ભાષા શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ સાહિત્ય ભાગ - ૩
Useful reference literature in language teaching Part-3
શબ્દકોષ
કોશ એટલે શબ્દોની જોડણી અને તેના અર્થનો કોશ. કોશ એટલે ભંડાર. જોડણી ઉચ્ચાર, સ્વરભાર, વ્યુત્પત્તિ, લિંગ વગેરે કોશમાં આપેલ હોય છે.
- શબ્દ કોશના પ્રારંભમાં શબ્દ કોશના ઉપયોગ અંગે મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવે છે.
- શબ્દોની ગોઠવણી વર્ણાક્ષરોના ક્રમમાં થયેલી હોય છે.
- કોશના શરૂઆતમાં તેમાં વપરાયેલા સંક્ષેપોની સમજ આપવામાં આવે છે. ગુજરાતી કોશમાં જોડણી અંગેના નિયમો પણ આપવામાં આવે છે.
- કેટલાક કોશ (કોશ)માં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કે અનેકાર્થી શબ્દોનો સમાવેશ થયેલો હોય છે.
- કોશમાં કહેવતો, રૂઢિપ્રયોગ, શબ્દસમૂહ માટે એક શબ્દ, સંક્ષેપો વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
- ગુજરાતી ભાષામાં જાણીતા કોશ નીચે પ્રમાણે છે.
- સાર્થ ગુજરાતી જોડણીકોશ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. તે આધારભૂત જોડણીકોશ છે.
- વિનીત શબ્દકોશ
- ભગવતસિંહજી કૃત ભગવદ્ ગોમંડળ
- બૃહ્દ શબ્દકોશ
- નાનો કોશ – ઉપેન્દ્ર ૨. ભટ્ટ, રતિલાલ નાયક અનડા બુક ડીપો, અમદાવાદ.
- શિક્ષક અથવા વિદ્યાર્થી જ્યારે ભાષા શીખે છે ત્યારે તેને અવનવા શબ્દોનો પરિચય જોડણી કોશમાથી મળે છે.
- વાક્યમાં શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે તે પણ શબ્દ કોશની મદદથી જાણી શકાય છે.
- લેખનકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના વિચારોને અનુરૂપ કોઈ શબ્દ મળતો ન હોય તો તેનો પર્યાય શબ્દ કોશની મદદથી શોધીને લખે છે.
- શબ્દભંડોળ વધારવા માટે વિદ્યાર્થીઓ કોશનો ઉપયોગ કરે છે.
- ભાષાનો પ્રમાણભૂત ઉપયોગ શક્ય બને છે.
- યોગ્ય શબ્દ, યોગ્ય રીતે સમજી તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં વિદ્યાર્થીઓ શીખે છે.
- શબ્દોના સંદર્ભ સાથે અર્થ સમજી શકાય છે અને તેનો યોગ્ય ઉપયોગ કરતાં શીખે છે.
- લેખન કાર્યમાં જોડણીની ભૂલો ન થાય તે માટે પણ ઉપયોગી બને છે.
- કથન અને અર્થગ્રહણ વધારે સુગ્રાહ્ય બને છે.
વિશ્વકોષ :
વિશ્વ પર ફેલાયેલા જ્ઞાનના તમામ વિષયો કે બાબતો માટેનો માહિતી ગ્રંથ એટલે વિશ કોશ. વિશ્વ એટલે સમગ્ર, કોશ એટલે ખજાનો, સંગ્રહ. ટૂંકમાં, સમગ્રજ્ઞાન સંગ્રહ કરી શકાય તેવો ગ્રંથ.
- વિશ્વ કોશમાં પ્રત્યેક વિષયની વિભિન્ન વિભાગોમાં માહિતી આપવામાં આવે છે.
- વિશ્વ કોશમાં આકૃતિઓ, આલેખ, સારણી અને ચિત્રોનો પણ સમાવેશ થાય છે.
- વિશ્વ કોશ તૈયાર કરવા માટે વિશિષ્ટ ક્ષેત્રોના નિષ્ણાતોની મદદ લેવાય છે.
- વિશ્વ કોશમાં માહિતી વર્ણાક્ષરોના ક્રમમાં રજૂ થયેલી હોય છે.
