ભાષાખંડ એટલે શું ?What is Bhashakhand?
પ્રસ્તાવના
ભાષા શિક્ષણમાં ગુણવત્તા અને નવીનીકરણ લાવવું
હોય તો તેમાં કેટલાંક પરિવર્તનો કરવા જોઈએ. ભાષા શિક્ષણ સર્વશિક્ષણનો પાયો છે છતાં
તે પરંપરાગત ઢબે-ચૉક ઍન્ડ ટૉક શૈલીમાં થાય છે. પરિણામે ભાષા કૌશલોમાં વિદ્યાર્થીઓ
નબળાં રહે છે.
શિક્ષણને રસમય બનાવવા માટે એક જ વર્ગમાં બધાં
વિષયોનું શિક્ષણ આપવા કરતા વિષયવાર વર્ગખંડો હોવા જોઈએ એ વિચાર ડાલ્ટન યોજનામાં
રજૂ થયેલો. સન્ 1930થી ભાવનગર સ્થિત દક્ષિણામૂર્તિ વિનય
મંદિરે આ વિચાર અજમાવ્યો હતો. તેના પરિણામો ખૂબ ફાયદાકા૨ક આવેલા તેવું એ સમયના
આચાર્ય શ્રી હરભાઈ ત્રિવેદીએ વારંવાર નોંધ્યું છે.
આ સંદર્ભે ભાષા શિક્ષણ માટે ભાષાખંડની જરૂરિયાત
ઊભી થાય છે.
ભાષાખંડની વિભાવના
ભાષાખંડ એ મૂળભૂત રીતે વર્ગખંડનો વિસ્તાર છે.
તે એક એવો વિશિષ્ટ ખંડ હોય કે જેમાં પ્રવેશ કરતા ભાષા-સાહિત્ય વિષયવસ્તુ સંબંધ
સમગ્ર સામગ્રી, ભાષા શિક્ષણને સહાયક એવી
અધ્યયન-અધ્યાપનની સામગ્રી તદ્ઉપરાંત ભાષા-સાહિત્ય અધ્યયનમાં અભિરુચિવર્ધક સામગ્રી
દૃશ્યમાન તથા હાથવગી હોય. આ ખંડ એવો ખુલાશવાળો હોય કે જેમાં વિદ્યાર્થી સ્વઅધ્યયન
કરી શકે અને વિદ્યાર્થીઓ ભાષા સાહિત્યિક
કોઈ પ્રવૃત્તિ પણ કરી શકે. તેમાં ભાષા શિક્ષક માત્ર ને માત્ર (ફેસિલીટેટર) સુવિધા
પૂરી પાડનારની ભૂમિકા અદા કરે નહિ, કે
વ્યાખ્યાતાની. ભાષાખંડ સામાન્ય રીતે 12 x 15
ફૂટનો હોય એ જરૂરી છે. પૂરતી હવા-ઉજાસવાળો હોવો જરૂરી છે. તેની દીવાલોનો રંગ મોટેભાગે
સફેદ હોય તો સારું. દીવાલો ઉપર ચિત્રો-ચાર્ટો લટકાવવા માટે જરૂરી હૂક વગેરે જરૂરી
છે. ભાષાખંડમાં નાનકડું સ્ટેજ વધુ ઈચ્છનીય. નાન નાના રાઉન્ડ ટેબલ તથા ફરતે
ચાર-પાંચ ખુરશીઓ ગોઠવી શકાય, જેથી જૂથ ચર્ચાનું પણ આયોજન થઈ શકે.
ભાષાખંડનું શિક્ષણમાં મહત્ત્વ :
વર્ગ શિક્ષણ પ્રથા પરંપરાગત પ્રથા થઈ ગઈ છે.
તેમાં રૂઢિવાદિતા દાખલ થઈ ગઈ છે ને તે વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે રસ જગાવી શકાતી
નથી. જ્યારે ભાષાખંડ ભાષા શિક્ષણમાં નવીનતા, રોચકતા
અને સર્જનાત્મકતા લાવી શકે છે તે દૃષ્ટિએ ભાષાખંડનું મહત્ત્વ છે. ભાષાખંડ સ્વઅધ્યયનનું
માધ્યમ છે તે પણ ભૂલવું ન જોઈએ.
ભાષાખડમાં પાઠ્ય અને પાઠ્યતર બંને પ્રકારની
સામગ્રી હોવાથી વિદ્યાર્થીઓમાં ભાષા-સાહિત્યમાં સહજ અભિરુચિનો વિકાસ શક્ય બને છે.
