણે રીતે પામી લઈએ છીએ. અર્થઘટન દ્વારા લેખકે રજૂ કરેલો સંવાદ આપણે ફરીથી સર્જીએ છીએ તે રીતે વાચનનું કૌશલ્ય માત્ર સ્વીકારાત્મક રહેતાં તે સર્જનાત્મક કૌશલ્ય બની જાય છે.

ટૂંકમાં, બાળકે અનેક શબ્દો ઉચ્ચારાતા સાંભળ્યા હોય છે. આવા શબ્દો લિપિબદ્ધ થઈને બાળક સામે આવે છે. ધ્વનિ અને શબ્દોનું દશ્યરૂપ બેનો સમન્વય સાધી બાળક વાંચે છે. જે શબ્દો વાંચે છે તેનો અર્થ સમજતું જાય છે. આમ વાચન કલા છે. જેમાં બાળક પોતાના પ્રયત્નોથી પોતાની શક્તિઓ પ્રમાણે વિકાસ સાધી શકે છે. શિક્ષક, વાલી તો માત્ર પ્રેરણા આપી શકે. માટે વાચન શીખતા બાળક માટે વાલી અને શિક્ષકની ભૂમિકા અગત્યની બની જાય છે.

આમ, વાચનની વિચારણા કરતાં નીચેની ત્રણ બાબતો સામે આવે છે.

  • વાચનને બાળકની ક્ષમતા સાથે સંબંધ છે.
  • વાચન પ્રક્રિયા ક્રમિક છે.
  • વાચન પ્રક્રિયામાં મુદ્રિત સંકેતોનું દર્શન, ઓળખ, ભેદપારખતા, અર્થઘટન, અર્થગ્રહણ, તર્ક, વિચાર અને ચિંતન જેવી પેટા પ્રક્રિયા સમાયેલી છે. પણ પેટા પ્રક્રિયાનો અમલ વાચન પ્રવૃત્તિ દરમિયાન થાય છે કે નહિ તેનો આધાર વાચન કૌશલ્યના વિકાસ પર રહેલો છે.

 

વાચન કૌશલ્યનું મહત્ત્વ :

  • પ્રવર્તમાન સમયમાં જ્ઞાનનો વિસ્ફોટ થતો રહે છે, જે પુસ્તક સ્વરૂપે બહાર આવે છે અને તે જ્ઞાનભંડાર વાચન વિના પ્રાપ્ત થઈ શકે નહીં.
  • માહિતી, સંદેશા કે વિચારોની આપ-લે સ્થળકાળથી પર રહીને થઈ શકે છે.
  • સભા, સોસાયટી, દુકાન, રેલ્વે સ્ટેશન કે જાહેરસ્થળે વાચનની જરૂર પડે છે.
  • રોજબરોજના વ્યવહારમાં અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પણ વાચન જરૂરી છે.
  • વિદ્યાર્થીને શૈક્ષણિક સફળતા મેળવવા માટે વાચન જરૂરી છે.
  • શિક્ષક, વકીલ, દાક્તર, પત્રકાર જેવાં અનેક વ્યવસાયમાં વારંવાર વાચન કૌશલ્યની જરૂર રહે છે.
  • સાહિત્યનો આનંદ માણવા માટે.
  • લેખનક્ષમતા વિકસાવવા માટે વાચનક્ષમતા જરૂરી છે.
  • માહિતી પ્રાપ્ત કરવા અને મનોરંજન મેળવવા.
  • નવરાશના સમયનો સદ્ઉપયોગ કરવા.
  • વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતર માટે.
  • અનેક જાહેરસ્થળોએ સૂચનાઓ લેખિતસ્વરૂપે હોય છે. જો તે સૂચનાઓ
  • વાંચવામાં આવે તો વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ સૂચનાઓ વાંચવા માટે.
  • કોઈપણ વ્યક્તિને પોતાના ધંધામાં કુશળતા મેળવવા.
  • વાચન દ્વારા વ્યક્તિ તેના સાંસ્કૃતિક વારસાને જાણી શકે છે.
  • વસ્તુ ખરીદતી વખતે પોતાના હક્કો અને વસ્તુ અંગેની પૂરેપૂરી માહિતીથી પરિચિત થવા.
  • સમાજ અને દુનિયામાં અન્ય વ્યક્તિઓ સાથેનો સંપર્ક કરવા અને જાળવી રાખવા.
  • વાચન કૌશલ્યના મહત્ત્વ જણાવતાં ભાષાવિદો કહે છે.......
  •  વાચન પૂર્ણ માનવીનું સર્જન કરે છે. - ફ્રાન્સિસ બેંકન
  • વાચન જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરનાર જાદુઈ દ્વાર છે. -સર આર્થર

 

વાચનના પ્રકાર : વાચનના મુખ્ય બે પ્રકાર છે.

(1) મુખવાચન    (2) મૂકવાચન

(1) મુખવાચન :

લેખિત કે મુદ્રિત સંકેતોનું ધ્વનિ સંકેતમાં પ્રગટીકરણ થવું એનું નામ મુખવાચન'

શરૂઆતથી બાળક જ્યારે લેખિત કે લિપિબદ્ધ સંકેતોને ઉકેલતા શીખે છે ત્યારથી તે મુખવાચન શીખવાનું શરૂ કરે છે. સંકેતને દૃષ્ટિથી ઉકેલવાનો પહેલો પ્રયાસ હમેશાં ધ્વનિયુક્ત હોય છે. વાચનની શરૂઆત કરનાર બાળકની વાચનની ટેવો, આવડતો, કુશળતાઓના નિદાન અને મૂલ્યાંકનમાં મુખવાચન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અર્થગ્રહણ બરાબર થાય છે કે કેમ તે ચકાસવામાં પણ તે મદદરૂપ બને છે. ઘણીવાર બાળક મોટેથી વાંચે પણ કાંઈ પણ સમજે નહીં તેવો અનુભવ થાય છે.