- હવે વિષય કે શાખા પ્રમાણેના કોશ તૈયાર થાય છે, પણ તે ગ્રંથશ્રેણી સ્વરૂપે પ્રકાશિત થતા હોય છે.
મહત્ત્વ :
- વિશ્વ કોશ કોઈપણ વિષયની અધિકૃત અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે ઉપયોગી છે.
- માહિતી સુસ્પષ્ટ બને તે માટે ઉપયોગી છે. સોન સાહિત્ય કોશ અંગેની અધિકૃત માહિતી પ્રાપ્ત થઈ શકે છે.
- સાહિત્યના વિવિધ સ્વરૂપોની માહિતી પ્રાપ્ત થાય છે. ભાષાના માહિતી – પ્રધાન પાઠોના સંદર્ભ રૂપે ઉપયોગ કરી શકાય છે. મહત્ત્વના વિશ્વ કોશ નીચે મુજબ છે.
- ગુજરાતી વિશ્વ કોશ
- સાહિત્ય કોશ – ગુજરાતી સાહિત્ય પરિષદ
- જ્ઞાન ગંગોત્રી હિન્દી વિશ્વ કોશ
- ઇન્ટરનેશનલ ઍનસાઇકલોપીડિયા ઑફ સાયન્સ
- ઍનસાઇકલોપીડિયા બ્રિટાનિકા
ભાષામાં સોફ્ટવેર અને એપ્લિકેશન
ભાષા શીખવા માટે
પર્યાવરણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિ અન્યની સાથે રહે અને વારંવાર કોઈ
ચોક્કસ ભાષા સાંભળીને વ્યવહાર કરે છે ત્યારે તે પોતે જે તે ભાષાનું પ્રાથમિક જ્ઞાન
અનૌપચારિક રીતે શીખી જતો હોય છે. પરંતુ ઘણીવાર ઔપચારિક રીતે ભાષા શીખવાની જરૂર
પડતી હોય છે. ઔપચારિક રીતે ભાષા શીખવા માટે શાળા-કોલેજોમાં રૂબરૂ જવું પડે છે. પણ
આજના ટેકનોલોજીના યુગમાં શાળા કોલેજોમાં ગયા વગર ઘેર બેઠાં પણ વિવિધ સાધનોનો કે
સ્રોતોનો ઉપયોગ કરીને ભાષા શીખી શકાય
કોઈપણ વ્યક્તિ
પોતાની માતૃભાષા કે અન્ય ભાષા શીખવા માટે કે શીખેલી ભાષામાં વધારે પ્રભુત્વ મેળવવા
માટે વિવિધ ઉપાયો કરે છે. જેમાંનો એક ઉપાય તે આજના ટેકનોલોજી યુગમાં છે ભાષાના
વિવિધ સોફ્ટવેર અને એપ્લિકેશનનો ઉપયોગ કરવો. આ માટે ઈન્ટરનેટ પરથી ભાષાના અનેકાનેક
સોફ્ટવેર અને એપ્લિકેશન મફતમાં અને પૈસા ખર્ચીને મળે છે. જેમાંથી કેવા સોફ્ટવેર
અને એપ્લિકેશનનો વાપરવા તેનો આધાર વ્યક્તિની જરૂરિયાત પર છે. આમ વ્યક્તિ એ પહેલા
તો પોતાની જરૂરિયાત અને આવડત નક્કી કરવા પડે ત્યારબાદ જ તેણે ભાષાના કોઈ સોફ્ટવેર
કે એપ્લિકેશનની પસંદગી કરવી જોઈએ. આ માટેની વિસ્તૃત ચર્ચા અહી આપણે કરીશું.
ભાષા શીખવા સોફ્ટવેર અને એપ્લિકેશનનું મહત્વઃ
- ઔપચારિક રીતે શાળા-કોલેજો કે અન્ય જગ્યાએ રૂબરૂ જઈને ભાષા શીખી શકાય તેમ ના હોય ત્યારે સોફ્ટવેર કે એપ્લિકેશનની મદદથી ભાષા શીખી શકાય છે.