ભાષાખંડમાં દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી હોવાથી
વિદ્યાર્થી સવં પોતાની રીતે ભાષારમતો, કાવ્યગાન, નાટ્યપઠન
જેવાં કૌશલો કેળવી શકે જે વર્ગખંડમાં બહુ ઓછું શક્ય બને છે. ભાષાખંડ આ દૃષ્ટિએ પણ
મહત્ત્વનો બને છે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભાષાખંડ ભાષા
શિક્ષણ માટેનો યોગ્ય માહોલ ભાષિક વાતાવરણ સર્જવામાં ભાષાખંડ ખૂબ જ ફાળો આપી શકે
છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન અનુસાર વાતાવરણ અને અધ્યયનસિદ્ધિ વચ્ચે નોંધપાત્ર સંબંધ
છે. જેમ કે ગુજરાતીભાષીવિદ્યાર્થી હિન્દીભાષી વાતાવરણમાં રહેવા લાગે તો તે ઝડપથી
હિન્દી શીખી લે છે. આમ, વાતાવરણની અસર અધ્યયનલબ્ધિ પર થાય છે.
ભાષાખંડ વાતાવરણ પૂરું પાડે છે, તેથી ભાષાખંડમાં ભણનારાની ભાષાસિદ્ધિ
(લબ્ધિ) અવશ્ય વધે છે.
આ સિવાય પણ ભાષા શિક્ષણની પદ્ધતિ છે પ્રત્યક્ષ
પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિ વડે કૃત્રિમ રીતે ભાષિક વાતાવરણ સર્જવાનું હોય છે.
જ્યારે ભાષાખંડમાં તો આવશ્યક વાતાવરણ હોય જ છે, તેથી
પણ વિદ્યાર્થીઓની ભાષાસિદ્ધિ વધી શકે છે.
આમ, ઘણા
દૃષ્ટિકોણથી ભાષાખંડનું મહત્ત્વ સિદ્ધ થાય છે.
ભાષાખંડમાં સામગ્રી :
ભાષાખંડ એ વર્ગખંડ નથી, પરંતુ
વર્ગખંડનો વિસ્તાર છે, તેથી વિદ્યાર્થીને અહીં ભાષા અંગે
વિશેષ સામગ્રી મળી રહેવી જોઈએ. આ ખંડમાં નીચે મુજબની સામગ્રી હોઈ શકે.
1. શબ્દ કોપ : વિવિધ ભાષાના પણ ગુજરાતી
અર્થાવાળા જેમ કે હિન્દી ગુજરાતી કોશ, અંગ્રેજી
ગુજરાતી કોશ, સંસ્કૃત ગુજરાતી કોશ.
2. જ્ઞાન કોશ : શક્ય હોય ત્યાં સુધી
ગુજરાતી ભાષામાં અથવા હિન્દી ભાષામાં ઉદા. ભગવદ્ ગોમંડળ
3. વિશ્વકોશ
4. ચરિત્રકોશ
5.કથાકોશ કાવ્યકોશ
6. સમાનાર્થી શબ્દકોશ
7. કહેવત રૂઢિપ્રયોગ કોશ
8. નામાવલ
9. વાસરિકા પ્રાસંગિકી
ભાષા વ્યાકરણ
1 ભાષા
વિજ્ઞાન
2. વિવિધ પ્રકારના વ્યાકરણો
સાહિત્ય
1. સાહિત્યકાર પરિચય
2. સાહિત્ય
સ્વરૂપ પરિચય
3. સંદર્ભ કોશ
4. આપણું ભારત
5. આપણું ગુજરાત
6. ગણમાન્ય નવલકથાઓ, નવિકાનો
વગેરે આત્મકથા, નિબંધ, નાટક
વગેરે 1827240
ચિત્રો-ચાર્ટ
1. સાહિત્યકારોનાં ચિત્રો
2. કથા આધારિત ચિત્ર સંપુટો
3. કાવ્ય આધારિત ચિત્ર સંપુટો
હસ્તલિખિત સામગ્રી:
1. વિદ્યાર્થીઓલિખિત વાર્ષિક અંકો
2. વિદ્યાર્થીઓલિખિત કાવ્યો-નવલિકાસંગ્રહો વગેરે
3. લેખકોની હસ્તલિખિત પ્રતો
4. નાટકોની સ્ક્રીપ્ટ
અન્ય સામગ્રી :
1. LCD પ્રોજેક્ટ
2. .ટેઈપરેકોર્ડર
3 ચાર્ટ-ચિત્રો
4. બુલેટિન
બૉર્ડ
5.લિંગ્ડાફોન
6. કમ્પ્યૂટર-ઈન્ટરનેટ સાથે