Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાષામંડળ એટલે શું ? // What is Bhasha Mandal?


ભાષામંડળ એટલે શું ? 

What is Bhasha Mandal?

ભાષામંડળ એટલે શું ?  What is Bhasha Mandal?


શિક્ષણને જીવનલક્ષી બનાવવા માટે વિવિધ વિષયોના મંડળ સ્કૂલોમાં હોવા જોઈએની ભલામણ થયેલી. વિષય શિક્ષણને ખરા હૃટર્જ કરવા માટે વિવિધ મંડળોની રચના સૂચવાયેલી. ભાષા શિક્ષણને સંબંધી ભાષામંડળ રચવાની વાત છે. ભાષામંડળ એ ભાષા શિક્ષણની પૂરક પ્રવૃત્તિ છે. ભાષામંડળ એ ભાષા શિક્ષણની ક્રિયાત્મક બાજુ છે. ભાષામંડળ એ વિષયવસ્તુ જ્ઞાનના સમૃદ્ધિકરણનો હેતુ ધરાવે છે. ભાષામંડળ એ ભાષિક કૌશલોની ખિલવણીનો મંચ છે. ભાષા મંડળ એ ભાષા અભિરુચિ વિકાસનો સ્રોત છે. ટૂંકમાં ભાષામંડળ એ ભાષા શિક્ષણનું લટકણિયું આભૂષણ નથી બલ્કે ભાષા શિક્ષણની અનિવાર્ય જરૂરિયાત છે.

 

ભાષામંડળની રચના 

ભાષામંડળના બે સ્વરૂપો હોઈ શકે.

(1) સ્કૂલ સ્તરે ભાષામંડળ

(2) ધોરણ સ્તરે ભાષામંડળ.

સ્કૂલ સ્તરે ભાષામંડળનો અર્થ છે તેમાં શાળા સ્તરના કોઈ પણ ધોરણનો ભાષા સાહિત્યમાં રસ ધરાવતો વિદ્યાર્થી સભ્યપદ મેળવી શકે. એટલે કે આ મંડળમાં ધો.9 થી ધો.12 સુધીના કોઈ પણ ધોરણનો કોઈ પણ વિદ્યાર્થી સભ્યપદ ધરાવી શકે. નાની સ્કૂલો માટે આ પ્રકારનું મંડળ ઉપયોગી થઈ શકે છે.

બીજું સ્વરૂપ છે ધોરણ સ્તરે ભાષામંડળ. જો શાળા મોટી હોય અને એક-એક ધોરણના વધુ વર્ગો હોય તો ત્યાં ધોરણ સ્તરે ભાષા મંડળની રચના અનુકૂળ થઈ પડશે. આ પ્રકારના મંડળમાં એક જ ધોરણના બધાં સભાસદો હોઈ શકે છે. આમાં એક ભાષામંડળ ધો.9નું હોય તો બીજું ભાષામંડળ ધો.10નું પણ હોઈ શકે. એક શાળામાં ત્રણથી ચાર ભાષામંડળો હોઈ શકે છે.

દરેક ભાષામંડળ આમ તો ભાષા શિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા હોય છે, પરંતુ વહીવટ વિદ્યાર્થીઓ કરે તે જરૂરી છે, તેથી મંડળની સુચારુ કામગીરી માટે વિદ્યાર્થીઓમાંથી જ મંડળના પ્રમુખ અને કાર્યકારી સમિતિ ચૂંટી કાઢવામાં આવે.

 

પ્રમુખ અને કાર્યકારી સમિતિના કાર્યો 

ચૂંટાયેલ પ્રમુખ તથા કાર્યકારી સમિતિ નીચેનાં જેવાં કાર્યો અથવા જવાબદારી નિભાવશે.

1. આયોજનનું કાર્ય : વાર્ષિક તથા માસિક આયોજન આ સમિતિ શિક્ષકના માર્ગદર્શનમાં તૈયાર કરશે. આ મંડળ દર અઠવાડિયે એક વાર શાળા સમય બાદ મળશે કે પાક્ષિક મળશે તે અંગે નિર્ણય કરશે તથા કેટલા સમય માટે મળશે તે પણ નક્કી કરશે.