મુખવાચન બીજી વ્યક્તિ સાંભળી શકે તે રીતે થતું હોય છે. શરૂઆતમાં બાળક પાસે હમેશાં મુખવાચન કરાવવામાં આવે છે. પરિણામે બાળકને શરૂઆતથી પાઠના વસ્તુના ભાવ પ્રમાણે અવાજમાં યોગ્ય આરોહ-અવરોહ લાવી, કોમળતા, જુસ્સો, વેધકતા લાવી શકાય છે. યોગ્ય જગ્યાએ અટકવું, મોઢા પર યોગ્ય ભાવ લાવી, અભિનય સાથે બાળકો વાંચે તેવી શિક્ષકે શરૂઆતથી ટેવ પાડવી જોઈએ.

બાળક સુંદર ઢબે, અસ્ખલિતપણે, સાચી રીતે અને ખોટી જગ્યાએ જરાય અટક્યા સિવાય વાંચી શકે તેવું વાતાવરણ શિક્ષકે સર્જવું જોઈએ. વિદ્યાર્થીઓને મોટા લહેકાથી વાંચવાની ટેવ પડે તેમ એમની સૂરમિલાવટમાં અને ઉચ્ચારણમાં કુત્રિમતા પ્રવેશે તેની શિક્ષકે ખાસ કાળજી રાખવી જોઈએ, માટે પ્રાથમિક શાળામાં મુખવાચનને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પ્રારંભના ધોરણોમાં બાળકો મોટેથી વાંચવાની તક મેળવવા તલપાપડ હોય છે અને આંગળી ઊંચી કરવાને બદલે પોતાની જગ્યા પર અડધા ઊંચા થઈ શિક્ષક પાસેથી વાંચવાની તક મેળવવા પ્રયત્નો કરે છે. આવી સુંદર તક શિક્ષકે ઝડપીને બાળકોનું વાચન કૌશલ્ય સુધારવા સતત પ્રયત્ન કરવા જોઈએ. કેટલીકવાર નબળું વાચન ધરાવતાં વિદ્યાર્થીને થોડી વારમાં વાંચતા વાંચતા બેસાડી દે છે જે યોગ્ય નથી.

 

મુખવાચનના પણ બે પ્રકાર પાડી શકાય.

(1) વૈયક્તિક  (2) સામૂહિક

એક વ્યક્તિ મુખવાચન કરે તે વૈયક્તિક મુખવાચન છે અને સમૂહમાં એક સાથે એકથી વધારે વ્યક્તિઓ મુખવાચન કરે તે સામૂહિક મુખવાચન છે.

મુખવાચનના લક્ષણો :

  • સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ
  • સાચું અને સંપૂર્ણ અર્થઘટન
  • સહેતુક વાચન દ્વારા દૃષ્ટિફલકમાં વૃદ્ધિ
  • યોગ્ય ગતિથી વાચન
  • વિરામચિહ્નો ખ્યાલમાં રાખીને આરોહ-અવરોહ
  • પુસ્તકને યોગ્ય રીતે પકડવું.
  • પુસ્તક અને આંખ વચ્ચે યોગ્ય અંતર
  • વ્યવસ્થિત અને સ્વાભાવિકપણે, નિઃસંકોચભાવે વાંચન
  • સીધા ઊભાં રહી અને યથાવકાશ શ્રોતાઓને પણ દૃષ્ટિમાં સમાવી વાંચન
  • શ્રોતા સમુદાયને સંભળાય એવા પ્રસન્ન મધુર અવાજથી વાંચન

સામાન્ય રીતે બાળકો પોતાના શિક્ષણાનુભવો માટે શિક્ષક પર આધાર રાખે છે. વાચન કૌશલ્યના વિકાસ માટે પણ સ્વભાવિક રીતે આદર્શ નમૂનો શિક્ષક પાસેથી પ્રાપ્ત કરવાની તેઓ આશા રાખે. આશા ત્યારે પૂર્ણ થાય જ્યારે શિક્ષકનું વાચન ખરા અર્થમાં આદર્શ હોય.

શિક્ષકનું આદર્શ વાચનઃ વર્ગમાં સર્વે જોઈ શકે તેવી જગ્યાએથી શિક્ષક દ્વારા કરાતું મુખવાચન બાળકો માટે આદર્શ વાચન ત્યારે નીવડે કે જ્યારે શિક્ષક મુખવાચનના બધાં લક્ષણોને ધ્યાનમાં રાખી વાંચન કરે. તેમાં નીચેના લક્ષણોનો ખાસ સમાવેશ હોવો જોઈએ.

  • સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચાર
  • સુશ્રાવ્ય પ્રસન્ન મધુર અવાજ
  • ભાવાનુકૂળ આરોહ-અવરોહ
  • વિરામચિહ્નો પ્રત્યેની સતર્કતા
  • અથગ્રહણ કરાવવાની ક્ષમતા
  • ગતિ, વિરામ, લય, સ્વરભાર અંગેનો વિવેક

શિક્ષકનો આદર્શ વાચનનો હેતુ : બાળકનું વાચન કૌશલ્ય ખીલવવા માટેનો છે. શિક્ષક બાળકો સમક્ષ આદર્શ વાચનનો નમૂનો પૂરો પાડે તો વિદ્યાર્થી શિક્ષકના વાચનની નકલ કરવા પ્રેરાય છે. માતૃભાષાના પાઠમાં વિષયનિરૂપણના સોપાન બાદ શિક્ષક પ્રથમ આદર્શ વાચન કરે છે.

વાચનનો આદર્શ નમૂનો વિદ્યાર્થીઓ આગળ રજૂ કરવા માટે શિક્ષકે સૌ પ્રથમ તો યોગ્ય ગઘ કે પદ્યની પસંદગી કરી લેવી જોઈએ. પાઠ્યપુસ્તકમાંથી પણ નમૂનો લેવો જોઈએ.

આદર્શ વાચનને માટે બીજી આવશ્યકતા રહે છે અનુકૂળ વાતાવરણની. જો વાતાવરણ યોગ્ય હોય અને શિક્ષક આદર્શ વાચનનો નમૂનો પૂરો પાડવાનો પ્રયત્ન કરે તો આદર્શ વાચનના હેતુઓ ભાગ્યે સફળ થાય છે. આદર્શ વાચનના હેતુ સિદ્ધ કરવા માટે શિક્ષક અને વિદ્યાર્થી એમ બંને પક્ષે રસ અને એકાગ્રતા હોવા જોઈએ. શિક્ષકની વર્ગ સંચાલન અને વાચન અંગેની કુશળતા ધાર્યા પરિણામ લાવી શકે છે.

સમૂહવાચન : સમૂહવાચન એટલે સહવાચન. વર્ગના વિદ્યાર્થીઓ એકસાથે વાચન કરે તે સમૂહવાચન. પ્રાથમિક શાળામાં નીચલા ધોરણોમાં શરૂઆતમાં સમૂહવાચન કરાવવામાં આવે તે આવશ્યક છે . બાળકો જ્યારે વાંચતાં શીખતા હોય છે ત્યારે શિક્ષક મૂળાક્ષર કે શબ્દનું વાંચન કરે છે ત્યારબાદ વર્ગનાં બધાં બાળકો શિક્ષકનું અનુકરણ કરે છે. રીતે સમૂહવાચન કરાવવાથી વિદ્યાર્થીઓમાં ક્ષોભસંકોચ ઓછો થાય છે, તેઓ શરમ અનુભવતા નથી. તેમનામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ પણ આવે છે. ગદ્ય કરતા પદ્યમાં આવું વાચન વિશેષ અનુકૂળ રહે છે. માટે શિક્ષક જ્યારે મૂળાક્ષર શીખવે ત્યારે કમળનો ચોક્કસ લયમાં ગાતાં ગાતાં શીખવે છે. BAT

આદર્શ નમૂનો શિક્ષક પૂરા પાડે તેવું નથી. પૂરતા મહાવરા બાદ વર્ગના કેટલાક વિદ્યાર્થીઓની વાચનક્ષમતા મતા વહેલી વિકસી જાય છે. આવા વિદ્યાર્થી દ્વારા પણ આદર્શ વાચન કે આદર્શ નમૂનો પૂરો પાડી શકાય.

 

મુખવાચનમાં થતાં દોષ અને તેના ઉપચાર :

મુખવાચન દરમિયાન જુદા-જુદા વિદ્યાર્થીઓમાં જુદા-જુદા દોષ જોવા મળે છે. જેના કારણો પણ ભિન્ન હોય છે. આમ છતાં મોટા ભાગે જોવા મળતા દોષ વિશેની ચર્ચા કરીશું

દોષ

 

કારણ

ઉપચાર

શબ્દોને ઓળખવામાં મુશ્કેલી

દૃષ્ટિ

ખામીભરી વાચનસામગ્રી

ખામીભરી તાલીમ

વિષયવસ્તુ વધારે અઘરી હોય.

 

ચશ્મા કે દાક્તરની સલાહ મુજબદૃષ્ટિદોષનું નિવારણ

વિષયવસ્તુ સરળ અને ખામીમુક્ત હોવું જોઈએ.

મનોવિજ્ઞાન અને વૈજ્ઞાનિક ઢબે તાલીમ

 

દૃષ્ટિ ફલકમાં ખામી (નેત્ર ગતિમાં)

દષ્ટિદોષ

સ્નાયુમાં ખામી

શબ્દો પર આંગળી મૂકી વાંચવાની ટેવ

 

દાક્તરી સારવાર

શબ્દ પર આંગળી મૂકી વાંચવાની ટેવ છોડાવવી

 

અશુદ્ધ ઉચ્ચારણ

વાણી અંગેના દોષ

દષ્ટિદોષ

પાઠ્યસામગ્રી કઠિન

યોગ્ય માર્ગદર્શન માળખું હોય

શારીરિકખામી દૂર કરવી

શબ્દભંડોળ વધુ સમૃદ્ધ બનાવવું

ઉચ્ચારણ અંગે પૂરતું માર્ગદર્શન આપવું

અર્થ ગ્રહણમાં મુશ્કેલી

અનુભવ અને અભ્યાસનો અભાવ

ઓછું શબ્દભંડોળ

શબ્દકોશનો ઉપયોગ

 શબ્દભંડોળ વધારવા માટે મિત્રો અને અન્ય સાધનોનો ઉપયોગ

શબ્દો ધીમી ગતિએ વાંચવા

દષ્ટિફલક ઓછું

પાઠ્યસામગ્રી કઠિન

વાંચવાનો મહાવરો ઓછો

એક સમયે વધારે પડતું મુખવાચન

 નજર કમજોર હોય

વાચનનો મહાવરો વારંવાર કરાવવો.