- પોતાને આવડતી ભાષા પર જેટલું પ્રભુત્વ છે તેના કરતાં વધુ પ્રજ્વ મેળવવા માટે સોફ્ટવેર કે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે.
- કોઈ વ્યક્તિ નવી ભાષા શીખવા માંગતો હોય તો પણ ભષાના સોફ્ટવેર કે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
- કોઈ ચોક્કસ ભાષામાં કમ્પ્યુટર પર ટાઈપ કરવા માટે જે તે ભાષાના ટાઈપીંગ સોફ્ટવેર કે એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે.
- એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવો હોય તો ભાષાના સોફ્ટવેર કે એપ્લિકેશન દ્વારા ખૂબ જ ઝડપથી કરી શકાય છે. હા, તેમાં વ્યાકરણની ભૂલો રહેવાની શક્યતા છે. જે પછીથી સુધારી શકાય.
- એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવામાં ખૂબ જ સરળતા રહે છે અને સમયનો બચાવ પણ ખૂબ જ થાય છે.
- કોઈ એક ચોક્કસ ભાષામાં વપરાતા શબ્દોનો અન્ય ભાષામાં અર્થ મેળવવા સોફ્ટવેર કે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.
- આજે દુનિયાની લગભગ બધી જ ભાષાના શબ્દકોશ ઈન્ટરનેટ પર મળે છે, જેનો ઉપયોગ કરીને એક ભાષાના શબ્દના વિવિધ ભાષામાં શું અર્થ થાય છે તે જાણી શકાય છે.
- પરદેશમાં વસતા લોકોને પોતાના બાળકોને તેમની માતૃભાષા શીખવવા માટે.
- કોઈ વ્યક્તિ એ પોતાના હસ્તાક્ષર સુધારવા હોય તો પણ સોફ્ટવેર કે એપ્લિકેશનનો ઉપયોગ કરીને સુધારી શકે છે.
- ઈન્ટરનેટ પરથી કે ચોક્કસ એપ્લિકેશન દ્વારા ઘણાં કવિ અને લેખકોનો પરિચય મેળવી શકીએ છીએ.
- વિવિધ ભાષામાં રચાયેલ જગ પ્રખ્યાત કૃતિઓ મેળવવા માટે પણ વિવિધ સોફ્ટવેર અને એપ્લિકેશન ઉપયોગી છે.
- વિવિધ સોફ્ટવેર અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના distin કથનની ગુણવત્તા જાણી શકે છે અને સુધારી શકે છે.
- વિવિધ સોફ્ટવેર અને એપ્લિકેશન વ્યક્તિની વાંચન ભૂખ સંતોષવા માટે ઉપયોગી છે. વિવિધ પ્રકારનું ભાષાકીય સામાન્ય જ્ઞાન ઘણી એપ્લિકેશન પરથી આપણને વિપુલ પ્રમાણમાં મળી રહે છે.
- સાહિત્યના વિવિધ પ્રકારની રચનાના ઉત્તમ નમૂના આપણને વિવિધ એપ્લિકેશન પરથી મળી રહે છે.
- વિદ્યાર્થી પાસે પોતાના પાઠ્યપુસ્તકની હાર્ડકોપી ના હોય તો તે એપ્લિકેશનનો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તક વાંચી શકે છે.
- ભાષાના મૂલ્યાનમાં પણ વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.
- પદ્યમાં રચાયેલ કૃતિઓનું ગાન સંભાળવા માટે કેટલીક એપ્લિકેશન ઉપયોગી થઇ પડે છે.
- પાઠ્ય પુસ્તકમાં આપેલ કૃતિ માટે ઉપયોગી સંદર્ભ સાહિત્ય મેળવવા માટે પણ વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.
સારા સોફ્ટવેર અને એપ્લિકેશનના લક્ષણો :
- ભાષા શીખવા માટે તમે સોફ્ટવેર કે એપ્લિકેશન કેવી રીતે પસંદ કરશો. એવી કઈ બાબતોને આધારે કહી શકો કે આ સોફ્ટવેર કે એપ્લિકેશન યોગ્ય છે.
- સોફ્ટવેર કે એપ્લિકેશન તમારા હેતુને સિદ્ધ કરે તેવા હોવા જોઈએ.
