ભાષા શિક્ષણ માટેના શૈક્ષણિક સાધનો
Educational tools for language learning
પ્રસ્તાવના
કોઈપણ વિષયના શિક્ષણમાં જે તે વિષયની સામગ્રી તથા સાધનોનું મહત્ત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે. શૈક્ષણિક સાધનોની મદદ વડે જ શિક્ષણકાર્ય ઝડપી અને અસરકારક બને છે.
માતૃભાષાના શિક્ષણમાં શૈક્ષણિક સાધનો અતિ અગત્યના છે. બાળક જ્યારે શાળાએ આવે છે ત્યારે તે શ્રવણ કૌશલ્ય અને કથનકૌશલ્ય કેટલેક અંશે શીખીને આવ્યું હોય છે, પરંતુ તે વ્યવહાર પૂરતું જ સિમિત છે. બાકીનું ગુણાત્મક શિક્ષણકાર્ય તો બાકી જ હોય છે. જ્યારે દ્વિતીય કક્ષાના વાચન અને લેખન કૌશલ્યમાં તો શાળાએ જ શરૂઆત કરવી પડે છે.
શાળા માતૃભાષાનું શિક્ષણ જેટલે અંશે વધુ શ્રુતિગમ્ય અને દૃષ્ટિગમ્ય બનાવે તેટલે અંશે બાળકને શીખવાના કાર્યમાં મદદરૂપ બની શકે. આથી અહીં દશ્ય-શ્રાવ્ય સાધનોનો પરિચય અને ઉપયોગ વિશે સમજૂતી મેળવીશું.
દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ
માતૃભાષા શિક્ષણકાર્યમાં વિવિધતા લાવવા માટે દેશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ જરૂરી છે. ભાષાશિક્ષણની વિવિધ પદ્ધતિઓ અને પ્રવિધિઓના અમલીકરણમાં દૃશ્ય-શ્રાવ્ય સાધનોનું ખૂબ મહત્ત્વ છે. દૃશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી ભાષાશિક્ષક વર્ગખંડમાં વિષયવસ્તુના મુદ્દાને અનુરૂપ વિવિધ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને વર્ગમાં જુદા જુદા અનુભવો આપી શકે છે.
આમ વિદ્યાર્થીઓને રસ પડે, તેની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય, તેની ગ્રહણ અને ધારણ શક્તિ સરળતાથી વિકસે, એનામાં વિચારશક્તિ, કલ્પનાશક્તિ વધે, તેનાં વિવિધ વલણો અને કૌશલ્યો વિકસે અને તેની સર્જકવૃત્તિ, અને સંશોધનવૃત્તિનો ઓ વિકાસ થાય તે માટે દશ્ય-શ્રાવ્ય અનુભવો જરૂરી છે. આ સાધનોથી ભાષાશિક્ષણમાં અસરકારકતા ગતિશીલતા લાવી શકાય છે. વાસ્તવિકતા વધે છે. વિચાર સાતત્ય જળવાય છે. તાદશ નિરૂપણ ખૂબ મહત્ત્વનું છે. કલ્પનાશક્તિ અને નિરીક્ષણશક્તિનો વિકાસ થાય છે. આમ નવીનીકરણની પ્રક્રિયામાં શિક્ષણ અંગેના નૂતન અભિગમની સંકલ્પનાને દશ્ય-શ્રાવ્ય સાધનોના માધ્યમના ઉપયોગ વિના સિદ્ધ કરી શકાય નહીં. માતૃભાષા શિક્ષણનાં હેતુને સિદ્ધ કરવા દશ્ય-શ્રાવ્ય ઉપકરણો ઘણાં જ મહત્ત્વના છે.