દષ્ટિ અંગેની ખામી દૂર કરાવવી

સતત લાંબો સમય મુખવાચન કરાવવું નહીં

સમયમર્યાદા નિશ્ચિત કરીને વંચાવવું

નવા અને અપરિચિત શબ્દો વાંચી શકવા

વાચન અંગેની યોગ્ય પદ્ધતિ મહાવરો હોય

ધ્વનિ અંગેની તાલીમનો અભાવ

પરિચિત શબ્દો અર્થ સાથે અપરિચિત શબ્દો વાંચતા શીખવવા.

શબ્દોના ધ્વનિનો અભ્યાસ કરાવવો.

 ઉપના કારણોને નીચેની રીતે પણ વિચારી શકાય.


શારીરિક કારણો : જીભ, દૃષ્ટિ, હોઠ, બહેરાશ, વગેરેને કારણે વાચન પર અસર થાય છે.

મનોવૈજ્ઞાનિક કારણો : ભયની લાગણી, લઘુતાગ્રંથિ, ગભરાટ, શરમ વગેરેને કારણે ખામીયુક્ત વાચન કરે છે.

સંવેગાત્મક કારણો : આત્મવિશ્વાસનો અભાવ, વાચનમાં ભૂલ થશે તો ? શિક્ષક ઠપકો આપશે તો ? ભૂલ પડે, તો વાંધો નહીં વગેરે.

પરિસ્થિતિજન્ય કારણો : શાળાનું-ઘરનું વાતાવરણ, શિક્ષક અને વાલીનું વિદ્યાર્થી પ્રત્યેનું વલણ વગેરે.

 ઉપર્યુક્ત કારણોમાંથી ક્યા કારણોસર વિદ્યાર્થીના વાચનમાં દોષ થાય છે તે કારણો જાણી શિક્ષકે યોગ્ય ઉપચાર કરવો જોઈએ. તેમાં પણ બાળકના વય, રસ, વલણ, વાતાવરણ, શારીરિક અને માનસિક સ્થિતિ વગેરેને ધ્યાનમાં રાખવા જોઈએ.

મુખવાચન ખિલવતી વર્ગશિક્ષણની પ્રવૃત્તિઓ : વિદ્યાર્થીઓને વાચન માટે પ્રેરણા અને પ્રોત્સાહનની સાથે આદર્શ નમૂનાઓ પૂરા પાડવાથી મુખવાચન ગુણવત્તાયુક્ત બનશે. વાચન માટે અનુકરણ અને દઢીકરણ અગત્યના પરિબળો છે. શિક્ષકના આદર્શ વાચનની અસર વિદ્યાર્થીઓ પર ખૂબ ઊંડી છાપ મૂકે છે, જેને ધ્યાનમાં રાખી શિક્ષકે આદર્શવાચન ખરેખર આદર્શ કરવું જોઈએ.

મુખવાચનનો પાયો પ્રાથમિક શાળામાં વિશેષ દૃઢ બનતો હોય છે. એટલે પ્રારંભથી વિદ્યાર્થીને પદ્ધતિસરનું મુખવાચન શીખવવામાં આવે તો વિદ્યાર્થીને વાંચવામાં કોઈ મુશ્કેલી પડતી નથી.

વિદ્યાર્થીનું મુખવાચન કૌશલ્ય વિકસે તે માટે વર્ગશિક્ષણ દરમિયાન નીચેની પ્રવૃત્તિઓ શિક્ષકે કરવી જોઈએ.

 

  • ગદ્યપાઠના અઘ્યાપનમાં આદર્શપઠન કરવું જોઈએ.
  • કાવ્યશિક્ષણ દરમિયાન ગેય કાવ્ય હોય તો ગાન કરવું જોઈએ અને અગેય હોય તો આદર્શ પઠન કરવું જોઈએ.
  • પાઠ્યત્તર કૃતિઓનું પણ વર્ગમાં જરૂર જણાય ત્યારે આદર્શવાચન કરવું જોઈએ.
  • અધ્યાપન દરમિયાન કે અધ્યાપનના અંતે દરરોજ તાસમાં છેલ્લી પાંચ મિનિટ મુખવાચન કરાવવું જોઈએ.
  • બાળકો પાસે પણ પાક્યેત્તર કૃત્તિઓનું વર્ગમાં અવારનવાર મુખવાચન કરાવવું જોઈએ.
  • બાળકોને આપવામાં આવેલ લેખનકાર્યનું તેમના દ્વારા વર્ગમાં મુખવાચન કરાવવું જોઈએ.
  • વિદ્યાર્થીઓ પાસે એકબીજાની નોંધપોથીનું વાચન વર્ગમાં કરાવવું જોઈએ. જેથી જુદા- જુદા વિદ્યાર્થીઓના હસ્તાક્ષર ઓળખવાની પણ તાલીમ મળશે.