2. પસંદગીનું કાર્ય : અહીં મંડળની કાર્યકારી સમિતિ, પ્રમુખ તથા શિક્ષક સાથે મળીને મહિનામાં ક્યારે થાય છે, કેવા કાર્યક્રમો કરવા છે, તેની પસંદગી કરશે. આમ, કાર્યક્રમની થીમ અથવા પ્રવૃત્તિના વિષયોની પસંદગીનું કાર્ય નક્કી થાય છે.

3. આયોજન : કાર્યક્રમની થીમ કે પ્રવૃત્તિનો વિષય પસંદ થયા પછી તેનો અમલ માટેના આયોજનનો તબક્કો આવે છે. આ સમિતિ પ્રમુખશ્રીના તથા શિક્ષકના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કે પ્રવૃત્તિ કેવી રીતે યોજાશે તેની વિચારણા કરી કાર્યલક્ષી આયોજન તૈયાર કરશે ત્યારે એ બાબતનું ધ્યાન રાખશે કે મંડળના મોટાભાગના સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકે, ભાગ લઈ શકે. :

આયોજન સમયે એ બાબતના નિર્ણયો પણ થશે કે કાર્યક્રમ કયા દિવસે યોજવો, કોને નિયંત્રિત કરવા, કાર્યક્રમ કેટલા સમય સુધી ચાલશે, તે માટે કયા કયા ભૌતિક સંસાધનો જોઈશે, વગેરે વગેરે.

4. અમલ: આયોજનની યોગ્ય રીતે જાહેરાત કરી મંડળના તમામ સભ્યશ્રીઓને જાણ કરવામાં આવે અને નિર્ધારિત સમયે કાર્યક્રમ શરૂ થાય અને કાર્યક્રમ પૂર્ણ થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે.

5. પ્રતિપોષણ-ફિડબેક : આ વિદ્યાલયનો કાર્યક્રમ છે, તેથી તેનો શૈક્ષણિક લાભ થવો જોઈએ. પ્રત્યેક કાર્યક્રમ કે પ્રવૃત્તિને અંતે મંડળના સભ્યશ્રીઓને એ બાબતના રિફલેકશન-અનુચિંતન લેખિત યા મૌખિક સ્વરૂપમાં મેળવવા જોઈએ.

મંડળ શું શું કરી શકે ? ભાષામંડળ અનેક પ્રકારના કાર્યક્રમો કે પ્રવૃત્તિઓ યોજી શકે તે પૈકીની નમૂનારૂપ કેટલીક પ્રવૃત્તિઓ અહીં સૂચવી છે. આ સિવાય પણ મંડળ અન્ય પ્રવૃત્તિઓ યોજી શકે છે.

 

1. વાર્તાકથન

2. કાવ્યપઠન

૩. કાવ્યગાન

4. વાર્તાનું નાટ્ય રૂપાંતર

5.હસ્તલિખિત અંકો

6. કાવ્યકોશ

7. કહેવત કથાકોશ

8. ચર્ચા

9. સાહિત્યિક પ્રશ્નોત્તર - ક્વીઝ

10. સાહિત્યકારની મુલાકાત

11. સાહિત્યકારોની કેફિયત

12. કવિ મુશાયરો

13. પાદપૂર્તિ સ્પર્ધા

14. વાર્તાપૂર્તિ સ્પર્ધ

15. વાર્તાલેખન સ્પર્ધા

16. કાવ્યલેખન સ્પર્ધા

17. અંતકડી, પર્યાયવાચી શબ્દોની અંતકડી

18. લેખક / કવિ પરિચય ચાર્ટ

19. સાહિત્યિક પ્રદર્શન

20. લોકમેળામાં પુસ્તક પ્રદર્શન

21. વાચન સ્પર્ધ

22. સુલેખન સ્પર્ધા

23. પુસ્તક ગોષ્ઠી

24. શબ્દરમતો

25. કાવ્યોનું નાટ્ય રૂપાંતર

26. રેડિયો નાટકલેખન

27. ટી.વી. માટે સ્ક્રીપ્ટલેખન

28. અખબાર માટે વૃત્તાંતલેખન

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