- સોફ્ટવેર કે એપ્લિકેશન વાપરવામાં સરળ હોવા જોઈએ.
- સોફ્ટવેર કે એપ્લિકેશન સમજવામાં સરળ હોવા જોઈએ.
- તેનું ફોરમેટ આંખને ગમે તેવું હોવું જોઈએ.
- તેમાં વિવિધ કાર્યો કરી શક્ય તેવું હોવું જોઈએ.
- તમાં લખાણ, ઓડિયો, વિડિયો વગેરેનો સમાવેશ થયેલ હોવો જોઈએ.
- તમને કેટલું આવડ્યું તે જાણવા માટે એટલે કે મૂલ્યાંકન કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ.
- સોફ્ટવેર કે એપ્લિકેશન તમારી ભૂલો દર્શાવે તેની સાથે સાચી માહિતી પણ જણાવે તેવા હોવા જોઈએ.
- તમારી પ્રગતિનો આંક પણ સોચવે તેવા સોફ્ટવેર કે એપ્લિકેશન હોવા જોઈએ.
- સોફટવેર કે એપ્લિકેશન મનોવૈજ્ઞાનિક રીતે રચાયેલા હોવા જોઈએ.
- સોફ્ટવેર કે એપ્લિકેશનમાં આપેલ વિગતો યોગ્ય ક્રમમાં, સરળથી કઠિન અને ગ્યાતથી અજ્ઞાત તરફ લઇ જનાર હોવી જોઈએ
- નિષ્ણાત વ્યક્તિઓના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ હોય, જેથી તેમાં ભાષાકીય કોઈ ભૂલો ના હોય.
- સોફ્ટવેર કે એપ્લિકેશનમાં તમારા કામને સાચવી રાખવાની સગવડતા હોવી જોઈએ.
- ઓનલાઈન સરળતાથી મળી રહે તેવા સોફ્ટવેર કે એપ્લિકેશન હોવા જોઈએ.
- સોફ્ટવેર કે એપ્લિકેશનમાં કરવામાં આવતા કાર્યો માટેની સ્પીડ વધુ હોવી જોઈએ.
ભાષાના સોફ્ટવેર અને એપ્લિકેશન પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
ભાષા શીખવા માટે અને સમૃદ્ધ કરવા માટે ઈન્ટરનેટ પરથી અનેકાનેક સોફ્ટવેર અને એપ્લિકેશન મફત અને ખર્ચ કરીને મળી રહે છે. જેની સંખ્યા હજારોમાં છે. જેના નામ અહીં ઈરાદાપૂર્વક આપવામાં આવ્યા નથી. નામ નહિ આપવાના મુખ્ય બે કારણો છે. પ્રથમ તો નામ આપીને જે તે સોફ્ટવેર અને એપ્લિકેશનની જાહેરાત આ લેખક કરવા માંગતા નથી અને બીજું એ કે હાજારોની સંખ્યામાં સોફ્ટવેર અને એપ્લિકેશન મળે છે, જે તમે સરળતાથી ઈન્ટરનેટ પર સર્ચ આપીને તમારી જરૂરિયાત મુજબના સોફ્ટવેર અને એપ્લિકેશન શોધી શકો છો. ભાષાના કોઈ એક કામ માટે પણ અનેક સોફ્ટવેર અને એપ્લિકેશન છે. જેથી કયું પસંદ કરવું તે વાપરનારે નક્કી કરવાનું છે. માટે અહી કોઈ સોફ્ટવેર અને એપ્લિકેશનના નામ આપ્યા નથી. તમે ઈન્ટરનેટ પર ‘ભાષા શીખવા માટેના સોફ્ટવેર કે એપ્લિકેશન' લખશો એટલે અનેક નામ તમારી સામે આવી જશે. જેનો ઉપયોગ તમે કમ્પ્યુટરમાં કે સ્માર્ટ ફોનમાં કરી શકશો.