 

શિક્ષક ઉપર્યુક્ત જેવી પ્રવૃત્તિઓ કરે ત્યારે ખાસ ધ્યાન આપે કે વર્ગમાં થતા મુખવાચનમાં ગુણવત્તા ટકવી જોઈએ. વિદ્યાર્થી વાંચે અને શિક્ષક વર્ગમાં કે વર્ગ બહાર આંટા મારશે તો નહીં ચાલે. વિદ્યાર્થી જ્યારે વાચન કરતો હોય ત્યારે શિક્ષકે એકાગ્રતાપૂર્વક વાચન પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. જો વિદ્યાર્થીની કોઈ ચોક્કસ બાબતમાં ભૂલ પડે કે મર્યાદા જણાય તો સહાનુભૂતિપૂર્વક તેનું ધ્યાન દોરવું જોઈએ. વિદ્યાર્થીને મુખવાચન માટે આપવામાં આવતી તક તેના મુખવાચનના વિકાસમાં ભાગીદાર બને તે જરૂરી છે.

 

મુખવાચન ખિલવવા માટેની સહઅભ્યાસ પ્રવૃત્તિઓ :

  • પ્રાર્થનાસભામાં સમાચાર, સુવિચાર, વાર્તા, જાણવા જેવું વગેરેનું વાંચન કરાવવું.
  • સ્વરચિત જોડકાં- ઉખાણાં વંચાવી શકાય.
  • મહાપુરુષોની જન્મજયંતિ કે પુણ્યતિથિના દિવસે તેમના વિશેની માહિતી વંચાવી શકાય.
  • મહાપુરુષોના જીવનચરિત્રના કેટલાંક અંશો વંચાવવા જોઈએ.
  • બાળસાહિત્ય વંચાવવું.
  • પાઠ્યપુસ્તક સિવાયની ગદ્યકૃતિઓ વર્ગમાં અને વર્ગ બહાર ગવડાવવી જોઈએ.
  • શકાય. વિદ્યાર્થીના ઘરે તેમના સગા-સબંધીના આવેલા પત્રો વર્ગમાં લાવીને વંચાવી
  • કઠિન શબ્દના ઉચ્ચારણ માટે દૃઢીકરણ કરાવવું જોઈએ.
  • વિદ્યાર્થીના મુખવાચનનું જરૂર પડે ત્યારે ટેપરેકર્ડર પર ટેપ કરીને તેને સંભળાવવું જોઈએ. પછી જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ.
  • બાળનાટકોનું મુખવાચન કરાવવું જોઈએ.
  • શાળામાં કે સમાજમાં ઊજવાતા પ્રસંગોનું અહેવાલવાંચન કરાવવું જોઈએ.
  • રેડિયો પરથી પ્રસારિત થતા કાર્યક્રમોનું શ્રવણ કરાવવું જોઈએ, જેથી આદર્શ વાંચનનો નમૂનો પ્રાપ્ત થશે.
  • સમયાંતરે સમૂહવાચન વર્ગમાં કરાવવું જોઈએ.
  • કા.પા. ૫૨ કઠિન ઉચ્ચાર ધરાવતા શબ્દો લખીને તે શબ્દોના ઉચ્ચારણનો મહાવરો કરાવવો જોઈએ. મહિનામાં એક તાસ આવો ગોઠવી શકાય.

 

(1) મૂકવાચનઃ

મૂકવાચનને શાંતવાચન પણ કહે છે. મુખવાચન જાહેર જીવનની જરૂરિયાત છે જ્યારે મૂકવાચન વ્યક્તિગત જીવનની જરૂરિયાત છે. ખરેખર તો મૂકવાચન જિંદગીભર નભે છે. એકવાર વાંચવાનું શીખી લીધા બાદ વ્યક્તિ મનમાં શાંત વાંચવાનું પસંદ કરે છે. પત્ર, શ્લોક, દૈનિકપત્ર, નવલકથા, જીવનચરિત્ર, ટુચકાં કે પાઠ્યપુસ્તક વગેરે મનમાં વાંચવાના પ્રયત્ન થાય છે. પુસ્તકાલયમાં, છાત્રાલયમાં, ઘરમાં, બસમાં, શાળામાં બધા મોટેથી વાંચે તો ? આમ, મૂકવાચન એક વ્યકિત માટે અત્યંત અગત્યનું છે, જેની અવગણના થઈ શકે તેમ નથી. માટે ગુણવત્તાયુક્ત મૂકવાચનનું કૌશલ્ય દરેક સાક્ષર પાસે હોવું જોઈએ.

અર્થ અને સંકલ્પના : મુદ્રિત કે લેખિત ભાષા સંકેતોને ધ્વનિમુક્ત ઉચ્ચારણ સિવાય મનમાં વાંચવા એટલે મૂકવાચન. અહીં અર્થગ્રહણને ભૂલીશું નહીં. આગળ શીખી ગયા કે વાચનમાં ભાષા સંકેતોને ઓળખવા અને લેખકના વિચારોનું અર્થગ્રહણ પણ કરવાનું છે. આમ વાચન એટલે માત્ર લખેલા વાક્યોનું વાચન નહીં, પણ વ્યાપક અર્થમાં વાચન એટલે લેખકે દર્શાવેલા વિચારોનું વાચન કે વિચારોનું અર્થગ્રહણ. મૂકવાચનમાં મનમાં વાંચવું એટલું પૂરતું નથી. લેખકના વિચારોનું અર્થગ્રહણ કરવાની સાથે તેને ચકાસવાના પણ છે. મૂકવાચનની ક્રિયા કોઈ યંત્રવત્ નથી. તેના દ્વારા વિષયવસ્તુ દ્વારા કાંઈક પ્રાપ્ત પણ કરવાનું છે. માટે બાળકને બાળપણથીજ સુવાચનનું શિક્ષણ મળવું જોઈએ.

મૂકવાચનનું મહત્ત્વઃ

જે. . બ્રાયન મૂકવાચનનું મહત્ત્વ જણાવતાં કહે છે, શાંતવાચન સાચે કરકસરભર્યુ નીવડે છે. આપણી રોજબરોજની સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ વાચનની પદ્ધતિ સૌથી વધુ પ્રમાણમાં અપનાવી છે, કારણ કે તે શ્રેષ્ઠ છે.

  • મુખવાચનની સરખામણીમાં મૂકવાચન ઝડપી છે.
  • અર્થગ્રહણની ક્ષમતા વધે છે.
  • વાચનમાં એકાગ્રતા અને પ્રવાહિતા આવે છે.
  • ઓછા શ્રમે વધુ લાભ થાય છે.
  • અર્થગ્રહણની માત્રા વિકસાવી શકાય છે.
  • વાચનસામગ્રીની મુખ્ય બાબતોને યાદ રાખવાની બાબતો વિકસાવી શકાય છે.
  • વ્યક્તિની આજીવન પ્રવૃત્તિ તરીકે મૂકવાચનનું મહત્ત્વ છે.
  • મૂકવાચન દ્વારા સ્વઅભ્યાસની સફળતા વિકસાવી શકાય છે.
  • ફાજલ સમયનો સદુપયોગ થઈ શકે છે.
  • મૂકવાચન અન્ય વ્યક્તિને અવરોધક બનતું નથી.
  • વ્યક્તિ સ્વતંત્ર વિચારસરણી વિકસાવી શકે છે.
  • જ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજોને આંબવા માટે મૂકવાચન ઉપયોગી થઈ પડે છે.
  • અધ્યયન અને અધ્યાપન કસદાર બનાવવા માટે.
  • નબળાં વાચક પોતાની ગતિએ- પોતાની મર્યાદામાં રહીને પોતાનું વાચન કરી શકે છે.
  • રોજિંદા જીવનમાં દુકાન, રેલ્વે સ્ટેશન, ઘર, શાળા, રસ્તા પર ચાલતાં કે જાહેર સ્થળોએ સૂચના વાંચવા જેવી અનેક જગ્યાએ મૂકવાચન કરવામાં આવે છે.
  • મૂકવાચનથી વાચનસામગ્રીના મુખ્ય તથ્યો સરળતાથી યાદ રાખી શકાય છે.
  • નબળાં વાચક માટે પ્રેરણાદાયી છે.
  • નબળો વાચક પોતાની ગતિએ- રીતે વાંચન કરી શકે છે.

 

ટૂંકમાં, મૂકવાચન દ્વારા ઝડપ, એકાગ્રતા, ચોક્સાઈ, સહજતા, નિર્ભયતા, અર્થગ્રહણ જેવાં અનેક ગુણો સરળતાથી પ્રાપ્ત થાય છે.

 

મૂકવાચન વખતે જોવા મળતાં દોષ અને ઉપાય

દોષ

ઉપાય

 

શબ્દ નીચે આંગળી કે પેન્સિલ રાખી વાંચવું

 

·         દોષથી વાચન ઝડપ ઘટે છે તેવી સમજ આપવી.

·         અર્થગ્રહણ પણ ઓછું થાય છે તેવી સમજ આપવી.

 

માથું હલાવીને વાંચવું.

 

·         વાચનમાં ઝડપ ઘટે તેની સમજ આપવી.

·         શારીરિક થાક લાગે તેવો ખ્યાલ વિકસાવવો.

·         વિડિયોગ્રાફી કરી બાળકને દર્શાવવું.

·         વારંવાર સૂચનાઓ આપવી.

 

ધીમા અવાજ સાથે વાચન કરે.

 

·         વાચનની ઝડપ ઘટે છે.

·         ટેપરેકર્ડર મૂકીને ટેપ કરીને બાળકને સંભળાવવું

·         અર્થગ્રહણમાં ક્યારેક મુશ્કેલી ઊભી થાય છે તેનો ખ્યાલ આપવો.

·         વારંવાર ટકોર કરીને ખામી દૂર કરવી

હોઠ ફફડાવીને વાંચન કરે

 

·         વાચનની ઝડપ ઘટે છે.

·         વિડિયોગ્રાફી કરી દર્શાવવી.

           શારીરિક થાક લાગે તેની સમજ આપવી.

          જરૂરી ટકોર અને સૂચનાઓ આપવી.

 

વાંચન કરતાં કરતાં પુનઃદૃષ્ટિ કરે. (આગળ વાંચેલ શબ્દો કે વાક્યો પર ફરીથી નજર નાંખે)

 

·         આત્મવિશ્વાસ કેળવવો.

·         દૃષ્ટિફલક વધારવા પ્રયાસ કરવો.

·         વાચન ઝડપ ઘટે અને એકાગ્રતાનો ભંગ થાય તેની સમજ આપવી.