સોફ્ટવેર અને
એપ્લિકેશન શોધતી વાલ્હાતે તમારે નક્કી એ કરવાનું છે કે, તમે કોઈપણ ભાષામાં શું શીખવા માંગો છો અને શા માટે શીખવા
માંગો છો ? તમારે નવી ભાષા
શીખવી છે ? કોઈ ભાષાનું
સામાન્ય પ્રાથમિક જ્ઞાન છે અને તેમાં વધારે ઉમેરો કરવો છે? કોઈ ભાષામાં પ્રભુત્વ મેળવવા માંગો છો? કોઈ ભાષામાં અનુવાદ કરવા માંગો છો? જેવા ઘણાં કરનો હોઈ શકે. તમારા હેતુ મુજબ તમારે ભાષાના
સોફ્ટવેર અને એપ્લિકેશન પસંદ કરીને ઈન્ટરનેટ પર શોધવા જોઈએ.
એક જ કામ માટે
તમને એક કરતા વધુ સોફ્ટવેર અને એપ્લિકેશન મળશે. દરેક સોફ્ટવેર અને એપ્લિકેશન વિવિધ
રીતે કામ કરતા હશે. જેમાં પૂરી પાડવામાં આવતી સગવડ પણ વિવિધ રીતે હશે. જેથી તમારા
જ્ઞાન, આવડત અને રસ મુજબ તમે
સોફ્ટવેર અને એપ્લિકેશન પસંદ કરી શકો છો. દરેક સોફ્ટવેર અને એપ્લિકેશનના ફોરમેટ
હોય છે. વાપરવાની દિષ્ટએ વધુ અનુકૂળ હોય તેવા સોફ્ટવેર અને એપ્લિકેશન પસંદ કરવા
જોઈએ. તેમાં આપેલ ઓપ્શન્સને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. બનાવટ અલગ અલગ
સોફ્ટવેર અને
એપ્લિકેશન દ્વારા શીક્શાવવામાં આવતું વિષયવસ્તુ ઓડિયો દ્વારા કે વિડિયો દ્વારા
શીખવાય છે તે જુઓ અને વાપરો. કેટલા સોફ્ટવેર અને એપ્લિકેશન માત્ર વાંચીને જ
વાપરવાના હોય છે. તો તમને કઈ રીતે અનુકૂળ આવે છે તે જુઓ અને સોફ્ટવેર અને
એપ્લિકેશન પસંદ કરો.
ગુજરાતી ટાઈપીંગ
ગુજરાતી ટાઈપીંગ
માટે બે બાબતો મહત્વની બની રહે છે. પ્રથમ ફોન્ટ્સ અને બીજું ક બોર્ડ. જો તમને
ગુજરાતી ટાઈપીંગ વ્યાવસાયિક રીતે કામ કરતા લોકોની જેમ નથી આવડતું. પણ તમે સામાન્ય
કામ ગુજરાતીમાં જ કરવા માંગો છો. તો તમારે માટે ગુગલનું ઈનપુટ ટૂલ છે. જેમાં
ગુજરાતી કિ બોર્ડ છે અને શ્રુતિ ફોન્ટ્સ છે. જે તમારા માટે ખૂબ જ સરળ બનશે.
બીજું સોફ્ટવેર
છે માઈક્રોસોફ્ટનું ગુજરાતી ઈન્ડિક ઇનપુટ ટૂલ. જે પણ ગૂગલના ઈનપુટ તૂલના કઈ
બોર્ડની જેમ જે કામ કરે છે. જેમાં તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરના કિ બોર્ડ પર
અંગ્રેજીમાં ‘A’, ‘B’ ‘N’, ‘M’ જેવી કિ દબાવશો
તો તમને અનુક્રમે ‘અ’, ‘બ’, ‘ન’, ‘મ’ જેવા અક્ષરો
ટાઈપ થયેલા જોવા મળશે. તમે ભલે અંગ્રેજીના મૂળાક્ષર લખશો પણ ટાઈપ થશે ગુજરાતીમાં.
ઉપરોક્ત સગવડ
આપતી બીજી ઘણી એપ્લિકેશન – ગુજરાતી કિ બોર્ડ તમને ગુગલ પ્લે સ્ટોર પરથી મળી જશે.
જેનો ઉપયોગ તમે તમારા મોબાઈલમાં કરીને સરળતાથી ગુજરાતી ટાઈપ કરી શકો છો. જે બધું જ
મફત મળે છે.