 

 

મૂકવાચનની ધ્યાનમાં રાખવા જેવી બાબતો : અક્ષરજ્ઞાન ધરાવતા દરેક વ્યક્તિ માટે મૂકવાચન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માટે બાળકોને પહેલેથી મૂકવાચનની યોગ્ય રીતે તાલીમ આપવી જોઈએ. અત્યારે દરેક કુટુંબમાં મોટાભાગના વ્યક્તિઓ ઘણો સમય મૂકવાચન પાછળ આપે છે. જ્યારે દરેક ઘરમાં એક જોડણીકોશ/શબ્દકોશ હોવો જરૂરી છે. મૌનવાંચન/શાંતવાચન/મૂકવાચનને ગતિ અને પ્રવાહથી યુક્ત કરવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 

  • મૂકવાચન માત્ર શારીરિક નહીં, માનસિક પ્રવૃત્તિ પણ છે.
  • મૂકવાચન એકાગ્ર ચિત્તે થવું જોઈએ.
  • મૂકવાચન વધુ ફળદાયી બનાવવા માટે વિદ્યાર્થીને વિષયવસ્તુથી પરિચિત કરવા જરૂરી છે.
  • મૂકવાચનનો અભ્યાસ નિયમિત અને સતત ચાલુ રહેવો જોઈએ.દૃષ્ટિફલકનું ક્ષેત્ર દિનપ્રતિદિન વિસ્તરે અને વધુને વધુ શબ્દોને એક દષ્ટિપાતની મર્યાદામાં સમાવી શકે જાતની તાલીમ બાળકોને આપવી જોઈએ.
  • વાચન વખતે ગણગણાટ કે હોઠનો ફફડાટ ક્રમશઃ ઓછો થતો જાય એની કાળજી રાખવી જોઈએ.
  • બાળક મૂકવાચન કરે ત્યારે તે શા માટે વાંચે છે ? તેનો ખ્યાલ હોવો જોઈએ. તે જ્ઞાનપ્રાપ્તિ માટે વાંચે છે ? કે મનોરંજન મેળવવા માટે ?
  • વારંવાર વાંચતા અટકી જવું, મોટો દૃષ્ટિવિરામ લેવો, લયનો અભાવ, દૃષ્ટિનું ખામીભર્યું અપરિપક્વ હલનચલન વગેરે દોષોથી પણ વિદ્યાર્થીને મુક્ત કરવા જોઈએ.
  • વિદ્યાર્થીને વાંચનનો વારંવાર મહાવરો આપવો જોઈએ. વિદ્યાર્થીઓની વયક્તા અને અભિરુચિ પ્રમાણે વાચનસામગ્રી તૈયાર કરવી જોઈએ.
  • સરળ વાચનના ‘‘સ્વાધ્યાય’’ તૈયાર કરવા જોઈએ.
  • વિદ્યાર્થીઓને વાંચવા માટે ઉત્તેજન પૂરું પાડવું જોઈએ.
  • વિદ્યાર્થીઓને વાંચનદોષ પ્રતિ જાગૃત કરવા જોઈએ.
  • દરેક વિદ્યાર્થીને પોતાની વાચન ઝડપ કેટલી છે ? તેનાથી પરિચિત કરવો જોઈએ. માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી વાચનની ઝડપ શોધવી અને જરૂરી માર્ગદર્શન આપવું.

 

વાચન ઝડપ                       વાંચેલા કુલ શબ્દો

વાંચન માટે લાગેલો કુલ સમય (મિનિટ)

મૂકવાચન ખિલવવાની પ્રવૃત્તિઓ : મૂકવાચન માટે શાળાની અંદર અને શાળા બહારની પરિસ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. શાળા બહાર વિદ્યાર્થીના વાલી ગમે તે કારણો આપીને છૂટી જશે, પરંતુ શાળામાં શિક્ષકો કોઈપણ કારણ આપીને છૂટી શકશે નહીં.

 

વર્ગશિક્ષણની પ્રવૃત્તિઓ :

  • મૂકવાચનનું શિક્ષણ અવેજી પ્રવૃત્તિ તરીકે થાય છે તે ટાળવું જોઈએ. તે માટે વિદ્યાર્થીને વિધિવત્ શિક્ષણ આપવું જોઈએ.
  • વિદ્યાર્થીને સુવાચનની ટેવ પાડવી જોઈએ.
  • વિદ્યાર્થીઓને અવારનવાર મૂકવાચન કરવાની તક વર્ગમાં આપવી જોઈએ.
  • ત્યારબાદ પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓએ કેટલું અર્થગ્રહણ કર્યું છે તે જાણવું જોઈએ. અઘરાં શબ્દોના અર્થ, કઠિન જોડણી ધરાવતાં શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો વગેરેના ચાટ્સ વર્ગમાં ટીંગાળવા જોઈએ.
  • શિક્ષક કોઈ વિષયવસ્તુ શીખવે તે પૂર્વે અને ત્યારબાદ જરૂરી મૂકવાચન કરાવીને પ્રશ્નો પૂછી કરેલા અર્થગ્રહણની ચકાસણી કરવી જોઈએ.
  • વિદ્યાર્થીઓ મૂકવાચન કરે ત્યારે શિક્ષકે વર્ગના બધાં વિદ્યાર્થીઓનું અવલોકન કરતાં રહેવું જોઈએ. ક્યાંય કોઈ દોષ દેખાય તો તરત જે તે વિદ્યાર્થીનું ઘ્યાન દોરવું જોઈએ.
  • વર્ગમાં ટેબલ ૫૨ જોડણીકોશ હંમેશ માટે રાખવો જોઈએ. જેથી જે વિદ્યાર્થીને જયારે જરૂર પડે ત્યારે તેનો સરળતાથી ઉપયોગ કરી શકે.
  • પાઠ્યપુસ્તકની કૃતિઓના જેવો ભાવ ધરાવતી અન્ય કૃતિઓ પણ વર્ગમાં અવારનવાર લાવીને વિદ્યાર્થીઓને આપી મૂકવાચન કરાવવું જોઈએ.
  • સારું લખાણ ધરાવતા વિદ્યાર્થીની નોંધપોથી અન્ય નબળાં વિદ્યાર્થીઓને વાંચવા માટે આપી શકાય.

 

મૂકવાચન માટેની સહઅભ્યાસ પ્રવૃત્તિઓ :

  • વિદ્યાર્થીઓને મૂકવાચન કરવાની તકો સરળતાથી મળી રહે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ.
  • શાળાના પુસ્તકાલય સુધી બાળકો પહોંચે અને વાંચન કરે તે માટે સતત પ્રેરણા આપવી જોઈએ.
  • બાળકોને રસ પડે તેવા પુસ્તકો શાળામાં લાવીને બાળકોને વાંચવા આપવા જોઈએ.
  • વિદ્યાર્થીઓની વય, કક્ષા, રુચિ અનુસાર વાચનસામગ્રી પૂરી પાડવી જોઈએ. વેકેશનમાં જરૂરિયાતવાળા બાળકો માટે વાચનશિબિર યોજી શકાય.
  • પુસ્તક પ્રદર્શન ગોઠવવા અને તેમાં વિદ્યાર્થીઓને લઈ જવા.
  • બાળકોને ગૃહકાર્યમાં મૂકવાચન આપવું જોઈએ.
  • બાળકોને ધરે દૈનિકપત્ર, બાળમૅગેઝિન વાંચે તે માટે પ્રેરણા આપવી જોઈએ.
  •  જરૂર પડે વાલીનો સહકાર લઈને બાળકને ઘરે મૂકવાચન કરાવી શકાય. શાળામાં બુલેટિન બૉર્ડ પર અવારનવાર રસપ્રદ માહિતી મૂકવી જોઈએ.
  • પાઠ્યપુસ્તક આધારિત કે પાજ્યેત્તર શૈક્ષણિક બાબતોના ચાર્ટસ બનાવીને શાળાની દીવાલો પર ટીંગાળવા જોઈએ.
  • બાળકો રસ્તામાં ચાલતાં ચાલતાં, બસમાં મુસાફરી કરતાં રસ્તા પર લખેલાં જાહેરાતના બૉર્ડ વાંચે તે માટેની પ્રેરણા આપવી જોઈએ.
  • શાળામાં અવારનવાર લેખિત કે મૌખિક માહિતી આપતી હરીફાઈનું આયોજન કરવું જોઈએ જેની તૈયારી માટે બાળકે વાચન કરવું પડે.
  • શિક્ષકે સારા પુસ્તકોની સમીક્ષા પ્રાર્થનાસભામાં કરીને તે પુસ્તક વાંચવા માટેની પ્રેરણા આપવી.

 

વાચનના અન્ય પ્રકાર : આપણે વાચનના મુખ્ય બે પ્રકાર મુખવાચન અને મૂકવાચન વિશે અભ્યાસ કર્યો. બંને પ્રકાર બાળકની પ્રવૃત્તિને આધારે નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ વાચનસામગ્રી અને હેતુની દૃષ્ટિએ વિચારીએ તો વાચનના અન્ય ત્રણ પ્રકાર પાડી શકાય છે.

(1) ઈતરવાચન (2) વિશેષવાચન (3) શિષ્ટવાચન.

ઈતરવાચન : પાઠ્યક્રમ અનુસાર તૈયાર થયેલા પાઠ્યપુસ્તક સિવાયના પુસ્તકોનું વાચન એટલે ઈતરવાચન. દા.. માર્ગદર્શિકા (ગાઈડ), અપેક્ષિત, નકશાપોથી, વિજ્ઞાન પ્રયોગપોથી વગેરે....

વિશેષવાચન : સઘન અધ્યયન માટેની પાઠ્યપુસ્તકીય કૃતિઓ ઉપરાંતની વધારાની કૃતિઓ કે પુસ્તકોના વાચનને વિશેષવાચન કે પૂરકવાચન કહે છે. દા.. પાઠ્યપુસ્તકમાં નરસિંહ મહેતાની કોઈ કૃતિ હોય અને અન્ય પુસ્તકમાંથી નરસિંહ મહેતાની બીજી કોઈ કૃતિ વાંચીએ તો તે વિશેષવાચન કે પૂરકવાચન કહેવાય. HOUART

શિષ્ટવાચન : જ્યારે ખૂબ જાણીતી, સંસ્કાર પોષક અને શિષ્ટ સંમત ભાવનાવાળી કૃતિ કે પુસ્તક વાંચવામાં આવે છે ત્યારે તેને શિષ્ટવાચન કહે છે.

ઉપરોક્ત પ્રકારના વાંચનથી બાળકને આનંદ મળે છે. તેનો વાંચનનો શોખ પૂર્ણ થાય છે. તે સંસ્કારિતાના પાઠ પણ શીખે છે. તેના જ્ઞાન અને માહિતીમાં વધારો થાય છે. તેના નવરાશના સમયનો સદુપયોગ પણ થાય છે. જેથી આવું પાક્યેત્તર વાંચન બાળકો પાસે કરાવવું જોઈએ.

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